12/3 થી 11/4/2026 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ સાપ્તાહિક પીડીએફ જુવો, માહિતી ખાતાના સમાચારો,janfariyadnews youtube channel links જૂવો.

12 NG PDF (2) 13 NG PDF (5) 14 NG PDF (2) 15 NG PDF (4) 15-03-2026_11 Jan Fariyad_New 15-03-2026_11 Jan Fariyad_New-1 16 NG PDF (4) 17 NG PDF (3) 18 NG PDF-1 (2) 19 NG PDF (3) 20 ng pdf-2 (2) 21 NG PDF-2 (1) 22 NG PDF-1 (4) 22-03-2026_12 Jan Fariyad_New 23 NG PDF-1 (2) 24 NG PDF-2 (1) 25 NG PDF-1 (4) 26 NG PDF-1 (2) 27 NG PDF (2) 28 NG PDF-1 (3) 29 NG pdf (4) 29-03-2026_13 Jan Fariyad_New 30 NG PDF (3) 30-03-2026_13 Jan Fariyad_New 31 NG PDF (2)

1 NG PDF (4) 2 NG PDF-1 (3) 3 NG PDF (3) 5 NG PDF (1) 05-04-2026_14 Jan Fariyad_New 6 NG PDF-1 (4) 7 NG PDF (3) 9 NG PDF-1 (3) 10 NG PDF-1 (2) 11 NG PDF (2)

8 NG PDF-1 (2) DOC-20260403-WA0242.

*ગુજરાત રાજ્યની 15 મહાનગરપાલિકા,84 નગરપાલિકાઓ,34 જિલ્લા પંચાયતો,260 તાલુકા પંચાયતો ની સામાન્ય ચૂંટણી 26/4/2026 ના રોજ યોજાનાર છે.જેના પરિણામ 28/4/26 આવશે અને ફોર્મ ભરવાની તારીખ 11/4/2026 છે..પ્રદેશ ભાજપ ની આ અંગે ઉમેદવારો ની યાદી .*
https://janfariyadnews.com/ગુજરાત-રાજ્યની-15-મહાનગરપા/

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

[4/6, 5:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *અખબારી યાદી*
*બાંધકામ શ્રમિકોના હિતાર્થે કાર્યરત ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ની કચેરી અમદાવાદથી ‘કર્મયોગી ભવન’, ગાંધીનગર ખાતે સ્થળાંતર કરાઇ*
—–
રાજ્યના લાખો બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને વિવિધ સહાય યોજનાઓના અમલીકરણ માટે કાર્યરત ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ની કચેરી હવે ગાંધીનગર ‘કર્મયોગી ભવન’ ખાતે કાર્યરત કરવામાં આવી છે. વહીવટી સરળતા અને સુદ્રઢ કામગીરીના હેતુથી કચેરીનું સ્થળાંતર અમદાવાદથી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે, તેમ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આ કચેરી શ્રમ ભવન કમ્પાઉન્ડ, રૂસતમકામા માર્ગ, ગ્રાઉન્ડ ફ્લોર, અમદાવાદ ખાતે કાર્યરત હતી, જે હવે “કર્મયોગી ભવન”, પહેલો માળ, એફ-૧ વિંગ, બ્લોક-૩, સેકટર-૧૦-એ, ગાંધીનગર ખાતે કાર્યરત કરવામાં આવી છે. વધુમાં, તમામ સંબંધિત વિભાગો, સંસ્થાઓ અને નાગરિકોને જાણ કરવામાં આવે છે કે હવે પછીનો તમામ પ્રકારનો અધિકૃત પત્રવ્યવહાર ઉપર દર્શાવેલ ગાંધીનગરના નવા સરનામે જ કરવાનો રહેશે.
—–
[4/6, 6:53 PM] Dilip Gajjar.Mahiti.Press: *અખબારી યાદી, તા. 06-04-2026*

*કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરતા નિવેદનની આકરી આલોચના કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*
————
*સાડા છ કરોડ ગુજરાતીઓ અને ગાંધીજી-સરદાર સાહેબની ભૂમિનું અપમાન કરનારા ખડગે ગુજરાતની માફી માંગેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————
*:: મુખ્યમંત્રીશ્રી ::*
* ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની માનસિકતા વર્ષો જૂની છે, ગુજરાત આ અપમાન સહન નહિ કરે.
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાની વિકાસની રાજનીતિને મળી રહેલા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ પોતાને અસુરક્ષિત અનુભવે છે.
* દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારતરત્ન ન આપીને કોંગ્રેસે તેમની પણ ઉપેક્ષા કરી હતી.
* સરદાર સરોવર ડેમના કામને અટકાવવાનું કામ પણ કોંગ્રેસની સરકારોએ કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતા અટકાવ્યા હતા
* પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બોખલાઈ ગયા છે.
————–
*કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન સાડા છ કરોડ ગુજરાતીઓના સ્વમાન અને ગૌરવનું હનન કરનારું છેઃ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
————–
*નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના પાંચ વેધક સવાલોઃ કોંગ્રેસ અધ્યશ્ર આ સવાલોના જવાબ આપે અને જનતા-જનાર્દનની માફી માંગે*
————–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત અને ગુજરાતીઓ વિશે કરેલા અપમાનજનક નિવેદનની સાડા છ કરોડ ગુજરાતીઓ વતી કડક શબ્દોમાં આલોચના કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ શ્રી મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા જણાવ્યું કે, આ નિવેદન પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું અપમાન છે. આવા નિવેદનથી ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નહીં પણ વર્ષોજૂની છે. કોંગ્રેસના નેતાનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાની વિકાસની રાજનીતિને મળી રહેલા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ પોતાને અસુરક્ષિત મહેસુસ કરી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસના ગુજરાત વિરોધી વલણની વિગતો આપણા કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારતરત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી. એટલું જ નહિ, વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું હતું તેમાં પણ કોંગ્રેસે અડચણો ઊભી કરવાના પ્રયાસો કર્યા હતા.

સરદાર સરોવર ડેમના કામમાં રોડા નાંખવાનું કામ પણ કેન્દ્રની કોંગ્રેસની સરકારોએ કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતા અટકાવ્યા હતા. આવા તો અનેક અન્યાયો કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાત અને ગુજરાતીઓ સાથે કર્યાં હતાં તેમ તેમણે ઉમેર્યું હતું.

ભૂતકાળમાં કોંગ્રેસ તરફથી ગુજરાતને થયેલા અન્યાયની વિસ્તૃત વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તે સમયની કોંગ્રેસની કેન્‍દ્ર સરકારે રાસાયણિક ખાતરની અપાતી સબસીડીમાં કાપ મૂકીને ખેડૂતોને કરોડોનું આર્થિક નુકસાન કર્યું અને રાસાયણિક ખાતરની ફાળવણીમાં પણ અન્‍યાયનો સીલસીલો ચાલુ રાખ્‍યો હતો. ખેડૂતોને જ્યારે મબલખ કમાણીની આશા હતી ત્યારે રાતોરાત કેન્દ્ર સરકારે કપાસની નિકાસબંધી ફરમાવી હતી અને ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, વાઈબ્રન્ટ સમિટ મારફતે ગુજરાતમાં રોકાણ માટે આવતાં ઉદ્યોગોને પણ ઇન્કમ ટેક્સની નોટિસો ફટકારીને ગુજરાતમાં રોકાણ ન આવે તેવા પેંતરા કોંગ્રેસ કરતી હતી. આ ઉપરાંત કેન્‍દ્રીય નીતિનિયમોના કારણે ગુજરાતને કોલસો દૂરનાં રાજ્યોમાંથી મોંઘાભાવે ખરીદવો પડતો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ જેવા મહાપુરુષો, કનૈયાલાલ મુન્શી જેવા પ્રખર કાયદાવિદ, ઝવેરચંદ મેઘાણી અને નર્મદ જેવા સાહિત્યકારો, ડૉ. વિક્રમ સારાભાઈ જેવા મોટા ગજાના વૈજ્ઞાનિક, ત્રિભૂવનદાસ અમીન જેવા સહકારી અગ્રણી, ડો. એચ.એમ પટેલ જેવા અર્થશાસ્ત્રી અને પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ જેવા વિરલ વ્યક્તિઓ દેશને આપ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ દેશના વિકાસમાં ગુજરાતના યોગદાન અંગે કહ્યું કે, ગુજરાત દેશના જી.ડી.પી.માં 8%થી વધુ યોગદાન આપે છે, ઔદ્યોગીક ઉત્પાદનમાં દેશમાં ૧૭ ટકા તેમજ દેશના કુલ કાર્ગો હેન્ડલીંગમાં ૪૦ ટકા હિસ્સો ગુજરાતનો છે.

વધુમાં તેમણે કહ્યું કે, દેશના ફાર્મા માર્કેટમાં ગુજરાતનું યોગદાન ૩૦ ટકા અને નિકાસમાં ૧૯ ટકા છે અને દેશની રિન્યૂએબલ એનર્જીમાં ગુજરાતનો ૧૬.૫૦ ટકા શેર છે. ગુજરાત આજે ડાયમંડ, કેમિકલ, ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં લીડર સ્ટેટ છે. ગુજરાતમાં ગિફ્ટ સિટીના નિર્માણથી દેશનું ફિનટેક કેપિટલ બન્યું છે, ગુજરાતીઓના પરિશ્રમથી આજે સાણંદ દેશનું ઓટો હબ બન્યું છે અને હવે સાણંદ-ધોલેરા સેમિકન્ડક્ટર હબ બનવાના છે.

મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેને પડકારતા કહ્યું કે, ગુજરાતીઓને તેઓ કઈ રીતે અભણ અને મૂર્ખ કહી શકે? જો ગુજરાત અભણ હોત તો આટલો વિકાસ થઈ શક્યો હોત ખરો? તેવો વેધક સવાલ પણ તેમણે કોંગ્રેસ પ્રમુખને કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને કોંગ્રેસની તત્કાલિન કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા સતત અન્યાયની સામે ઝિંક ઝિલીની રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવીને ગુજરાતને દેશનું રોલ મોડલ બનાવ્યું. તેના પરિણામે ગુજરાતની જનતાએ શ્રી નરેન્દ્રભાઈમાં પ્રચંડ વિશ્વાસ મુકીને કોંગ્રેસને સતત સ્પષ્ટ જાકારો આપ્યો છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ‘નાગરિક દેવો ભવઃ’ના મંત્ર સાથે કાર્યરત રહીને દેશને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા પ્રયત્નરત છે. તેમણે અપમાન સહન કરીને પણ વિકાસની રાજનીતિથી દેશને વિશ્વમાં પ્રતિષ્ઠાભર્યુ સ્થાન અપાવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બોખલાઈ ગયા છે અને ગુજરાતનું અપમાન કરતાં આવા નિવેદનોનો બફાટ કરે છે.

વિકાસની રાજનીતિના પ્રણેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સંપૂર્ણ સમર્થનથી દેશમાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનતા જનાર્દન ભવ્ય વિજય અપાવશે જ એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

*નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનને સાડા છ કરોડ ગુજરાતીઓના સ્વમાન અને ગૌરવનું હનન કરનારું ગણાવ્યું હતું.

તેમણે કોંગ્રેસ અધ્યશ્રને પાંચ સણસણતા સવાલો કર્યા હતા –
1. ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીને અપમાનિત કરતા તમને એક પળ પણ શરમ ન આવી?
2. જ્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસ જીતતી રહી ત્યાં સુધી ગુજરાતની જનતા સારી હતી અને જેવા હારવા માંડ્યા કે એટલે ગુજરાત ખરાબ થઈ ગયું?
3. આ તમારી કેવી સોચ છે? ગુજરાતના મારા ભાઈઓ-બહેનો દિવસ-રાત મહેનત કરીને દેશનું નામ રોશન કરે છે એ સફળતા તમને તકલીફ આપે છે?
4. દરેક ચૂંટણીઓમાં ગુજરાતને જ કેમ નિશાન બનાવો છો? દરેક વખતે ગુજરાતીઓને જ કેમ ગાળો આપો છો? તમારી આ નફરતનું મૂળ શું છે એ કહો?
5. તમે કરેલું આ નિવેદન એ તમારી વ્યક્તિગત હતાશા છે કે ગુજરાતને જ હંમેશા નિશાન બનાવવાની આખી કોંગ્રેસની સત્તાવાર નીતિ છે?

શ્રી સંઘવીએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ પાંચ સવાલોના જવાબ આપે અને ગુજરાત જ નહિ, દેશની જનતાની પણ માફી માંગે.
———-
[4/6, 7:23 PM] Dilip Gajjar.Mahiti.Press: રાજ્યમાં ઈંધણ પુરવઠાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છેઃ શ્રી સંજીબ બેહરા
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2249454&reg=22&lang=13
[4/6, 8:04 PM] Janak Desai.Mahiti: *સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સુચારૂ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા અર્થે રાજ્ય પોલીસ વડા ડૉ કે.એલ.એન રાવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ*

*રાજ્યમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે હેતુથી તમામ પોલીસ કમિશનરશ્રીઓ અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ બેઠક*

*તમામ યુનિટોને પ્રતિબંધાત્મક કાર્યવાહી અને મહત્તમ PASAના કેસ કરવા તેમજ લાંબા સમયથી ફરાર આરોપીઓ અને હિસ્ટ્રીશીટરો સામે કડક પગલાં લેવા આદેશ અપાયા*

*એટીએસ એડીજીપી શ્રી અમિત વિશ્વકર્માની નોડલ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી*

ગુજરાત રાજ્યમાં આગામી ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે આજે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા પોલીસ ભવન ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પોલીસ કમિશનરશ્રીઓ અને જિલ્લા પોલીસ વડાઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે હેતુથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.

રાજ્યમાં ૧ એપ્રિલથી આચારસંહિતા અમલી બની છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને આખરી ઓપ આપવા માટે એડીજીપી (ATS) શ્રી અમિત વિશ્વકર્માની નોડલ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

આગામી ૧૧ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની અને ૧૫ એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી બાદ ૩૦ એપ્રિલ સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, ૨૩ એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાનાર છે. રાજ્ય પોલીસ વડાશ્રીએ આદેશ આપ્યા છે કે તમામ યુનિટોએ પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવા તથા મહત્તમ PASAના કેસો કરવા અને ખાસ કરીને લાંબા સમયથી ફરાર આરોપીઓ અને હિસ્ટ્રીશીટરો સામે કડક પગલાં લેવા.

વિવિધ સંવેદનશીલ જિલ્લાઓમાં કોમ્બિંગ કામગીરી સઘન કરવા અને ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખી કડક કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓને વ્યક્તિગત ધ્યાન આપવા સૂચના અપાઈ છે.

સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના ૯૦૦૦ જેટલા તાલીમબદ્ધ LRD રિક્રુટ્સ અને વન વિભાગના અધિકારીઓને પણ ચૂંટણી ફરજમાં જોડવામાં આવશે. જે પોલીસ અધિકારીઓની બદલી થઈ છે તેઓને ૨૪ કલાકમાં રિલીવ કરી નવી જગ્યાએ મતદાન કેન્દ્રો અને સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કરવા જણાવાયું છે. ખાસ કરીને નોન-બેલેબલ વોરંટ તાત્કાલિક બજાવવા આદેશ અપાયા છે. ૨૦૨૧ની ચૂંટણીમાં નોંધાયેલા ગુનાઓ, ખાસ કરીને દાહોદ જેવા સંવેદનશીલ વિસ્તારોને ધ્યાનમાં રાખીને વધારાનું પોલીસ બળ તૈનાત કરવામાં આવશે અને આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.

રાજ્યના પોલીસ વડાશ્રીએ તમામ અધિકારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાથે સંકલન જાળવી, વીઆઈપી સુરક્ષા અને કોમ્યુનિકેશન સિસ્ટમ સુદ્રઢ કરવા સૂચના આપી હતી. ૧૫ એપ્રિલ પછી ઉમેદવારોની આખરી યાદી જાહેર થતા જ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને મોબાઇલ પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. ગાંધીનગર સ્થિત IBની ટીમો પણ સતત મોનિટરિંગ કરશે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવી શકાય અને મતદારો કોઈપણ ભય વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

[4/6, 9:00 PM] Dilip Gajjar.Mahiti.Press: ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે ૬ ઉમેદવારોએ ૮ નામાંકન પત્રો ભર્યા
………………………..

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા. ૨૩ મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે ૧૧૧- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા તારીખ ૩૦ માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
જે અન્વયે આજના દિવસે તા. ૦૬-૦૪-૨૦૨૬ના રોજ નીચે મુજબના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે.

૧. શ્રી જીતેશકુમાર સેવક
અપક્ષ
૧૧૧- ઉમરેઠ

૨. શ્રી મહેન્દ્ર પરમાર
અપક્ષ
૧૧૧- ઉમરેઠ

૩. શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૧૧- ઉમરેઠ

૪. શ્રી રજનીકુમારી ચૌહાણ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૧૧- ઉમરેઠ

૫. શ્રી નિરૂપાબેન માધુ
અપક્ષ
૧૧૧- ઉમરેઠ

૬. શ્રી સુનીલકુમાર ભટ્ટ
રાઈટ ટુ રિકોલ પાર્ટી
૧૧૧- ઉમરેઠ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્‍ક પર જઈને જોઈ શકાશે.
[4/7, 6:39 PM] Dilip Gajjar.Mahiti.Press: ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમો માટે ઘન વૈકલ્પિક ઇંધણ પરનું નિયંત્રણ ત્રણ મહિના માટે દૂર કરાયું: કે.સી.સંપત
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2249803&reg=22&lang=13
[4/7, 7:28 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/i/status/2041511798738956765
[4/8, 11:22 AM] Dilip Gajjar.Mahiti.Press: *કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ-અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમની પ્રથમ ગુજરાત મુલાકાત*
———
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતથી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો*
———-
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપેલા ટાઈમ બાઉન્ડ-ક્વોલિટેટીવ અને ઈફેક્ટિવ પ્લાનિંગના મંત્રથી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ટિમવર્કથી પાર પાડવા ગુજરાત કમિટેડ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ*
———-
*ગ્લાસગોમાં 23 જુલાઈ, 2026થી શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સ માટે મુખ્યમંત્રીશ્રીને નિમંત્રણ પાઠવતા કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રેસિડેન્ટશ્રી*
———–
*ભારત અને ગુજરાત સાથે ઉત્સાહપૂર્ણ સહયોગથી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ-2030ને જ્વલંત સફળતાની અપેક્ષા વ્યક્ત કરતા કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટિમ પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.*
———–
*ગુજરાતની મુલાકાત દરમિયાન ટિમ અમદાવાદ-ગાંધીનગર-વડોદરા અને એકતાનગરમાં યોજાનારી CWG-2030ની રમતોના સ્થળોની સાઈટ વિઝીટ કરશે*
——-
ગુજરાત અને અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે.

કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટિમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશીએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા-સૌજન્ય મુલાકાતથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રી ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ સુશ્રી કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે તેમ જણાવ્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે ત્યારે ગુજરાત અને અમદાવાદને મળેલુ તેનું યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ છે તેનો ઉલ્લેખ કરતાં શ્રીયુત ડોનાલ્ડે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી લિડરશીપ અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનને કોમનવેલ્થ ગેમ્સ 2030ના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડશે એવો વિશ્વાસ આપ્યો હતો.

કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.એ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે આવવાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરતા ગુજરાતનું ડેલિગેશન ગ્લાસગો કોમનવેલ્થમાં આવશે તેવી ખાતરી આપી હતી.

કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકારે એ ગુજરાતમાં યોજાનારી 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ કલ્ચરલ વાઇબ્રન્સીની પણ અનુભૂતિ કરાવનારો ખેલ ઉત્સવ બની રહે તે માટે પરસ્પર ટિમવર્કથી કામ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી.

ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સાઇટ વિઝીટ કરવાનું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ શ્રી ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના DG શ્રી વાળા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.
——
[4/8, 11:22 AM] Dilip Gajjar.Mahiti.Press: 08042026 CWG Delegation meeting with CM photo https://photos.app.goo.gl/KX4PCnsBm871Z32v8
[4/8, 2:35 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/i/status/2041766309218943180
[4/8, 4:15 PM] Janak Desai.Mahiti: *’ભારત ગૌરવ ટ્રેન’ દ્વારા મે માસમાં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું ભવ્ય આયોજન*
…………..
*સરકારી કર્મયોગીઓને ઉનાળુ વેકેશન દરમિયાન LTCનો લાભ લેવાની ઉત્તમ તક*
———
ભારતીય રેલ્વેના ઉપક્રમે દક્ષિણ ભારતના વિવિધ પ્રસિદ્ધ યાત્રાધામના આરામદાયક અને સલામત પ્રવાસ માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં
ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા સરકારી કર્મયોગીઓ અને શ્રદ્ધાળુઓ માટે આગામી મે ૨૦૨૬માં એક વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.’ભારત ગૌરવ ટ્રેન’ અંતર્ગત આગામી દિ. ૧૨ થી ૨૨ મે, ૨૦૨૬ દરમિયાન ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ’ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ અને પવિત્ર ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ૧૧ દિવસીય પ્રવાસ દરમિયાન યાત્રિકોને પ્રસિદ્ધ યાત્રાધામ તિરુપતિ બાલાજી, રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી તેમજ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન સહિત વિવિધ સ્થાનિક સ્થળોનો પ્રવાસ કરવાનો લ્હાવો મળશે. આ યાત્રાનું પ્રસ્થાન ગુજરાતમાંથી તા. ૧૨ મે ૨૦૨૬ના રોજ રાજકોટથી – સુરેન્દ્રનગર- વિરમગામ- સાબરમતી:અમદાવાદ- નડિયાદ- આણંદ –વડોદરા – ભરૂચ- સુરત થશે. સરકારી કર્મચારીઓને ઉનાળુ વેકેશન દરમિયાન રજા પ્રવાસ રાહત- LTCનો લાભ લેવાની ઉત્તમ તક મળી રહેશે.

આ યાત્રા માટે મુસાફરોની સુવિધા મુજબ વિવિધ ત્રણ કેટેગરીમાં પેકેજ નક્કી કરવામાં આવ્યા છે.જેમાં ઇકોનોમી ક્લાસ (નોન-એસી સ્લીપર) માટે વ્યક્તિ દીઠ રૂ. ૨૧,૫૨૫/- દર નક્કી કરવામાં આવ્યો છે. કમ્ફર્ટ ક્લાસમાં ૩ ટાયર એસી માટે વ્યક્તિ દીઠ રૂ. ૩૯,૧૦૫/- અને ૨ ટાયર એસી માટે વ્યક્તિ દીઠ રૂ. ૪૮,૧૮૫/- પેકેજ ખર્ચ રાખવામાં આવ્યું છે. આ પેકેજમાં યાત્રાળુઓને આપવામાં આવતી અન્ય વિવિધ સુવિધાઓની વિગતો પણ સત્તાવાર વેબસાઇટ પરથી જાણી શકાશે.

આ યાત્રા પેકેજનું બુકિંગ કરાવવા ઈચ્છતા નાગરિકો – કર્મયોગીઓ વહેલાં તે પહેલાના ધોરણે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ.ની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com પર ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત વધુ વિગતો કે પૂછપરછ માટે roadi@irctc.com ઇમેઇલ આઇડી પર અથવા IRCTC ની કચેરી ૫૦૨, પાંચમો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી , આશ્રમ રોડ, અમદાવાદનો સંપર્ક કરી શકાશે તેમ IRCTCની
યાદીમાં જણાવાયું છે.
…………………..

હરેશ્વરી રાબા
[4/9, 3:43 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના પોલીસ વડાશ્રીના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની સમીક્ષા બેઠક યોજાઈ*

*સાયબર ગુનાઓ સામેની લડતમાં ‘પ્રોએક્ટિવ અભિગમ’ અનિવાર્ય: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ*

*નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓને સાયબર ક્રાઇમ ક્ષેત્રે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા અપાયું માર્ગદર્શન*

*હેલ્પલાઇન ૧૯૩૦, ડિજિટલ ફોરેન્સિક્સ અને સાયબર જાગૃતિ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરાઈ*

….
ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (DGP) ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની કામગીરી અંગેની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં સાયબર સેન્ટરના વરિષ્ઠ અધિકારીઓ સહિત તાજેતરમાં નિમણૂક પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ખાસ કરીને સાયબર ગુનાઓ ઝડપી નિવારવા સમીક્ષા કરાઈ હતી. જેમાં સાયબર ક્રાઇમના વધતા જતા વ્યાપ અને નવી મોડસ ઓપરેન્ડી જેવી કે ડિજિટલ ફ્રોડ, ઓનલાઇન ઠગાઈ, સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ અને નાણાકીય છેતરપિંડી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ ટેકનિકલ સજ્જતા અને ઇન્વેસ્ટિગેશન અંગે પણ માર્ગદર્શન અપાયું હતુ. આ બેઠકમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવતી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે હેલ્પલાઇન ૧૯૩૦ – ફરિયાદોનું ત્વરિત નિવારણ અને નાણાકીય ટ્રાન્ઝેક્શન અટકાવવાની પ્રક્રિયા, તપાસ પ્રક્રિયા- નોંધાયેલી FIRની ઝડપી તપાસ અને પીડિતોને રિફંડ અપાવવાની કામગીરી, આધુનિક સાધનો – ડેટા એનાલિટિક્સ, ડિજિટલ ફોરેન્સિક્સ અને રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ એકત્રિત કરવાની પદ્ધતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા વર્ધનના મુદ્દા પર કચેરીના ભૌતિક માળખાના વિકાસ અને માનવ સંસાધનોના સક્ષમીકરણ અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીશ્રીઓને નિયમિત તાલીમ અને વર્કશોપ દ્વારા અધ્યતન ટેકનોલોજીથી માહિતગાર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સમીક્ષા બેઠકને સંબોધતા DGP ડૉ. કે.એલ.એન રાવે જણાવ્યું હતું કે, સાયબર ગુનાઓ સામેની લડતમાં ‘પ્રોએક્ટિવ અભિગમ’ અનિવાર્ય છે. તેમણે અધિકારીઓને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધવા અને રિયલ-ટાઇમ માહિતી શેર કરવા સૂચના આપી હતી. વધુમાં, તેમણે નાગરિકોમાં સુરક્ષા જાગૃતિ વધારવા માટે શાળાઓ, કોલેજો અને સામાજિક પ્લેટફોર્મ્સના માધ્યમથી વિશેષ અભિયાન ચલાવવા પર ભાર મૂક્યો હતો.

નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓને સમર્પિત ભાવના સાથે સમયબદ્ધ રીતે ફરિયાદોનો નિકાલ કરવા પ્રેરિત કર્યા હતા. અંતમાં, પોલીસ મહાનિર્દેશકશ્રીએ સાયબર સેન્ટરની સમગ્ર ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી અને આ કેન્દ્રને સાયબર ક્રાઇમ સામે લડવા માટે એક ‘આદર્શ કેન્દ્ર’ તરીકે વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
…..
[4/9, 5:52 PM] Dilip Gajjar.Mahiti.Press: ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કુલ ૬ ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ
………………………..

ફોર્મ પાછા ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતા ૬ ફોર્મ માન્ય રખાયા
………………………..

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા. ૨૩ મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે ૧૧૧- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા તારીખ ૩૦ માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
સદર વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કાર્યક્રમ અનુસાર તા.૦૯.૦૪.૨૦૨૬ ના રોજ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો. જે અંતર્ગત ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે એટલે કે, આજ તા.૦૯.૦૪.૨૦૨૬ના રોજ સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી દ્વારા નીચે મુજબના ઉમેદવારો હરીફ ઉમેદવારો તરીકે નિયત કરવામાં આવ્યા છે તથા તેમને ચૂંટણી ચિહ્ન પણ ફાળવવામાં આવ્યું છે.

૧. શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

૨. હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર
ભારતીય જનતા પાર્ટી
૩.શ્રી મૌલિકભાઈ વિનુભાઈ શાહ
ભારતીય નેશનલ જનતા દળ

૪. શ્રી જીતેશકુમાર સેવક
અપક્ષ

૫. શ્રી નિરૂપાબેન માધુ
અપક્ષ

૬. શ્રી મહેન્દ્રભાઈ પરમાર
અપક્ષ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્‍ક પર જઈને જોઈ શકાશે.
………………………..
[4/9, 5:55 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસનોટ

*રાજ્યના ઔદ્યોગિક એકમો માટે બલ્ક બિન-ઘરેલું LPG ના પુરવઠા અંગેના નિયમોમાં મહત્વનો સુધારો*
*****
ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યમાં એલ.પી.જી (LPG) ગેસના પુરવઠાની વ્યવસ્થાને વધુ સુચારુ અને કાર્યક્ષમ બનાવવા માટે અગાઉના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા જાહેર કરવામાં આવ્યા છે.

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ, રાજ્યના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો જેવા કે ફાર્મા, ફૂડ, પોલિમર, કૃષિ, પેકેજિંગ, પેઇન્ટ, સ્ટીલ, સિરામિક, ગ્લાસ અને એરોસોલ સહિતના એકમોને હવે માર્ચ ૨૦૨૬ પહેલાના તેમના વપરાશ સ્તરના ૭૦% સુધી બલ્ક બિન-ઘરેલું LPG મળી શકશે. આ સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્ર માટે પુરવઠાની કુલ મર્યાદા ૦.૨ TMT/દિવસ નક્કી કરવામાં આવી છે.

આ નવી વ્યવસ્થા હેઠળ ફાળવણી માટે કેટલીક શરતો પણ નિર્ધારિત કરવામાં આવી છે.
એવા એકમોને પ્રાથમિકતા આપવામાં આવશે જ્યાં ઉત્પાદન પ્રક્રિયામાં LPG નો ઉપયોગ અનિવાર્ય હોય અને કુદરતી ગેસ (Natural Gas) તેનો સક્ષમ વિકલ્પ બની શકે તેમ ન હોય.

આ સુવિધા મેળવવા ઈચ્છતા તમામ એકમોએ જાહેરક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપની (OMC) પાસે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ ઉપરાંત, સંબંધિત એકમોએ સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓ પાસે PNG કનેક્શન માટે અરજી કરેલી હોવી જરૂરી છે, જોકે જે કિસ્સામાં LPG એ ઉત્પાદન પ્રક્રિયાનો અભિન્ન ભાગ હોય તેમને આ શરતમાંથી મુક્તિ આપવામાં આવશે.

વધુમાં ઔધોગિક શ્રમિકો માટે ગુજરાત રાજ્યમાં ૫ (પાંચ) કીલોના કુલ – ૯૮,૮૮૩ સિલિન્ડર પુરા પાડવામાં આવેલ છે. જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે. જે પૈકી મુખ્ય જિલ્લાઓની વિગતો નીચે મુજબ છે.
*******
[4/10, 1:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ક્રાંતિવીર સરદારસિંહ રાણાની ૧૫૬મી જયંતિ નિમિત્તે પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી*
*****************
દેશની આઝાદીની ચળવળના અગ્રણી ક્રાંતિવીર શ્રી સરદારસિંહ રાણાની આજે ૧૫૬મી જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ શ્રી સરદારસિંહ રાણાના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રપ્રેમ અને બલિદાનને યાદ કર્યા હતા.

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરદારસિંહ રાણા એવા ક્રાંતિવીર હતા જેમણે ભારતની સ્વતંત્રતા પૂર્વે જ વિદેશની ધરતી પર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશની અસ્મિતાનો પરિચય કરાવ્યો હતો. તેમણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સમાં રહીને ભારતની આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું સંકલન કર્યું હતું. મેડમ ભિખાઈજી કામા સાથે મળીને તેમણે જર્મનીમાં સૌપ્રથમવાર ભારતનો ધ્વજ ફરકાવ્યો, જે તે સમયે વૈશ્વિક સ્તરે ભારતની સ્વતંત્રતાના અવાજ સમાન હતો.

અધ્યક્ષશ્રીએ ઉમેર્યું હતું કે, તેમણે પોતાનું જીવન માત્ર અંગત સુખ-સુવિધા કે વ્યવસાય માટે નહીં, પરંતુ આવનારી પેઢીઓ સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ શકે તે માટે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. શ્રી સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા બાદ આઝાદીની લડતમાં સક્રિય થયા હતા.
અધ્યક્ષશ્રીએ યુવા પેઢીને સરદારસિંહ રાણાના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રહિત માટે કાર્ય કરવા આહવાન પણ કર્યું હતું.

આ પ્રસંગે વિધાનસભાના સચિવ શ્રી સી. બી. પંડ્યા સહિત ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રીન વેલી શાળાના વિદ્યાર્થીઓએ પણ ઉપસ્થિત રહીને આ મહાન દેશભક્તને અંજલિ આપી હતી.

*****************
ઋચા રાવલ
[4/10, 3:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો*

*ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ (AIPDM) મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાઈ હતી.*

*રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવે પોલીસ ડોગ ‘ચેક’, ડોગ હેન્ડલર રમેશ ખાંટને મેડલથી સન્માનિત કર્યા*

…..
*ગાંધીનગર:* ગુજરાત પોલીસનાં ‘ચેક’ નામના નર ડૉગે રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યુ છે.
તાજેતરમાં મહારાષ્ટ્રનાં નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025–26માં બે અલગ-અલગ કેટેગરીમાં ગુજરાત પોલીસનાં ચેક ડોગે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને રાજ્ય પોલીસને ગૌરવ અપાવ્યું હતું.

માર્ચ–એપ્રિલ 2026 દરમિયાન નાગપુરમાં યોજાયેલી આ 69મી આવૃત્તિમાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબીડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી હતી.

ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ હતી, કારણ કે રાજ્યના પોલીસ ડોગે 16 વર્ષના અંતર પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આજે રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી કેએલએન રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને મળી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત પોલીસના કુલ છ ડોગે ત્રણ અલગ-અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં દરેક કેટેગરી—ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધ—માં બે ડોગ સ્પર્ધા માટે ઉતર્યા હતા.

“ગુજરાત પોલીસનો ‘ચેક’ ડોગ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. આ સિદ્ધિ મેળવવા માટે અમે ભારે મહેનત કરી છે,” એમ ગુજરાત પોલીસના ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડએ જણાવ્યું હતું.

ટ્રેકિંગ કેટેગરીમાં વિવિધ રાજ્ય પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના કુલ 45 ડોગ્સે ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પોલીસના ડોગ ‘ચેક’એ બાજી મારી હતી અને ગોલ્ડ જીત્યો હતો.

આ સમગ્ર ઈવેન્ટમાં વિવિધ રાજ્ય પોલીસ અને પેરામિલિટરી દળોના 200થી વધુ ડોગ્સે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો.
આ રાષ્ટ્રીય સ્પર્ધા પહેલાં ગુજરાત પોલીસએ વહેલી તકે તૈયારી શરૂ કરી હતી અને મેડલ મેળવવા માટે સતત પ્રયત્નો કર્યા હતા.
રાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારી માટે થોડા મહિના પહેલાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ટ્રેનિંગ) ડૉ. નીરજા ગોટરુની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સ્તરની પોલીસ ડોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પસંદ કરાયેલા ડોગને વિશેષ તાલીમ આપવામાં આવી, તેમને કડક ટ્રેનિંગ શેડ્યૂલ હેઠળ રાખવામાં આવ્યા અને યોગ્ય સંભાળ આપવામાં આવી હતી. કુલ નવ ડોગ્સને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી છએ વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આશરે 160 પોલીસ ડોગ્સ કાર્યરત છે, જે વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ શોધ, ગુનાની તપાસ માટે ટ્રેકિંગ, અને દારૂ શોધ સહિત વિવિધ કામગીરી માટે પ્રશિક્ષિત છે.
***
[4/10, 4:31 PM] Dilip Gajjar.Mahiti.Press: ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬
***
આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે ઇવીએમ-વીવીપેટ મશીન્સનું સેકન્ડ રેન્ડમાઈઝેશન સંપન્ન
***
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે રેન્ડેમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ
***
આણંદ જિલ્લાની ૧૧૧- ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે ઇવીએમ-વીવીપેટ મશીનોનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન EMS સોફ્ટવેર મારફત ઓબ્ઝર્વરશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે કરવામાં આવ્યું હતું. રેન્ડમાઈઝેશનના અંતે કોમ્પ્યુટરાઈઝડ જનરેટ થયેલા ઈવીએમ-વીવીપેટની વિધાનસભા મતવિભાગવાર યાદીઓ મુજબ વિધાનસભા મતવિભાગોના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને ઇવીએમ-વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. ઇવીએમ-વીવીપેટના સેકન્ડ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ EVMની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓને પૂરી પાડવામાં આવી હતી.
***
[4/10, 4:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં સેમિકન્ડક્ટર-ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો-EV-રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈનથી પ્રોડક્શન ઈકોસિસ્ટમ સંગીન બનાવતું વધુ એક મહત્વપૂર્ણ કદમ*
——–
*સાણંદ-ધોલેરામાં નિર્માણ થશે ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્ક*
——-
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વમાં સેમિકન્ડક્ટર હબ બનવાની ગુજરાતની યાત્રાને વેગ મળશે*
——–
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ તથા એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની વચ્ચે ગાંધીનગરમાં એમ.ઓ.યુ. સંપન્ન*
——-
*ભારત-ગુજરાત અને તાઈવાનના સાહસો વચ્ચે વ્યાપારિક સહયોગ મજબૂત બનાવીને રૂ. 1000 કરોડથી વધુનું ડાયરેક્ટ FDI અને અંદાજે 12000 ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનો લક્ષ્યાંક*
———
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ઈન્ડીયા સેમિકન્ડક્ટર મિશનના ઉદ્દેશો સાથે સંકલિત રહિને ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની યાત્રાને વેગ આપતું મહત્વપૂર્ણ કદમ રાજ્ય સરકારે ભર્યુ છે.

ગુજરાત સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ચોઈસ ઓફ ડેસ્ટીનેશન તરીકે ઉભરી રહ્યું છે અને હાલ રાજ્યમાં 1.24 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પેટેલના નેતૃત્વમાં તેને વધુ ગતિ આપવા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક એમ.ઓ.યુ. શુક્રવારે કરવામાં આવ્યા હતા.

સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર ભારતમાં તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને એલિજિયન્સ ગૃપના ચેરમેન શ્રી સીમોન લીના તથા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ શ્રીમતી પી.ભારથીએ હસ્તાક્ષર કર્યા હતા.

આ એમ.ઓ.યુ. અન્વયે મેસર્સ એલિજિયન્સ ઇન્ટરનેશનલ કંપની લિમિટેડ ભારતમાં કામગીરી સ્થાપિત કરવા માંગતા ભારત અને તાઇવાનના સાહસો વચ્ચે વ્યાપારિક સહયોગને મજબૂત બનાવશે.

*આ માટે સાણંદ-ધોલેરામાં ઈન્ડો તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્કનું નિર્માણ કરવામાં આવશે અને ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રો માટે તાઇવાનના ઉદ્યોગોમાંથી રૂ. 1,000 કરોડથી વધુના વિદેશી સીધા પ્રસ્તાવિત મૂડી-રોકાણ (FDI)નો અને પાંચ વર્ષના સમયમાં લગભગ 12,000 ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે*

*આના પરિણામે સેમિકન્ડક્ટર અને તેના આનુષંગિક ઇકોસિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહનો, રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈન ઉદ્યોગોના ઉત્પાદનમાં રોકાયેલી કંપનીઓને સેવા આપવા માટે તાઇવાન સાથે ગુજરાતનો સહયોગ વધુ સુદ્રઢ અને ઉત્પાદન ઇકોસિસ્ટમ સક્ષમ બનશે*.

આ એમ.ઓ.યુ. સાઈનિંગ અવસરે મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડિરેક્ટર સુશ્રી નેહા કુમારી અને તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
—–
[4/10, 4:33 PM] Dilip Gajjar.Mahiti.Press: 10-04-2026 MOU BETWEEN ALLEGIANCE INTERNATIONAL CO. LTD & GOVT. OF GUJARAT – HON. CM PHOTO https://photos.app.goo.gl/UnXbyixr7eXm82cx9
[4/10, 6:10 PM] Dilip Gajjar.Mahiti.Press: પેઢીનું નામ: *વ્રજ ડેરી, અમદાવાદ*
પેઢીનો લાયસન્‍સ નંબર: *૧૦૭૨૫૦૨૬૦૦૦૦૯૦*
જગ્યા પર મળી આવેલ ખાદ્ય પદાર્થ: *પનીર એનાલોગ*
દૂધ ની ખરીદ વિગત: *જાલોર, રાજસ્થાન*
[4/10, 7:57 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં વન વિભાગની ચિંતન શિબિરનું સમાપન*

*ગુડ ગવર્નન્સ માટે સતત ચિંતન જરૂરી છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા પર્યાવરણ સંરક્ષણ-સંવર્ધનના વિવિધ અભિયાનોના પરિણામે છેલ્લા 12 વર્ષમાં રાજ્યમાં વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યામાં ૪૭ ટકાનો વધારો થયો: – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

*બંઝર જમીનમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વૃક્ષારોપણ કરી ગ્રીન કવર વધારવા વન અધિકારીઓને આહવાન કરતાં મુખ્યમંત્રીશ્રી*

*ગુજરાતમાં નર્સરી કલ્ચરને પ્રાધાન્ય આપીને‌ ગ્રીન કવર વધારવા વિવિધ જિલ્લાઓમાં ૮ થી ૧૦ હાઇટેક નર્સરી તૈયાર કરવાનું આયોજન- વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વન વિભાગની બે દિવસીય ચિંતન શિબિરના સમાપન અવસરે જણાવ્યુ કે, ગુડ ગવર્નન્સ માટે સતત ચિંતન કરવું અત્યંત જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજીના માધ્યમથી ગુડ ગવર્નન્સની એક નવી દિશા આપી છે. તેમણે ટેક્નોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી નાગરિકોને સરળ અને ઝડપી સેવા દ્વારા સુશાસનનો માર્ગ દર્શાવ્યો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રીના ‘બેક ટુ બેઝિક, બેક ટુ નેચર અને મિશન લાઈફ’ના મંત્રનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જીવનશૈલીમાં પર્યાવરણને મુખ્ય સ્થાન આપીને જીવનશૈલી પર્યાવરણલક્ષી લાઈફ સ્ટાઈલની આવશ્યકતા સમજાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે,ગ્રીન કવર વધારીને જ ગ્લોબલ વોર્મિંગની વિનાશક અસરોમાંથી પોતાને અને આવનારી પેઢીઓને બચાવી શકાશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, પર્યાવરણ સંરક્ષણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાનોની શરૂઆત કરાવી છે. આવા પર્યાવરણલક્ષી અભિયાનોના સકારાત્મક પરિણામોથી છેલ્લા 12 વર્ષમાં રાજ્યમાં વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યામાં ૪૭ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા બંઝર જમીનમાં વધુને વધુ વૃક્ષો વાવીને રાજ્યને હરિયાળું બનાવવા પણ આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના અવિરત પ્રયાસો અને દિશાદર્શનના કારણે નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ આવી છે. વૃક્ષારોપણ, પાણી સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના કાર્યોમાં જનભાગીદારી વધી રહી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારતના સંકલ્પમાં વન વિભાગના પ્રયાસથી પર્યાવરણ સુરક્ષા સાથે ગુજરાત અગ્રેસર બનીને લીડ લેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ ૨૦૦૩‌માં સૌ પ્રથમ વન વિભાગની ચિંતન શિબિર યોજાઈ હતી ત્યારબાદ આ બીજી ચિંતન શિબિર છે. આ બે દિવસીય ચિંતન શિબિરમાં વન વિભાગ અધિકારીઓમાં સમાયેલી કાર્ય શક્તિ અને આગવી ટેલેન્ટ જોવા મળી છે. આ ચિંતન શિબિરમાં વન વિભાગના વિકાસ માટે જે ચિંતન અને મંથન થયું છે તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ વધારીશું.

મંત્રી શ્રી મોઢવાડિયાએ કહ્યું કે,વન વિભાગ અધિકારીઓએ વનની જમીન માલિકીપણાના ભાવે સાથે સાચવી રાખી છે જે વનના વિકાસ માટે જરૂરી છે. સૌથી વધુ દરિયા કિનારો ધરાવતા ગુજરાતે ઉદ્યોગોના વિકાસની વચ્ચે દરિયા કિનારે મેન્ગ્રુવના જંગલોમાં પણ વધારો કર્યો છે.

ગુજરાતમાં નર્સરી કલ્ચરને પ્રાધાન્ય આપીને‌ ગ્રીન કવર વધારવા માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં ૮ થી ૧૦ હાઇટેક નર્સરી તૈયાર કરવાનું આયોજન છે. જેમાં એગ્રો,હોર્ટિકલ્ચર અને વન વિભાગ એમ ત્રણ પ્રકારે મોટા છોડ સાથેની નર્સરી તૈયાર કરવામાં આવશે જેથી વૃક્ષ જીવંત રહેવાનું પ્રમાણ વધી જશે. આ ઉપરાંત ગુજરાતમાં ઇકો ટુરીઝમની અપાર સંભાવનાઓ છે જેને વધુ બળ આપવામાં આવશે. આવનારા સમયમાં ભાવી પેઢી માટે ગુજરાતમાં વધુને વધુ ગ્રીન કવર તૈયાર કરીને વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ગુજરાતથી, વિકસિત ભારત’ ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા મંત્રીશ્રીએ અધિકારીઓની આહ્વાન કર્યું હતું.

મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી ‘ચિંતન શિબિર’ના આજે રાજ્યને સફળ પરિણામો મળી રહ્યાં છે. આવી ચિંતન શિબિરના આયોજનથી નીતિ નિર્ધારકો અને જમીની સ્તરે પર કામ કરતા વહીવટી તંત્ર વચ્ચે સીધો સંવાદ શક્ય બન્યો છે.

તેમણે રાજ્યમાં વન્યજીવોના સંરક્ષણની સફળતા અંગે ગૌરવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, વન વિભાગના પ્રો એક્ટિવ એપ્રોચના પરિણામે ગુજરાતમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. તદુપરાંત, રાજ્યમાં વાઘ અને ચિત્તાના આગમન સાથે વન્યજીવ સૃષ્ટિ પણ વધુ સમૃદ્ધ બની રહી છે.

પર્યાવરણ અને વિકાસના સંતુલન પર ભાર મૂકતા મુખ્ય સચિવશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નહીં પરંતુ પૂરક છે અને ટેકનોલોજીના માધ્યમથી આ બંને વચ્ચે સંતુલન જાળવવું એ આજના સમયનો મુખ્ય પડકાર છે. હાલમાં રાજ્યનો કુલ વન વિસ્તાર ૧૧ ટકા છે, જેને વધારીને ૧૩ ટકા સુધી લઈ જવા તેમણે સૌને આહ્વાન કર્યું હતું. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ટેકનોલોજી અને આધુનિક વ્યવસ્થાપન પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે પણ તેમણે તાકીદ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે વન વિભાગના અગ્ર સચિવ શ્રી વિનોદ રાવે સૌનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિર છેલ્લા બે મહિનાની સઘન તૈયારીઓનું પરિણામ છે, જેમાં પાંચ ગ્રુપ દ્વારા વન વિકાસ અને વ્યવસ્થાપન, વન્યજીવ, સામાજિક વનીકરણ, આજીવિકા અને સંસ્થાકીય સુદ્રઢીકરણ જેવા મહત્વના પાંચ વિષયો પર ગહન ચર્ચા-વિચારણા કરી છે.

આ શિબિરના તારણ રૂપે ૧૦ મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા છે, જેનો ઉલ્લેખ કરતા અગ્ર સચિવશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં વધારાના એક લાખ હેક્ટરમાં મેન્ગ્રોવ્સ અને એક લાખ હેક્ટર વિસ્તારમાં ગ્રાસલેન્ડ વિકસાવવા ઉપરાંત આગામી બે વર્ષમાં બાકી રહેલા જિલ્લાઓમાં સાંસ્કૃતિક વન તૈયાર કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે.

વધુમાં, વનીકરણના સફળ મોડલ એવા ‘વન કવચ’ને વર્ષ ૨૦૩૫ સુધીમાં ૧૦ થી ૧૫ હજાર ગ્રામ પંચાયતો સુધી લઈ જવાનું અને પીપીપી મોડલ દ્વારા ઇકો ટુરિઝમ પોલિસી અમલી બનાવી લોકોની આજીવિકા વધારવાનું આયોજન છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વન વિભાગ તમામ સૂચનો પર કામ કરીને આગામી સમયમાં પરિણામલક્ષી કામગીરી કરશે.
કાર્યક્રમના અંતે વન વિભાગના વડા અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલ સિંઘે આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં વન રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળી, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. એ. પી. સિંઘ સહિત વન અને પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
******************
[4/10, 7:57 PM] Dilip Gajjar.Mahiti.Press: https://photos.app.goo.gl/CeFmZKSSF81o88xF7 PHOTOS
[4/10, 8:31 PM] Dilip Gajjar.Mahiti.Press: शौर्य दिवस समारोह, ग्रुप केन्द्र, केरिपुबल, गाँधीनगर का प्रैस नोट

09 अप्रैल 1965 में पाकिस्तानी सेना द्वारा पश्चिमी भारतीय शासित प्रदेश पर दावा स्थापित करने के लिए “DESERT HAWK” ऑपरेशन की शुरूवात की थी। केन्द्रीय रिजर्व पुलिस बल की दूसरी बटालियन की 02 कम्पनी पश्चिमी पाकिस्तान के साथ अंतराष्ट्रीय सीमा पर गुजरात के कच्छ के रण में सरदार और टाँक पोस्ट की देखभाल कर रही थी। 09 अप्रैल को लगभग 0330 बजे पाकिस्तानी सेना की एक इन्फैंट्री ब्रिगेड ने केन्द्र रिजर्व पुलिस बल की सरदार पोस्ट की चौकियों पर हमला कर दिया। केन्द्रीय रिजर्व पुलिस बल के जवानों ने डटकर मुकाबला किया एवं बहादुरी से लड़े। इस हमले में 34 पाकिस्तानी सैनिक मारे गए और केन्द्रीय रिजर्व पुलिस बल के जवानों द्वारा 04 पाकिस्तानियों को जिंदा पकड़ लिया गया। इस हमले में केन्द्रीय रिजर्व पुलिस बल के 07 जवान शहीद हो गए। दूसरी बटालियन के जवानों ने दृढ़ संकल्प और वीरता के साथ 12 घंटों तक पाकिस्तानी ब्रिगेड का सामना करके उन्हें पीछे हटने पर मजबूर कर दिया। अपने देश के लिए प्राणो की आहुति देने वाले 07 जवानों के नाम निम्न प्रकार हैः-
1. नायक किशोर सिंह। 5. सिपाही ज्ञान सिंह
2. लान्स नायक गणपत राम। 6. सिपाही सिद्धवीर सिंह
3. सिपाही किशन सिंह 7. सिपाही शमशेर सिंह
4. सिपाही हरि राम
शहीद जवानों की देश के प्रति सच्ची भावना को याद के उपलक्ष्य में ग्रुप केन्द्र, गाँधीनगर के परिसर में दिनांक 09/04/2026 को शहीदो को आदर से याद करने हेतु मनाये जाने वाले ”शौर्य दिवस” के अवसर पर श्री अनुप कुमार शर्मा, पुलिस उप-महानिरीक्षक रेंज गाँधीनगर, केरिपुबल व श्री संजय कुमार कमाण्डैन्ट ग्रुप केन्द्र गाँधीनगर, श्रीमति शिल्पा कुमार, द्वित्तीय कमान अधिकारी, श्री एस0पी0 नंदनवार, उप कमाण्डैन्ट, श्रीमती कोकेश नेहालिया, उप कमाण्डैन्ट(मंत्रा0), डॉ0 शैलेन्द्र कुमार, कम्पोजिट अस्पताल, गाँधीनगर, एवं समस्त राजपत्रित अधिकारी, अधिनस्थ अधिकारियों एवं जवानों ने मिलकर क्वार्टर गार्ड पर ध्वज फहरानें के पश्चात, शहीदो को श्रद्धाजलि अर्पित कर, शपथ ली तथा परम्परानुसार सैनिक सम्मेलन, जवानों के बीच वॉलीबॉल के गेम के साथ सांस्कृतिक कार्यक्रम व मैस में बडे खाने का आयोजन भी किया गया।
जय हिंद। जय भारत।

सी आर पी एफ सदा अजय भारत माता की जय।
[4/11, 10:36 AM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત વિધાનસભા ખાતે*
*સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ*
******
સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીએ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં સહયોગી બનીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી દેશસેવામાં સમર્પિત હતા ત્યારે કસ્તૂરબા ગાંધીજી તેમની સાથે પડછાયા સમા રહી અવિરત સહયોગ આપ્યો હતો.

અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના વિર શહીદોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, ત્યારે આજના યુવાનોની ફરજ છે કે તેઓ દેશના વિકાસ માટે સમર્પિત બની કાર્ય કરે અને રાષ્ટ્રને પ્રગતિના માર્ગે આગળ ધપાવે.

આ પ્રસંગે દિલ્હી પબ્લિક સ્કૂલ, કોબાના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમણે વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત પણ લીધી હતી.

આ કાર્યક્રમમાં વિધાનસભાના અધિકારી ઓ અને કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહી પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
*****
[4/11, 10:36 AM] Dilip Gajjar.Mahiti.Press: 11042026 KASTURBA GANDHI PUSPANJALI PHOTO VIDHANSABHA https://photos.app.goo.gl/ksNhaDpNBQHFgPM59

#########№##############

અહીં કોઈપણ સમાચારો,વિડિઓ,ફોટાઓ માત્ર જન જાગૃતિ ના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી.9824653073