[8/22, 5:49 PM] meghna.MeM: NOG SS NO : 117
વિષય : અવાજ અને પડછાયો
‘ અશ્રુધારા ‘
આજે નિશાના પતિ સાહિલનો જન્મદિવસ હતો.સાહિલના ઓફીસથી આવવાના સમયે નિશાએ ઘરની સાથે પોતાને પણ એકદમ સરસ રીતે સજાવી હતી.બ્લેક કલરના વેસ્ટર્ન ગાઉનમાં તે ખુબ આકર્ષિત અને સુંદર દેખાતી હતી.ઘરના હોલમાં તેને કેન્ડલ લાઈટ ડિનરનું આયોજન કર્યું હતું.સાહિલને ભાવતું ભોજન ઘરે જ બનાવ્યું હતું. અને તેને ટેબલ ઉપર કાચની ક્રોકરીમાં સરસ રીતે સજાવીને રાખ્યું હતું.એને સાહિલના આવવાની રાહમાં ઘરનો દરવાજો પણ ખોલીને જ રાખ્યો હતો. રાતના લગભગ દસ વાગવા આવ્યા પણ,સાહિલ આવ્યો નહિ.નિશા એકદમ દુઃખી થઈ ગઈ.
વાત એમ હતી કે, લગભગ ત્રણ વર્ષ પહેલા નિશા અને સાહિલ અલગ થઈ ગયા હતા.સાહિલ નિશાની કોઈ વાત ઉપર નારાજ થઈને ઘર છોડીને ચાલ્યો ગયો હતો.નિશા પણ પોતાનો અહમ પકડીને બેઠી હતી,એટલે ત્યારે એને કંઈ સમજાયું નહિ.અને સાહિલને મનાવવાની કોશિશ પણ ન કરી. અને જ્યારે તેને સમજ આવ્યું,ત્યારે ત્રણ વર્ષ વિતી ગયા હતા. અને આજે ત્રણ વર્ષ બાદ સાહિલના જન્મ દિવસે નિશાએ તેને ફોન કરીને તેની માફી માંગી.અને તેને ઘરે જમવા માટે બોલાવ્યો.
નિશા સાહિલને મનાવવાની બધી તૈયારી કરીને બેઠી હતી. પણ સાહિલ આવશે કે નહીં ? તે એના માટે વણઉકેલાયલો કોયડો હતો.તેને હતું કે સાહિલ ઓફીસથી સીધો તેને મળવા આવશે. પણ રાતના દસ વાગ્યા સુધી તેનો કોઈ અતોપતો નહોતો.નિશા સમજી ગઈ કે, સાહિલે તેને માફ નથી કરી.અને હવે એ નહિ આવે.તે ટેબલ પર કરેલી કેન્ડલને બુઝાવવા જતી જ હતી, ત્યાં એ દીવાના આછા પ્રકાશમાં કોઈનો પડછાયો દેખાયો.અને આવાજ આવ્યો કે,
“બસ,તે મારી આટલી જ રાહ જોઈ ? એક કલાક મોડો પડ્યો તો પાર્ટીનો પ્લાન કેન્સલ ?”
નિશા પાછી વળીને જુવે છે ત્યાં તો સાહિલ હતો. તેનું મન જાણે એક ધબકારો ચૂકી ગયું.અને તે ખુશીથી ઝૂમી ઉઠયું.પળવારમાં દોડીને તે સાહિલ પાસે ગઈ અને તેને ભેટી પડી.થોડી વાર તો બે માંથી કોઈ કઈ બોલ્યું જ નહિ. બોલતી હતીતો તેમની આંખો.બંનેની આંખો માંથી અશ્રુની ધારા વહેતી હતી. જાણેએ અશ્રુની ધારા જ તેમની વાંચા હતી. સાહિલના અશ્રુમાં ફરિયાદ હતી કે,’આટલા વર્ષો સુધી તે એક પણ વાર મારા સુધી પહોંચવાનો પ્રયત્ન કેમ ન કર્યો ?જો વહેલો ફોન કર્યો હોત તો હું બધું જ ભૂલીને ત્યારેને ત્યારે તારી સામે હાજર થઈ ગયો હોત.’ અને નિશાના અશ્રુ સાહિલનો આભાર માનતા હતા કે,તેને માફ કરી દીધી.
એ અશ્રુના વરસાદમાં બંને પ્રેમીની ફરિયાદ, અહમ અને ગુસ્સા પણ વહી ગયા.
-મેઘના કામદાર
(અમદાવાદ)
[8/22, 6:38 PM] Ramila Makvaana.MeM.: NOG -SS No.0120
શબ્દ : અવાજ પડછાયો
પ્રકાર : પદ્ય (અછાંદસ)
શિર્ષક : પડછાયો
*પડછાયો*
અજવાળું થાય ત્યારે પડતો પડછાયો,
જ્યાં જાવું ત્યાં પાછળ આવતો પડછાયો.
આગળ જાવું તો પાછળ પડતો પડછાયો,
પાછળ જાવું ત્યાં આગળ દેખાતો પડછાયો.
વહેલા સવારેને સાંજે લાંબો પડતો પડછાયો,
બપોરે એ મારાથી નાનો થઈ જતો પડછાયો.
છાંયડે ને અંધારે એ અદ્રશ્ય થતો પડછાયો,
હું જ્યાં જાવું ત્યાં મારી સાથે રહેતો પડછાયો.
ચંદ્રમા નાં તેજમાં એ ઝાંખો પડતો પડછાયો,
અંધારામાં મને બહુ બિવડાવતો પડછાયો.
રમીલાબેન ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર
જિ બનાસકાંઠા
[8/23, 2:17 AM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૦૧૩
વિષય: અવાજ અને
પડછાયો
પ્રકાર: હાઈકુ
શીર્ષક : હું ને મારો પડછાયો
મારો ચહેરો
પડછાયો કોપી કરે
અવાજ નહીં .
ભર તડકે
પડછાયે છાંયડો
અવાજ બંધ.
ઠંડી પડી ને
પડછાયાનો ઈશારો
સ્વેટર ક્યાં ?
વરસાદમાં
એક છત્રીમાં બંને
સાથે ને દૂર.
અવાજ દુઃખી
પડછાયો સમજે
શું કરી શકે ?
અવાજ બોલે
અવાજ ગાય, નહી
કે પડછાયો.
અવાજ અને
પડછાયો રમે છે
સંતાકૂકડી.
અવાજ કરે
ફેલાવે હાવ ભાવ
નાટક પણ
પડછાયો તો
કાળો એટલે રાત્રે
જ સૂઈ જાય.
પ્રકાશ કરો
પડછાયો તરત
હાજર થાય.
અવાજ સાથ
છોડે પડછાયો તો
મરણ પછી.
ઘનશ્યામ વ્યાસ
“શ્યામ”
[8/23, 10:31 AM] Mina Mangroliya.MeM.NOG: NOG.SS NO:- 0032
વિષય :- *અવાજ અને પડછાયો*
*શીર્ષક*:- *સૂના દર્દ*
ચાલો દરિયાનાં અવાજોને હ્રદયમાં ભરી લઈએ,
ભલે હોય સૂના દર્દ ભર્યા સંગીત આજ એ ગીતોને મનમાં ભરી લઈએ.
ચાલો દરિયાનાં અવાજોને હ્રદયમાં ભરી લઈએ.
નિજની ઓળખ નથી મારા સાગર ને,
પણ હું એની સરિતા એને નજીકથી ઓળખુ,
એના પ્રેમમાં ભરતી પણ આવે અને ઓટ પણ આવે..
ચાલો દરિયાના અવાજોને હૃદયમાં ભરી લઈએ.
સુખ દુઃખ સહન કરી પ્રેમનાં ઝરણાને અમે સતત વહેતું અને વરસતું રાખીશું,
કયો એવો દરિયો જે ખારો હોતો નથી?પણ નથી છોડવી હવે મીઠાશ.
ચાલો દરિયાના અવાજોને હ્રદયમાં ભરી લઈએ.
બસ તારો જ હવે સહારો છે આ ડૂબતી નાવડી કિનારો ઝંખે,
દરિયાની દિલદારીને હવે શ્વાસોચ્છવાસમાં ભરી લઈએ.
ચાલો દરિયાના અવાજોને હ્રદયમાં ભરી લઈએ.
*મીના માંગરોલીયા મીનુ*
*અમદાવાદ*
23/8/2022
[8/23, 2:05 PM] Sweta Talati.MeM.NoG: NG 0078
પ્રકાર – પદ્ય (અછાંદસ રચના)
વિષય – *અવાજ*
શીર્ષક – *કોઈ…. કરી આપે?*
આજે સવારથી જ ઘરની સાફ-સફાઈનો મૂડ હતો.
એક એક ખૂણે,
એક એક કબાટમાં નજર ફરવા લાગી.
જ્યાં જ્યાં ધૂળ જામેલી હતી તે ઝાપટ્યૂં, ખંચેર્યુ.
ફેકવાની વસ્તુઓ ફેંકી અને
જેનામાં જરા જરા સમારકામની જરૂર હતી,
એ વસ્તુઓ અલગ કાઢી.
થોડા સમય પછી *અવાજ* સંભળાયો –
“બૂટ, ચંપલ, સ્લીપર રીપેર કરાવવાના છે?
જિંદગીના ઉબડખાબડ રસ્તામાં ચાલતા થોડા તૂટી ગયા હોય તો…? ”
મેં સ્લીપરની તૂટેલી પટ્ટીઓ કાઢી
અને નવી નંખાવી દીધી.
ચાલવામાં સરળતા રહે ને..
થોડા સમય પછી પ્લાસ્ટિકની ડોલ, ઙબલાં, ટબ…….
તેમાં કોઈ રસાયણથી તિરાડો ભરનારો નીકળ્યો,
*અવાજ* સંભળાયો –
“કોઈને સંધાવવાની છે તિરાડો? પાણી નહીં ઝરે. ”
મેં એક ડોલની તિરાડ સંધાવી દીધી.
જેમાં જરા જરા રીપેરીંગની જરૂર હતી તેવાં, લુગડાં સોસાયટીમાં ઘેરથી રીપેરીંગ કરનારા
એક બહેનને આપી આવી.
ટપકતાં નળ અને બીજું ઘણું… ,
સાંજ સુધીમાં બરાબર થઈ ગયું.
ને ઘર ચકાચક.
પણ એકના માટે કોઈ સમારકામવાળો ક્યારેય ના આવ્યો.
નજર શોધતી રહી.
કાન એક *સાદ* માટે તરસતા રહ્યા –
કોઈ થોડા ભાાંગ્યા તૂટ્યા સંબંધો રીપેર કરી આપે?
– શ્વેતા તલાટી
[8/24, 6:32 AM] Varshaben Desai.MEM.Baroda: NOG SS NO. 0097
વિષયઃ પડછાયો
પ્રકારઃ ગદ્ય
શીર્ષક ઃ જીવન સાથી
કહેવાય છે કે પતિ પતની એક બીજાના જીવન સાથી છે.
પણ એ કેટલું સાચું છે? બંને છેલ્લા શ્વાસ સુધી એક બીજાને સાથ આપી શકે છે? કોઈ પણ ઉંમરે બે માંથી એકના શ્વાસ આગોતરા જાણ કર્યા વીના થંભી જાય છે.
કોઈ કોઈનું રોક્યું રોકાતું નથી જ. તો એને જીવન સાથી કંઈ રીતે કહી શકાય? તો પછી અંતિમ શ્વાસ સુધી સાથ આપનાર કોણ? મને એક જ જવાબ સુઝે છે. આપણો પડછાયો. આપણી છાયા.એ હંમેશા આપણી સાથે જ હોય છે. અંધારામાં આપણે એને ભલે ના જોઈ શકીએ.
પરંતુ થોડોક પણ પ્રકાશ પડે કે તરત જ દ્રશ્યમાન થાય છે. એ જ સુખમાં, દુખમાં, કહોકે દરેક પરિસ્થિતિમાં આપણી ઇચ્છા અનિચ્છાએ પણ આપણો સાથ છોડતો નથી. વ્યક્તિ સાથેના સંબંધો મૃગજળ છે. પડછાયો શાસવત છે. અને એજ સાચો સાથી છે.એ સનાતન સત્ય છે.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા-સિડની
[8/25, 6:20 AM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર
NOG NO. S.S.0059.
વિષય:અવાજ-પડછાયો.
પ્રકાર:ગદ્ય- લેખ.
શીર્ષક: અદ્ભુત વહેમ !
શબ્દો: ૨૭૫.
©️ જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’
વિશ્ર્વનું સનાતન સત્ય એ છે કે
અવાજને ,પડછાયો નથી અને
પડછાયાને,અવાજ નથી,
છતાં કોઈ સંજોગો અનુસાર, માનવીના મનમાં, ફક્ત કલ્પિત -આભાસે,બન્નેનું સંયોજન થાય ત્યારે, ઘણી મોટી હોનારત સર્જવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે,
અને તે વહેમ, ડરને કહેછે,
ભૂત ! પલીત !
આ ભૂત- પલીતે,અનેક જીવોની જીંદગી લીધીછે અથવા બગાડીછે.
આ છે અવાજ અને પડછાયાનું અકળ તથા અદ્ભુત સામર્થ્ય!
ચાલો,કલ્પના થી પણ એક ડગલું આગળ એવી, સત્ય ઘટનાની વાર્તા માણીએ.
નામકરણનાં દિવસે ફૈબાએ,
ભત્રીજાનું નામ રાશિ પ્રમાણે નહીં પાડતાં, એનો ખડતલ બાંધો જોઈ
નામ રાખ્યું ‘પહેલવાન’.
પહેલવાનની બુધ્ધિ પણ તીવ્ર! જોતજોતામાં ગામની શાળાનું શિક્ષણ પૂર્ણ કરીને શહેરની નામાંકિત કોલેજમા એડમિશન લીધું. હોસ્ટેલમાં રૂમ નંબર તેર તેને ફાળવવામાં આવી.
રૂમ પાર્ટનરનું નામ હતું, શૌર્ય. કેવો ગજબનો સંયોગ!
પહેલવાન માટે તો એજ મા-બાપ તથા બંધુ- સખા.
પહેલવાનનુ શરીર સૌષ્ઠવ જોઈને કોલેજનાં સીનિયર વિદ્યાર્થીઓએ ‘રેગીંગ’નો પ્લાન આ વર્ષે મોકૂફ રાખ્યો.
આ છે શારીરિક તાકાતનો પરચો !
ગેટ ટુ ગેધર ફંકશનમાં નવાં જૂનાનાં સંબંધો બંધાયા.
બે વર્ષ પહેલાં રૂમ નં.તેરમાં ભૂતના ભયે રાજુ કોલેજ છોડી જતો રહ્યાની વાત પહેલવાનનાં કાને આવી.
એક દિવસનુ કહી શૌર્ય ત્રણ દિવસ ન આવ્યો . તે દરમિયાન એક મેઘલી – અંધારી રાતે
પહેલવાને , એક પડછાયો જોયો અને ભયની ભયકંર ચીસ સાભંળતા જ પહેલવાન પણ ભૂતના ભયે ભરમાયો,
ફરી એક હોનહાર વિદ્યાર્થીનું જીવન અવાજ અને પડછાયાની લપેટમાં સપડાયું.
મા-બાપે,પૂત્રને કોલેજનુ શિક્ષણ છોડાવી મામુલી નોકરીએ,ગામમા
લગાડયો !
પયારે”,આ વહેમના ડરને કાઢવા,
અવાજ અને પડછાયાની માયાજાળને તોડવાં હવે
જન- જાગૃતિ અભિયાનનો પ્રસાર, પ્રચાર કરવો એ પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય છે.
‘જે ડર્યા તે મર્યા’ નો નારો હવે
વધુ બૂલંદ કરવો જરૂરી બનેછે.
[8/25, 9:25 AM] R S. Vyas.MEM: NOG SS 0112
પ્રકાર : પદ્ય
વિષય : પડછાયો
શીર્ષક : બનજો કોઇનો પડછાયો,,
એક સાચો સાથી સૌનો, જીવન પર્યન્ત પડછાયો,
સાથ કદી છોડે નહિ જે , એ એક માત્ર પડછાયો.
સુખ તણા સાથી છે દુઃખ માં પણ સાથે પડછાયો,
જીવનના તડકા છાંયા માં, સદાય સાથે પડછાયો.
રંગ બદલતો રહે માનવ, રંગ ન બદલે પડછાયો,
એક રંગ, એક સંગ, એવો સાથ આપે પડછાયો.
શીખ આપી જાય નિર્જીવ, સૌ માનવીને પડછાયો,
સમય સારો હોય,’રાજ ‘બનજો કોઇનો પડછાયો.
રચના,,,,,
રાજેશભાઇ એસ વ્યાસ ” રાજ ”
ધ્રુવનગર,,,,, મોરબી
[8/25, 2:03 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS NO: 0081
પ્રકાર : પદ્ય
વિષય: પડછાયો
શીર્ષક: મુસાફરોની જિજીવિષા!
શબ્દો : ૧૪૫
પડછાયો બદનામ ,કારણ એનો એક જ રંગ,
વગોવાયો એ તેથી,પણ નિષ્ઠા એની અંતરંગ.
સાથ ન છોડે કદી, રહે નિશદિન સંગ સંગ,
થાય ભલે લાંબો ટૂંકો, રહે અણનમ,અવિરત.
બાળ ડરે પડછાયાથી,પણ મન બહેલાવે ભીંત પર જોઈ,
શ્વાન ,બકરી કે સસલાંને નાચતાં,અંગુલિના નર્તન થકી.
એકલવાયાને આપે દિલાસો, પડછાયો સાથી બની,
એક જ સાચો સંગી સમજી,વાત થાય ઘણી બધી.
સંતતિ સહુ ચાહે પડછાયા જેવી,બને સ્વની પ્રતિકૃતિ,
પતિ ચાહે ભાર્યા એવી ,પડછાયા સમ સંગે વિચરતી.
ગુરુ ચાહે શિષ્ય એવો,અદ્દલ એનાં પડછાયા જેવો,
માલિક ચાહે દાસ એવો,વણબોલે બધું સમજે એવો.
પડછાયો તો સૂરજની દેણ, નહીં તો એની હસ્તી નામશેષ,
સૂરજ જ એને વશમાં કરે ,એ ચાહે તો વાદળથી ભૂંસે.
પડછાયાનું ઉમદા પ્રતીક તરુવર,સૂરજને પી જાતાં,
એમનો શીતળ પડછાયો, મુસાફરોની જિજીવિષા.
ઉજાસનાં પ્રતીક બનવા, પ્રખર તાપ તો ઝેલવો પડશે,
જો ગતિ પ્રકાશ ભણી કરશો,પડછાયો પાછળ રહી જાશે!
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
[8/25, 3:35 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- અવાજ અને પડછાયો
પ્રકાર:- ગદ્ય
શીર્ષક :- બોધ
શબ્દ સંખ્યા:- ૫૭
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
પ્રખ્યાત સંત મહાત્મા કથા દરમ્યાન બોધ આપતા હતા,” ટેલિવિઝન જોવાથી આંખ અને મગજ બંને ખરાબ થાય, સ્ત્રીઓનાં અંગ પ્રદર્શન કરતી સિરયલો અને જાહેરાતોને કારણે સ્વભાવમાં વિકૃતિ આવે.માટે જ બાળકોને તો દૂર જ રાખવા.”બધા પાસે ટેલિવિઝનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી.
રાત્રે વાળું કર્યા બાદ આ સંત મહાત્માના શયનકક્ષમાંથી ટેલિવિઝનમાં આવતી અશ્લિલ ફિલ્મનો અવાજ સંભળાતો હતો.
©વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[8/25, 11:32 PM] Chaitali Joshi.Samaaj: NOGSS/118
પ્રકાર : પદ્ય
વિષય:અવાજ અને પડછાયો
શીર્ષક: ‘પડછાયાનું વળગણ’
છે તને બસ ‘પડછાયા’નું વળગણ,
કે બસ ‘જાત’ને પણ ભૂલી ગયો છે….!!
જઇ રહી છે ખૂબ ઝડપથી આ ‘જિંદગી’….
ને તોય પેલી ‘લાગણીની ક્ષણો’ને સાવ વીસરી ગયો છે તું….!!
આપી રહી છે ‘સાદ’ તને,
મારી ‘મૌન’ની આ ‘નિરાળી’ દુનિયા…!!
સ્નેહથી સુગંધિત ‘પ્રેમાળ’ દુનિયા…!!
‘અજવાળા’ તરફ જતા હતા બસ,
‘હું’ ને ‘તું’…
એકબીજાની સાથોસાથ.. !!
ને બસ સાવ અચાનક ‘આમ’જ…
‘અંધારા’માં કયાં ખોવાઈ ગયો છે તું…!!🌷☘🦋
અમદાવાદ -ચૈતાલી જોશી
[8/26, 12:22 AM] Nayana.MeM.NOG Patel: NOGSS 73
પ્રકાર.. ગદ્ય
વિષય..પડછાયો,
શીર્ષક.,,પડછાયો.
માઇક્રોફિશન
આજે ઘણા વર્ષો પછી એટલે લગભગ ત્રણ દાયકા સમીર સાથે વિતાવ્યા પછી રાગીનીને સમીરના શબ્દો યાદ આવ્યાં લગ્ન પહેલા સમીરે કરેલી વાત યાદ આવી કે રાગીણી તું મારી જિંદગી છે,તું હંમેશા મારી સાથે ચાલજે હું જ્યા હોવ ત્યાં તું હશે,મારો પડછાયો,
બની સદાય મારી સાથે રેહજે અને રાગીણી એ કર્યું પણ એવુંજ એ એની પરછાય બનીને રહી,સુખમાં દુઃખમાં,
અને તકલીફમાં સદાય એની પડખે ઉભી રહી એનો પડછાયો બનીને,
તોય રાગીણી સતત એકલતા મહેસુસ કરવા લાગી ત્યારે એને એહસાસ થયો કે હું સાચેજ એનો પડછાયો છું સમીર સાથેતો ચાલેછે પણ રહદયના ભાવને ન જાણી શકે, ત્યારે પડછાયો પણ પ્રતિબિંબ બની જાય છે…
નયના પટેલ..નૈન.
નયના પટેલ..નૈન.
[8/26, 12:17 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: .
N.0. G. S.S. No.0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:-. અવાજ અને પડછાયો.
પ્રકાર:-. ગદ્ય લેખ.
શીર્ષક:- અવાજ અને પડછાયો.
તારીખ:- ૨૬/૮/૨૦૨૨. શુક્રવાર.
રચના:-
માનવીનો પડછાયો દિવસના શરૂઆતના ભાગમાં લાંબો થતો હોય છે જેમ જેમ સુરજ ઊંચો આવે તેમ તેમ તે ટૂંકો થાય છે. અને સાવ ઉપર આવતા તે ટૂંકો થાય છે અને પછી બિલકુલ પડછાયો પડતો નથી. તે જ રીતના સાંજ પડતા આ પડછાયો લાંબો હોય છે, ધીરે ધીરે ટૂંકો થતો હોય છે અને અંતે અંધકાર થતાં આ પણ થયો અદ્રશ્ય થઈ જાય છે.
સંસ્કૃત કવિઓએ આ વાતને સુંદર રીતે સમજાવી છે. સજ્જન અને દુર્જનની મૈત્રી કેવી હોય તે બાબત આ પડછાયા નો આધાર લઈ અને બંનેની મૈત્રી ની તુલના કરેલી છે.
સજજનોની મૈત્રી કાયમ હુંફ દેનારી હોતી હોય છે .જ્યારે દુર્જનોની મૈત્રી દગો દેનારી અને ઠગારી હોતી હોય છે.
માનવ ના અવાજનું પણ એવું હોતું હોય છે. ઘણીવાર અવાજ પિતા પુત્રનો સરખો હોતો હોય છે. મા દીકરીનો સરખો હોતો હોય છે. માનવી અવાજ કરતા જે શબ્દો નીકળે છે તેનો અવાજનો જે જુદા જુદા પ્રકારનો વણાક હોય છે તેના ઉપર એક જ શબ્દનો અર્થઘટનનો જુદો જુદો આધાર બનતો હોતો હોય છે. શબ્દ એક જ હોવા છતાં જુદા જુદા પ્રકારના અવાજ દ્વારા વ્યક્ત થતા તેનો ભાવ બદલી જાય છે.
માનવી પોતાનો પ્રેમ અને મધુરતા, ગુસ્સો, આનંદ, લાચારી ,દુઃખ વિગેરે શબ્દો દ્વારા વ્યક્ત કરતો હોય છે.
આમ માનવીનો અવાજ અને પડછાયાની એક પ્રકારની મૈત્રી છે.
લેખક:- રતીલાલ વાયડા
નવી મુંબઈ. તારીખ:-૨૬/૮/૨૦૨૨. શુક્રવાર.
[8/27, 3:39 PM] Pravina Kadakiya.MeM NOG Houston: NOG as 0089
વિષય અવાજ અને પડછાયો
ગદ્ય
શીર્ષક। વિરુદ્ધ
——
અવાજ અને પડછાયો એક જ વ્યક્તિમાં હોવા છતાં મળવું ભાગ્યમાં નથી.
અવાજને પડછાયો દેખાતો નથી. પડછાયો અવાજ સાંભળી શકતો નથી.
એકબીજાને સમજવાનો પ્રશ્ન અસ્થાને છે.
પડછાયો સાથ નિભાવે , દેખાય પણ ખરો યા અદ્રશ્ય હોય. ટાઢ કે તડકો તેને ચલાયમાન ન કરે. સવાર હોય કે સાંજ શું ફરક પડે ? હા તેનું કદ નાનું યા મોટું હોઈ શકે.
ભલભલા જીવનની રાહ પર મળ્યા, કદમ બે કદમ સાથે ચાલ્યા અરે વર્ષોનો સહવાસ માણ્યો પણ સાથ ત્યજ્યો!
કિંતુ પડછાયો, સૂતા જાગતા તમારી સંગે. ફરિયાદ ન કરે, વિશ્વાસઘાતથી અજાણ.
પેલો અવાજ બહાર નિકળતા પહેલા મુંજવે , દિમાગમાં તુમુલ યુદ્ધ કપાવે. છતાં જો નીકળે તો શાંતિનું સામ્રાજ્ય ફેલાવે યા વાતનું વતેસર કરે.
સ્થળ અને સંજોગ પ્રમાણે અનુસરવું અગત્યનું છે. તલવાર કરતાં ગહેરી ચોટ પહોંચાડે. નારાજગી યા ખુશી પળમાં ફેલાવે. કર્કશ યા પ્રેમાળ અવાજને પારખતા વાર ન લાગે.
દરેક વ્યક્તિ પડછાયો અથવા અવાજના માધ્યમ દ્વારા જંગની સાથે સંપર્ક જાળવી શકે.
યાદ રહે અવાજને પડછાયો ન હોય, પડછાયા ને અવાજ ન હોય. પડછાયો મુંગો અને બહેરો છે. અવાજ વાજતે ગાજતે પધારે છે.
બંનેનો શરીર સાથે ગાઢ સંબંધ છે. ગુલામી ભોગવવી છે કે માલિક બનવું છે? જીંદગી સરળ અને સુગમ બનાવો.
પ્રવિણા કડકિઆ
[8/27, 6:45 PM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *લઘુ વાર્તા*
*વિષય* : *અવાજ અને પડછાયો*
*શબ્દો* : *૩૪૩*
*શીર્ષક* : *’રૂપલી નું રૂપ’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
પતિ મનજીના યુવાન વયે આકસ્મિક અવસાન પછી રૂપલી ડઘાઈ ગઈ હતી. યુવાનીમાં વિધવા થવાથી ગામલોકોના અને સમાજના મહેણાં ટોણા સાંભળવા, આ બધું રૂપલીએ મન મજબૂત કરીને સહેવું જ રહ્યું હતું. આ ઉંમરે ફાટફાટ થતી યુવાની અને ગંદી દૃષ્ટિવાળા લોકોની મેલી નજરથી બચવું રૂપલીને માટે બીજી એક સમસ્યા હતી. રૂપલી અને દીકરી ગીતા તેના સાસુ-સસરા મોહનભાઈ અને સીતાબેન સાથે એક નાનકડા ઘરમાં રહેતી હતી. તેના કાકા સસરા કરસનભાઈનું કુટુંબ પણ તેમના ઘરની બાજુના જ ગાળાના ઘરમાં રહેતું હતું. ખેડૂત કુટુંબ હોવાથી મોહનભાઈ અને કરસનભાઈ બંને તેમની સહિયારી ખેતીની જમીનમાં ખેતીનું કામ કરતા. કરસનભાઈની મોહનભાઈના ઘરમાં ખાસ કરીને મનજીના મૃત્યુ પછી અવરજવર વધી ગઈ હતી. રૂપલીનું રૂપ તેમના મેલા મનમાં વસી ગયું હતું.
રૂપલી કરસનકાકાને પોતાના કાકા સસરા હોવાથી આમન્યાપૂર્વક જોતી હતી. પરંતુ કરસનકાકા જ્યારે પણ મોકો મળે રૂપલીની નજીક જઈને તેને તેમના મલિન ઈરાદાથી સ્પર્શ કરવા કોશિશ કરતા. ધીરે ધીરે રૂપલી તેમને કળવા લાગી અને કરસનકાકાથી અંતર બનાવી રાખવા લાગી. આ બાબતે તેણે માતા સીતાબેનને વાત કરવા પ્રયત્ન કર્યો ત્યારે ઉપરથી તેને સલાહ આપવામાં આવતી કે હવે તેણે યુવાનીના દિવસો સાચવીને પસાર કરવા અને સંયમ જાળવી વિવેકપૂર્વક વડીલોની આમન્યા જાળવવી.
હવે રૂપલીએ મનોમન નક્કી કરી લીધું હતું કે તે કરસનકાકાના પડછાયાથી પણ દૂર રહેશે અને પોતાના શિયળની રક્ષા કરશે. એ દિવસે માતા સીતાબેન લૌકિક કામે ગામમાં ગયા હતા અને પિતા મોહનભાઈ ખેતરમાં ગયા હતા. મોકો જોઈને કરસનકાકા ઘરમાં આવ્યા અને રૂપલીને ચા બનાવવા કહ્યું. રૂપલી દીકરી ગીતાને લઈને રસોડામાં જઈ ચા બનાવવા લાગી.
એવામાં ન ગમતો પડછાયો તેની તરફ આગળ વધવા લાગ્યો. કરસન કાકા રૂપલીની નજીક આવી તેને સ્પર્શ કરવા કોશિશ કરવા લાગ્યા. તેમના બિહામણા અવાજમાં રૂપલીના રૂપના વખાણ કરી તેને પોતાના વશમાં થવા સમજાવવા લાગ્યા. રૂપલીએ મોટા અવાજે કરસનકાકાને તેનાથી દૂર રહેવા ચેતવણી આપી. પરંતુ કરસનકાકાનો બિહામણો પડછાયો રૂપલી પર તરાપ મારવા આગળ વધી રહ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થઈ. પોતાના શિયળના રક્ષણમાં રૂપલીએ ગરમ ગરમ ચા ભરેલી તપેલી કરસનકાકાના મોં ઉપર ઝીંકી દીધી. કરસન કાકા ‘મરી ગયો, હું તને જોઈ લઈશ’ બોલવાના કકૅશ અવાજ સાથે ત્યાંથી ભાગ્યા. રૂપલી દીકરી ગીતાને પોતાની સોડમાં ખેંચીને બે હાથ જોડી ભગવાનનો પાડ માની રહી. તેની આંખમાં આંસુ હતા પરંતુ સાથે ગુસ્સાનો જ્વાળામુખી પણ ભભૂકી રહ્યો હતો.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨૭ ઓગસ્ટ ૨૦૨૨
***********************************
ન્યૂઝ ચેનલ સમાચાર લિંક….
https://youtu.be/Yt4ZYWcvczk
આપની આસપાસ બનતી સામાજિક રાજકીય ક્રાઇમની ઘટનાઓ ના સમાચારો તેમજ તેને લગતા બે-ચાર કે પાંચ મિનિટના વિડીયો ઉતારીને અમોને whatsapp ઉપર નિર્ભય રીતે મોકલી આપશો આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે પ્રજાલક્ષી વિડીયો અને સમાચારો મોકલવા વિનંતી. તંત્રી : પ્રદીપ રાવલ
વોટસ અપ કોલિંગ: 9824653073