_*25મી ડિસેમ્બર – સુશાસન દિવસ*_ *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વ. અટલજીની સુરાજ્ય ક્રાંતિને આગળ ધપાવીને સ્માર્ટ ગવર્નન્સ, ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સના આયામોથી ટેક્નોલોજી ડ્રિવન ગુડ ગવર્નન્સની દિશા આપી છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*(તા:13/12 થી 26/12/2024 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો.) janfariyadnews you tyub channel links જુવો.

NG-14-12-24 pdf 15 jan fariyad pdf-1 NG-16-12-2024 pdf NG-17-12-24 pdf NG-18-12-2024 pdf NG-19-12-2024 pdf NG-20-12-2024 pdf NG-21-12-2024 pdf NG-22-12-2024 pdf 22 jan fariyad pdf-2 NG-23-12-2024 pdf Ng-24-12-2024 pdf NG-25-12-2024 pdf NG-26-12-2024 pdf

*****************************

*રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન*
*****
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું આજે ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર “સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ ૨૩ આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો રજૂ કરવામાં આવ્યા છે.

ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતથી લઈને ગિફ્ટ સિટી અને દેશના પ્રથમ બુલેટ ટ્રેનના સૂચિત હબ એવા સાબરમતી સ્ટેશન જેવી આધુનિક માળખાકીય સુવિધા તેમજ દાંડી સત્યાગ્રહ અને પાલ દઢવાવ સ્મારકને પણ કેલેન્ડરમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને શ્રી એમ.કે.દાસ, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી અવંતિકા સિંઘ, માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણી, સરકારી મુદ્રણ અને છાપકામના નિયામક શ્રી વી. એમ. રાઠોડ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયે 25 ડિસેમ્બર-સુશાસન દિવસથી પ્રજાહિતલક્ષી અને લોકપયોગી વિવિધ નવી પહેલોનો પ્રારંભ કર્યો

————————
રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવીઓને શક્ય તેટલા વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
————————

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સામાન્યમાં સામાન્ય માનવીઓને જેટલા બની શકાય તેટલા વધુને વધુ મદદરૂપ થવાનો ભાવ જ સુશાસનની સાચી દિશા છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દર વર્ષે ૨૫મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને ૨૦૧૪ થી સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયે આ વર્ષના સુશાસન દિવસથી પ્રજાહિત યોજનાઓ અને લોકઉપયોગી સુવિધાઓમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગની વિવિધ નવી પહેલોનો પ્રારંભ કર્યો છે.

આ પહેલો અંતર્ગત ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્ષ, સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ, રેવન્યુ મોનીટરીંગ સિસ્ટમ, સી.એમ. ફેલો વેબસાઈટ, સ્વર, ગુજરાત ઇન્ડિયા પોર્ટલનું આધુનિકીકરણનો સમાવેશ થાય છે.

*ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ*
ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ માટે વિવિધ વિભાગો હેઠળ આવતી રાજ્યની નાગરિકલક્ષી યોજનાઓ, સેવાઓ, પ્રોજેક્ટ તેમજ ફરિયાદ નિવારણ જેવી પ્રજાલક્ષી કામગીરીના અમલીકરણને ધ્યાને લઈ તેના અસરકારક મોનીટરીંગ માટે મહત્વના પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે, વિભાગોની કામગીરીનું સમગ્રતયા મુલ્યાંકન કરીને રેન્કિંગ પણ આપવામાં આવશે.

*સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ*
રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા રાજ્યના યુવાનોને શિક્ષણ માટે વિવિધ સ્કોલરશીપો અપાઈ રહી છે. તમામ સ્કોલરશીપના મોનિટરીંગ માટે સી.એમ. ડેશબોર્ડમાં ખાસ સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.

*રેવન્યુ ડેશબોર્ડ*
રેવન્યુ વિભાગના આઇ-ઓરા, ખેડૂત ખરાઇ, સુધારા હુકમ, ઇ-ધરા, સિટી સર્વે, આઇ-મોજણી, કલેક્ટર પોર્ટલ અને કેસો બાબતના વિવિધ પોર્ટલોનું મોનિટરીંગ કરવા માટે ડેશબોર્ડમાં અલાયદું “રેવન્યુ ડેશબોર્ડ” તૈયાર કરવામાં આવ્યું છે, તેની શરૂઆત મુખ્યમંત્રીશ્રીએ કરાવી હતી.

*સી.એમ. ફેલોશીપ વેબસાઇટ*
સી.એમ. ફેલોશીપ કાર્યક્રમનો વધુ સારી રીતે પ્રચાર-પ્રસાર થાય અને વધુને વધુ યુવાનો ગુડ ગવર્નન્સ સાથે જોડાય તે માટે સી.એમ. ફેલોશીપ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી.

*“સ્વર” પ્લેટફોર્મ*
ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે ભાષિણી એ.આઈ. આધારિત એપ બનાવવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાં રજૂઆતકર્તાઓ-નાગરિકો પોતાની રજૂઆત કે અરજી હવે બોલીને પણ કરી શકે તેવી પહેલ માટે ભાષિણીના ઉપયોગથી “સ્વર” પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રી કાર્યાલયની વેબસાઇટમાં “રાઇટ ટુ સી.એમ.ઓ.”માં આ ભાષિણીના ઉપયોગથી સ્પીચ ટુ ટેક્સ્ટ આજથી મુખ્યમંત્રીશ્રીએ શરૂ કરાવ્યું છે.

*ગુજરાત ઇન્ડિયા પોર્ટલ*
નાગરિકો અને અન્ય હિતધારકો માટે રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી અને સેવાઓની સિંગલ વિન્ડો ઍક્સેસથી રાજ્યની વિવિધ બાબતો અને પાસાઓ વિશે વ્યાપક, સચોટ, ભરોસાપાત્ર અને વન સ્ટોપ માહિતી પ્રદાન કરતા આધુનિક ગુજરાત ઇન્ડિયા પોર્ટલની શરૂઆત મુખ્યમંત્રીશ્રીએ કરાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ પહેલોની શરૂઆત કરાવવતા કહ્યું કે, લોકોનું ભલું કરવાનું અને સારૂં કરવાની ખેવના સાથે કાર્તવ્યરત રહિને જ સુશાસનની સાચી દિશા પ્રાપ્ત થઈ શકે છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં શરૂ કરેલી આ બધી જ નવીનતમ પહેલો વિશે લોકો તેમના ફીડબેક આપતા રહે તેમ-તેમ આ પહેલોને વધુને વધુ લોકભોગ્ય બનાવવાનું પણ સતત ચિંતન-મંથન થાય તેવી પ્રેરણા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી કાર્યાલયમાં લીધેલા આ બધા જ ઈનિશિએટિવ્ઝ સરવાળે તો જનહિતકારી શાસન દાયિત્વ નિભાવવાની પ્રતિબદ્ધતા સાથે શરૂ થયા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ, કર્મયોગીઓને પોતાને સોંપાયેલી કામગીરીનું સતત મૂલ્યાંકન-અવલોકન કરતા રહેવા અને ઉત્કૃષ્ટ યોગદાનથી રાજ્ય સરકારનું ગૌરવ વધારતા રહેવા અનુરોધ કર્યો હતો.

તેમણે આ સંદર્ભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું દ્રષ્ટાંત આપતા કહ્યું કે, એક જ વ્યક્તિ દેશમાં કેટલા અને કેવા મોટા બદલાવ લાવી શકે તે વડાપ્રધાનશ્રીની કાર્યશૈલીમાંથી શીખવાનું છે.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ગત વર્ષ 2023ના સુશાસન દિવસે વાધવાણી ઇન્સ્ટિટ્યૂટ અને સી.એમ.ઓ. વચ્ચે ડેટા ડ્રિવન ગવર્નન્સ અને ડેટા ક્વોલિટી સુધરે અને ડેશબોર્ડ તથા અન્ય જગ્યાએ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ લાગુ કેવી રીતે કરી શકાય તે માટે બે વર્ષના એમ.ઓ.યુ. થયા હતા. તેના ભાગરૂપે એક વર્ષમાં થયેલી કામગીરીનો અહેવાલ પણ મુખ્યમંત્રીશ્રીને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અવંતિકા સિંઘે રાજ્ય સરકારના મહત્વના કેન્દ્રબિંદુ એવા મુખ્યમંત્રી કાર્યાલયમાં લોકોની રજૂઆતો તથા તેના નિવારણમાં ટેક્નોલોજીનો વધુને વધુ ઉપયોગ કરીને પારદર્શી અને ત્વરિત ઉકેલનો જે અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી અપનાવવામાં આવ્યો છે તેની ભૂમિકા આપી હતી.

આ વર્ષના સુશાસન દિવસથી શરૂ થયેલી પહેલોથી ટેક્નોલોજી ડ્રીવન ગવર્નન્સ વધુ ગતિશીલ બનાવવામાં મુખ્યમંત્રી કાર્યાલયના સૌ કર્મયોગીઓના સંપુર્ણ યોગદાનની તેમણે ખાત્રી આપી હતી.

આ અવસરે મુખ્યસચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ.રાઠૌર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને શ્રી એમ.કે.દાસ તથા મુખ્યમંત્રી કાર્યાલયના અન્ય અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
———————————————————————————
: *સુશાસન દિવસે ગુજરાત રાજ્યના વન વિભાગમાં ૮૦૦ ઉપરાંત યુવાઓનું વર્કફોર્સ ઉમેરાયું*
———
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વન વિભાગમાં નવી નિમણૂંક પામેલા ૮૧૦ વન રક્ષકો અને ૪૦ જેટલા મદદનીશ વન સંરક્ષકને નિયુક્તિ પત્રો એનાયત કર્યા*
———
*ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાશક્તિના કૌશલ્ય-સામર્થ્યને પારદર્શી સમયબદ્ધ ભરતી પ્રક્રિયા દ્વારા જન સેવામાં જોડાવાની તક આપી છે:- મુખ્યમંત્રીશ્રી*
———-
*પર્યાવરણ રક્ષા સાથે રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી થવા નવનિયુક્ત કર્મીઓને મુખ્યમંત્રીશ્રી નું પ્રેરક આહવાન*
———–
*વિજ્ઞાન-ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતી નવી પેઢી આગામી સમયમાં વન અને વન્ય જીવના રક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવશે : વન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા*
———-
*વન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ*
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ ૨૫મી ડિસેમ્બર સુશાસન દિવસે રાજ્યના વન વિભાગમાં ૮૦૦ ઉપરાંત નવ યુવાઓને નવી નિમણૂંકના નિયુક્તિ પત્રો એનાયત કર્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્વ. અટલબિહારી વાજપેયીના જન્મદિવસ ૨૫મી ડિસેમ્બરને૨૦૧૪થી સુશાસન દિવસ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરાને નિયુક્તિ પત્ર વિતરણથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવી હતી.

તેમણે કહ્યું કે, શાસન વ્યવસ્થામાં ગરીબ, સામાન્ય માનવીને કેન્દ્રસ્થાને રાખીને અટલ બિહારીજીએ સેવા-સુશાસન આપ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સુશાસનના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા સેચ્યુરેશનનો જે કાર્ય મંત્ર અપનાવ્યો છે તેને સાકાર કરવામાં મેનપાવર-વર્કફોર્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, યુવાશક્તિના કૌશલ્ય અને સામર્થ્યને જનસેવામાં જોડવા સરકારે પારદર્શિતાથી સમયબદ્ધ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરી છે. યુવાશક્તિના ડેમોગ્રાફિક ડિવિડન્ડને રાજ્યના વિકાસમાં યોગદાન આપવા આપણે સજ્જ બનાવવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ફોરેસ્ટ ફોર્સમાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને પર્યાવરણ રક્ષા અને વનોના જતન સંવર્ધન સાથે રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થવા પ્રેરક આહવાન પણ કર્યું હતું.

તેમણે વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં આ નવનિયુક્ત યુવાઓ પ્રકૃતિ અને માનવ જાતના કલ્યાણ માટે સેવારત રહેશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો. ગુજરાતના વિકાસ રોલ મોડલને નવી વૈશ્વિક ઊંચાઈ આપવામાં પણ આ નવનિયુક્ત વન કર્મીઓના યોગદાનની અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

વન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આજે શ્રી અટલજીની યાદમાં ગુજરાત સહિત દેશભરમાં સુશાસન દિવસ ઉજવવામાં આવે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસન થકી ગુજરાતને આગવી ઓળખ અપાવી છે તેને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે.

આજે વન વિભાગમાં મોટી સંખ્યામાં મદદનીશ વન સંરક્ષક અને વનરક્ષકની નવી ભરતી કરીને સુશાસન દિવસને સાચા અર્થમાં ઊજવણી કરવામાં આવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતી નવી પેઢી આગામી સમયમાં વન અને વન્ય જીવના રક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવી વન મંત્રીશ્રીએ નવનિયુક્ત કર્મયોગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

વન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનવ અને વન્ય પ્રાણી વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે મોરબી, જાંબુઘોડા, કચ્છ, જામનગર અને દ્વારકામાં રેસ્ક્યુ-ટ્રીટમેન્ટ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓને પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવા સિંહ દર્શન માટે બરડા તેમજ આંબરડી ખાતે સફારીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સિંહ, દિપડા, રિંછ અને વિવિધ પક્ષીઓની વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી પણ કરવામાં આવે છે.

વન મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩-૨૪માં શહેરી વિસ્તારમાં ૨૦ થી ૨૫ જેટલા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

રાજ્ય કક્ષા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુશાસનનો અર્થ પારદર્શક કામગીરી સાથે અસરકારક શાસન થાય છે. આજે જ્યારે વન રક્ષકોને નિમણૂક પત્ર એનાયત થયા છે ત્યારે વન રક્ષણ સહિત વનમાં થતા ગેરકાયદેસર શિકારને અટકાવવા તેમજ સ્થાનિક પરિવારો સાથે પારિવારિક ભાવના સાથે કાર્યો કરવા તે દરેક વનરક્ષકની જવાબદારી બને છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ “એક પેડ માં કે નામ” અભિયાનમાં સમગ્ર દેશને વૃક્ષ વાવવા તેમણે આહવાન કર્યું હતું જેનાથી વૃક્ષો અને પ્રકૃતિ સાથે સૌની આત્મીયતામાં વધારો થશે.

‘સુશાસન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે “સેવા, સંકલ્પ અને સુશાસનના બે વર્ષ”, “Best Practices of Forest” અને ભારતીય વરુની ગુજરાતમાં હાજરી અંગે ‘Atlas of Indian Wolf Habitats in Gujarat” એમ ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. વન અને વન્ય જીવ સંરક્ષણમાં વન રક્ષકની ભૂમિકા દર્શાવતી એક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને શ્રી એમ. કે. દાસ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણી, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, વન વિભાગ વડા શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, નવનિયુક્ત કર્મયોગીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
———
_*25મી ડિસેમ્બર – સુશાસન દિવસ*_
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વ. અટલજીની સુરાજ્ય ક્રાંતિને આગળ ધપાવીને સ્માર્ટ ગવર્નન્સ, ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સના આયામોથી ટેક્નોલોજી ડ્રિવન ગુડ ગવર્નન્સની દિશા આપી છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———-
*રાજ્ય સરકારની નાગરિકલક્ષી સેવાઓ-યોજનાઓના પ્રકલ્પો-આયામોના પ્રારંભથી સુશાસન દિવસ-2024ની ઉજવણી*
———-
*:: સુશાસન દિવસે શરૂ કરાયેલા વિવિધ પ્રકલ્પો::*
* *મારી યોજના:* નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ.
* *‘સ્વાગત ૨.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ:* ફરિયાદોની ગંભીરતાના આધારે નિકાલ માટે ચોક્કસ સમયમર્યાદા નિયત કરાશે.
* *સ્વાગત મોબાઇલ એપ:* નાગરિકો ઓનલાઇન રજૂઆત કરી શકશે અને પોતે કરેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે.
* *Bharat Net Phase-2:* 40,000 ગ્રામ્ય સરકારી સંસ્થાઓના પાટનગર ‘ગાંધીનગર’ સાથે જોડાણ સાથે કનેક્ટિવિટી સુદ્રઢ થશે.
* *i-GOT પોર્ટલમાં સ્ટેટ પેજ:* રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મોડ્યૂલ મળી રહેશે.
* *જનસેવા કેન્દ્ર:* રાજ્યની 34 નગરપાલિકાઓમાં નવા સીટીઝન સિવિક સેન્ટર કાર્યરત.
* *ડ્રોન પાયલોટ ટ્રેનિંગ:* 100 ડ્રોન રાજ્યની 19 આઇ.ટી.આઇ.માં ટ્રેનિંગ માટે અપાયા.
* *Connect Gujar@t:* રાજ્યકક્ષાથી ગ્રામ્યકક્ષા સુધીનું રાજ્ય વ્યાપી સોશિયલ મીડિયા નેટવર્ક ઊભું થશે.
———-
*:: મુખ્યમંત્રીશ્રી ::*
* વડાપ્રધાનશ્રી દ્વારા ગવર્નન્સના ડિજીટાઈઝેશનથી સમાજના છેવાડાના માનવીને હક્કો સરળતાએ પહોંચતા 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં
* શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય લોકો માટે શરુ કરાવેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમથી અનેક લોકોના પ્રાણપ્રશ્નોનું નિવારણ આવ્યું
* સૌને સુશાસનના લાભ પહોંચાડવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસથી કર્તવ્યરત રહીએ
———-
*મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજ્યની વિવિધ સંસ્થાઓ વચ્ચે એમ.ઓ.યુ. થયાં*
———-
*“સ્વચ્છ ભારત મિશન-૨૦૨૪” અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા વિભાગો અને વડી કચેરીઓનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું*
———-
*વન-પર્યાવરણ અને સાંસ્કૃતિક મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તથા શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ*
———-
પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલ બિહારી વાજપેયીનાં જન્મદિવસ 25મી ડિસેમ્બરને, દેશમાં 2014થી સુશાસન દિવસ તરીકે ઉજવવાની પરંપરા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવી છે.

આ પરંપરાને 2024ના સુશાસન દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ગતિ આપતા સ્વ. અટલજીની “ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ” પંક્તિઓ સુશાસન દિવસે સાકાર કરીને મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની વિવિધ નવી પહેલોની શરૂઆત કરાવી હતી.

***************************

_*મારી યોજના*_
આ પ્રસંગે માહિતી વિભાગ દ્વારા તૈયાર કરાયેલ કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી નાગરિકોને “મારી યોજના” એક જ ડિજિટલ પ્લેટફોર્મ ખુલ્લું મૂક્યું હતું. આ પોર્ટલને કારણે રાજ્યના છેવાડાના નાગરિકો કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર, સમય અને અંતરના બાધ વિના ઘરેબેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે, જેથી સરકાર અને નાગરિકો વચ્ચેનો સેતુ મજબૂત થશે.
_*‘સ્વાગત ૨.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપ*_
‘સ્વાગત ૨.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપના લોન્ચિંગથી રજૂઆત કર્તાની રજૂઆતો/ફરિયાદોની ગંભીરતા અથવા જટિલતાના આધારે GREEN, YELLOW અને RED ચેનલમાં વર્ગીકૃત કરીને ફરિયાદના નિકાલ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
જો સંબંધિત અધિકારી દ્વારા નિયત સમયમર્યાદામાં જવાબ ન થાય અથવા તો તે સમયમર્યાદા પૂર્ણ થાય તો રજૂઆત એક લેવલ ઉપરના અધિકારીના એકાઉન્‍ટમાં ઓટો એસ્કેલેટ થશે અને ત્યાર બાદ ઉપરના અધિકારી કાર્યવાહી કરશે.
એટલું જ નહિ, રજૂઆતકર્તા જો કાર્યવાહિથી અસંતુષ્ટ હશે તો ફીડબેક આપીને તેનો ઓટો એસ્કેલેટ કરી ઉપરના લેવલ સુધી જઈ શકશે.
આ ઉપરાંત સ્વાગત મોબાઇલ એપ દ્વારા નાગરિકો ઓનલાઇન રજૂઆત કરી શકશે અને પોતે કરેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે.
_*સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્ર*_
સાયન્સ અને ટેક્નોલોજી વિભાગની વિવિધ નવી પહેલો શરૂઆત મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી. જેમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU), ગાંધીનગર ખાતે ગુજરાત સેમીકન્ડક્ટર પોલિસી હેઠળ સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્ર શરૂ કરાયું હતું. આ તાલીમ કેન્દ્ર ATMP (Assembly, Testing, Marketing, Packaging, Training Centre) આવનારા 5 વર્ષમાં 1 હજાર યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપશે.
_*Bharat Net Phase-2 અંતર્ગત કનેક્ટિવિટી*_
આ ઉપરાંત સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાત ફાઈબર ગ્રિડ નેટવર્ક લિ. (GFGNL) મારફતની Bharat Net Phase-2 અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કનેક્ટિવિટી દ્વારા 40,000 ગ્રામ્ય સરકારી સંસ્થાઓને પાટનગર ‘ગાંધીનગર’ સાથે જોડવા, હર ઘર કનેક્ટિવિટી હેઠળ 25,000 ફાઈબર-ટુ-હોમ(FTTH) જોડાણ આપવા અને ‘ફાઈબર-ટુ-ફાર ફલંગ ટાવર્સ’ પહેલ અંતર્ગત 30,000 કિમી ઓપ્ટિકલ ફાઈબર કેબલ લીઝ કરી 1,000થી વધુ ગ્રામીણ ટાવર્સને જોડી રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ કવરેજ અને કનેક્ટિવિટીની ગુણવત્તામાં વધારો કરવામાં આવશે.
_*રિજીયોનલ સાયન્સ સેન્ટર, ભુજ*_
રિજીયોનલ સાયન્સ સેન્ટર, ભુજ ખાતે અમેરિકાની પ્રતિષ્ઠિત કમ્પની “પ્લેન વેવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ” દ્વારા નિર્મિત દેશની પહેલી સ્પેસ ઓબ્ઝર્વેટરી કાર્યરત કરવામાં આવી છે. તેમાં દેશમાં નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સુલભ સૌથી મોટું સી.ડી.કે. 24 (CDK24) ટેલિસ્કોપ શરૂ કરવામાં આવ્યુ છે.
_*i-GOT – ડિજિટલ લર્નિગ પ્લેટફોર્મ*_
આ ઉપરાંત ભારત સરકારના ડિજિટલ લર્નિગ પ્લેટફોર્મ i-GOT કર્મયોગી પોર્ટલ પર ગુજરાતનું સ્ટેટ પેજ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મોડ્યૂલ મળી રહે તે માટે ભારત સરકારના ડિજિટલ લર્નિગ પ્લેટફોર્મ i GOT કર્મયોગી પોર્ટલ પર ગુજરાતનું સ્ટેટ પેજ કાર્યરત થયું છે.
_*સિટીઝન સિવિક સેન્ટર*_
આ પ્રસંગે રાજ્યની 34 નગરપાલિકાઓમાં નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહે તે માટે સિટીઝન સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં છે.
_*ડ્રોન વિતરણ*_
આ અવસરે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્ય સરકારની કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સીટી દ્વારા 100 ડ્રોન રાજ્યની 19 આઇ.ટી.આઇ.માં ડ્રોન પાયલોટ ટ્રેનિંગ માટે આપવામાં આવ્યાં છે.
_*કનેક્ટ ગુજરાત*_
સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા થતી પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે માટે કનેક્ટ ગુજરાત (Connect Gujar@t) અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. કનેક્ટ ગુજરાતથી લોકોને સરકારની કામગીરીનો, વિવિધ કાર્યક્રમોની જાણ થશે અને સરકારને પણ ક્યાંક ક્ષતિ રહેતી હોય તેનો સાચો ફિડબેક મળશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીની સુરાજ્ય ક્રાંતિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્માર્ટ ગવર્નન્સ, એમ-ગવર્નન્સ અને ઈ-ગવર્નન્સના આયામોથી ટેકનોલોજી ડ્રિવન ગુડ ગવર્નન્સ બનાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી દ્વારા ગવર્નન્સના ડિજીટાઈઝેશનથી સમાજના છેવાડાના માનવી સુધી હક્કો પહોંચાડવા સરળ થયા છે અને તેના પરિણામે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષના સુશાસન દિવસને સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની 150માં વર્ષની ઉજવણી, બંધારણની 75મી વર્ષગાંઠ તેમજ પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિના સુભગ સમન્વયનો સુશાસન દિવસ ગણાવ્યો હતો.

વડાપ્રધાનશ્રીએ અમૃતકાળને મોટા સંકલ્પો લઇને આગળ વધવાનો કર્તવ્યકાળ ગણાવ્યો હતો અને રાજ્ય માટે આ કાળને મોટા સંકલ્પો સાથે આગળ વધવાનો સુભગ સમન્વય છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય લોકો માટે શરૂ કરાવેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમથી અનેક લોકોના પ્રાણપ્રશ્નોનું નિવારણ આવ્યું છે. હવે “સ્વાગત ૨.૦” મોબાઇલ એપ ફરિયાદ નિવારણ અને ફિડબેક મિકેનિઝમ માટે ખૂબ ઉપયોગી નિવડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુડ ગવર્નન્સ માટે નાગરિક અને સરકાર સૌ પોતાના કર્તવ્યનું પાલન કરીને “સૌનો સાથ, સૌનો વિકાસ”નો ધ્યેય સાકાર કરવા કર્તવ્યરત રહે તેવો તેમણે અનુરોધ કર્યો હતો.

મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જણાવ્યું હતું કે, ગુજરાતે અનેક પરિવર્તનકારી સફળતાઓ પ્રાપ્ત કરવા માટે વહીવટી માળખામાં સુશાસનના સિદ્ધાંતોને આત્મસાત કર્યા છે, જેના પરિણામે જ આજે ગુજરાત સુશાસનની કર્મભૂમિ બની છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં “સીટીઝન ફર્સ્ટ”ના અભિગમથી શરુ કરેલી સુશાસનિક પહેલના પરિણામે આજે ગુજરાત દેશભરમાં સુશાસનનું મોડલ બન્યું છે. આ જ કાર્યપ્રણાલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર મક્કમતાથી આગળ ધપાવી રહી છે.

આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ(ARTD)ના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ સૌનું શાબ્દિક સ્વાગત કરતા સુશાસન દિવસની ઉજવણી પાછળના ઈતિહાસ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત સરકારની કેટલીક વિશેષ પહેલો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાન (SPIPA) દ્વારા નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (NCGG), અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU), સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી (CEPT) તેમજ આર્ટ ઓફ લીવીંગ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે MoU કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન વર્ષ ૨૦૨૪માં “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્ય સરકારના વિભાગો અને વડી કચેરીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણી સહિત રાજ્ય સરકારના ઉચ્ચ સનદી અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
——————————————————————————–
*’સુશાસન દિવસ’- ૨૦૨૪ની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જળ સંપત્તિ વિભાગ અને SAC- ઈસરો વચ્ચે કરાયા MoU*
—–
*ટેકનિકલ કોલોબ્રેશન અંતર્ગત સ્પેસ ટેક્નોલોજીના ઉપયોગથી વોટર રિસોર્સ ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ વધુ સારી રીતે થઈ શકશે*
—–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ‘સુશાસન દિવસ’ નિમિત્તે ગાંધીનગર ખાતે જળ સંપત્તિ વિભાગ અને SAC- ઈસરો વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.

સ્પેસ ટેક્નોલોજીના ઉપયોગથી વોટર રિસોર્સ ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ વધુ સારી રીતે થઈ શકે તેમજ વિભાગના અધિકારીશ્રીઓની કેપેસિટી બિલ્ડીંગ થાય તે હેતુથી ટેકનિકલ કોલોબ્રેશન કરવામાં આવ્યું છે.

જળ સંપત્તિ વિભાગ અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર- ઈસરો વચ્ચે ટેકનિકલ કોલોબ્રેશન અંતર્ગત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર માટે ડિજિટલ એલિવેશન મોડેલનો ઉપયોગ, હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજરીના ઉપયોગથી વોટર રિસોર્સ-ઈરીગેશન નેટવર્કનું મેપીંગ અને ઇરીગેશન મેનેજમેન્ટ, સિઝનવાઈઝ ક્રોપ કવરેજ, ઈરીગેશન બેન્ચમાર્કિંગ, મોનિટરિંગ માટે ડેશબોર્ડ વિકસાવવું, હાઇડ્રોલોજિકલ મોડેલિંગ, રીવર મોર્ફોલોજીના અભ્યાસ, ફ્લડ મેનેજમેન્ટ, જીયો-સ્પેશિયલ અને ઇન-સિટુ ડેટાથી વેલીડેશન, રીઝરવોયર સેડીમેન્ટેશન, ભૂગર્ભ જળ સંરક્ષણ માટે ભૂગર્ભ જળના સ્તરનું મોનિટરીંગ, સેલિનીટી ઈન્ગ્રેસ મોનિટરિંગ, વોટર રિસોર્સ ક્ષેત્રે રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધરવા અને જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ આયોજિત કરી ક્ષમતા વધારવી જેવા કાર્યો કરવામાં આવશે.

આ ટેકનિકલ કોલોબ્રેશન માટે કરવામાં આવતા MoUનો સમયગાળો પાંચ વર્ષનો રહેશે. આ સમયગાળા દરમિયાન જળ સંપત્તિ વિભાગમાં રિજિયોનલ લેવલ જિયો સ્પેશિયલ સેલ ઉભા કરી અલગ-અલગ રિજિયનમાં વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના જળ સંપત્તિ વિભાગ દ્વારા રાજ્યમાં નવા વોટર કન્ઝરવેશન સ્ટ્રક્ચર્સ જેવા કે ડેમ, બેરેજ, વિયર, ચેકડેમ વગેરે બનાવવા તેમજ હયાત સ્ટ્રક્ચરોના મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે. વધુમાં ડેમોના કેનાલ નેટવર્ક અને અન્ય સ્ત્રોતો થકી ૩૨ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા કેનાલ સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. વધુમાં, અમદાવાદ ખાતે આવેલા ભારત સરકારના ઈસરો હસ્તકના સ્પેસ એપ્લિકેશન સેન્ટર-SAC દ્વારા સ્પેસ ટેકનોલોજી આધારીત વિવિધ ક્ષેત્રો માટે એપ્લીકેશન વિકસાવવાની કામગીરી કરવામાં આવે છે.

આ ઉપરાંત સૂચિત પાઈલોટ સ્ટડીસ તરીકે Waterlogging issues in Ghed area (Saurashtra), Salinity ingress in Saurashtra and South Gujarat અને Water conservation and aquifer recharge in North Gujaratનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત જળ સંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ SAC – ઈસરોના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
—–
[12/25, 8:28 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલને પણ ઉજવે છે તે વડાપ્રધાનશ્રીના ‘વિરાસત ભી વિકાસ ભી’ ના મંત્રને સાકાર કરે છે* – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
………
*હેરિટેજ સિટી અમદાવાદમાં ‘કાંકરિયા કાર્નિવલ – ૨૦૨૪’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
…….
*-: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ :-*
*• કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમોથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે*
*• વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે*
*• રાજ્યનાં શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે શહેરીજનોને મનોરંજન રિ-ક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે*
…….
*સુશાસન દિવસે અમદાવાને રૂ. ૮૬૮ કરોડના વિકાસ કામોની મુખ્યમંત્રીશ્રીએ આપી ભેટ*

*• ઝુપડપટ્ટી વિસ્તારના ૩૪૫ પરિવારોને પાકા મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ મળ્યા*
*• ગાર્ડન, પશુ આશ્રયસ્થાન- કરુણા મંદિર તથા આંગણવાડીનું લોકાર્પણ*
*• જિમ, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર, વેજીટેબલ માર્કેટ, નવી શાળા, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, વોટર પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત*
…….

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘કાંકરિયા કાર્નિવલ- ૨૦૨૪’ ના પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે, વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલને પણ ઉજવે છે તે વડાપ્રધાનશ્રીના ‘વિરાસત ભી વિકાસ ભી’ ના મંત્રને સાકાર કરે છે.
કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમોથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે.

અમદાવાદના શહેરીજનોને શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ આપતા રૂ. ૮૬૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ પણ સુશાસન દિવસે મુખ્યમંત્રીશ્રીએ આપી છે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભે સ્પષ્ટપણે કહ્યું કે, શ્રધ્ધેય અટલજીના ૧૦૦માં જન્મ દિવસને અમદાવાદ મહાનગર પાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગરોત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવ્યો છે.

તેમણે કહ્યું કે, સુશાસન, એટલે સમાજના નાનામાં નાના, સામાન્ય માનવી, છેવાડાના માનવીને સુવિધા-સગવડ અને સુખાકારી આપતું શાસન. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે.
રાજ્યનાં શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે શહેરીજનોને મનોરંજન રિ-ક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. આપણાં શહેરોમાં જનસુખાકારી વધે, હેપ્પીનેસ ઇન્ડેક્સ ઊંચા આવે, સ્માર્ટ સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનશ્રીની નેમ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

રૂ. ૮૬૮ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી એ વ્યક્ત કર્યો હતો.

કાર્નિવલના બહુઆયામી આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સામાન્ય પરિવાર અને શ્રમજીવી પરિવારોના બાળકોને મનોરંજન માણવા મળે તે માટે આ કાંકરિયા કાર્નિવલની પહેલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી છે.

તેમણે વધુમાં કહ્યું કે, પહેલાં કાંકરિયાની ઓળખ તળાવ કાંઠો, નગીનાવાડી, માછલી ઘર, બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય એ જ હતી. શ્રી નરેન્દ્રભાઇએ આ તળાવની કાયાપલટ કરીને કાંકરિયાને નગરોત્સવનું કેન્દ્રસ્થાન બનાવવાનો શ્રમયજ્ઞ શરૂ કર્યો. વડાપ્રધાનશ્રીએ આ માટે અમદાવાદને સાબરમતી રિવરફ્રન્ટ, અટલબ્રિજ અને જાપાનીઝ ઝેન ગાર્ડન જેવાં નવિન પ્રકલ્પો આપ્યાં છે.

તેમના આગવા વિઝનથી 2006માં રૂપિયા 36 કરોડના ખર્ચે કાંકરિયા લેક ફ્રંટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2008માં શરૂ કરાવેલા આ કાર્નિવલની હવે તો દર વર્ષનાં ડિસેમ્બર મહિનામાં લોકો આતુરતાથી રાહ જોતાં થયાં છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુ સુખાકારી માટે કાર્નિવલ દરમિયાન સ્વચ્છતા જાળવવા, પાણીનો બગાડ ન કરવા અને હેરિટેજ સિટી અમદાવાદને વધુ સ્વચ્છ, સુઘડ અને રળીયામણું બનાવવાની અપીલ પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

આ અવસરે અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબહેન જૈને કાંકરિયા કાર્નિવલની ઉત્તરોત્તર સફળતા અને કાર્નિવલના નવીન આયામોની શહેરીજનોના મનોરંજનમાં રહેલી ભૂમિકા વર્ણવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૨૫.૭૩ કરોડના ૬ વિકાસ કામનું લોકાર્પણ તેમજ રૂ. ૮૪૨.૦૩ કરોડના ૨૮ વિકાસ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ લોકાર્પણ અંતર્ગત અમદાવાદ શહેરના ઝુપડપટ્ટી વિસ્તારના ૩૪૫ પરિવારોને પાકા મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ મળ્યા છે.
તદુપરાંત મણિનગર ખાતે પુનઃનિર્મિત ગાર્ડન, વટવામાં પશુઓનું આશ્રય સ્થાન- કરુણા મંદિર તથા નિકોલ અને વટવામાં આંગણવાડીનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૮૪૨ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું તેમાં જિમ, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર, વેજીટેબલ માર્કેટ, નવી શાળા, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, વોટર પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે કાંકરિયા કાર્નિવલ પરેડને ફ્લેગ- ઓફ કરાવી હતી. તેમણે પરેડના વિવિધ આકર્ષણો જેવા કે ટેબ્લો, મ્યૂઝિક બેન્ડ, કલાકારોની પ્રસ્તુતિ અને કરતબો નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓએ નિયત સમયમાં સૌથી વધુ કેન્ડી ખાવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે, તે અંગેનું ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મહાનગરપાલિકાને આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એનાયત કરાયું હતું.

આ પ્રસંગે અમદાવાદના અમદાવાદના ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એમ. થેન્નાસરન, સર્વે ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

*****************************

…………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *