[pdf-embedder url="http://janfariyadnews.com/wp-content/uploads/2022/04/GN_02-04-2022..pdf"] <img src="http://janfariyadnews.com/wp-content/uploads/2022/03/IMG_20220109_201407_534.jpg" alt="" width="286" height="280" class="alignnone size-full wp-image-7793" /> <img src="http://janfariyadnews.com/wp-content/uploads/2022/04/InShot_20220401_181032907.jpg" alt="" width="1920" height="1920" class="alignnone size-full wp-image-792 [4/1, 8:05 AM] Muktida Oza.MeM: NOGss-106 નામ:-મુક્તિદા કુમાર 'મનચલી' ***************** પ્રકાર -પદ્ય વિષય-કવિતા અથવા વાર્તા શબ્દ-90 ********** "કામવાળીની વ્યથા" મુક્તિદા કુમાર 'મનચલી' -------------- ઘર ગૃહિણી થવાતું નથી! મીરા બની જાઉં તો?? રુક્મણિ બની જોઉં તો?? ચાલને!શેઠાણી બની જાઉં! આ રોબોટિક 'વેક્યૂમ- ક્લીનર' ખરીદી શેઠાણી બની જોઉં તો? હવે, હું તો શેઠાણી !! સ્પેશ્યલ વોચ માટે, એ રોબોટિક ઉપર 'આંખ રાખવા' બીજો સ્પેશ્યલ રોબો શોધું છું..જે.. 'ખુરશી નીચેથી સરખું વાળ, ઓય! 'ગોળ-ગોળ ગરબા' લીધે રાખસ પણ સરખું ઝાડુ કાં ન માર?? તારે ચાર્જ થાવું? કે ખૂણે રહેવું?? આમનેઆમ? આ જો... સ્વીચ મારા હાથમાં છે. અરે! અલેક્ષા! જોતો.. સાંજે વરસાદના શું વાવડ?" મીરા બની જીવાતું નથી, રુકમણિ બની જાઉં તો? ના રે..! શેઠાણી બની જાઉં હું શેઠાણી બની જાઉં તો? [4/1, 9:47 AM] Pravina Kathiriya.MeM: NOG SS No : 114 પ્રકાર : વાર્તા વિભાગ :ગદ્ય શિર્ષક : જીંદગીનો રંગ કાળો. શબ્દ સંખ્યા:168. તા :1-4-2022. *રચના:* જન્મતાની સાથે જ મા-બાપને ભરખી જનારી દીકરીનું નામ કાકા- કાકીએ કાળી પાડી દીધુ. વધ્યું ઘટ્યું ખાવાનું કાળીને આપતા અને કાળમુખી છપ્પર-પગી મા-બાપને ભરખી જનાર જેવા નામથી કાકી કાળીને બોલાવતા અને આખો દિવસ કામ કરાવતા. નામ ભલે કાળી હોય પણ રૂપ રૂપનો અંબાર હતી કાળી. યુવાનીમા પ્રવેશતા કાળી સોણે શણગારેલા સપનાઓ સેવવા લાગી.મારા સપનાનો રાજકુમાર મારી જિંદગીમાં રંગ ભરશે અને હવે મારી જિંદગીમાં રંગો છલકશે. જેની ખુશી મનોમન કાળી રાતે દિવસ શણગારી સપનાઓ સેવા લાગી,પણ કાકી ના મનમાં લાલચ જાગી અને કાકીએ અઢાર વર્ષની ઉંમરે પૈસાની લાલચમાં એક દેહવેપારીને કાળી વેચી દીધી. નામ તો કાળી જ હતું ,પણ હવે આખી જીંદગીનો રંગ પણ કાળો થઈ ગયો. નામ- કથીરીયા પ્રવિણા. ઉપનામ - "પવિ". ગામ - હાલ નવસારી.વતન -જુનાગઢનું ઉમરાળી. [4/1, 12:32 PM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS.NO.0026 ઝઝલ- ક્યાં સુધી? ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા.રમલ છંદ આગમન આંસુનું ખાળું, તોય ખાળું ક્યાં સુધી? પાંપણોની પાળ પર રાખું હું તાળુ ક્યાં સુધી? નાં એ પલકારો કરે નાં રાતના મીંચાય છે, ઝૂરતી આંખોથી તારા સ્વપ્નો ભાળું ક્યાં સુધી! દર્દ, પીડા ને કસકને અવગણી શકતી નથી, રોજનાં છે રાહબર, એને હું વાળું ક્યાં સુધી! ક્યાં ભરોસો શ્વાસનો કે આવીને મળશે સદા! રોજ મળવાની શરતને બોલો પાળુ ક્યાં સુધી? જિંદગીનાં રણમહીં સુખ ઝાંઝવા નામે છળે, બુંદ ઝાકળની ઝરણમાં લાવી ઢાળું ક્યાં સુધી? અંજના ગાંધી " મૌનુ" વડોદરા [4/1, 8:05 AM] Muktida Oza.MeM: NOGss-106 નામ:-મુક્તિદા કુમાર 'મનચલી' ***************** પ્રકાર -પદ્ય વિષય-કવિતા અથવા વાર્તા શબ્દ-90 ********** "કામવાળીની વ્યથા" મુક્તિદા કુમાર 'મનચલી' -------------- ઘર ગૃહિણી થવાતું નથી! મીરા બની જાઉં તો?? રુક્મણિ બની જોઉં તો?? ચાલને!શેઠાણી બની જાઉં! આ રોબોટિક 'વેક્યૂમ- ક્લીનર' ખરીદી શેઠાણી બની જોઉં તો? હવે, હું તો શેઠાણી !! સ્પેશ્યલ વોચ માટે, એ રોબોટિક ઉપર 'આંખ રાખવા' બીજો સ્પેશ્યલ રોબો શોધું છું..જે.. 'ખુરશી નીચેથી સરખું વાળ, ઓય! 'ગોળ-ગોળ ગરબા' લીધે રાખસ પણ સરખું ઝાડુ કાં ન માર?? તારે ચાર્જ થાવું? કે ખૂણે રહેવું?? આમનેઆમ? આ જો... સ્વીચ મારા હાથમાં છે. અરે! અલેક્ષા! જોતો.. સાંજે વરસાદના શું વાવડ?" મીરા બની જીવાતું નથી, રુકમણિ બની જાઉં તો? ના રે..! શેઠાણી બની જાઉં હું શેઠાણી બની જાઉં તો? [4/1, 9:47 AM] Pravina Kathiriya.MeM: NOG SS No : 114 પ્રકાર : વાર્તા વિભાગ :ગદ્ય શિર્ષક : જીંદગીનો રંગ કાળો. શબ્દ સંખ્યા:168. તા :1-4-2022. *રચના:* જન્મતાની સાથે જ મા-બાપને ભરખી જનારી દીકરીનું નામ કાકા- કાકીએ કાળી પાડી દીધુ. વધ્યું ઘટ્યું ખાવાનું કાળીને આપતા અને કાળમુખી છપ્પર-પગી મા-બાપને ભરખી જનાર જેવા નામથી કાકી કાળીને બોલાવતા અને આખો દિવસ કામ કરાવતા. નામ ભલે કાળી હોય પણ રૂપ રૂપનો અંબાર હતી કાળી. યુવાનીમા પ્રવેશતા કાળી સોણે શણગારેલા સપનાઓ સેવવા લાગી.મારા સપનાનો રાજકુમાર મારી જિંદગીમાં રંગ ભરશે અને હવે મારી જિંદગીમાં રંગો છલકશે. જેની ખુશી મનોમન કાળી રાતે દિવસ શણગારી સપનાઓ સેવા લાગી,પણ કાકી ના મનમાં લાલચ જાગી અને કાકીએ અઢાર વર્ષની ઉંમરે પૈસાની લાલચમાં એક દેહવેપારીને કાળી વેચી દીધી. નામ તો કાળી જ હતું ,પણ હવે આખી જીંદગીનો રંગ પણ કાળો થઈ ગયો. નામ- કથીરીયા પ્રવિણા. ઉપનામ - "પવિ". ગામ - હાલ નવસારી.વતન -જુનાગઢનું ઉમરાળી. [4/1, 12:32 PM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS.NO.0026 ઝઝલ- ક્યાં સુધી? ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા.રમલ છંદ આગમન આંસુનું ખાળું, તોય ખાળું ક્યાં સુધી? પાંપણોની પાળ પર રાખું હું તાળુ ક્યાં સુધી? નાં એ પલકારો કરે નાં રાતના મીંચાય છે, ઝૂરતી આંખોથી તારા સ્વપ્નો ભાળું ક્યાં સુધી! દર્દ, પીડા ને કસકને અવગણી શકતી નથી, રોજનાં છે રાહબર, એને હું વાળું ક્યાં સુધી! ક્યાં ભરોસો શ્વાસનો કે આવીને મળશે સદા! રોજ મળવાની શરતને બોલો પાળુ ક્યાં સુધી? જિંદગીનાં રણમહીં સુખ ઝાંઝવા નામે છળે, બુંદ ઝાકળની ઝરણમાં લાવી ઢાળું ક્યાં સુધી? અંજના ગાંધી " મૌનુ" વડોદરા