[10/20, 10:07 PM] Ramila Makvaana.MeM.: NOG SS –
No -120
શબ્દ : દિવા સ્વપ્નું
પ્રકાર : અછાંદસ
શીર્ષક : શમણું
શબ્દો : ૧૫૦
* *શમણું* * અનુભવે જાગતા જોયેલું શમણું,
લક્ષ્ય સિદ્ધ કરવા જોયેલું શમણું.
મને ભર રે નિદ્રામાં આવેલું શમણું,
મેઘલી રાતે આવેલું એક શમણું
આરાધ્ય દેવનું આવ્યું તું મને શમણું,
માવતર સમા દેવનું આયુ મને શમણું.
મને તાલાવેલી લાગી જોવા શમણું,
દ્રશ્યમાં દેખાયું માતાજીનું શમણુ.
દેવમંદિર એ જ હતું મારું શમણું,
એક ડોશીમા નજરે આયા એ શમણું.
સાક્ષાત્કાર મળ્યા મા એ મારું શમણું
સાચી શ્રદ્ધાનાં દર્શન થયા એ શમણું.
મને હરઘડી-હરપલે આવે રોજ શમણું,
મારી આશાઓનું આવતું રોજ શમણું.
ડગલેને પગલે માવલડીનું આવે શમણું,
મનના કોડ પુરા કરવા આવે મને શમણું.
હું તમારા ચરણોની રજ એ શમણું,
તમારા નામનું રટણ એ મારું શમણું,
તમારા મંદિરનાં દ્વારે આવ્યાનું શમણું,
દિવાસ્વપ્ન સફળ મા મેલડીનું શમણું.
મારા જીવનનો આધાર મા નું આયુ શમણું,
બેટા, જાગે છે એમ કહી આયુ મને શમણું,
મારા કૂળના કરતાં રખેવાળનુ આયુ શમણું ,
કલાડાના પાદરની મા મેલડીનું આયુ શમણું.
રત્નાબાની દેવનાં દર્શન મારું શમણું,
મારા અરમાનો એ જ મારું શમણું,
મા મેલડીએ સાકાર કર્યું મારું શમણું,
*રમા* તૃપ્ત થઈને દર્શન કર્યા એ શમણું.
રમીલાબેન ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર
[10/21, 1:04 AM] Arti Merchant.MeM.NOG: NOG no. 0007
વિષય : દિવાસ્વપ્ન
પ્રકાર : ગદ્ય
શીર્ષક: એષ્ણા
માન્યું કે છે સાથ તારો દિવાસ્વપ્ન સમાન,
છતાંય થાય એષ્ણા જન્મોજન્મ સાથે રહેવાની.
માન્યું કે છે સ્પર્શ તારો દિવાસ્વપ્ન સમાન,
છતાંય થાય એષ્ણા તને આલિંગનમાં સમાવવાની.
માન્યું કે છે તારો સ્વર દિવાસ્વપ્ન સમાન,
છતાંય થાય એષ્ણા મુજ સૂર તુજ સૂર સાથે મેળવવાની.
માન્યું કે છે તારો દિદાર દિવાસ્વપ્ન સમાન,
છતાંય થાય એષ્ણા રોજ તને એક નજર નિરખવાની.
કર્યો શું સ્નેહ તુજ સંગ,
જોડ્યું આખુંય આયખું જાણે દિવાસ્વપ્ન સંગ.
લેખિકા:આરતી અઢીયા મરચંટ
મુંબઈ : કાંદિવલી
[10/21, 7:15 AM] Pravina Kadakiya.MeM NOG Houston: NOG sS no 0089
વિષય દિવા સ્વપ્ન
ગદ્ય
શીર્ષક શમણા
પ્રવિણા કડકિઆ
——-
શમણા સાચા પડતા જોયા છે. અથાગ પરિશ્રમની આવશ્યકતા છે . દિવા સ્વપ્ન , જે ખુલ્લી આંખે નિહાળ્યું હોય અને સાચું પડે ત્યારે ઉપરવાળા પર શ્રદ્ધા વધી જાય. જો કે તેના પર અપાર શ્રદ્ધા છે, એનાં બે મત નથી.
આ હાથ તેના હાથમાં મૂક્યો છે. જ્યારે તે છોડશે ત્યારે છૂટશે. “ હું તો નથી છોડવાની. “
જીવન જીવવાની જડીબુટ્ટી , સ્વપ્નો જુઓ અને તેને પૂરા કરવા કમર કસો. સાચું કહું બહુ સ્વપ્નો આવતા નથી , સવારે ઊઠું ત્યારે। ભૂલૂ જવાય . તો પછી દિવા સ્વપ્ન કંઈ રીતે આવે? ે તો ખૂબી છે.
શેખચલ્લીના વિચારો આવે અને તેને પૂરા કરવા આંધળી દોટ મુકું. જેને હું દિવા સ્વપ્ન માનું છું . ઈશ્વર કૃપાથી તેમાં સરળતા પ્રાપ્ત થાય છે. ખૂબ લગનથી કામ કરું છું. ધીરજને વરું છું શ્રદ્ધા ગુમાવતી નથી.
ખબર છે ને તેના ઘરે દેર છે અંધેર નથી.
“ અરમાની”ની ઢિંગલીઓ ખૂબ ગમતી. જ્યારે ખરીદવા જાંઉ ત્યારે ૫૦,ડોલર મોંઘી લાગે. તમે નહી માનો , સિરામિકના વર્ગ શરુ કર્યા , છ એવી ઢિંગલીઓ બનાવી. અમેરિકામાં “ કમયુનિટિ સેંટર”માં મફત વર્ગો ચાલે , માત્ર એક ડોલર ઢિંગલી દીઠ
જે માટી વપરાઈ તેનો આપવો પડ્યો.
એ સેંટરોમાં દસ વર્ષથી મફતમાં યોગના વર્ગ ચલાવું છું. આ દેશે સમૃદ્ધિ
પ્રદાન કરી છે. ઋણ ફેડવાનો નાનો અમથો પ્રયાસ છે.
દિવા સ્વપ્ન હકીકત બંને ત્યારે ઉરમાં આનંદ છલકાઈ ઊઠે. સાચી વાત કહું છું . વર્ષોથી અનેક ભજનો શ્રીનાથજી પર લખ્યા છે. એક બંગાળી મિત્ર વાતવાતમાં કહે, પ્રવિણાજી આપકે લીખે હુએ ભજન આપ ગાઓગી ઔર આપ બજાઓગી”.
તરત જવાબ આપ્યો. “ સંધ્યાજી આપ ઇસકા મતલબ જાનતી હૈ”?
તો કહે હાં.
મને ખબર ન હતી એ સંગીતમાં “માસટરસ” છે.
૭૦ વર્ષની ઉંમરે મારું દિવા સ્વપ્ન હકીકત બન્યું . પૂરી ધગશથી શીખી. ગાઈને વગાડવું એ સરળ કામ નથી. કિંતુ સર્જનહારમાં વિશ્વાસ .
રાસ લખ્યા ત્યારે સંગીતમાં ઢોળાવનું
દિવા સ્વપ્ન ૨૨ વર્ષે પૂરું થયું.યમરાજાનું
તેડું આવે એ પહેલા આ કાર્ય કરવાનો ઇરાદો હતો.
દિવા સ્વપ્ન જોવાનો અધિકાર સહુને છે.
પ્રવિણા
[10/21, 8:12 AM] Pradip Raval: NOG સાહિત્ય સરિતા ગ્રુપ ના સૌ સભ્ય પરિવાર જનો ને ગ્રુપ એડમીન ટીમ વતી દિવાળી ના પર્વ ની શુભ શરૂવાતે અનેક શુભેચ્છાઓ પાઠવું છું.સૌ ને મહાલક્ષ્મી સરસ્વતી સુખ સંપત્તિ સહ શાંતિ પ્રાપ્ત થાય અર્પે તેવી અમો પરિવાર પ્રાર્થના કરીએ છીએ .આપના સાથ સહકાર થકી વધુ ને વધુ પુરુષાર્થ થકી ઉજ્જવળ ભવિષ્ય ની સફર આપણું ગ્રુપ પ્રગતિશીલ બને તેવી મહાદેવ ના ચરણો મા પ્રાર્થના કરુ છું ..મારા અખબાર નો નવમા વર્ષ માં.પ્રવેશ કરતા આપની સૌની શુભેચ્છા આશીર્વાદ બદલ આપ સૌ નો ઋણી છું .નવા વર્ષ માં આવતા આપણાં પ્રથમ સ્નેહમિલન સમારોહ માં સૌ કોઈ સભ્યો જોડાય અને કાર્યક્રમ.ને સફળ સુંદર બનાવે તેવી ઈચ્છા વ્યક્ત કરી છું..સૌ કોઈ સભ્યો 24/12/2022 શનિવાર ના અમદાવાદ ખાતેના ખાતેના કાર્યક્રમ માં ભાવ થી સહ હૃદય થી ભાગ લઇને જોડાય તેવું પ્રથમ જવાબદારી ના ભાગ રૂપે સંચાલક તરીકે આમંત્રણ.પાઠવું છું..આયોજકો સમયસર કાર્યક્રમ રૂપરેખા જાહેર કરશે…આપ સૌ 20/11/2022 પહેલા કાર્યક્રમ માં જોડાવવા આપના નામ નોંધાવી સહકાર આપશો જેથી વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય મળી રહે..વિદેશ થી આમંત્રણ સ્વીકાર સહિત સુંદર સહયોગ સાંપડી રહ્યો છે જે આપની જાણ માટે……સંચાલક : પ્રદીપ રાવલ
[10/21, 9:01 AM] Babu Sangada.પત્રકાર: શિર્ષક :-દિવાસપ્ન/બાબુ સંગાડા”મહેક”
NOG 109
પ્રકાર :-પધ
ચિત્રો દોરવાનું છોડ
એની રેખાઓમાં અટવાઈ રહી,
હોય હિંમત તો ચાલી જો
દિવાસપ્ન જોવાનું બંધ કર.
બીજાની આંગળી ઝાલી ચાલે છે
રસ્તાઓ તને કયાં જડે છે?
તૂ ખૂદ આંધળો છે
ભ્રમમાં વિલસવાનું છોડ હવે.
આંખ ચડયા વલયો ઉતાર
તું રોગી લાગે
કોઈ પીળિયાનો
કાલ મશ્કરી થશે
મહેરામણ વચ્ચે
ચઢી નવરી બફાટ છોડ હવે.
અલ્પ સમય છે તારી પાસે
આયખાને વેડફયા વગર
ઊતરી પડ મધદરિયે
નૈ તો છેલ્લે ખાલી હોઈશ
દિવાસપ્નામાં!!
[10/21, 9:14 AM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS.NO.0026
વિષય – દીવાસ્વપ્ન
વિભાગ – પદ્ય ( મૌલિક વિચાર)
શીર્ષક – સોનેરી અસ્તાચલ.
રોજ મારી આંખોમાં આવીને કરે છે એ હાકલ…
ક્યાં પછી કદીયે સમીપે રહે છે એકેય પલ?
મને લાગે છે એક ઊંડું, સળગતું જાણે વડવાનલ જેવું!
સૂની પાંપણોમાં કોલાહલ જેવું!!
રોજ રોજ એનાં મીઠાં રણકારથી
મારાં એકાન્તને એ ભરી દે છે,
જાણે અડધી રાતે રણકતું છાનું- છપનું પાયલ જેવું..
શમણાંઓને ચોરીને રાતની કાળાશને ઘૂંટતું,
એક અણદીઠું, અધૂરું કાજલ જેવું..
રોજ સાંજ ઢળે સૂરજ આથમતાં વેંત જ,
દીવાસ્વપ્નનું ઘેલું લગાડતું આ મન મારું પાગલ જેવું..
રોજ આમજ ઘટતો મારો ઘટનાક્રમ,
રોજ દીવાસ્વપ્ન રુપે ઉગતો મારો સૂરજ,
આને સાથે રોજનું એજ ઢળતું, સોનેરી અસ્તાચલ જેવું..
✍️ અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
[10/21, 11:52 PM] Alpa Mehta.Rajkot: અલ્પા મહેતા “એક અહેસાસ”
વિષય – દિવાસ્વપ્ન
પ્રકાર – પદ્ય
NGO 127
જોવું છે મારે ,પણ
“એક દિવાસ્વપ્ન”
ઓહ! આ કાળું ડિબાંગ અંધારું !
વિખરાવાનું નામ જ નથી લેતું
કેટ કેટલા કોડ સેવ્યા છે ,
હ્રદયમાં જોવાને “એક દિવાસ્વપ્ન “
આ નબળી વૃદ્ધ આંખોથી
હવે ઝાઝું દેખાતું નથી.
સંગીતની લયમાં મારું
આ સમણું ધીરે ધીરે ડોલી રહ્યું છે,
જુવે છે વાટ એક સાનિધ્યની
કે હમણાં જ આવીને ,
બાથમાં લઈ લેશે મને,
અરે !મદમાં ચૂર આ માણસમાં,
સમણાં ને સમાવી લેવાની
ભાવના હોય એવું લાગતું નથી.
જોવું છે મારે પણ
“એક દિવાસ્વપ્ન”
ઓહ !આ કાળું ડિબાંગ અંધારું
વિખરાવાનું નામ જ નથી લેતું .
ખેલથી ખેલ સુધી રહી ગઈ છે,
આ “ માણસાઈ”
અંધાધૂંધ ,આછકલાઈની ,
પટ્ટી ગઈ છે પહેરાઈ
હર એક માનવીમાં વધી ગઇ છે ચતુરાઈ
આ અંધાપાની દુનિયામાં
મારે કેમ કરીને જોવું “એક દિવાસ્વપ્ન”!
જોવું છે મારે પણ
“એક દિવાસ્વપ્ન”
ઓહ !આ કાળું ડિબાંગ અંધારું
વિખરાવાનું નામ જ નથી લેતું .
આંતરડી મારી ખૂબ બળે છે,
જેને પણ હું જોંઉ એ મને કહેતા ફરે છે
“અબોધ અબોધ જો આ ચાલ્યો જાય છે
દેખાતું નથી તોય બસ દોડ્યો જાય છે,”
એ લોકોને શું ખબર “મન ની આંખ” શું છે?
એ તો અંજાયેલા છે ચમક દમકથી,
એ લોકો ને શું ખબર ,
દિવાસ્વપ્ન શું છે..?
આ ભ્રમિત માણસોનાં મનમાં
હવે મન હોય એવું કંઈ લાગતું નથી.
જોવું છે મારે પણ
“એક દિવાસ્વપ્ન”
ઓહ !આ કાળું ડિબાંગ અંધારું
વિખરાવાનું નામ જ નથી લેતું ..
[10/22, 7:42 AM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: News of Gandhinagar
ના શિલ્પીઓ
આદરણીય શ્રી પ્રદિપ ભાઇ,
સ્નેહાળ બેન મીનાક્ષિબેન ,વડીલ બહેન શ્રી
જયશ્રી બેન ,વીભુતી બેન, માયાબેન ,સ્નેહાલ સાગર સ્વરૂપ બહોળા સમુદાય સ્થિત
સર્વે બહેનો ના અથાગ પ્રેમ્ ના
ફલ રુપ કાર્ય્ રચના ઓથી
અને જિજ્ઞા બહેન જેવા પડદ્દા
પાછળ ના કસ્બી ની અતુત
મહેનત ફ્લ્ સ્વરૂપે સુન્દર સજાવટ ભરેલ. આ સાહીત્ય
સાગર પ્રેરણા દાયક બન્યુ છે,
તે બદલ સર્વે નુ હુ સ્વાગત અને
અભિનન્દન આપુ છું
Dr Aniruddha vyas
Canada
[10/22, 3:17 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: *N.O.G. S.S. No. 0102*.
નામ:-” *રતીલાલ વાયડા*
વિષય:-. *દિવા સ્વપ્ન*.
પ્રકાર:- ગદ્ય લેખ
શીર્ષક:- *સ્વપ્ન સાકાર થયું*.
*રચના:-*
ધ્યેય ઘણા વર્ષો સુધી શું ભણવું શું બનવું તેમાં રાચ્યે રાખતો હતોનાનપણથી જ દિવા સ્વપ્ન આવ્યા રાખતા હતા.
પણ બધામાં તેને બેંકની નોકરી ગમી ગઇઅનેરમતગમતમાં પણ ખૂબ રસ પડવા લાગ્યો. ક્રિકેટ ટેનિસ વગેરેમાં તેને મજા આવતી હતી.
બારમા ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ સારા માર્ક આવ્યા અને ત્યાર પછી વિજ્ઞાન પ્રવાહમાં ન જતા તેણે કોમર્સ લાઈન પસંદ કરી અને બી .બી .એ. માં ૮૫% જેટલા માર્ક લઈને અને તેણે સફળતા હાંસલ કરી.
ત્યાર પછી તેણે બેન્કિંગનો કોર્સ કર્યો. તેમાં પણ તેને સારી સફળતા મળી અને ત્યાર પછી તેણે બેંકનો ઇન્ટરવ્યૂ આપ્યો અને તેને વિદેશની બેંકમાં સારી એવી નોકરી મળી ગઈ.
દિવા સ્વપ્ન સાકાર કરવા માટે તેણે સખત તનતોડ મહેનત કરી અને અંતે પોતાના મનવાંછીત સિદ્ધિ પ્રાપ્ત કરી.
સાથે રમતગમતમાં પણ ટેનિસ નો એ પોતે પ્રસિદ્ધ ખેલાડી બન્યો અને રાજ્ય કક્ષા સુધી ટેનિસમાં તેને સારા ઇનામો પ્રાપ્ત કર્યા.
જો માનવી એક ચિત્તે અને નિષ્ઠાપૂર્વકની મહેનત કરે તો ધારેલા પરિણામ પ્રાપ્ત કરી શકાય છે તેનું આ એક સુંદર ઉદાહરણ છે.
દિવા સ્વપ્ન સાકાર કરવા માટે દૃઢ મનોબળ અને નિષ્ઠાપૂર્વકની મહેનત એ સફળતા લાવે છે.
લેખક:- *રતીલાલ વાયડા*
નવી મુંબઈ.
૨૨/૧૦/૨૦૨૨. શનિવાર.
[10/22, 4:40 PM] Varshaben Desai.MEM.Baroda: NOG SS. NO. 0097
વિષયઃદિવા સ્વપ્ન
પ્રકારઃ ગદ્ય
શીર્ષકઃ મનોકામના
આપણા મિશાયલમેન આદરણીય શ્રી કલામ સાહેબ એવું કહેતા કે—ઉઘાડી આંખે સ્વપ્ન જુઓ અને એને સાકાર કરવા અથાગ મહેનત કરો. પરંતુ આજે મોટા ભાગના લોકો ઉઘાડી આંખે દીવા સ્વપ્ન જ જોતાં હોય છે. એ પછી સામાન્ય પણ હોય અને દિવ્ય પણ હોય શકે. સ્વપ્ન ને આપણે ધ્યેય પણ કહી શકીએ.પરંતુ ફક્ત ધ્યેય નક્કી કરીને સ્વપ્નમાં જ રાચવું.એ શેખચલ્લી
જેવી વાત થઈ. આપણને કંઈ પણ હાંસલ કરવાની પહેલા ઇચ્છા થાય.પછી આપણે વિચારો કર્યા કરીએ અને એ વિચારો નો અમલ થાય એ માટે પ્રયત્ન ઓછા અને મનોકામના પૂર્ણ થાય એ માટે પ્રભુના જુદા જુદા સ્વરૂપોની માનતાઓ માનીએ. હૃદય પૂર્વક પ્રાર્થના કરવી અને અંધશ્રદ્ધા થી માનતા માનવી. આ બંને ભિન્ન બાબતો છે.
પ્રથમ પગથિયું વિચાર,ત્યારબાદ સ્વપ્ન અને એ પૂર્ણ
કરવાની મનસા.ત્યારબાદ પલાનિંગ અને પલાંનિગ મુજબની સખત મહેનત. છેલ્લે મનોકામના પૂર્ણ થાય એ માટે પ્રભુને હૃદય પૂર્વક પ્રાર્થના.
આ રીતે સ્વપ્ન પુરા કરી શકાય. દીવા સ્વપ્નમાં રાચવાથી સમયની બરબાદી અને સમાજમાં બદનામી જ મળે
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા-સિડની
૨૨/૧૦/૨૨
[10/23, 3:54 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
વિષય :- દિવા સ્વપ્નો
શિર્ષક :- કલ્પનાશીલતાનું ફરજંદ દિવા સ્વપ્નો
સ્વપ્નો, દિવા સ્વપ્નોની વચ્ચે,
અથડાતી, કુટાતી ને ઘડાતી જિંદગી.
ક્યારેક લાગે વ્યર્થ ને નકામી તો,
ક્યારેક લાગે જાણે ખુદાની બંદગી.
હતું એક પહેલું દિવા સ્વપ્ન કે,
પ્રેમ અઢળક પામું સહુનો.
આપવામાંય ના ઉણી ઉતરું ને,
પામું પારાવાર પ્રેમ સહુનો.
આપી- આપીને હૃદય ખાલી કર્યું,
પામી ના પ્રેમ તલભાર કોઈનો.
ઉણપ આ જીવનની હવે જીદ બની,
આપું છું ખુદને જ હવે હું પ્રેમ સહુનો.
બીજું દિવા સ્વપ્ન હતું કે જેવી હું છું તેવી જ આ દુનિયા,
સરળ અને નિખાલસ છે.
મને મળતા બધા જ ચહેરા,
અહીં નિષ્કપટ ને સાલસ છે.
અનુભવોના એરણ પર એય તૂટતું રહ્યું,
આ દિવા સ્વપ્ન મને જીવનભર લૂંટતું રહ્યું.
ચહેરાની ઉપર મહોરાં અહીં લગાવે છે,
આ દુનિયાને સરળતા નહિં, ચાલાકી જ ફાવે છે.
ત્રીજું દિવા સ્વપ્ન હતું કે ભલાઈનો બદલો ભલાઈ જ મળશે,
વાવું છું વડલો આજે તો ક્યારેક છાંયા પણ મળશે.
કોરતું રહ્યું આ દિવા સ્વપ્ન અસ્તિત્વને,
ઉધઈ સમ ખાતું રહ્યું મારા વ્યક્તિત્વને.
દિવા સ્વપ્નો એ આશાના કિરણો બતાવ્યા,
રણમાં મરૂંજળના દર્શન કરાવ્યા.
જ્યારે થયો વાસ્તવિકતાથી પરિચય,
અનુભવ્યો એક અજાણ ને અદ્રશ્ય ભય.
દિવા સ્વપ્નો કલ્પનાશીલતાનું ફરજંદ છે,
પૂર્ણ થવાના એના અવસર મંદ છે.
સાતમા આસમાને ઉડાવે એવા છંદ છે ને,
પછડાટ ખાધા પછી જ વ્યક્તિ અકલમંદ છે.
# અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૨૩ / ૧૦ / ૨૨.
[10/24, 5:13 PM] Pradip Raval: NOG SS N0: 001
પ્રકાર : ગદ્ય
વિષય : બંધ બારણાં ખૂલે તો..
શીર્ષક : બારણાં ખૂલે તો..
નવું વર્ષ આવી રહ્યું છે.તે પહેલાં દિવાળી રૂપી ઉત્સવ મનાવી રહ્યા છીએ.અંધકાર ને દૂર કરવા મન મંદિર ના દ્વાર જાતે જ ખોલી ઉજાસ તરફ આગળ વધવાનું હોય છે.અસંખ્ય લોકો સાથે વાતચીત,રૂબરૂ મળવું, વાણી વર્તન નો અભ્યાસ તેમના શબ્દો થકી થાય ત્યારે એમ લાગે કે આપણી જાત ને હવે કોણ ટોકી ને કહે કે તારા અંતર ના દ્વાર ખોલી ને જરા વિચાર કર કે ૨૦૨૧ માં એવો કયો સુધારો ના કર્યો કે જેનાથી નુકશાન થયું તે હવે ૨૦૨૨ અંત માં તો કરી શકીએ કે જેનાથી ફાયદો પણ થાય અને લોકો નું ગણિત તમારા માટે ખોટું પડે અને લોકો જુદી દૃષ્ટિએ તમને જોતા થાય..
આ વિષય માત્ર પોતાની જાત ઉપર લખવા માટેનો છે..જેમકે શ્રીનાથજી,દ્વારકાધીશ, રણછોડરાય જી,ના દ્વાર દર્શન માટે ખૂલે ત્યારે પ્રથમ નજર મિલાવતા એવી કઈક અનુભૂતિ હશે કે લોકો ને આજે પણ ઇંતેજારી હોય અને પુષ્કળ ભીડ જોવા મળે..તો આપણા માહ્યાલા ના દ્વાર તો આપણે જાતે જ ખોલવાના હોય છે…અને તે ખૂલે તો શું થાય તેનો અભ્યાસ કરી પ્રત્યેક કલમ જુદું જુદું લખી ને સુંદર રચના બનાવી શકે..
બસ આ રચના આપણાં ગ્રુપ ના સૌ કોઈ સાહિત્યિક ધનાઢ્ય સર્જક માટે છે..આશા છે કે મને આપ સમજી શક્યા હશો..
સંચાલક : પ્રદીપ રાવલ
[10/25, 6:16 PM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO.:0101
પ્રકાર : ગદ્ય-વાર્તા
વિષય: બંધ બારણાં ખૂલે તો
શીર્ષક: આંચકો
લેખક: ભરત સાંગાણી
માધવી, જામનગર સ્ટેશને એક નાની સૂટકેશ લઈ ઉતરી, આજુબાજુ નજર કરતી હતી ત્યાં તેણે તેમનાં વરસો જુના વફાદાર નોકર કમ ડ્રાઇવર શંભુકાકાને તેની તરફ આવતાં દેખાતાં, તેણીએ હાશ અનુભવી!
કાર ધીમે ધીમે સ્ટેશનની બહાર નીકળી રફતાર પકડવા લાગી તે સાથે જ માધવીનું મન પણ વિચારે ચઢ્યું કે પપ્પાએ મને આમ અચાનક કેમ બોલાવી હશે?
માધવીના લગ્ન દસ વરસ પહેલાં મુંબઈના ધનાઢય, સુખી- સંપન્ન- સંસ્કારી કુટુંબમાં થયાં હતાં. સાસરે તે સુખી હતી. સાત વરસનો યશ, સૌનો લાડકો હતો…..
અચાનક બ્રેક લાગતાં, માધવી સ્હેજ ઉછળી, વિચારોનો ઉછાળો શમી ગયો.
ડાબી બાજુથી દોડતી ગાય અચાનક ગાડી આગળથી પસાર થઈ ગઈ. તેણીએ નિરાંત અનુભવી.
બહાર નજર કરી, સુંદર રળિયામણા ખેતરો રસ્તાની બેઉ બાજુએ પાકથી લહેરાતાં હતાં. ગાડી સ્થિર ગતિએ આગળ વધી. સડોદર હવે વીસ કિલોમીટર દૂર હતું…..
ડ્રોઈંગરૂમમાં આલીશાન સોફા પર સામસામે પિતા- દીકરી બેઠાં હતાં.
માધવીને ઘરે આવ્યાં બે કલાક થઈ ગયાં હતાં. લાંબી મુસાફરીથી થાકેલી તે, સ્નાન કરી ફ્રેશ થઈ. ભવ્ય ડાઇનિંગ ટેબલ મહારાજે રસોઈ પીરસી. પપ્પા સાથે સરસ જમણ કર્યું. તેનું મનભાવતું ભોજન. તેની પસંદગીનો પપ્પાએ લીધેલી કાળજીથી તે આનંદિત થઈ.
પપ્પા બોલ્યા, જો બેટા, તને અહીં અચાનક બોલાવવા પાછળ કારણ એટલું જ કે, હવે ક્યારે મને ઉપરવાળો બોલાવી લેશે એ કહેવાય નહીં, તે પહેલાં મારે તને સત્ય જણાવી દેવું જોઈએ.
માધવી આ સાંભળી ચોંકી ઉઠી એ સાથે જ હવાની જોરદાર ઝાપટે ખંડના બંધ બારણાં ખુલ્લી ગયાં, જોરથી દીવાલ સાથે અફડાયાં, માધવીની મન:સ્થિતિની સાક્ષી પૂરતાં.
સત્ય શું હશે?
બેટા, ભારે હૈયે વસંતલાલ ગળે આવતાં ડુમાને રોકી બોલ્યાં બેટા, તને અમે ખૂબ જ જતનપૂર્વક ઊછેરી છે. તારી માને દેવલોક થયા બે વરસ વીતી ગયાં, મારું મન હવે સંસારમાં રહ્યું નથી.
માધવી, જાણતી હતી કે વ્રજકૌર બાના મૃત્યુ પછી પપ્પાને બહુ આઘાત લાગ્યો હતો અને ધીરે ધીરે સંસારની માયા ઓછી કરતાં ગયાં હતાં.
બત્રીસ વરસ પહેલાં જ્યારે વહેલી સવારે ઝાંપાની બહાર હું નીકળ્યો ત્યારે એક બાળકના રડવાનો અવાજ સાંભળ્યો… એક નાની સી બાળકીને કોઈ હવેલીનાં દરવાજા આગળ ત્યજીને ગયું હોય તેવું ધાર્યું. હું બાળકીને ઘરે લાવ્યો અને તારી બાને પૂછ્યું હવે આનું શું કરશું?
પોલીસ ફરિયાદ કરી, ગામમાં તપાસ કરી કોણ આવું બાળક ત્યજીને ગયું છે? સગડ મળ્યા નહીં. અનાથઆશ્રમમાં મૂકી આવવાનું નક્કી કર્યું. પણ તારી બાએ મને રોક્યો, કહ્યું, આપણે આંગણે કોઈ મૂકી ગયું છે તો તે વ્યક્તિ જરૂર ઇચ્છતી હશે કે આપણાં જેવાં સુખી સંપન્ન ઘરમાં તેનો ઉછેર થાય. ભગવાન માધવની એવી ઈચ્છા હશે. ઘરમાં લક્ષ્મી આવી. ભગવાને, માધવે મોકલી તેથી તારું નામ માધવી રાખ્યું.
માધવી આવો વ્રજઘાત જેવો રહસ્ય સ્ફોટ થતાં થરથરી ગઈ.
“હું અનાથ, તમારું સંતાન નથી.” ગદગદિત થતાં… તમે મને કેટલી સારી રીતે પોતાની દીકરી કરતાંએ અધિક સ્નેહથી ઊછેરી. એક ક્ષણમાં હું નોધારી થઈ ગઈ!!!
ના, બેટા. તું અમારી જ વ્હાલસોયી દીકરી છે. બધી મિલ્કત તારા નામે જ કરી છે. પણ તને સત્ય જણાવવું જરૂરી હતું.
પપ્પા-દીકરી બંનેની આંખોમાંથી આંસુની ધારા વહેંવા લાગી. પપ્પાએ ટેબલ પરથી એક કવર ઊંચકી માધવીને આપતાં કહ્યું કે જે વાત જાણવા બત્રીસ વરસ પહેલાં અમે અથાગ પ્રયત્ન કર્યો હતો તેની જાણ મને થોડાં દિવસ પહેલાં જ્યારે આ કવર મળ્યું ત્યારે થઈ.
મેં પૂરતી તપાસ કરી એની સત્યતા જાણી લીધી છે.
માધવીએ ધ્રુજતાં હાથે તે કવર પોતાના હાથમાં લીધું.. બંધ લિફાફાનું કવર ધીરેથી તેણે ખોલ્યું……
લેખક: ભરત સાંગાણી.
સંવત 2079 નવા વર્ષે જન ફરિયાદ દેશ-વિદેશ સાપ્તાહિક ન્યુઝ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યુઝ ચેનલ જન ફરિયાદ ન્યુઝ પોર્ટલ ના તમામ વિજ્ઞાપન દાતાઓ વાંચકો સહયોગીઓ ને નૂતન વર્ષના અભિનંદન આપે જે કંઈ સાથ અને સહકાર આપ્યો છે તેઓ જ સાથ અને સહકાર નવા વર્ષમાં મળી રહેશે તેવી આશા.
તંત્રી : પ્રદીપ રાવલ