[12/27, 9:02 PM] Shila Patel.MeM.NOG: NOG SS NO -0038
વિષય – નાતાલ
પ્રકાર – પદ્ય
શીર્ષક -આવો નાતાલ ઉજવીએ
આવો પ્યારો જન્મ દિવસ ઈસુનો ઉજવીએ,
દયાનો ભાવ દિલમાં લાવીએ.
બાળકોના પ્રિય સાન્તાક્લોઝ ચાલો એને બોલાવીએ,
ભેટ સોગાદ નાના બાળકોને આપીએ.
નાતાલ ઉજવે વિશ્વ આખું કરે રંગબેરંગી અજવાળું,
આવો ઈસુનો સંદેશો ફેલાવીએ.
શાન્તિ દૂત બની આવ્યા ઈસુ, જીવવાની પ્રેરણા આપે
ચાલો જીવન મંગલમય બનાવીએ.
ખુશીઓ ભરીલો તહેવાર ઉજવીએ આનંદ ભરીએ,
નાતાલ ઉજવી ઈસુ નો જયજયકાર કરીએ.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
[12/28, 6:10 PM] Rutumbhara Thakkar.MeM.NOG: *NOG/77*
*વિષય:વિતેલાં વર્ષ ની ખાટી મીઠી યાદો*
*વિભાગ:પદ્ય મૌલિક*
*શીર્ષક:બીતે લમ્હે*
વિતેલી ક્ષણોમાં આંટાફેરા કરી યાદોમાં ભરી લઉં,
એક એવો અરીસો શોધું જેમાં વિતેલી ક્ષણો જડી દઉં..!
અરીસાને બદલે હવે યાદોને મોબાઈલ કેમેરામાં કેદ કરી લઉં,
હર્યા-ફર્યા પરિવાર-મિત્ર સહીત તેની યાદો ને સેલ્ફીમાં કેદ કરી લઉં..!
સાહિત્યિક સરવાણી થકી શબ્દોનાં થયા હતાં વાવેતર,
લખેલ એકેએક શબ્દોને સાંગોપાંગ જીવી લઉં…!
સરકતી રેતી જેવો સમય ચાલ્યો જાય છે,
શું લાવ્યાં હતાં,શું લઈ જવાનાં ?
એજ આશાએ પળેપળ જીવી લઉં..!
નહીંવત જેવા મતભેદોનો કરી તરત જ નિકાલ,
ચાલ જીવી લઈએ કહી મનભેદ ના બનવા દઉં..!
વિતેલી ક્ષણોની એ કસક ફરી ફરીને યાદ આવશે,
સપનાઓ કરતાં વાસ્તવિકતાને રાખી
નજરમાં આવતી ક્ષણ જીવી લઉં…!
જેણે ગત વર્ષમાં આપ્યો હતો સાથ સહકાર,
આબાલવૃદ્ધ સહુનો આભાર વ્યક્ત કરી લઉં…!
શું મેળવ્યું ,શું ગુમાવ્યું ? એ હિસાબ છે અસ્થાને,
મારો ગુમાસ્તો હોય ઈશ્વર તો બાકીનો તાળો મેળવી લઉં…!
-ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*