[8/18, 10:52 PM] Pravina Kadakiya.MeM NOG Houston: NOG SS 0089
વિષય કાનો
પદ્ય
પ્રવિણા કડકિઆ
શીર્ષક મારે આંગણે
—
આજ સખી મારા આંગણિયામાં ખેલે
નંદકુમાર જો
તોરણ બાંધ્યા દીવડા પેટાવ્યા અંતરે થયો ઉજાસ જો
—
નંદકુંવરને પાયે રુમઝુમ ઝાંઝરનો
રણકાર જો
મોર મુકુટ માથે ને સંગે સોહે
મોરપીંછ જો
—
કાળી કામળી હાથમાં લાકડી ગાયો
ચારવા જાય જો
ગોપ બાળોની સંગે નટવર નટખટ
સોરાય જો
—
મહીડા માખણ ચોરી લાલો બેઉ હાથે
મંડાણો જો
મધુરી મીઠી વાંસલડીના સૂરમાં ભાન
ભૂલી જો
—
ગોપીઓની સંગ રાસલીલામાં વ્રજની રેણુ હરખે જો
જુગલ જોડીની ઝાંખી કરતા હૈયે હરખ ન માય જો
—
હું તમારી તમે છો મારા જીવનો થયો
ઉદ્ધાર જો
આવ્યા ત્યારે ભલે પધાર્યા અંતરે કીધો
વાસ જો
[8/19, 6:24 AM] Sweta Talati.MeM.NoG: NG 0078
પ્રકાર – પદ્ય
વિષય – શ્રી કૃષ્ણ
શીર્ષક – છે એવો કોઈ?
વાંસળીના સૂરથી જે પ્રેમ રેલાવે, છે એવો કોઈ?
આંગળીથી પહાડ ગોવર્ધનને ઉપાડે, છે એવો કોઈ?
પૂતના કંઈ બાળને ભરખી ગઈ, સૌ થરથરે, પણ ત્યારે;
બાળ નાનો રાક્ષસીને મારી દેખાડે, છે એવો કોઈ?
ગામ આખું બીકથી જેની યમુના તીરે પણ ના જાતું,
પણ પડી અંદર જે કાળી નાગને તાડે, છે એવો કોઈ?
ગોપીઓનાં વસ્ત્ર ચોરે, માટલું ફોડી પલાળે ને એ જ;
દ્રૌપદીને ભરસભામાં ચીર પ્હોંચાડે, છે એવો કોઈ.
આખું ગોકુળ જેની પાછળ ગાંડુતૂર, આથી વધુ સૌ શું કહે?
એક બાળક, મ્હોંમાં જે બ્રહ્માંડ સંભાળે, છે એવો કોઈ?
માત્ર એક બસ સૌના મોઢે નામ “શ્વેતા” આ બધી ઘટનામાં!
કૃષ્ણ જે સર્વત્ર ગીતાસાર ફેલાવે, છે એવો કોઈ.
– શ્વેતા તલાટી
[8/19, 7:17 AM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- કૃષ્ણ- રાધા
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- તું આવીને સમજાવ.
શબ્દો:- ૯૯
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારાં ભક્તો થયાં નાસમજ,
કાનુડા તું આવીને સમજાવ.
તું રુક્ષમણીને ભગાડી ગયો,
ભક્તો એને સમજે તારી લીલા.
હું, માનવી ભગાડી જાઉં તો
તારાં ભક્તો કહે લંપટ.
કાનુડા તું આવીને સમજાવ
તું પરણ્યો રુક્ષમણીને,
રાધા તારી પ્યારી દોસ્ત.
હું પરણીને દોસ્તી રાખું તો,
કહે એને કાલાધન.
કાનુડા તું આવીને સમજાવ .
રુક્ષમણીને પણ મંજૂર ,
તારો રાધાનો પ્રેમ.
હું એવો પ્રેમ કરું તો,
ઘરમાં સર્જાય મહાભારત
કાનુડા તું આવીને સમજાવ .
કાના, તારો ને મારો ,
બંન્નેનો મનખા અવતાર ,
તો પછી શીદને તારા મારામાં આ ભેદ?
કાનુડા તું આવીને સમજાવ .
વિભૂતિ દેસાઈ ઘાસવાલા
બિલીમોરા
[8/19, 10:47 AM] Bhavana R.MeM: NOG- SS No- 111
વિષય – રાધા-કૃષ્ણ
વિભાગ – પદ્ય
શીર્ષક – શ્યામ સમીપે
હાઈકુ
——-
૧) શ્યામ સમીપે,
લાગણીએ તણાઈ,
રૂપાળી રાધા.
૨) આંખ બંધ તો,
શ્યામ દેખાય બધે,
અંતરમને.
૩) રાધાની સંગે,
રાસ રમંતા શ્યામ,
કેમ ભુલાય ?
૪) વ્રજ મંડળ,
મધ્યમાં કૃષ્ણચંદ્ર,
કેવાં સોહાય !
૫) શ્યામ સંગાથે,
ઘેલી બની ગોપીઓ,
ભાનભૂલંતી.
૬) મુગ્ધ હ્દયમાં ,
બિરાજતાં કહાન,
આનંદ અર્પે.
૭) રાધારમણ ,
નિહાળીઆ તમને,
વારી જવાય.
મુક્ત પંચિકા
————–
માયા રાધાની ,
વેણુ સંગમાં,
શ્યામ શોધી રહ્યાં છે,
વૃંદાવનની,
કુંજગલીમાં.
✍️ ભાવના આચાર્ય દેસાઈ
‘ ભાવુ’
૧૯/૦૮/૨૦૨૨
[8/19, 1:45 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO :004*
*વિષયઃ રાધા કૃષ્ણ*
*પ્રકારઃ પદ્ય*
*શબ્દઃ ૧૪૦*
*શીર્ષકઃવહાલા*
વહાલા
આ જો ને
ભલે જગમાં ભવે ભવે..!
કથા વાર્તા રૂપે
તું અને હું ..
*રાધા કૃષ્ણ*
વસીએ અંતરે..!
પણ ભવે ભવે
ન મળીએ તે કેવો શાપ..?
મન મનાઉં તો રાધા
વિરહ પામું તો મીરાં
સજા પામું તો જયશ્રી
જાણું તો સખી દ્રૌપદી..
ક્યા ભવે બનું રૂક્મણિ..?
ન બની હું કેમેય સંગિની!
તોએ બોલાય સંગે સંગે
રાધે કૃષ્ણ * જયશ્રી કૃષ્ણ*
વહાલા
આ જો ને
ભલે જગમાં ભવે ભવે…!
*જયશ્રી.પટેલ*
*૧૯/૮/૨૨*
[8/19, 6:12 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O. G. S. S. No. 0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય. :- રાધાકૃષ્ણ.
પ્રકાર:- ગદ્ય લેખ.
શીર્ષક:- જન્માષ્ટમી રાધાકૃષ્ણ.
રચના:-
આજે તારીખ ૧૯/૮/૨૦૨૨. શુક્રવાર. ભગવાન શ્રીકૃષ્ણ નો ૫૨૪૯ મો જન્મદિવસ છે.
રાધા અને કૃષ્ણનો આધ્યાત્મિક પ્રેમ એ શ્રીમદ ભાગવત તેમજ અનેક ગ્રંથોમાં વર્ણવાયેલો છે. બરસાનાની સુંદર ચંપક વરણી રાધા, કૃષ્ણના સાથે પ્રેમથી બંધાય કૃષ્ણની વાંસળી એ તેને ઘેલી બનાવી.
માધવ અને રાધા બંને વચ્ચેનો પ્રેમ કદમની ડાળીએ જમના કિનારે મધુવનમાં તેમજ બરસાનામાં જોવા મળે છે.
શ્રી કૃષ્ણ ભગવાનને ૧૬૧૦૮ રાણીઓ હતી. જેમાં આઠ રાણીની સાથે તેને કાયદેસર લગ્ન કરેલા હતા. રાધા સાથેનો પ્રેમ એ લગ્ન વિના આધ્યાત્મિકતાની ઉચ્ચ કક્ષાએ જોડાયેલો હતો.
શ્રી કૃષ્ણની બંસી એ ઘેલી સખી રાધા નાચતી કુદતી આવતી અને અનેક પ્રકારની લીલા રાધા અને કૃષ્ણ દ્વારા થતી હતી.રાધા અને કૃષ્ણ રાસલીલામાં મગ્ન બની જતા હતા.
ગોકુળ છોડી અને ભગવાન દ્વારકા પધાર્યા. એમ કહેવામાં આવે છે કે ત્યારથી તેણે વાંસળીનો ત્યાગ કરેલો હતો .રાધા હતી તો વાંસળી હતી.
દ્વારકા નગરીમાં આજે રાજાધિરાજ શ્રીકૃષ્ણ ચંદ્રનો જન્મદિવસ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. દ્વારકાનું જગત મંદિર અનેદ્વારકાને રંગીન લાઇટો અને ડેકોરેશન થી શણગારેલું છે. લાખો યાત્રીકો આજે દ્વારકા દર્શન કરવા પધારેલા છે.
રાજાધિરાજ ,રાજરણછોડ, શંખ,ચક્ર ,ગદા ,પદ્મ, મોર મુગટ ,અને બંસી ધારણ કરનારા , સોનાની છડી, ચાંદીની મસાલ ,જર્કસી જામા ,અનેક સુંદર વસ્ત્ર, સોનામાં હીરા અને રત્નોથી જડેલા અલંકારો અને આભૂષણોથી શોભતા એવા ભગવાન શ્રીકૃષ્ણનો આજે જન્મદિવસ ઉજવવામાં આવે છે.
સવારમાં ભગવાનને ખુલે પરદે સ્નાન કરાવવામાં આવે છે,અને ત્યાર પછી આખો દિવસ જુદા જુદા ભોગ વસ્તુઓ અને તેમજ આરતીથી તેને પૂજવવામાં આવે છે.
આખા ભારતમાં આ ઉત્સવને ઉજવવામાં આવે છે. જુદે જુદે ઠેકાણે અનેક મંદિરોમાં કાર્યકર્મો યોજવામાં આવે છે .ગોપો દહીં હાંડી ફોડવા માટે તલપાપડ થઈ રહ્યા હોય છે.
આજે રાત્રે બરોબર ૧૨;૦૦ વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મના દર્શન દુરદર્શન અને ટીવીની અનેક ચેનલોમાં બતાવવામાં આવશે .તો તેનો ઘરે બેઠા લાભ લઇ ભગવાન શ્રીકૃષ્ણને નમસ્કાર કરી અને તેના આશીર્વાદ અને કૃપા મેળવશો .
લેખક:- રતીલાલ વાયડા
નવી મુંબઈ.૧૯/૮/૨૦૨૨. શુક્રવાર.
[8/20, 1:55 AM] Chaitali Joshi.Samaaj: NOG SS NO.118
વિષય: રાધાકૃષ્ણ
વિભાગ: પદ્ય
શીર્ષક: બીનતી કરું..
બીનતી કરું તમને… બાંકેબિહારી…!!
બીનતી કરું તમને….ઓ બનવારી…!!
સુધબુધ વિસારી… અનિમેષ નીહાળી….
આંખોમાં ભરી લઉં મોહન…મોહક છબિ તારી….!!
બીનતી કરું તમને.. ઓ રે મુરારી…..
બીનતી કરું તમને… ઓ મોરપીચ્છધારી…!!
હળધરની સાથે રમતા.. હળવેથી માખણ ખાતા…,
નંદયશોદાજીના લાડકવાયા….!!
બીનતી કરું તમને….ઓ ગિરધારી…!!
બીનતી કરું તમને…ઓ બંસીધારી… !!
એક છબિ છે કોતરાઇ, અંતરમાં મારી..
કેમ રહું દૂર તારાથી, રાધાના સ્વામી…!!
બીનતી મારી સૂણ લે…
કૃષ્ણ કન્હાઈ..!!🦋🌷☘
અમદાવાદ -ચૈતાલી જોશી
[8/20, 6:21 AM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્યસરિતા પરિવાર(૧)
NOG NO.S.S.0059.
વિષય: કૃષ્ણ. જન્માષ્ટમી.
શીર્ષક: પ્રેમની પરિભાષા
શબદો: ૨૦૫.
©️જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’
ફકત અઢી અક્ષરનો શબ્દ, ‘પ્રેમ’! પરંતુ મનુષ્યનાં
અગણિત, અણમોલ સંબંધોને સ્નેહની સાંકળથી જોડતી અતૂટ કડી. ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના પ્રેમ શબ્દની નીપજ છે.
પ્રેમ, શબ્દ કર્ણપટલ પર પડે એટલે સૌ પ્રથમ યોગેશ્વર શ્રી કૃષ્ણનું નામ નજરસમક્ષ આવે કારણ, તેમણે જ પ્રેમ ની પરિભાષાને સાર્થક કરીને ,વિશ્વ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
બાલ્યાવસ્થામાં કાળીનાગ દમનનો શૌર્યભર્યો
જીવસૃષ્ટિ સાથેનો અંહિસારૂપ સ્નેહભાવ !
યુવાનીમાં ગોપીઓ સાથે રચેલી રાસલીલામાં પ્રગટ થતો નિસ્વાર્થ- નિર્દોષ સ્નેહ.તો રાણી રૂકમણી સાથેનો સાંસાંરિક સંબધ !
રાધા પ્રત્યે અદ્ભુત ,અલૌકિક પ્રેમ તો શ્રધ્ધાભક્તિપૂર્ણ મીરા માટે
આદર પૂર્વક નો અહોભાવ !.
બાળસખા સુદામા તરફનો
શુધ્ધ નિષ્ઠાભર્યો ,મૈત્રીપૂર્ણ ભાતૃભાવ !
નંદલાલાની પ્રેમની પરિભાષા જેણે આત્મસાક્ષાત્કાર કરી તે જ ભગવાનનાં પ્રિયપાત્ર બન્યાં.
ભગવાન કૃષ્ણએ બનાવેલી સોનાની દ્રારકા નગરી તો જળમગ્ન થઇ ગઇ છે,પરંતુ આ ઘરતી પર કૃષ્ણપ્રેમ અવિરત રહ્યો છે.
પ્યારે”, ચાલો, આપણે પણ તેઓનાં પદ્ચિન્હો પર ચાલીને સમગ્ર વિશ્ર્વમાં સુખ-સમૃધ્ધિ -અમનનું સામ્રાજય સ્થાપવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપીએ.
આપણું અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરવા કમર કસી, વિશ્ર્વની પ્રજાને અવ્વલ નંબરની *પ્રેમની પરિભાષા* સમજાવી,ભારતની
વિશેષતા જણાવીએ .
[8/20, 8:39 AM] Muktida Oza.MeM: NOGSS-106
NOG-સાહિત્ય સરિતા-ગ્રુપ
પ્રકાર:-ગદ્ય
શબ્દ:-330
વિષય:-‘કૃષ્ણ-રાધા’
શીર્ષક:-
“રાસલીલા-રાધારમણની”
**શ્રાવણ-કહાનો-ઝૂલો-
રાધા-ગોપી-એકમેકથી જોડાયેલાં છે.
ઝૂલે ઝૂલતા બાલમુકુંદનું સ્મરણ એટલે શ્રાવણ..
** રાધા-રમણાની તો ઇર્ષ્યા થાય.
‘દ્વારિકાધીશ’ કરતાં ‘બાલમુકુંદ’ વધારે ગમે!
એટલે..”વડના પાદડાંમાં, ટૂંટીયુંવાળીને પગનો અંગૂઠો ચૂસતો કનૈયો” — કલ્પના બહુજ ગમે..
वटस्य पत्रस्य पुटे शयानम् बालम् मुकद्दम् मनसा स्मरामि!..
માથે મોરપીંછ,અંગે પોતડી પહેરેલો શ્રીકૃષ્ણ!
પાણીના ખાબોચિયાંમાં કાગળની હોડી તરાવતો,
કીચડમાં ગંદો થયો હોય!
વરસાદી માહોલ ગમે!
*કૃષ્ણ-ગોપી-રાસલીલાની રમઝટ,વરસાદનાં અમીછાંટણાં,
યમુનાની લહેરો,
જેલમાંથી કૃષ્ણને કરંડીયામાં ઉપાડી માથા સુધીના યમુનાના પાણીને કાપી, આગળ વધવા મથતા વસુદેવ!
સાક્ષાત્ ભગવાન કૃષ્ણને મળવા થનગનતી કાલિંદી!-
મસ્તીખોર-બાલ કાનુડો?..આ જોઈને મજાતો લૂંટતો હતો!
છેવટે કાલિંદીનો કૃષ્ણને મળવા માટેનો થનગનાટ જોઈ *કૃષ્ણથી ના રહેવાયું!!!
એક પગનો અંગૂઠો એવોતો સરસ રીતે બહાર કાઢ્યો
કે કાલિંદી.!.
“એ” સ્પર્શથી શાંત થઈ. !!
વસુદેવજીએ આરામથી નદી ઓળંગી!
વસુદેવે ગોકુળનરેશને મહેલમાં લઈ
!”પારણીએ પોઢાડ્યા! ત્યાં..જ..
“નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી!”
રાસલીલા-
‘રાધા/કૃષ્ણનું સ્મરણ શ્રાવણ’
નંદ ઘેર ઝૂલામાં ઝૂલતા નંદલાલ!
મન મોહે.
ઝૂલણું ઝૂલવું એવું તો આરામ દાયક,
સૌના મન મોહે..
કૃષ્ણને હૂલાવવા,મનાવવા વહાલ કરવા .. !!
“કૃષ્ણ જન્મોત્સવથી મહિના પહેલાં,
કાનુડાને યાદ કરવા,
ઝૂલા સજાવવાનું શરૂ થાય.
જેને”હિંડોળા” કહે.
મંદિરો-હવેલીઓમાં હિંડોળા સરસ સજાવવામાં આવે. ઝૂલાને-હીંચકો-હિંડોળો પણ કહેવામાં આવે.!!
“ઝૂલો” સામાજિક પ્રસંગોથી પણ જોડાયેલો છે. ધોમધખ્યા તડકામાં ધીંગા મસ્તી કરતાં,
નદીની,લહેરો સાથે તાલ મિલાવતો ઝૂલો,ઝાડની ડાળીને પકડીને એકબીજા મિત્રોને ધક્કા મારી, હાથ લાલ થઈ જાય ત્યા સુધી, હીંચકા ખાવાના!!
જુવાન થતાં પ્રેમીપંખીડાંને “ઘેલ કરવાનું મુખ્ય સાધન”પણ ઝૂલો!
..ગાય ખાવાનું વાગોળે.. એમ…
વડીલોનું જમીને ઘૂટરઘૂ..
જિંદગીને વાગોળવાનું સ્થાન-ઝૂલો ..
વિચારોનું ઉદ્ગમ સ્થાન ઝૂલો!
વિચારોનું પ્રતીક ઝૂલો..
“કાં બાલા કાં બુઢ્ઢા”? નાના-મોટા સૌને ઝૂલો વ્હાલો!
શ્રાવણના સરવડાંમાં ભીંજાતાં પ્રેમથી ભીંજાઈ પ્રેમગીતો ગાવ.
સમાજ,રુતુઓ સાથે, ‘ઝૂલો’તો એવો સંધાયેલો જાણે મનના તાણાવાણાની આવન-જાવનએજ
શ્રાવણના ઝૂલાની રાસલીલાનો મહિનો,
મેઘના સુભગ મિલનથી આનંદિત ધરતી આપણને આહ્લાદક ખુશનુમા બનાવે. મનોમન કૃષ્ણની રાસલીલા રચાઈ જાય.
મુક્તિદા કુમાર
‘રુપલી’
મુંબઈ.
[8/20, 3:37 PM] Vidhya Vishal Kumar Kansara: NOG SS NO.115
વિષય: રાધાકૃષ્ણ
વિભાગ: પદ્ય
શીર્ષક: વ્યથા
શું સુંદર સમયની બલિહારી હતી..
જમના કાંઠે પનિહારીઓની મેહફિલ જામી હતી….
તે ત્રાસી નજરે જે કાંકરી મારી હતી, મારી ગાગર નહી, હુ રોમ -રોમ વિધાંણી હતી…
*આ ઝાકળનાં મોતીની પ્રિતડી શિદ* *કાન્હા…*
*જયા વિણુ ત્યાં વિખાય..*
*તારી આ રંગીલી રાસલીલા મુજ* *હુદિયે શિદને સેહવાય..*
એક પ્રિત દિવાની,
એક દર્દ દિવાની,
એક હે તેરે મેહલો કી રાની, કાન્હા
મે ,તો હુ એક પ્યાસી જોગન
*એક પ્યાસ તેરી ઝલક કી કાન્હા,*
*ફિર કયા ઝહેર ઓર કયાં જામ કા* *પ્યાલા*
વિદ્યા વિશાલ કંસારા
[8/21, 11:22 AM] Chaitali Joshi.Samaaj: NOG SS NO.118
વિષય: રાધાકૃષ્ણ
વિભાગ: પદ્ય
શીર્ષક: બીનતી કરું..
બીનતી કરું તમને… બાંકેબિહારી…!!
બીનતી કરું તમને….ઓ બનવારી…!!
સુધબુધ વિસારી… અનિમેષ નીહાળી….
આંખોમાં ભરી લઉં મોહન…મોહક છબિ તારી….!!
બીનતી કરું તમને.. ઓ રે મુરારી…..
બીનતી કરું તમને… ઓ મોરપીચ્છધારી…!!
હળધરની સાથે રમતા.. હળવેથી માખણ ખાતા…,
નંદયશોદાજીના લાડકવાયા….!!
બીનતી કરું તમને….ઓ ગિરધારી…!!
બીનતી કરું તમને…ઓ બંસીધારી… !!
એક છબિ છે કોતરાઇ, અંતરમાં મારી..
કેમ રહું દૂર તારાથી, રાધાના સ્વામી…!!
બીનતી મારી સૂણ લે…
કૃષ્ણ કન્હાઈ..!!🦋🌷☘
અમદાવાદ -ચૈતાલી જોશી
[8/21, 4:08 PM] Babu Sangada.પત્રકાર: NOG 109
શિર્ષક:-હે કિષ્ણ /બાબુ સંગાડા”મહેક”
પ્રકાર :-પધ
તોડો નહી હવે બસ કરો,
આસ્થાના નામ પર,
હે કિષ્ણ! આંખો ખોલ જરા,
તારા નામ પર જગ લૂટાય છે.
ધર્મનો વાવટો ફરકાવ્યો તો,
બધે સુખ શાંતિને સમુૂધ્ધિ માટે,
કેટલી અસુરીવુૂતિ બાળી હતી.
આજ તારી હવેલિથી લોક શંખ ફૂંકે,
તને પડકારે છે,
તેની ભીતર ,બહાર બધે ધીખે,
ધૂણી જો હોમાય નિચોવ્યા કાળજાના મૂલ્યો.
તારી પવિત્ર લીલાના નામ પર મેળા પડે,
વૈભવ ને વિલાસતાના,
જાગ હવે સમય આવી ગયો,
થોડો બચ્યો સંસાર,
કાલ તારો વિશ્વાસ ખોઈ નાખશે,
હે કિષ્ણ!તું એકલો હોઈશ,
તારી હવેલીમાં,
ને બધે શાંતિ હશે,
નિરવશાંતિ!!
બાબુ સંગાડા”મહેક”
[8/21, 5:22 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *NOGSS NO-* 0088
*વિષય-* રાધા કૃષ્ણ
*પ્રકાર-* પદ્ય
*શીર્ષક-* સમર્પણનો પર્યાય રાધા
*નામ-* ડૉ. મનીષા વ્યાસ
રાધા કૃષ્ણની યાદમાં ઝૂરતી સુધબુધ ખોઈ બેઠી પારાવાર વિમાસણમાં..
અરે શ્યામ! છોડ્યું ગોકુળ જરી એકવાર પાછુંય વળીને તો જોવું’તું..
આપ્યા’તા કોલ, નથી અળગી તું રહી ઘટઘટ શ્વસે છે મારામાં..
થંભ્યા’તા શ્વાસ મારા એ જ વાટેઘાટે જરાક શ્વસીને તો જોવું’તું..
દુકાળિયા રૂઠ્યા મેઘેય વરસ્યા મન મેલીને આજ વનરાવનમાં..
આ તરસતી તરસી આંખનું સુનું આંસુ જરા લુછી તો જોવું’તું..
કે’તો તારા રુંવે રુંવે છું રાધા, યાદ કરતાં હું પ્રગટીસ પલકમાં..
પ્રગટયા’તા આશાના દીવા રુંવે રુંવે લગાર પૂંઠવાળીને તો જોવું’તું…
યમુના તટે થૈ ઓતપ્રોત, મધરાતે રમ્યાં રમઝટ રાસે અંધારામાં..
છોડી’ગ્યો મથુરા ને મામો હણી જતાં દ્વારિકા માર્ગે, કેમ છો? તો પૂછ્વું’તું..
રાજા થ્યો, પરણ્યો અષ્ટપટરાણી, સોળહજાર સોળસો નારી વધારામાં..
તું દ્વારકાપુરીનો શેઠ, ચાકરો કરે વેઠ, તો જરી નાનકડું ફદિયું તો લખવું’તું…
સોનાની દ્વારિકે, હિંડોળાખાટે ઝૂલતાં, પાડી ત્રણ તાલી, ભર્યા દરબારમાં..
ઓધવજીને કરી આદેશ, અમને તેડી લાવવાનું ફરમાન તો છોડવું’તું..
વહાલાં લાગ્યાં તને રાજકાજ ભારી, તેં રાખ્યાં અમને સ્વપ્નથીય આઘાં ..
સમર્પણનો પર્યાય રાધા, માધા રહો ભલે આઘા, પજવે નહિ તને કોઈ બાધા..
✍️ *ડૉ. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
*તારીખ:-* ૨૧/૦૮/૨૨
[8/21, 5:33 PM] Pradip Raval: NOG SS No : 001
પ્રકાર : ગદ્ય
શિર્ષક : શ્રી કૃષ્ણ
વિષય : કૃષ્ણ રાધા
: મારા રૂદિયા ની વાસ્તવિક વાત મન મંદિરમાં :
આંખ બંધ કરીને દીલની વાત ,
હું કૃષ્ણ ઈશ્વર સમજી તારી મૂર્તિ સમક્ષ તારી સાથે કરી લેતો,
મન મંદિરમાં તને હું નીરખી રહેતો .
આજ ખુલ્લી આંખે કરું હું વાત,જીવન હાલક ડોલક નૈયા માં તું માતો આશરો બન્યો તેની ખુલ્લી કબૂલાત….
મારગનો ચીંધનાર મલ્યો મુજને ,
ધીરજ રાખજે કોઈ તારાથી ,
છીનવી તો નહીં લે ને મુજને !
મન મંદિરમાં તને હું ભજતો રહેતો.શક્ય બન્યું ત્યાં સુધી જન્માષ્ટમી દ્વારકા પરિવાર સાથે આવતો રહેતો..
હું તો એકલો હતોને ,
તું જ પથદર્શક બન્યો મારો ,
ને આવ્યો ખુદ મુજ પાસે ,
મન મંદિરમાં મૂર્તિ તારી સદા હસતો,
બંધ આંખે નિરખ્યા’તા તમને,
આજ ખુલ્લી આંખે નિહાળું તુજને,
ખુલ્લી આંખોથી સપનાં બતાવવા ,
ખુદ આવ્યા તમે “પ્રદીપ”આંગણે,
મન મંદિરમાં મૂર્તિ તારી નીરખું અશ્રુનયને.
પ્રદીપ રાવલ.સંચાલક
[8/21, 5:44 PM] Leena Sharma.MeM: NOG.SS.No.0098
વિષય:- શ્રી કૃષ્ણ
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- કલુષિત મન
હે કૃષ્ણ તું ફરીથી વિરાજ આ ધરતી પર
બળી રહ્યા છે માનવ ક્રોધ, ઈર્ષા અને ઘૃણા ની અગ્નિમાં |
વગાડ ફરીથી મુરલીની મધુર ધુન
શાંત થઈ જાય મન ફરીથી જેને સાંભળીને |
ફરીથી સ્મરણ કરા ગીતાના જ્ઞાનનો
જેને સાંભળી અજ્ઞાનતા મટે કલુષિત મનની |
કર ફરીથી પોતાની વાણીની અમૃતવર્ષા
આ દ્વેષ, રોષ થી બડતી પૃથ્વી પર |
જેમાં નહાઈને માનવ જાણી જાય
બધુંકજ છે બસ ક્ષણિક મૃગતૃષ્ણા |
સાર્થક થાય છે એમનો માનવ જન્મ
જેણે જપ્યું બસ તારો હી નામ હરે કૃષ્ણ… હરેકૃષ્ણ ….કૃષ્ણ કૃષ્ણ હરે હરે ……
✍️
લીના શર્મા
હાલોલ ..
[8/21, 6:01 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય – રાધા કૃષ્ણ
પ્રકાર – પદ્ય મૌલિક
શીષૅક – મારા શ્યામ.
તા – ૨૮/૮/૨૦૨૨
……………………………….. ઓ મારા શ્યામ તારાં અનેકો છે નામ..!
ક્યાં નામે બોલાવું તને..! જ્યારે જ્યારે સાદ પાડું દોડ્યો ચાલ્યો આવજે..!
રાધા તને બોલાવે કાના..!
મીરાં બોલાવે શ્યામ..! યશોદાનો નટખટ કનૈયા..! અર્જુન નો સારથી..! કુરુક્ષેત્રની ભૂમિ પર
ગીતાનો સાર રચનાર..!
હું મનુ ક્યાં નામે બોલાવું વ્હાલા..!
શ્રાવણ વદ આઠમે ધરા પર મનાવીએ જન્મોત્સવ ..!
તમે તો પૂર્ણ પુરુષોત્તમ..! કદમની ડાળે મસ્તી કરતો ગોપીઓ સંગે..!
કાના તારી પ્રીતડી અનોખી તારી રીત અનોખી..!
રુક્મિણી નાં સ્વામી.!
રાધા રાણીનો તો જીવ તમે..!
ગોપીઓને ભાન ભૂલાવી વાંસળી નાં સૂરમાં..!
ગોકુળ વૃંદાવનની ગલીઓમાં બાળલીલા કરી..!
દ્રૌપદીની લાજ રાખી..!
વિરાટ સ્વરૂપના દર્શન અર્જુનને કરાવ્યાં..!
ગીતાનાં રચયિતા ,
વિષ્ણુસહસ્ત્ર નામ સ્તોત્ર પણ રચાયતા…!
હે કૃષ્ણ તારાં વગર હું અધૂરી..!
તારાં વિશે શું લખવું મારી લાયકાત નથી..!
એ લખવા માટે ..!
બસ અંત સમયે મારો હાથ ઝાલજો.!
મીઠી મુરલીના સૂરમાં શાન ભુલાવી દે છે..!
તન મન ભલે જુદા હોય..!
પણ તુંજમાં સમાઈ જાવ..!
હે મારા દીનાનાથ..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ.
[8/22, 5:49 PM] meghna.MeM: NOG SS NO : 117
વિષય : અવાજ અને પડછાયો
‘ અશ્રુધારા ‘
આજે નિશાના પતિ સાહિલનો જન્મદિવસ હતો.સાહિલના ઓફીસથી આવવાના સમયે નિશાએ ઘરની સાથે પોતાને પણ એકદમ સરસ રીતે સજાવી હતી.બ્લેક કલરના વેસ્ટર્ન ગાઉનમાં તે ખુબ આકર્ષિત અને સુંદર દેખાતી હતી.ઘરના હોલમાં તેને કેન્ડલ લાઈટ ડિનરનું આયોજન કર્યું હતું.સાહિલને ભાવતું ભોજન ઘરે જ બનાવ્યું હતું. અને તેને ટેબલ ઉપર કાચની ક્રોકરીમાં સરસ રીતે સજાવીને રાખ્યું હતું.એને સાહિલના આવવાની રાહમાં ઘરનો દરવાજો પણ ખોલીને જ રાખ્યો હતો. રાતના લગભગ દસ વાગવા આવ્યા પણ,સાહિલ આવ્યો નહિ.નિશા એકદમ દુઃખી થઈ ગઈ.
વાત એમ હતી કે, લગભગ ત્રણ વર્ષ પહેલા નિશા અને સાહિલ અલગ થઈ ગયા હતા.સાહિલ નિશાની કોઈ વાત ઉપર નારાજ થઈને ઘર છોડીને ચાલ્યો ગયો હતો.નિશા પણ પોતાનો અહમ પકડીને બેઠી હતી,એટલે ત્યારે એને કંઈ સમજાયું નહિ.અને સાહિલને મનાવવાની કોશિશ પણ ન કરી. અને જ્યારે તેને સમજ આવ્યું,ત્યારે ત્રણ વર્ષ વિતી ગયા હતા. અને આજે ત્રણ વર્ષ બાદ સાહિલના જન્મ દિવસે નિશાએ તેને ફોન કરીને તેની માફી માંગી.અને તેને ઘરે જમવા માટે બોલાવ્યો.
નિશા સાહિલને મનાવવાની બધી તૈયારી કરીને બેઠી હતી. પણ સાહિલ આવશે કે નહીં ? તે એના માટે વણઉકેલાયલો કોયડો હતો.તેને હતું કે સાહિલ ઓફીસથી સીધો તેને મળવા આવશે. પણ રાતના દસ વાગ્યા સુધી તેનો કોઈ અતોપતો નહોતો.નિશા સમજી ગઈ કે, સાહિલે તેને માફ નથી કરી.અને હવે એ નહિ આવે.તે ટેબલ પર કરેલી કેન્ડલને બુઝાવવા જતી જ હતી, ત્યાં એ દીવાના આછા પ્રકાશમાં કોઈનો પડછાયો દેખાયો.અને આવાજ આવ્યો કે,
“બસ,તે મારી આટલી જ રાહ જોઈ ? એક કલાક મોડો પડ્યો તો પાર્ટીનો પ્લાન કેન્સલ ?”
નિશા પાછી વળીને જુવે છે ત્યાં તો સાહિલ હતો. તેનું મન જાણે એક ધબકારો ચૂકી ગયું.અને તે ખુશીથી ઝૂમી ઉઠયું.પળવારમાં દોડીને તે સાહિલ પાસે ગઈ અને તેને ભેટી પડી.થોડી વાર તો બે માંથી કોઈ કઈ બોલ્યું જ નહિ. બોલતી હતીતો તેમની આંખો.બંનેની આંખો માંથી અશ્રુની ધારા વહેતી હતી. જાણેએ અશ્રુની ધારા જ તેમની વાંચા હતી. સાહિલના અશ્રુમાં ફરિયાદ હતી કે,’આટલા વર્ષો સુધી તે એક પણ વાર મારા સુધી પહોંચવાનો પ્રયત્ન કેમ ન કર્યો ?જો વહેલો ફોન કર્યો હોત તો હું બધું જ ભૂલીને ત્યારેને ત્યારે તારી સામે હાજર થઈ ગયો હોત.’ અને નિશાના અશ્રુ સાહિલનો આભાર માનતા હતા કે,તેને માફ કરી દીધી.
એ અશ્રુના વરસાદમાં બંને પ્રેમીની ફરિયાદ, અહમ અને ગુસ્સા પણ વહી ગયા.
-મેઘના કામદાર
(અમદાવાદ)
[8/22, 6:38 PM] Ramila Makvaana.MeM.: NOG -SS No.0120
શબ્દ : અવાજ પડછાયો
પ્રકાર : પદ્ય (અછાંદસ)
શિર્ષક : પડછાયો
*પડછાયો*
અજવાળું થાય ત્યારે પડતો પડછાયો,
જ્યાં જાવું ત્યાં પાછળ આવતો પડછાયો.
આગળ જાવું તો પાછળ પડતો પડછાયો,
પાછળ જાવું ત્યાં આગળ દેખાતો પડછાયો.
વહેલા સવારેને સાંજે લાંબો પડતો પડછાયો,
બપોરે એ મારાથી નાનો થઈ જતો પડછાયો.
છાંયડે ને અંધારે એ અદ્રશ્ય થતો પડછાયો,
હું જ્યાં જાવું ત્યાં મારી સાથે રહેતો પડછાયો.
ચંદ્રમા નાં તેજમાં એ ઝાંખો પડતો પડછાયો,
અંધારામાં મને બહુ બિવડાવતો પડછાયો.
રમીલાબેન ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર
જિ બનાસકાંઠા
***********************************
www.janfariyadnews.com ન્યૂઝ ચેનલ સમાચાર લિંક……નીચે મુજબ
નોધ : આપના સમાચારો.વિડિયો અમોને નિર્ભય રીતે વોટસ એપ (9824653043) મોકલી આપી અમારી ચેનલ ને લાઈક.સસક્રાઈબ કરી સહકાર આપશો..તમામ તાલુકા માં પત્રકાર નીમવામાં આવી રહ્યા છે..