ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા
આઠ પદ્ય રચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : “જીત – હાર,વિજય – પરાજય”. તેમજ
“માં” વિષયક રચનાઓ. દિવસ – ૪
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
એડમિન ટીમ.: નિર્ણાયક મંડળ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ, પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS.NO : 0026
વિષય – હાર, જીત, વિજય, પરાજય.
શીર્ષક – હાર, જીત
પ્રકાર – પદ્ય. ગઝલ
છંદ – ગાલગાગા ગાલગાગા ગાલગાગા. રમલ છંદ.
જીત સાથે હાર છીએ હું અને તું.
ક્યાં પછી નાદાર છીએ હું અને તું!
સૂર જુદા ભાવના પણ એક જેની,
એજ વીણા, તાર છીએ હું અને તું!
હારતાં દિલ જે મળ્યું તે જીત જેવું,
પ્રીતનો આધાર છીએ હું અને તું.
કેમ પીડા લોક પારાવાર દે છે?
આંસુઓની ધાર છીએ હું અને તું.
કોઈ ચીલો ચાતરીને મૂકશું ત્યાં,
સાથનો આભાર છીએ હું અને તું.
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
***************†************
NOG.SS NO 0026
ગઝલ – “મા”. ગાલગાગા ગાલગાગા ગાલગા
રાહપર મારી નજર કરતી હશે!
“મા” છે એતો ક્યાં સબર કરતી હશે!
જૂની યાદો તરબતર કરતી હશે!
ઘર સજાવી, ત્યાં નગર કરતી હશે!
ઉંબરો ઘરનો ભલે ડુંગર થયો!
ઝાંપલી સુધી, સફર કરતી હશે!
હાથ એનો લાગતો મારે શિરે!
ત્યાં દુઆઓ એ અસર કરતી હશે!
આવશે ઘરમાં દુલારો આજ તો!
વાત મારી મુજ વગર કરતી હશે!
અંજના ગાંધી “મૌનું”
વડોદરા
*******************************
NOG SS No: 0015
વિષય:- હાર,જીત
પ્રકાર:- પદ્ય (ગઝલ)
(ગાલગા ગાલગા ગાલગા ગાલગા)
શીર્ષક:- જિંદગી
સુખને આકાર છે, દુઃખ નિરાકાર છે
માનવી પાસ આ એક ઉપહાર છે
હાર પર જીતનો, જીત પર હારનો
કાયમથી ચાલતો સરળ વે’વાર છે
ખોતરી ખોતરી દુઃખને પણ કાઢશે,
સુખને પણ આપશે થોડું ઉધાર છે.
ત્રાજવે જોખશે એક સરખા જ બે,
દેવના ચોપડે આ જ સંસાર છે.
ચૂક ના થાય એની જરા પણ કદી,
માપ લઇ કાપતી,નેક તલવાર છે
શોધતા ભીતરે જે મળે ‘મેહુલા’,
જિંદગી સુખ અને દુઃખ તણો સાર છે.
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી
*************†******************
NOG SS No : 0015
માતૃદિવસ ઉજવણી
વિભાગ:-પદ્ય
શીર્ષક:- મા જીવે છે
દુઃખની સામે મો મલકાવી મા જીવે છે.
આનંદને હોઠે છલકાવી મા જીવે છે.
ખાલીપો ભીતર સંતાડી જીવન કેરો,
ખુદને એ ખંતથી ખખડાવી, મા જીવે છે.
દાગ, દરદ ને દિલની દરારો દાટી દઇને,
દિલમાં દયાને એ દોડાવી, મા જીવે છે.
આશાથી આપે આમંત્રણ અજવાળાને,
એવા અંધારા અટકાવી, મા જીવે છે.
પંથે પાડી પા પા પગલીઓ પોતાની,
પગદંડી પ્રેમની પ્રગટાવી, મા જીવે છે.
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી
********************************
NOG સાહિત્ય સરિતા ( ૧ )
NOG SS No: 0039
વિષય – હાર, જીત, વિજય, પરાજય
પ્રકાર – પદ્ય – અછાંદસ
શીર્ષક – રમત રમાડે રામ
તારીખ -૬-૫-૨૧
ગુરુવાર
ખુશ થા તું તારી જીતથી, હાર હું પણ માનીશ નહિ!
હરખાઈ લે ભલે મનમાં, પરાજય હું પામીશ નહિ!
રૂપ, રંગ ને ચાલ જીવનની માનવ જાણી શક્યો નહિ!
કેવા અકળ રહસ્યો એનાં, મનુષ્ય પામી શક્યો નહિ!
ચાલ જીવનની શતરંજનો ઘોડો! ચાલ સમજી શકું નહિ!
ક્યારે, કઈ, કેવી રમત રમે! તારા ખેલ સમજી શકું નહિ!
રમું હું દિલથી, નિયતથી, તો ય તું હરાવી દે મને!
પાસા નાંખું ખૂબ ચીવટથી તો ય એને ય તું ઉલ્ટાં કરે!
મારાં જ કર્મોનો હિસાબ સાચો, મને કરતા આવડે નહિ!
જાણે તું જમા ઉધારની રજેરજ! એ મુજબ ચાલ તારી!
છે જિંદગી એક રમત તો ખેલદિલીથી હું રમીશ!
જય કે પરાજય જે હોય મારા ભાગ્યે, હરખે હું ઝીલીશ!
જે રમે એ જ હારે ને જીત પણ એની જ હોય!
મેદાન છોડી ભાગી જનારા, ખેલદિલ કહેવાતા નથી!
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
*******************************
NOG SS.NO. 0098
प्रकार:- पद्य
विषय:- हार-जीत,विजय-पराजय
शीर्षक:- शस्त्रहीन युद्ध ।
हे दयानिधे! रथ रोको अब,
क्यों प्रलय की तैयारी है ।
हार-जीत, विजय-पराजय चहुँओर
ये बिना शस्त्र का युद्ध है जो,
महाभारत से भी भारी है ।।
नैना रोते-रोते सूखे,
अब नीर कहाँ इन आंखों में।
परवाज पर जिनका गर्व बड़ा,
अब जान कहाँ इन पांखो में ।।
अपने भी साथ नहीं अपने,
जंग जीवन से यूं जारी है,
ये बिना शस्त्र का युद्ध है जो,
महाभारत से भी भारी है ।।
हमने खुद को यूँ बसा लिया,
वैज्ञानिकता की बांहों में।
अवरोध खड़े कर दिए बड़े,
हर एक दूजे की राहों में ।।
धरती माता का दोहन तो ,
कर लिया अब गगन की बारी है।
ये बिना शस्त्र का युद्ध है जो ,
महाभारत से भी भारी है ।।
जिन मुश्किल से गुजर रहे,
ये खेल हमारे अपने हैं।
जीवन अनमोल बिका जिन पर,
कुछ चंद सुखों के सपने हैं ।।
हर ओर तमस दिखता है,
अब भय में हर रात गुजारी है।
ये बिना शस्त्र का युद्ध है जो,
महाभारत से भी भारी है ।।
कितने परिचित कितने अपने,
कितने आखिर यूँ चले गए।
जिन हाथों में दौलत संबल,
सब क्रूर काल से छले गए ।।
नित प्रलय चहुँओर ज़ारी है,
नित कहीं हारे, नित कहीं जीते,
ये बिना शस्त्र का युद्ध है जो,
महाभारत से भी भारी है ।।
हे राघव- माधव – मृत्युंजय,
पिघलो ये अर्ज हमारी है,
ये बिना शस्त्र का युद्ध है,
जो महाभारत से भी भारी है ।।
✍️
लीना शर्मा
हालोल ।
*******************************
NOG SS No :-0038
વિષય :- હાર, જીત વિજય પરાજય
વિભાગ :- પદ્ય
શીર્ષક :- જાણું છું
તારી સામે હારીને પણ જીતુ છું,
કલાકાર તું મહાન છે એ જાણું છું.
ભલે થાઉં હેરાન આજે રઝળપાટમાં,
કાળજું તારું બળે છે એ જાણું છું.
તને લલકારી નીકળવા ગયો આગળ,
બતાવી રહ્યો શક્તિ તું એ જાણું છું.
માયાવી માયા પાછળ ભાગુ હું,
માયા ઉપર જીત તારી એ જાણું છું.
આજે પુરાઈ રહ્યો પાંજરે ભલે,
આભમાં ભરીશ ફરી ઉડાન એ જાણું છું.
માન અપમાન હોય અમ માનવને,
તું તો દયાનો સાગર છે એ જાણું છું.
જીત અપાવે પ્રભુ તું મને જગમાં,
“આકાંક્ષા” પૂરી કરનાર તું છે એ જાણું છું.
✍️ શીલા પટેલ “આકાંક્ષા”
********************************
NOG SS No.0081
વિષય : હાર,જીત,વિજય,પરાજય
પ્રકાર : પદ્ય
શીર્ષક : માંડી છે ચોપાટ
ચોપાટ માંડી છે તારણહાર તેં,
એક નહીં બે બે વાર,
હારીશ નહીં થાકીશ જરૂર,
પણ છોડીશ નહીં મેદાન.
ફેંકવા હોય એમ ફેંકજે પાસાં,
તારે તાબે છે રમત આખી,
દાવ મારો પણ બાકી જ છે,
રમીશ તુજ પર શ્રદ્ધા થકી.
હારવા રમ્યો નથી જીત પાકી છે,
હું હારું તો જીત તારી પણ નથી,
શરીર ધગે,શ્વાસ રૂંધાય,ડૉક્ટર નવ હારે,
પણ તારી ઈચ્છા સર્વોપરી.
થાય પેઢી આખી ગરક,
એવો આ મહામારીનો માર,
માણસાઈ જીતે,માણસ હારે,
એવી તારી બેધારી ચાલ.
આજ ભલે અવળા પડે પાસાં મારાં, દાવમાં તું જ સામે છે,
કાલ હજી તો બાકી જ છે,
ઊગશે સોનેરી પરભાત
એ પાક્કું છે.
તારી આ ભોમકા, તારી આ ધરતી , મારી હાર તુજને શું ગમતી ?
ભારત ગુંજશે અખિલ વિશ્વમાં ,
તપ, ભક્તિ , જ્ઞાન,સેવાનાં બળ થકી!
# માયા દેસાઈ
મુંબઈ , ભારત.