[12/29, 12:26 PM] Jig a. Bombay. Andheri: NOG SS No 002
વિષય- “યાદો 2021″વીતૈલા વર્ષની ખટ્ટી મીઠ્ઠી યાદો”
શબ્દ -90
શીર્ષક એવું કંઈક કરીએ
*એવું કંઈક કરીએ*
જૂનું વાગોળીને શાને પીડા આપવી જાતને!
માંહ્લાનો મહાદેવ રાજી રહે ,
એવું કંઈક કરીએ….
જગતને રાજી રાખવા શાને મથીએ આપણે!
મનમાં ઉમંગ રહે,
એવું કંઈક કરીએ..
પીડાદાયક સ્મૃતિથી પાંગરેલા કચવાટને,
પીડા મલમ બની રહે, એવું કંઈક કરીએ..
અપમાનિત થવાની લાગણીનાં ક્ષોભને,
મનનાં વલોપાત ન રહે ,
એવું કંઈક કરીએ….
ક્યાં સુધી સ્થગિત થઈને રહીશું આપણે!
ભ્રમણા ભાંગી રહે ,
એવું કંઈક કરીએ….
ભાદરવામાં સ્મૃતિઓનું
સ્નાન કરી ભેગાભેગું,
યાદોને તર્પણ કરી દઈએ,
એવું કંઈક કરીએ …..
અંતરાત્માની શાંતિ માટે એ ‘નિયતી’,
જીવનને જોમથી ભરી દઈએ
એવું કંઈક કરીએ….
જીજ્ઞા કપુરિયા ‘નિયતી’
26/12/2021
[12/29, 4:33 PM] Mina Mangroliya.MeM.NOG: *NOG.SS NO 0032*
વિષય:-વીતેલા વર્ષની ખાટીમીઠી યાદો
શીર્ષક:- *ડિસેમ્બરની એક સવાર*
ઠેર ઠેર ઉડતી શાન્તાક્લોઝની લાલ ટોપીઓ,
અને ઉપરથી ઝળુંબી રહ્યો આ મેહૂલો
ડિસેમ્બરની કાળજા થિજાવી દે એવી ઠંડી,
અને ઉપરથી ઝળુંબી રહ્યો આ મેહૂલો.
સ્વેટર સાથે આ છત્રીઓ લાગે કંઈક રુડી,
અને ઉપરથી ઝળુંબી રહ્યો આ મેહૂલો.
વેરવિખેર થયો શાન્તાનો ડાહ્યો ડિસેમ્બર,
અને ઉપરથી ઝળુંબી રહ્યો આ મેહૂલો.
લાગે છે આજ હીલ સ્ટેશનની સવારી,
અને ઉપરથી ઝળુંબી રહ્યો આ મેહૂલો.
શિયાળા અને ચોમાસાની જામી છે સંગત,
અને ઉપરથી ઝળુંબી રહ્યો આ મેહૂલો.
સાથે જામી છે ભજીયા પકોડાની રંગત,
અને ઉપરથી ઝળુંબી રહ્યો આ મેહૂલો.
આજ લાઈન લાગી છે ગાંઠીયા રથ પર,
અને ઉપરથી ઝળુંબી રહ્યો આ મેહૂલો.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
29/12/2021
[12/29, 5:51 PM] Chandani.Nathbaava.MeM.NOG: NOG number – 0068
વિભાગ – પદ્ય
શબ્દ – વીતેલા વર્ષની યાદો!
શીર્ષક – ખબર નથી પડતી..
આજ કાલ શું લખું એ ખબર નથી પડતી,
સાચું લખું ખોટું લખું કંઈ ખબર નથી પડતી.
આજ કાલ શું કહું એ ખબર નથી પડતી,
સારું કહું ખરાબ કહું કંઈ ખબર નથી પડતી.
આજ કાલ શું ખાઉં એ ખબર નથી પડતી,
પીઝા ખાઉં રોટી ખાઉં કંઈ ખબર નથી પડતી.
આજ કાલ કોના પર વિશ્વાસ કરું એ ખબર નથી પડતી,
પોતાનાં પર કરું કે બીજા પર કંઈ ખબર નથી પડતી.
આજ કાલ શું સાંભળું એ ખબર નથી પડતી,
આત્મહત્યા સાંભળું કે બળાત્કાર કંઈ ખબર નથી પડતી.
આજ કાલ કોનાથી મળું? એ ખબર નથી પડતી,
સચ્ચાઈથી મળું કે પોતાનાથી મળું! કંઈ ખબર નથી પડતી.
આજ કાલ શું જોઉં એ ખબર નથી પડતી,
લુચ્ચાઈ જોઉં કે અંધશ્રદ્ધા કંઈ ખબર નથી પડતી.
આજ કાલ કેવા માર્ગ પર ચાલું એ ખબર નથી પડતી,
ફૂલ પર ચાલું કે કાંટા પર કંઈ ખબર નથી પડતી.
આજ કાલ શું ભૂલું એ ખબર નથી પડતી,
વીતેલા વર્ષને ભૂલું કે નવા વર્ષને અપનાવું? કંઈ ખબર નથી પડતી.
આજ કાલ મરું કે જીવું એ ખબર નથી પડતી,
કોના માટે મરું કોના માટે જીવું કંઈ ખબર નથી પડતી.
કહે ‘ ચાંદ ‘
વિચાર કરું કે કલમ ચલાવું એ ખબર નથી પડતી,
લખતાં લખતાં વર્ષ પુરું થઈ ગયું કંઈ ખબર નથી પડતી.
✍ નાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”
– માંડવી કચ્છ