NG-139-10-3-24 pdf-1 10 jan fariyad pdf NG-140-11-3-24 pdf NG-141-12-3-24 pdf Ng-142-133-24 pdf-1
કરમસદની સરદાર વિદ્યામંદિરમાં માસ કોપી કેસમાં
સ્ટાફને કરાયો સસ્પેન્ડ
ધોરણ 12ની પરીક્ષા દરમિયાન આણંદમાં કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના બહાર આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યાનું સામે આવ્યું છે. શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી છે. પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી
બારીમાંથી કરાવતાં ચોરી
હાલ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે,તે દરમિયાન એક ચોંકવાનારી ઘટના સામે આવી છે.કરમસદની સરદાર વિધામદીરમાં બારીમાંથી વિધાર્થીને પ્રશ્નોના જવાબ લખાવવામાં આવતા હતાં,જેને લઈ ખળભળાટ મચ્યો છે.તો બીજી તરફ શિક્ષણ અધિકારી સ્કૂલમાં પહોચ્યાં તે દરમિયાન કોઈ અજાણ્યો વ્યકિત શાળામાં ચોરી કરાવતો નજરે આવ્યો,તો શિક્ષણ અધિકારીને જોઈને તે ફરાર થઈ ગયો હતો,તો શિક્ષણ અધિકારીએ તમામ સ્ટાફની એકસાથે બદલી કરી છે.
શિક્ષણ વિભાગ એકશન મોડમાં
સમગ્ર ઘટનાની જાણ શિક્ષણ વિભાગ ગાંધીનગરને પણ કરવામાં આવી છે,શિક્ષણ વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરિયાનું કહેવું છે કે,આ ઘટનાને લઈ વધુ તપાસ હાથધરવામાં આવી છે,કેટલા દિવસથી આ રીતની ચોરી થઈ હતી,તેનો પણ પ્રાથમિક રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે,તો કોણ વિધાર્થીઓને ચોરી કરવાતું હતું તેની પણ તપાસ કરવામાં આવશે.તો જે સેન્ટર છે તેની બેદરકારી સામે આવી છે,તો સેન્ટરના સંચાલકને પણ બક્ષવામાં આવશે નહી.
વિપક્ષનું શું કહેવું છે
કોગ્રેસ પ્રવકતા મનિષ દોશીનું કહેવું છે કે,સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ થવી જોઈએ,ફકત બદલી કરીને સંતોષ ના માનવો જોઈએ,આ એક ગંભીર ઘટના ગણી શકાય કેમ કે,કોઈ અજાણ્યો વ્યકિત શાળામાં કઈ રીતે પ્રવેશી શકે તે પણ એક સવાલ છે.સીસીટીવીના આધારે વધુ તપાસ થવી જોઈએ.
******************************************
અહીંયા કોઈપણ પ્રકારના રાગ દ્વેષ વિના સમાચાર.ફોટાઓ.વિડિયો પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ કાઈ પણ વાંધાજનક લાગે તો તંત્રી નું ધ્યાન દોરી ઘટતું કરી શકાશે..તંત્રી