*બકો જમાદાર* *૨**મોબાઇલ સમસ્યા*
*વાર્તા નં: ૨*નમસ્તે બાળકો, પ્યાર સહિત.
બાળમિત્રો મજામાં બધાં? બકાજમાદારની પ્રથમ વાર્તા વાંચી ? કેવું લાગે છે બધાંનેનીત નવી,રૂડી ને મીઠી બોધવાળી વાર્તાઓ સાંભળીને ?સરસને..?ચાલો આજે આપણે બકાજમાદારની નવી વાર્તા કરીએ..!
બકાજમાદારના દાદા એટલે બકોરપટેલ ખૂબ જ સમજદાર તેવા જ બકાજમાદાર.એકવાર તે ભરબપોરે શેરીમાં નીકળ્યા ,શેરી તો સૂમસામચકલુય ન ફરકે.તેઓ વિચારમાં પડ્યા આમ કેમ?અમે તો નાના હતા તો આખી શેરી રજાઓ પડે કે અમારા અવાજથી ધમધમી ઉઠતી ને આજના બાળકો ઘરકૂકડી કેમ..?
અંતે ન રહેવાયું એટલે એતો તેમના મિત્ર ઘેંટાભાઈને ત્યા પહોંચ્યા ત્યાં બધાં ગાડરાં તો હાથમાં મોબાઈલ લઈ રમે,તમને ખબર છેને જેમ માનવના છોકરા બાળક કહેવાય તેમ *ઘેંટાં ના બચ્ચાં ગાડરાં,ગધેડાના બચ્ચાં ખોલકાં,ગાયના બચ્ચાં વાછરડાં,ઘોડાનાં બચ્ચાં વછેરાં,ભેંસના બચ્ચાં પાડાં ને કૂતરાંના બચ્ચાં ગલૂડિયાં બધા જ ભેગા તેમના લવારિયાં*પણ મોબાઈલથી રમે. બકા જમાદારને થયું અરે ભગવાન ! શુ થશે આ બાળકોનું..?
યાદ આવ્યા એમને ઝાડ પરના ઝૂલા,ગિલ્લીદંડા,લખોટી ને પૈડાંનો ખડખડાટને ડોસીઓનો બડબડાટ..!અરે પગથિયાં પરનો લાંબો કૂદકો ને શેરી નાટકની તૈયારી..ને અહીં તો કેદ છે બધા બાળકો ..!
ખરેખર આ બાળકોને બહાર કાઢવા રહ્યા. મંડ્યાએતો દાઢીને ખંજવાળવા પણ તુક્કો મળે નહિ. ઉપડ્યા એતો એમના મિત્ર ગધાભાઈ પાસે પણ મંદબુધ્ધિના ગધાભાઈ પાસે ઉપાય મળ્યો નહિ..હવે એમને થયું આપણાંમાં ચતુર કોણ..?બોલો બાળકો પ્રાણીઓમાં ચતુર કોણ..?હમમમમ,અરે ચતુર શિયાળભાઈ! શિયાળભાઈએ તો ઉપાય કર્યો શેરીમાં હવે ઘરમાં રમાતી રમત અને મેદાનમાં રમાતી રમતની હરિફાઈ યોજીએ તો?
બકા જોરદારે તો ઘરે ઘરે હરિફાઈ ની વાત પહોંચાડી ને ઈનામ મળશે એમ જાહેર કર્યુ.હવે શેરીના બધા બાળકો પોતપોતાના રસ(રૂચી)મુજબ ભાગ લેવા તૈયાર થયા,ને બકા જોરદારની યોજના તો બરાબર કામ કરી ગઈ. શેરી તો તમારા જેવા બાળકોની કિકિયારીઓથી ગુંજવા લાગી.બાળકો સાચું કહેજો તમને બધા સાથે ભેગા રમવું ગમે કે ઘરની જેલમાં ગોંધાઈ ને..?
તમને ખબર છે મોબાઈલના વધુ વપરાશથી આંખ,કાન ને શરીરની ચામડી તેમજ …શરીરની સ્થૂલતા વધે માટે..ચાલો ફરી ગિલ્લીદંડા,લખોટી કે વાર્તા વાર્તા રમીએ. જેમ અહી રમીએ છીએ.કેવી મજા આવે જો વૃક્ષો સાથે દોસ્તી કરીએ..એના છાયડે મીઠા પવનની લહેરખીને સ્પર્શીને બાળગીતો ગાઈએ ને.બકા જમાદાર જેવા સજ્જનના હાથે ઈનામ મેળવીએ.બધાએ બકા જમાદારનો આભાર માન્યોને હવે શેરી બાળકોની કિકિયારીઓ થી ધમધમી ગઇ..!ચાલો ફરી હવે આવતા અંકમાં ફરી મળીશું નવી વાત ને નવી ખુશી લઈને.રજાની મજા માણો..ન અભ્યાસ ન શાળા કેવી મજા.ગમ્યું તો ફરી મળીશું.
*વાર્તા ના લેખક**જયશ્રી પટેલ*©️ ℗®️™️……………………………
![](https://janfariyadnews.com/wp-content/uploads/2020/08/Unknown-9-821x1024.jpeg)
ગુજરાતી રંગભૂમિ ના ઘડવૈયા ગિરીશ નાકર શ્રી ગીરીશભાઈ એમ નાકર નો જન્મ ૧૭/૧૨/૧૯૩૯ ના રોજ સોડલસાજી.જામનગર માં થયો હતો. બી. એ.એલ .એલ.બી. અને વર્ધા ની કોવિદ ઉપાધિ મેળવી હતી.ચૌદ વર્ષ ની ઉંમરે ‘ દગાબાજ dunia’ નામ નું નાટક લખી ને મિત્રો ના સહકાર થી પડદા બાંધી ને ભજવ્યું..૧૯૬૨ માં ‘ મૉડર્ન કલ્ચરલ એસોસિયેશન ‘ ની સ્થાપના કરી અને ” તમે મારા વર છો ” નામનું નાટક લખી ને ભજવ્યું. ૧૯૬૫ માં ” રાતે વહેલા આવજો” નાટક લખ્યું.બાદ’ પ્રીત પિયુ ને પોપટલાલ ‘ જે અનેક નામે ભજવાયું. જે.એમ.શાહ ના સહકાર થી ‘ રાજ – જ્યોતિ થીયેટર્સ ‘ ની સ્થાપના કરી અને પોતે લખેલું નાટક ‘ છૂટો છેડો છાયલ નો ‘ તે સંસ્થા ના આશ્રયે ભજવ્યું.૧૯૬૯ માં ‘ સત ના પારખાં ‘ લખ્યું.” મારે નથી પરણવું , ઈશ્વરે ઘર બદલ્યું , મોટા ઘર ની વહુ , કવિ દયારામ , એક ને ટકોરે , તમે મારા વર છો , અને જીવન ઝંઝાવાત માં કામ કર્યું.વ્યવસાયે તેઓ વકીલાત કરતા હતા.ઘનશ્યામ વ્યાસસૌજન્ય ગુજરાતી રંગભૂમિ ના ઘડવૈયા….
🔱શિવજીનો ગરબો🔱
થયા છો શબ્દ થકી સાકાર મોટા મહાજોગી જટાધાર આપે ઈચ્છા કીધી એક નિરમ્યા નામરૂપ અનેક ઘટ ઘટ વિશ્વનાથનો વાસ એ વિણ ખાલી ન એક આવાસ બિરાજે જટાજૂટમાં ગંગ શિવે શિતળ ચંદ્ર ધર્યો છે શીશ સ્વામી સકળ ભુવનના છો ઇશ ભાલે શોભે અદભુત ત્રિલોચન ઝળમળ ઝળકે પંચવદન તમને વ્યાપે નહીં વિષપાન કહેવાયા નીલકંઠ ભગવાન શ્રવણે શોભે કુંડળ સાર વિભૂતિ રુંઢમાલ ઉરહાર દશભૂજ દીસે દક્ષિણવાસ કરો છો સેવકનાં શુભકાજ પિનાકપાણિ શૃંગિસંગ ત્રિશૂલપાણિ છે ત્રિકમ કરમાં કંકણ ડમરુ ડાક ભિક્ષા ભોજન શાક ને પાક અદભૂત આપે શિક્ષણસાર કરવા કુટિલ તણો સંહાર વિભૂતિ વ્યાઘાંબર પરિધાન વ્હાલું વસ્તી થકી સમશાન ઉત્તમ ઉપવિત કાળા નાગ ગમે છે ગાનતાન રંગરાગ નંદી ભૃંગી નાચે ગાય ગાલ વગાડે ઘેલા થાય શોભે વૃષભ તણું વાહન ધમકે ઘુઘરમા ભાવે ભાંગ ધંતૂરો ચાવે ઇચ્છાથી જગતમાં આવે ભક્તિ કરે અષ્ટ મહાસિધ્ધિ દ્વારે દાસી છે નવનિધ્ધિ ભારે સેના ભૈરવ ભૂત ડાકણ શાકણ ને જક્ષદૂત સોંપ્યા સેવકને ભંડાર તમારો કુબેર કામાદાર કરતા કોટિ કોટિ બ્રહ્માંડ તમારો અદભુત ખેલ અખંડ તમારો ખાલી પડે ના ખેલ બળે વળી દીપક વણ તેલ શોભે શિવશકિતનો રાસબહુવિધ સરખા બારે માસ વણઁન કરી શકે નહીં વેદ બ્રહ્મા ઈંન્દ્ ન જાણે ભેદ ભૂતલ ભાવે પ્રગટો આપ કરવા ભક્તોના શુભકામ કૈલાસ ધામ પર બિરાજ્યા સાથે પરિવાર સૌ લાવ્યા દર્શન ભક્ત જનોને આપ્યાં દુખડા કોટિ જન્મનાં કાપ્યાં પૂજા અધિક પ્રકારે થાય ભક્તો આવે કીર્તન ગાય જમે રમે ત્યાં વિપ્રોવૃંદ કરે છે અષ્ટ પ્રહર આનંદ હરિહર શક્તિ સરખા જાણો તેમાં અંતર લેશ ન પ્રમાણો સ્તૂતિ લખાઇ કંઇક “મન”થીસ્મરણ કરવું સહુએ❣️દિલથી“મન” કેનેડા 🍁૧૪-૦૮-૨૦🔱
👣ઢળતી જિવન સંધ્યા 👣
દિવસની સાંજ વેળાએ નભમાંસૂરજ અસ્ત થતાં કેવું ભાસે છે?ભલે હોય સંધ્યા નભ સુરમ્ય લાગે નિહાળતાં સુંદરતા આંખ ઠારે છેઢળતી ઉંમરે કેમ થાક લાગે છે?સોનેરી યુવાની સ્હેજમાં વહી ગઇતેનો કોણ જાણે ભ્રમ જાગે છેજવાબદારીથી તો થયા મુકતકંઇક અધુરી આશ જાગે છેજિવનમાં મેળવ્યું તો ઘણું છતાંસ્વ ને મળવાની પ્યાસ જાગે છેઢળતી ઉંમરે હવે થાક લાગે છેથઇ અંધારી રાત જિવન તણી છતાં સવારનો ઉજાસ ભાસે છેજિંદગીના અનુભવો કર્યા પછીસમજણનો અહેસાસ જાગે છેસુખ દુખ તો સનાતન સત્ય છેકરેલા કર્મનો બદલો અહીં મળે છેમોહ માયા તણું બંધન નડે છેરાગ દ્વેષ થી સુખ શાન્તિ હટે છેઆખરી પળે જિવવાની કળા મલે છેભુલી ભૂતકાળને વર્તમાન સુધારી લોમલ્યું માનવ જિવન ઉજ્જવળ કરી લો🇮🇳”મન”🇨🇦 કેનેડા 🎪 ૧૫-૦૮-૨૦૨૦🎪
જીવ્યા પછી *એટ્લી* ખબર પડી ગઇ કે *સુન્દર* સુવિચારો લખવા માટે *ખરાબ* અનુભવો થવા જરુરી છે..
*માન* હોય ઍના પ્રત્યે *પ્રેમ* હોવો જરૂરી નથી પરંતુ *પ્રેમ* હોઈ ઍના પ્રત્યે *માન* હોવુ ખૂબ જરૂરી છે..
વાળ *સફેદ* કરવામાં જ જિંદગી નીકળી જાય *કાળા* કરવા માટે તો અડધો કલાક જ જોઈએ..
જેને *ગુણ* ની પરખ નથી, એની *પ્રશંસા* થી ડરવું; અનેે *ગુણ* નો જાણકાર છે,એના *મૌન* થી ડરવું..
છે ને કમાલ *”મન”* કપડાનું નથી..તોય *મેલું* થાય છે*દિલ* કાચનું નથી તોય *તૂટી* જાય છે…
અજાણ્યુ ક્યા કોઇ રહ્યુ છે અહીયા, કોઇ *નિઃસ્વાર્થ* તો કોઇ *સ્વાર્થ* માટે ઓળખાણ કાઢી જ લે છે…!!!
જો *ઈશ્વર* પણ જરૂર પડ્યે જ *યાદ* આવતા હોય તો આપણે તો *માણસ* છીએ એમ ક્યાંથી *યાદ* આવશું …??
મોટી *હસ્તી* મળે એના કરતા હસતી *વ્યક્તિ* મળે તો…. સમજવું કે *દિવસ* સુધરી ગયો છે..
આજે જેનું *મોઢું* જોવા આપણે તૈયાર નથી, આવતી કાલે એના *પગે* પડવાના દિવસો આવી શકે છે *ખુબ* સમજી ને કોકની *સાથે* બગાડજો..
એક *ખોટી* વાત ને એક *અધુરી* વાત કેટલાય સંબંધ *તોડી* નાખે છે…
કાલ નો દિવસ ભલે *”ગમે તેવો”* ગયો હોય *પણ* આજનો દિવસ તમને *”ગમે”* તેવો જાય તેવી મારી… તમને *શુભ* કામના..🙏🏼🙏🏼🙏🏼######################
ધીરે ધીરે એવું કંઇક સમજાય છે,કાળ ગુપચુપ ઘણું લૂંટતો જાય છે.
કહીએ દિલ ની વાતો,એવા માણસો,ગુમસુમ થતા જાય છે.
શ્વાસ થી યે નિકટ હતા, જે અબઘડી,આંખ થી સાવ ઓઝલ થતા જાય છે.
ડગ સ્વયંભૂ વળી ને જતા જે તરફ,એ ઘરો હવે ખૂટતા જાય છે.
કોણ જાણે કયો શાપ લાગી ગયો,લીલાછમ માણસો રણ થતા જાય છે.
જે ઘરો માં જઈ,સહેજ હળવા થતા,બારણાં એ ઘરો ના બંધ થતા જાય છે.
એ સાચું છે કે હવે,સ્થાન હળવાશ ના કમ થતા જાય છે.”🌷🌷
HARI OM
*🦃 मयूर पंख 🦃* 🔅🔅🔅🔅
“वनवास के दौरान माता सीताजी को प्यास लगी, तभी श्रीरामजी ने चारों ओर देखा, तो उनको दूर-दूर तक जंगल ही जंगल दिख रहा था. कुदरत से प्रार्थना की ~ हे वन देवता ! आसपास जहाँ कहीं पानी हो, वहाँ जाने का मार्ग कृपा कर सुझाईये.
तभी वहाँ एक मयूर ने आकर श्रीरामजी से कहा कि आगे थोड़ी दूर पर एक जलाशय है. चलिए मैं आपका मार्ग पथ प्रदर्शक बनता हूँ, किंतु मार्ग में हमारी भूल चूक होने की संभावना है.
श्रीरामजी ने पूछा ~ वह क्यों ? तब मयूर ने उत्तर दिया कि ~ मैं उड़ता हुआ जाऊंगा और आप चलते हुए आएंगे, इसलिए मार्ग में मैं अपना एक-एक पंख बिखेरता हुआ जाऊंगा. उस के सहारे आप जलाशय तक पहुँच ही जाओगे.
इस बात को हम सभी जानते हैं कि मयूर के पंख, एक विशेष समय एवं एक विशेष ऋतु में ही बिखरते हैं. अगर वह अपनी इच्छा विरुद्ध पंखों को बिखेरेगा, तो उसकी मृत्यु हो जाती है.
और वही हुआ. अंत में जब मयूर अपनी अंतिम सांस ले रहा होता है,तब उसने मन में ही कहा कि वह कितना भाग्यशाली है, कि जो जगत की प्यास बुझाते हैं, ऐसे प्रभु की प्यास बुझाने का उसे सौभाग्य प्राप्त हुआ. मेरा जीवन धन्य हो गया. अब मेरी कोई भी इच्छा शेष नहीं रही.
तभी भगवान श्रीराम ने मयूर से कहा कि मेरे लिए तुमने जो मयूर पंख बिखेरकर, अपने जीवन का त्यागकर मुझ पर जो ऋणानुबंध चढ़ाया है, मैं उस ऋण को अगले जन्म में जरूर चुकाऊंगा ….
*★आपके पंख अपने सिर पर धारण करके★*
तत्पश्चात अगले जन्म में श्री कृष्ण अवतार में उन्होंने अपने माथे(मुकुट)पर मयूर पंख को धारण कर वचन अनुसार उस मयूर का ऋण उतारा था.
🔅🔅🦃🔅🔅
📍 तात्पर्य यही है कि 📍 अगर भगवान को ऋण उतारने के लिए पुनः जन्म लेना पड़ता है, तो हम तो मानव हैं. न जाने हम कितने ही ऋणानुबंध से बंधे हैं. उसे उतारने के लिए हमें तो कई जन्म भी कम पड़ जाएंगे. ~~ अर्थात ~~ जो भी भला हम कर सकते हैं, इसी जन्म में हमें करना है. 🙏🏻* जय जय श्रीराधेकृष्णा*