[7/5, 9:15 AM] Mina Mangroliya.MeM.NOG: NOG.S.S. NO 0032
વિષય: મિત્રતાનો સંવાદ
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- *સાચી મિત્રતા*
તારી અને મારી મિત્રતા આજ પણ ગાઢ છે,
એટલે જ આપણા બંનેનો આજ પણ સાથ છે.
જિંદગીની આંટીઘૂંટીમાં આપણે ગૂંથાયા છીએ,
છતાંય આપણને એકબીજાની સતત યાદ છે.
સુખમાં પણ સાથે છીએ દુઃખમાં પણ સાથે છીએ,
એટલેજ એકબીજાના હમદર્દ આજ પણ છીએ.
મિત્રતાનાં સંવાાદમાં મીઠી મીઠી વાતો હોય,
મિત્રતાનાં સંવાદમાં બીજા ક્યાં સંવાદ હોય.
કોઈની ઉદાસીમાં સાથ આપો તો સાચી મિત્રતા છે કોઈની ખુશીમાં સાથ આપો તો સાચી મિત્રતા છે
કોઈના મનને સમજો તો સાચી મિત્રતા છે.
કોઈની લાગણીને સમજોતો સાચી મિત્રતા છે.
કોઈના દિલના ઉંડાણને સમજો તો સાચી મિત્રતા છે .કોઈની વેદનાને સમજો તો સાચી મિત્રતા છે.
મીના બી.માંગરોલીયા મીનુ
અમદાવાદ
6/6/2022
[7/5, 11:43 AM] Jayshree Patel. Sahityakar: *NOG SS No:004*
*વિષયઃ મિત્રતાનો સંવાદ*
*પ્રકારઃ પદ્ય*અછાંદસ*
*શબ્દઃ૧૦૬*
*શીર્ષકઃમિત્ર*
*મિત્ર*
સાચો મિત્ર તે નહિ
જે ઘડી ઘડી જીક્ર કરે…!
સાચો મિત્ર તે છે
જે ઘડી ઘડી ફિક્ર કરે…!
સાચા મિત્રની જરૂર
ત્યારે પડે મન મૂંઝારો કરે…!
સાચો મિત્રની ફરજ
મુંઝારા સમયે પીઠ પસારે..!
સાચો મિત્ર સુખમાં નહિ,
સુખ અને દુખમાં હાથ ધરે…!
સાચો મિત્ર શોધતા મળે નહિ,
તે તો હૈયાની ભાષાની પરે…!
સાચો મિત્ર એ જ સ્મરે
તે જ ધડી આપણી ઠરે…!
દૂર દેશાંતરે પણ છતાં
*મિત્રતા* લાગે સથવારે…!
*મિત્રતાનો સંવાદ*મન સાથે,
સાચો મિત્ર સંવાદ ન કરે..!
ભાવ મનનાં મિત્ર તણાં જે,
તેનાં દુઃખમાં જ ખભો ધરે..!
જયશ્રી.પટેલ
૫/૭/૨૨
[7/5, 12:33 PM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG SS ૦૦૧૩
વિષય : મિત્રતાનો સંવાદ
પ્રકાર : અછાંદસ પદ્ય
શીર્ષક : જ્વલંત મિત્રો
મારા મિત્રોના
જ્વલંતનું કૌવત કે ધીમાં કદી પડતા નથી.
મંઝીલથી પાછળ કદી હટતા નથી.
મંઝિલમાં ખામીને શોધનારાઓ જ્વલંત
મિત્રોના પડછાયા કદી પડતો નથી.
ફતેહ કરી પ્રશ્ન ઉકેલે ઘડીભરમાં.
મિત્રો હો પાસ તો ફરું જગતભરમાં.
મિત્રોને ભૂલાવા પ્રયત્નો તો કર્યા ઘણા લોકોએ,
પણ દુશ્મનોની મદદથી ભેગા થયા ઘડીભરમાં.
મિત્રોથી મળી મને કેટલી ફતેહ
હવે દુનિયા આખી મારી મુઠ્ઠીભરમાં.
ઘનશ્યામ વ્યાસ
મિત્રોને સમર્પણ.
[7/5, 1:09 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 092
પ્રકાર:- પદ્ય
વિષય:- મિત્રતાનો સંવાદ
શિર્ષક:- મૌનનો વાચક મિત્ર
મિત્રતાનો સંવાદ જુદો છે,
સ્નેહભર્યો એ નાદ જુદો છે.
સાચા કયા? લોહીના રંગે રંગાયેલા
કે મિત્રતાના સંબંધો?
આ આખો વિવાદ જુદો છે.
મુસીબતમાં સદાય સાથ નિભાવે,
જેવા હોઈએ તેવા જ અપનાવે.
ના કદી કરે દેખાડો કે દંભ,
આ અહેસાસ જ જુદો છે.
વણકહ્યે બધું સમજી લે છે,
મૌનના સાચા અર્થ તારવી દે છે.
કપાળની કરચલીથી ચિંતાની ગહેરાઈ માપી લે,
સાચે જ આ માનવતાનો આકાર જુદો છે.
અપ્રિય વાતોને પણ પ્રિય બનાવી સંભળાવે,
હાનિ ને લાભથી પરિચિત કરાવે.
બીજા સંબંધ હથિયાર હેઠા મૂકે ત્યાં એ ફરી લડવાનું જોમ જગાવે,
આ જીવન યુદ્ધનો એ સેનાપતિ જુદો છે.
જ્યારે હોઉં હતાશ એની સામે જતા ડરું,
દુઃખી હોઉ તો ક્યારેય એનો સામનો ના કરું.
મારા દુઃખ ને હતાશાથી સતત જે પીડાય,
એનો મારા પરનો અધિકાર જુદો છે.
ના કદી સાંભળે ના સાંભળવા દે ઘસાતું મારા વિશે,
દુનિયામાં એને તો ‘પૂર્ણ વ્યક્તિ’ મારામાં જ દીસે.
ખુદથી વધારે ભરોસો કરે જે મારા પર,
એ મારા વિશ્વાસનો પાલનહાર જુદો છે.
મને મારી ખૂબીઓ અને ત્રુટીઓ બતાવે,
ત્રુટીઓને લાખો યોજન દૂર ભગાવે.
ખૂબીઓને જે વિકસાવવાની પ્રેરણા આપે,
એ જીવનસફરનો પથદર્શક જુદો છે.
મારી સચ્ચાઈ એની આંખોમાં દેખાય છે,
મિત્રતાની સગાઈ એની વાતોમાં સંભળાય છે.
જેના વિશે જેટલું લખું એટલું ઓછું લેખાય છે,
એ મારી ભાવનાઓનો પ્રતિસાદ જુદો છે.
– અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૦૫/૦૭/૨૨.
[7/5, 4:19 PM] Bijal Jagad….Sahityakar.. ઘાટકોપર: NOG SS NO : 100
વિષય : મિત્રતાનો સંવાદ
શીર્ષક : દોસ્તી
એ દોસ્ત આપણી દોસ્તી,
જો મ્હેર તારી આપદા ટળે.
દોસ્તી ની વસંત બારમાસી,
અહમના ફૂલ ખરતા મળે.
મારી ભર્યા કૂવાની ઉદાસી,
તારી હાજરી નું દોરડું તરે.
મિત્ર તણો હુંફાળો જીવ ,
મારા વિશેની અંજલિ ફળે.
મૈત્રીનું લાગણી ભર્યું ફૂલ,
શ્રીકૃષ્ણા ના દ્વારે જ મળે.
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર
[7/5, 4:27 PM] Chaitali Joshi.Samaaj: NOG SS NO.118
વિષય: મિત્રતાનો સંવાદ
શીર્ષક : દોસ્તી
*ના રાખ તારા ‘સવાલો’ને આમ જ અધૂરા…!!*
*એકવાર તો પૂછી લે…!!*
*જોને પેલો ‘મોગરો’… કેવો મહેંકતો છે બસ ‘તારા’ માટે…!!*
*વેરી છે પેલા ગુલાબી ‘ગુલાબે’ એની ‘લાલી’, બસ તારા માટે…!!*
*માણી લે પેલી ‘મધુમાલતી’નું મધૂરું સંગીત..*
*જે કંઈક અધૂરું તો છે બસ ‘તારા’ વિના…!!*
*સ્પર્શી તો જો બસ એકવાર પેલી ‘જૂઈ’ને લગોલગ.. વીંટળાયેલ મળશે એના ‘શ્વાસ’ , તારા દરેક શ્વાસની ‘લગોલગ’…!!*
*જવાબ ચોકકસથી મળી જશે તારા..*
*પેલા નાનકડા બગીચાને તારી* *’દોસ્તી’ના ‘અમૃત’ વડે સીંચીને તો* *જો*… ☘🦋🌷
*અમદાવાદ -ચૈતાલી જોશી*
[7/5, 4:41 PM] Hemlatta Divecha.MeM: NOG SS NO – 0037
વિષય – મિત્રતાનો સંવાદ.
શીર્ષક – મિત્રોનો સંવાદ.
મળ્યાં બે મિત્રો ઘણાં વર્ષે..!
હતાં દર્દ મનમાં ઘણાં …!
કહે, આપણે લંગોટિયાં યાર,
તને સાંભળે બાળપણ…!
હા, શેરીએ મચાવતાં શોર..!
હુ, કેમ વિસરું મીઠો કલશોર.
સંગાથે નિશાળે જતાં તને સાંભળે..!
હા, ગુરુજીને કરતાં મીઠી ચાળી,
હુ, કેમ વિસરું રે..!
ઝાડવે ઝાડવે ચઢતાં તને સાંભળે…!
હા, મધથી મીઠી માની દાટ,
હુ, કેમ વિયરું રે..!
તું, ગયો મને છોડી તને સાંભળે ..!
હા, શહેર તરફની દોડ…!
હુ, કેમ વુસરું રે…!
તારી વાટમાં વર્ષો ગયાં પચાસ..!
તને સાંભળે રે…!
હા,ખેચી લાવ્યો મિત્રતાનો દોર,
હુ, કેમ વિસરું રે…!
રહેશું સદા સંગાથ તને ગમશે..?
હા, દુનિયા આપણી દોસ્તીની,
દેશે મિશાલ, કરશું એવું કામ,
દુનિયાનાં વિસરે રે……!
હેમલતા દિવેચા ” હેમ ”
જૂનાગઢ.