NG_20-7-22
NG_21-7-22
NG_22-7-22
[7/19, 6:47 PM] Sweta Talati.MeM.NoG: NG 0078
પ્રકાર – પદ્ય
શીર્ષક – સૂર, સંગીત ને ગઝલ
એક સૂરે ગવાય છે;
રાગ સુંદર લવાય છે.
સામ્ય મન ને સિતારમાં એવું;
સૂર, ઝણકાર ,તાર હોવાના.
બેઉના દિલમાં ફૂટ્યું સંગીત ત્યાં;
બે બધિર મૂંગાને થઈ ગઈ પ્રીત ત્યાં!
જિંદગી,”શ્વેતા”,ગઝલ,સંગીત બસ;
એક સુંદર યાદગીરી થઇ ગઈ.
છે સંગીત ,વાજા અને નૃત્ય નાટક ;
જગતમાં ભમે ભાઈ , ભવની ભવાઈ.
ક્રોધમાં પણ કહી દીધા જો દોષ એણે આપણાં;
મનનું થ્યું સંગીત બેસૂરું અને ચાલ્યા અમે.
સૂર,લય,સંગીતનો સંગમ મળે તો થાય શું ?
શબ્દ,ગાયકની જુગલબંધીથી સજતી રહી ગઝલ.
થાય લય, સંગીત, સૂરોનો સમન્વય શબ્દથી ;
તે પછી “શ્વેતા” સરસ ગૂંજે કળા યુક્તિ ગઝલ.
વાંસળીના સૂરથી જે પ્રેમ રેલાવે, છે એવો કોઈ?
આંગળીથી પહાડ ગોવર્ધનને ઉપાડે, છે એવો કોઈ?
– શ્વેતા તલાટી
****************************
[7/20, 4:08 AM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS .NO -0026
વિષય – સૂર, સંગીત, સુરાવલી.
વિભાગ – પદ્ય
શીર્ષક – સૂર તણી લાખો સળી.
સમજ કદીજો સૂરની હ્રદયાથી નીકળી,
તે પછી આખુંય જીવન વાગશે બની વાંસળી.
સાત સૂરનાં મંદિરમાં શબ્દ બધાં હો મીણના,
તો પછીથી રાગનાં ધુમ્મસમાં જાજે ઓગળી.
રાગ અને રાગિણીઓની ઉકેલતાં જે ગાંઠને,
તે પછીનો સાથ પામે એજ જનની વંશાવળી.
એક સૂર લઈ,એક ચાલે તાલે ગોઠવો માળો તમે,
ત્યાં પછી ફેલાઈ જાશે ચો- તરફ લાખો સળી.
✍️ અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા ( હાલ અમેરિકા)
[7/20, 6:03 AM] R S. Vyas.MEM: NGO SS NO : 0112
શબ્દ : સૂર, લય, સુરાવલી
વિભાગ : પદ્ય
શીર્ષક : સંગીતના મૂળ, સૂર, લય, તાલ
સૂર, લય, તાલ, એ સંગીતના મૂળ છે,
સંગમ થાય ન ત્રણનો ત્યારે સ્થૂળ છે.
સંગીત અને કલા તણો મુખ્ય આધાર છે.
સૂર જો બસૂરો તો જાણે બધુ બેકાર છે.
લય વિના ગાવુ એ પણ અત્યાચાર છે,
તાલ થાય બતાલ તો નર્યો હાહાકાર છે.
કલાના ચાહકો પણ ખૂબ જાણકાર છે,
કલાકાર જો ચૂકે તો, કરતા પડકાર છે.
સંતવાણીને ડાયરામાં,સંગીતની મોજ છે,
સૂર લય તાલ થકી, સુરાવલીની મોજ છે.
લોક ભવાઇ ક્ષેત્રમાં,સંગીત સાચો પ્રાણ છે,
સૂર, લય, તાલ,વિના ભવાઇ નિષ્પ્રાણ છે.
રાજેશભાઇ એસ વ્યાસ ” રાજ ”
ધ્રુવનગર,,,,, મોરબી
***************************
[7/20, 3:15 AM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO:0101
વિષય : સૂર-સંગીત-સુરાવલી
પ્રકાર : પદ્ય ગીત
શીર્ષક: કાન-ગોપીની રંગત જામી
રચના: ભરત સાંગાણી
સૂર-સંગીતની રમત જામી
સુરાવલી આમ મસ્ત જામી
કાન-ગોપીની રંગત જામી
યમુના તીરે વાગે વાંસળી
નાદે વીંધાય મારી પાંસળી
કાન-ગોપીની રંગત જામી
સૂર સરે ને ઝાંઝર ઝમકે
તા થૈ તા થૈ તા થૈ પાદ ઠમકે
કાન-ગોપીની રંગત જામી
ફેલાયો અંગ અંગ અનંગ
રસભર્યા રમ્યા રતિરંગ
કાન-ગોપીની રંગત જામી
શાંત નીર ઊછળ્યાં રે વાલા
મગન થયાં લાડલી ને લાલા
કાન-ગોપીની રંગત જામી
રચના: ભરત સાંગાણી
***************************
[7/21, 1:57 PM] Prafulla Prasanna: NOG સાહિત્ય સરિતા (૧)
N G. નમ્બર – 39
વિષય — સૂર, તાલ, સુરાવલી
પ્રકાર – પદ્ય – અછાંદસ
શીર્ષક — ઘર એક મંદિર
રચના —
સૂર, તાલ, લયની મધુર સુરાવલી આ જિંદગી!
ગીત ગુંજે ઘરમંદિરમાં, ગુનગુનાવે જિંદગી!
દીવાલો પર વહે સરગમ, ગાતું રહે દરેક માનવમન!
બાળકોનાં બાળપણથી મસ્ત રણકતી રહે જિંદગી!
શુભ આશિષ માવતરનાં, અણુઅણુમાં ગુંજતા રહે!
જીવનસાથીના સાથથી ઘરમાં મધુર સંગીત વહે!
શુભ લાભના સાથિયા, બારણે આસોપાલવના તોરણ!
ઘર એક મંદિર બને, ઘંટારવનો સુરીલો રણકાર વહે !
ઈશ્વર પ્ણ થઈ જાય ખુશ, જ્યાં સ્નેહની સરિતા વહે!
વિશ્વાસ, આદર ને સમર્પણ, હૃદયમાં ઘુંટાતા રહે!
પ્રફુલ્લા “પ્રસન્ના”
*********************************
[7/21, 6:07 PM] Pradip: NOG SS No : 0089 વિષય : સૂર સંગીત અને સૂરાવલી
********
શીર્ષકઃ માધુર્ય
પ્રકાર : ગદ્ય
ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે !માધુર્ય માણવું હોય તો તેને
માટે અભિગમ જોઈએ. કદાચ તે વિશે અજ્ઞાન ચલાવી શકાય, પણ સંગીતને
માણવાની રુચી આવશ્યક છે. સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કંઈ નહી કહું,
સંગીતનું જ્ઞાન નથી પણ માણવાની મજા કંઈક ઔર છે.
અવાજ તો કહીશ કે ‘બાથરૂમ સિંગર છું’. હંમેશા રાગડા તાણતી હોઉં, એકલી
હોઉં ત્યારે. ભજન અને ગીતો લખવાની ટેવ ને કારણે એક બંગાળી મિત્ર ‘કી બોર્ડ’
વગાડતાં શિખવાડી ગઈ. મને કહે, ‘ભગવાન કે સામને ભાવ ચાહિયે મધુર આવાજ નહી,’
ભાવના ભૂખ્યા ભગવાનને મસ્ત બની સંભળાવું છું.
એક પ્રસંગ જણાવું. સંગીતના જલસામાં એક પછી એક બધા ધીમે રહીને સરકી ગયા.
અંતમાં એક ભાઈ રહ્યા હતા. પંડિતજીએ કહ્યું, (‘આપકો સચમુચ મેરા કાર્યક્રમ અચ્છા લગા)?
પેલા ભાઈ અચકાયા , પણ સાચું બોલ્યા આપ જો ગાલીચા પર બૈઠે હૈ વો મેરા હૈ. અગર
ઘર લિએ બીના ગયા તો પત્ની ગુસ્સા કરેગી’.
આવા સરસ વિષય પર, બે શબ્દ હસવા માટે લખ્યા. કલાના ઉપાસક હોય તો તેમને મહેફિલમાં
સુર અને સંગીત નો સમન્વય ખૂબ આનંદ પમાડે. આ કલા માટે અત્યંત સાધનાની આવશ્યકતા છે.
પંડિત જસરાજ, લતા મંગેશકર ને સાંભળતા ક્યારે પણ થાક લાગ્યો છે ? તન બદન માં તેમના સૂર
એક ઝણકાર ફેલાવવા કામયાબ બને છે. જેમ સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તેમ સૂર અને
સંગીતની લહેજત માણતા પહેલા સુર અને સંગીત વિશે જાણકારી હોવી જોઈએ. અભિગમ કેળવવો
પડે.
ચિત્તને બસ એમ જ થાય સાંભળ્યા જ કરીએ. અરે સુંદર મધુર સૂર તો આપણને ધ્યાનમાં સેરવવાની
ક્ષમતા ધરાવે છે. પીરસનાર અને માણનાર બંને આનંદની ચરમસીમા અનુભવે છે. જીવનમાં આ
લહાવો અચૂક માણવા જેવો છે.
સુંઠના ગાંગડે ગાંધી ન થવાય. સૂર અને સંગીત માણી અદભૂત એકતાની લાગણીઓ અનુભવવી એ
સંગીત પ્રેમી નું કામ છે. એનો નશો મને ધ્યાનમાં સેરવવા કામયાબ બને છે.જેનું શબ્દોમાં વર્ણન ન
થઈ શકે.
પ્રવિણા કડકિયા.હ્યુસ્ટન
******************************
Janfariyadnews.com (ન્યૂઝ ચેનલ લિંક)+vidio editor – Minaxi raval