[4/3, 6:51 AM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- મન ને ગમતી વાત
પ્રકાર:- પદ્ય
શબ્દ:- ૮૦
શીર્ષક:- ગોકુળ.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
ધોળી ધોળી ગાવડી રહી ગઈ ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
ગોરસ રહી ગયું ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
વાંસળી રહી ગઈ ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
મોરપિચ્છ રહી ગયું ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
ગોપીઓ રહી ગઈ ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
કામળી રહી ગઈ ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
રાધાજી રહી ગયાં ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[4/3, 2:48 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય – મનને ગમતી વાત.
પ્રકાર – પદ્ય મૌલિક
શીષૅક – ઝંખું તને.
તા – ૩/૪/૨૦૨૨ – ……………….…………… યુગો યુગોથી મારાં જ સપનામાં તને મેં ઝંખી છે..!
હૃદયમાં સ્થાન પામી કોતરાઈ ગઈ..!
પ્રખર સહારાની તરસ મને..!
દુનિયામાં હર રંગ ગમે
તને ને મને…!
પછી તુંજ સાથે ટકરાયા એવાં નયનો મારાં..!
હવે તો હિંમત પણ મુજમાં ને તાકાત પણ મુજમાં…! પૂનમનો ચાંદ બનીને આવી જા આંગણે હાક દઈને…!
હું તડપુ છું તારાં માટે
ઝંખું તને હરઘડી હરપળ..!
બંધ આંખે દીવો લઈ શોધું હું તને સપનામાં..!
ખુદથી ખુદમાં ઝળહળાવુ તને..!
ઝરણાંના નીર બની ઝંખું છું તને …!
વીજળીના ચમકારે પરોવાય એ પ્રીતને શોધું…!
મારે તને કંઇક કહેવું છે..!
તું સાંભણીશને ..!
હું ઝંખું છું તારાં સ્મિતમાં સદાય ..!
તને સતત શોધું છું ..!
તારી આંખોમાં ,શ્વાસોમાં અને મીના સ્પર્શમાં…!
ક્યારેય જુદા ન થાય મુજથી સદાય મારાં માં તું છે..!
હું કરું પ્રેમ તને અનરાધાર..! એમાં સદાય ઝંખી તને..!
રાગીની શુક્લ “રાગ”
[4/3, 3:20 PM] Hemlatta Divecha.MeM: NOG SS – No – 0037
વિષય – મને ગમતી વાર્તા.
વિભાગ ; ગદ્ય, વાર્તા.
શીર્ષક – અધૂરી આશા.
શબ્દો સંખ્યા – ૩૩૫
તા. ૦૩/૦૪/૨૨
હેત અને હની એકજ શેરીમાં રહેતાં હોય.સાથે રમ્યાં,સાથે ભણ્યાં.
બંને ના વિચારો, શોખ સરખા.ભણવામાં પણ ખૂબ હોશિયાર. જોગાનું જોગ બંને ને જોબ પણ સાથેજ મળી.બંને વધુ સમય એક બીજાને સાથે રહેતાં. સાચું કહું તો એક બીજાને સમજતાં હતાં.
બંને ને એક વ્યસન હતું…! ‘ચા ‘ ઓફિસે પણ સવાર, બપોર, સાંજ કેન્ટીનમાં ‘ ચા ‘ સાથેજ પીવે.ચાની ચૂસકી લેતાં લેતાં એક બીજાનાં સુખ દુઃખની વાતો કરે.
એક દિવસ હનીનાં પિતાજી ના રહ્યાં…! થોડાં સમય બાદ હનીનાં પરિવારને મામાને ત્યાં રહેવા જવાનું થયું. હનીએ જોબ પણ છોડી દીધી.આ વાતથી હેત પણ ખૂબ હતાશ થયો. કામમાં મન ન લાગવાથી તેણે પણ જોબ છોડી દીધી.
હનીનાં મામાએ હનીને ખૂબ પૈસાવાળા પરિવારમાં લગ્ન કરાવી આપ્યાં.પતિને કંપની હોવાથી બંને શહેરમાં રહેવા આવ્યાં. હની તો પોતાના ગૃહસ્થ જીવનમાં પરોવાઈ ગઈ…!
હેત ઊંડા વિચારોમાં પડ્યો રહે. કઈ કામ સૂઝે નહીં….પોતે શું ગુમાવ્યું ? હવે શું કરવું ? મૌન રહે..!
હેતને તેનો મિત્ર શહેરમાં લગ્ન છે, અને એ પણ મોટા ઘરનાં મજા આવશે,તેમ કહી સાથે લઈ ગયો.
આ બાજુ હનીની નણંદના લગ્ન હતાં. ખૂબ મહેમાનો આવ્યાં હતાં. હનીને પોતાના પતિ પરિવાર સાથે અચાનક જોઈ, હેત આશ્ચર્યમાં ડૂબી જાય છે.બસ જોયા જ કરે છે….! કશું બોલતો નથી. ઘણાં સમય પછી જાન વિદાય થવાના સમયે હની ની નજર હેત પર પડતાં…આનંદ સાથે ઊંચા અવાજે હેત…તું …અહીંયા…. બોલી ઉઠી. બંને મળ્યાં એક બીજાને જોય ખુશ થયાં.ભૂતકાળની મધુર યાદો વાગોળે છે.
એ જ સમયે ત્યાં વેટર ‘ચા ‘ની ટ્રે લઈ આવ્યો. હની એકદમ ‘ચા ‘નો કપ લઈ હેતને કહે, લે હેત ‘ચા ‘ પી તને ‘ચા’ ખૂબ પસંદ છે ને..! હેત કઈજ બોલે એ પહેલાં ત્યાં હનીનો પતિ અને હેતનો મિત્ર આવી પહોંચ્યાં. હેતનો મિત્ર કહે ” હેત ઘણાં વર્ષોથી ‘ચા ‘ પિતોજ નથી…કદાચ કોઈની યાદ માં…! ” હનિનો પતિ ‘ચા ‘ નો કપ હનીનાં હાથમાંથી લઈ કહે ” હા, હની પણ ક્યારેય ‘ચા ‘ પિતીજ નથી. ” હેત અને હની એકદમ મૌન રહ્યાં, જાણે સમય સાથે સમાધાન કરી રહ્યાં હોય, એ રીતે એકબીજાને જોતાં જોતાં પોતાના જીવનની સફરમાં આગળ વધ્યાં.
હેમલતા દિવેચા ‘ હેમ ‘
જૂનાગઢ.
[4/3, 5:22 PM] Leena Sharma.MeM: NOG.SS.No.0098
વિષય:- મન ને ગમતી વાત
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- સાડી (પરિધાન)
સાડી…….
*તું ત્યારે પણ હતી, જ્યારે હું નાની બાળકી હતી, સખીઓ સાથે ઘર ઘર રમતી હતી અને પહેરી તી ત્યારે તન પર અને તયારે પણ જ્યારે Farewell પર…… બધાની માવા મળી હતી મને
*અને તે દિવસે પણ જ્યારે
માની કબાટ થી તને કાઢીને તન પર પહેરી ,ઈતરાતી, મુસ્કુરાતી Miss fresher બની હતી.
*તારો ૭ સાથ ત્યારે પણ હતો જ્યારે તારામાં લીપટીને પતિ ના આંગણે આવી હતી.
* મારી બંગાલી સાડી….
સમય વીત્યો પણ તારો સાથ બની રહ્યો
જ્યારે મારી silver jubilee પર તને ઓડી પિયા જી ની સાથે ઊભી રહી કેવી શરમાવી રહી હતી હું.
*દીકરી ની વિદાય સમય
વહુ ના સ્વાગત ના સમયે
તારા પલ્લુ ને કમર પર લિપટાવીને
કેટલી જિમ્મેદારી ઓ નિભાવી છે મેં
* ઓ મારી સાથી!!
તે કેટલા રૂપ જોયા છે મારા બચપન.. લડક પન.. યૌવન.. બડપ્પન..
બધા તહેવારો.. અવસરો પર તુજ તો મારી સાથે હતી.
કેટલા ઉપકાર છે તારા મારા પર,
માના દુલાર ,ભાભી ની પુકાર ,પ્રિયતમ નો પ્યાર બાળકોનો મનુહાર,
બધા સંસ્કાર બધું જ તારાથી જ જોડાયેલું છે.
ધન્ય છે તું અને તારો પ્યાર ઓ સાડી…
✍️
લીના શર્મા
હાલોલ