[10/18, 3:07 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર.
NOG No. S.S.0059.
વિષય:શબ્દ “દીવા સ્વપ્ન”.
પ્રકાર: ગદ્ય- લેખ.
શીર્ષક:”કરો સ્વપ્નુ સાકાર” !.
શબ્દો: ૩૦૫.
©️જયકાન્ત ઘેલાણી – “પ્યારે”.
ચાલો, માનવ જીવનની અકલ્પનિય ઘટના ઉપર જરા વિચાર કરીએ, દરેક માનવીના જીવનમાં, ફક્ત બેજ શબ્દો માનવ જીવનનુ ઘણુ મહત્વ સમજાવી જાયછે.
બે શબ્દો ? સ્વપ્ન અને
દીવા સ્વપ્ન !
” પ્યારે’,જે વગર પગે આવેછે,
બંધ આંખે, દરેકથી જોવાઈ છે,
દરેક માનવીની, તેનાં ભરોસે,
જીવનની નાંવ આગળ જાયછે.
તે શબ્દ નું નામછે જીવનનું,
“દીવા સ્વપ્ન !
સ્વપ્ન સેવવા, અને સાકાર કરવાં, પ્યારે’દીવા સ્વપ્ન! ન જોવા,સારા.
ઉપરના બે શબ્દોમા હાથી ઘોડાનો ફરકછે.
આમ જોઈએ તો સ્વપ્ન સેવવું એટલે એક મકકમ સંકલ્પ !
દરેક સંકલ્પ સિધ્ધ કરવાં, અથાગ પરિશ્રમ. અતૂટ શ્રધ્ધા સાથે અચળ ધીરજ વિશેષ જરુરી રહેછે.
અતૂટ શ્રધ્ધા અને અચળ ધીરજ,
પ્યારે’રાખે, ફતેહ,તેની નિશ્ર્ચયજ.
“સિધ્ધિ તેને જઈ વરે,
જે રોજ પરસેવે ન્હાય”.
આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
ડૉ.અબ્દુલ કલામ કહેતાં
કે સ્વપ્ન જરૂર સેવો અને તેને સાકાર કરો, સ્વપ્ન તે છે,જે સાકાર થાય .
બાકી દીવા સ્વપ્ન જોવા તે એક મોટી ભ્રમણા છે.
સ્વપ્ન સેવવા અને તેને સાકાર કરવાં તે એક મોટી ઉપલબ્ધીજ
મેળવી ગણાય.
સ્વપ્ન સાકાર કરવા એટલે,
નેવાં ના પાણી મોભે લાવવા જેવુ ઘણુજ કપરુ કામછે.
જે તે વ્યક્તિ *સ્વપ્ન* ને ફક્ત પ્રબળ પુરૂષાર્થ અને પ્રબળ પૂન્યોદયે જ સાકાર કરી શકેછે.
*દીવા સ્વપ્ન* જોવાં તે શેખચલ્લી ના વિચાર કે મૂંગેરીલાલ કે સ્વપ્નમાં ગણાય.
આપણે ભારતવાસીઓ એક સોનેરી સ્વપ્ન સેવી રહ્યા છીએ કે
*ભારત વિશ્ર્વ મહાસતા* બને.
આપણા સોનેરી સ્વપ્ન ને સાકાર કરવાં આપણાં વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી,તેનાં સાથી મિત્રો સાથે તનતોડ મહેનત કરી રહ્યાછે ત્યારે આપણે પણ,
સાથી હાથ બઢાના ની કહેવતને સાર્થક કરી આગળ આવી, આપણુ અનુપમ યોગદાન આપી
સોનેરી સ્વપ્ન ને સાકાર કરીયે.
જયકાન્ત ઘેલાણી-‘પ્યારે”.✍️.
[10/18, 6:00 PM] Sweta Talati.MeM.NoG: NG 0078
પ્રકાર – પદ્ય ( અછાંદસ કાવ્ય)
વિષય – દિવાસ્વપ્ન
શીર્ષક – સાંજનો હળવો અંધાર
સવાર થાય,
સૂર્ય સોનેરી પ્રકાશ લઈને મારાં આંગણે આવે,
અને રોજિંદી દિનચર્યા શરૂ થાય,
સવારની ચા,
ઓઢવાનાં વાળવાનાં,
પ્રાણાયામ,
એમના ટિફિનની તૈયારી કરતાં કરતાં,
સાથે સાથે ઝાપટઝૂપટ,
ફળિયામાં ખરેલાં પારિજાતનાં ને અન્ય પુષ્પો
છાબડીમાં વીણી મંદિર પાસે મૂકવાનાં,
‘એ’ નિત્યક્રમ પતાવી જાય ત્યારે,
‘એ’ દેખાય ત્યાં સુધી એમને જોયા કરવાનું,
અને પછી જેમ જેમ સમય સરકતો જાય,
દિવસ સંધ્યા તરફ આગળ વધતો જાય,
એમ એમ હૈયું વિચારે અને
એ વિચારો આંખમાં શમણાં પરોવે,
કે એ આવેને ત્યારે,
સાથે ચા પીતાં પીતાં –
આટલી બધી વાતો કરીશ ને એ સાંભળશે,
પણ ખબર છે?
જેમ બંધ આંખોએ જોયેલાં સ્વપ્ન
આંખ ખુલતાં જ તૂટી જાયને એમ,
*દિવાસ્વપ્ન* પણ,
અંધારામાં ઓગળી જાય હોં..
– શ્વેતા તલાટી
[10/18, 7:44 PM] Ramila Makvaana.MeM.: NOG SS –
No -120
શબ્દ : દિવા સ્વપ્નું
પ્રકાર : અછાંદસ
શીર્ષક : શમણું
શબ્દો : ૧૫૦
* *શમણું* * અનુભવે જાગતા જોયેલું શમણું,
લક્ષ્ય સિદ્ધ કરવા જોયેલું શમણું.
મને ભર રે નિદ્રામાં આવેલું શમણું,
મેઘલી રાતે આવેલું એક શમણું
આરાધ્ય દેવનું આવ્યું તું મને શમણું,
માવતર સમા દેવનું આયુ મને શમણું.
મને તાલાવેલી લાગી જોવા શમણું,
દ્રશ્યમાં દેખાયું માતાજીનું શમણુ.
દેવમંદિર એ જ હતું મારું શમણું,
એક ડોશીમા નજરે આયા એ શમણું.
સાક્ષાત્કાર મળ્યા મા એ મારું શમણું
સાચી શ્રદ્ધાનાં દર્શન થયા એ શમણું.
મને હરઘડી-હરપલે આવે રોજ શમણું,
મારી આશાઓનું આવતું રોજ શમણું.
ડગલેને પગલે માવલડીનું આવે શમણું,
મનના કોડ પુરા કરવા આવે મને શમણું.
હું તમારા ચરણોની રજ એ શમણું,
તમારા નામનું રટણ એ મારું શમણું,
તમારા મંદિરનાં દ્વારે આવ્યાનું શમણું,
દિવાસ્વપ્ન સફળ મા મેલડીનું શમણું.
મારા જીવનનો આધાર મા નું આયુ શમણું,
બેટા, જાગે છે એમ કહી આયુ મને શમણું,
મારા કૂળના કરતાં રખેવાળનુ આયુ શમણું ,
કલાડાના પાદરની મા મેલડીનું આયુ શમણું.
રત્નાબાની દેવનાં દર્શન મારું શમણું,
મારા અરમાનો એ જ મારું શમણું,
મા મેલડીએ સાકાર કર્યું મારું શમણું,
*રમા* તૃપ્ત થઈને દર્શન કર્યા એ શમણું.
રમીલાબેન ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર
[10/19, 9:29 AM] Devyani.Bombay.MeM: NOG SS No : ૧૨૩
પ્રકાર : પદ્ય- ગઝલ
શીર્ષક : જો તું
વિષય : દિવાસ્વપ્ન
રચનાઃ
ખુલી આંખ રાખી જરા સ્વપ્ન જો તું.
જતનથી જ મળશે હશે મગ્ન જો તું.
ઘટાદાર વૃક્ષે છે પંખી નો માળો.
કપાતાં એ ડાળી થતું ભગ્ન જો તું.
ખુશીઓ મળેતો રહેવું સુખેથી.
હસીને સહી લે બધા વિઘ્ન જો તું.
રહીને અભણ ક્યાં ભવિષ્ય લખાશે.
બનીને જ સાક્ષર કરે યત્ન જો તું.
તરસ’દિવ્ય’મિટશે વિના કામ કર્યે.
રહેશે જ જોતો *દિવાસ્વપ્ન*જો તું.
દિવ્યા દેઢિયા ‘દિવ્ય’
[10/19, 12:48 PM] Mina Mangroliya.MeM.NOG: NOG SS NO.:-0032
સાહિત્ય સરિતા
વિષય:- દિવાસ્વપન.
શીર્ષક:- *દિવાસ્વપ્ન*
શાને મારી આંખોમાંથી આવ જા કરે છે તું,
સ્વપ્નની ક્ષિતિજે, રાહ જોઈ ઊભી છું.
આવને *દિવાસ્વપ્નમાં* નિહાળું હવે હું તને.
વાત જોજે કયાંક અટકી ના જાય,
મૌનની સાંકળ રાખજે લગાવી.
આવને *દિવાસ્વપ્નમાં* નિહાળું હવે હું તને.
છું અકબંધ તારી યાદોમાં ,
લાગણીઓમાં અકબંધ છું.
આવને *દિવાસ્વપ્નમાં* નિહાળું હવે હું તને.
અલાયદી મજા છે સ્વપ્નની ને રાતની,
માણશું એ મિલનની રાત આજ.
આવને *દિવાસ્વપ્નમાં* નિહાળું હવે હું તને.
વાતમાં ઉલ્લેખ મારો થાય તો,
આંસુઓની ધારને રોકી રાખજે.
આવને *દિવાસ્વપ્નમાં* નિહાળુ હવે હું તને.
ઝરુખે જોવા ઊભી તને,
તું પણ ડેલીએથી નિરખજે મને.
આવને *દિવાસ્વપ્નમાં* નિહાળું હવે હું તને.
રુપેરી સવારને વારંવાર ટાળું હવે,
સ્વપ્નની પાલખી સવારું રાતભર.
આવને *દિવાસ્વપ્નમાં* નિહાળું હવે હું તને.
મન તો હતું મોતીનું પણ ,
કાચ થઈને તૂટ્યાં કર્યુ.
આવને *દિવાસ્વપ્નમાં* નિહાળું હવે હું તને.
સાગરનાં છિપ માયલું મોતી મળ્યું,
પણ પોતીકું ના થઇ શક્યું.
આવને *દિવાસ્વપ્નમાં* નિહાળું હવે હું તને.
બસ હવે તો એક થવું એટલે એક બીજાની,
વાત આપમેળે એકબીજામાં ઉતરી જશે.
આવને *દિવાસ્વપ્નમાં* નિહાળું હવે હું તને.
અનહદ પ્રેમ કરું છું તને, તનથી અદકેરું તો,
મનનું મિલન છે. મૌન શબ્દોથી સમજાય જાય. આવને *દિવાસ્વપ્નમાં* નિહાળું હવે હું તને.
સ્વપ્નની ક્ષિતિજે રાહ જોઈ ઉભી છું,
ઉજળી સવારે અલવિદા કરું તને.
આવને *દિવાસ્વપ્નમાં* નિહાળું હવે હું તને.
*મીના માંગરોલીયા મીનુ*
*અમદાવાદ*
18/10/2022
[10/19, 7:29 PM] Jagdish Ranodara.MeM Shankheshwar: NOG સાહિત્ય સરિતા
નંબર : ૧૧૯
શબ્દ : દિવા સ્વપ્ન
પ્રકાર : ગદ્ય
શીર્ષક : જાગતી આંખે જોયું સ્વપ્નું
શબ્દો : ૧૪૫
*જાગતી આંખે જોયું સ્વપ્નું*
એક ગામ હતું.ગામમા નવીન શાળા બનાવવા માટે જમીન સંપાદન કરવાની હતી, પણ જમીનના ભાવ ઉંચા હોવાથી કોઈ જમીન આપવા તૈયાર થતા નહીં. પંચાયત પાસે જમીન ઘણી પડી છે,પણ દબાણ હોવાથી પંચાયતના હોદ્દેદારો કોઈને કંઈ કહી શકતા નથી.
શાળાના આચાર્યશ્રી ગામના જ સ્થાનિક વતની હતા.તેથી ઘણા આગેવાનો ને કહ્યું પણ કોઈ ધ્યાન દેતા નથી. કોઈ મગનું નામ મરી પાડતા નથી.
૨૦૦૧ નાં ર૬ મી જાન્યુઆરી એ કુદરતી આફત સર્જાઈ અને મહા વિનાશકારી ભૂકંપ આવ્યો. થોડા દિવસો વિત્યા. શાળા જર્જરિત થઈ ગઈ. બાળકોને બેસવા લાયક જગ્યા રહી નથી, ઈજનેર આવીને બધા રૂમો ડેમેજ બતાવ્યા છે. આચાર્યશ્રી મૂંઝવણમાં મુકાયા. તેમણે તેમના વડિલ મિત્ર સરપંચને સમજાવ્યા અને શાળા માટે તળાવના કિનારે તળાવની આજુબાજુ બિનકાયદેસર ના વાડા ખાલી કરાવીને કન્યા શાળા માટે જગ્યા સંપાદીત કરવામાં આવી. આચાર્યશ્રી એ પોતાની અંગત લોન અને ઉછી – ઉધાર કરીને શાળાનું બાંધકામ શરુ કર્યું. તળાના કિનારે રમણિય વાતાવરણમાં કુદરતને ખોળે ભવ્ય શાળાનાં મકાનનું નિર્માણ કરવામાં આવ્યું.
થોડા દિવસ કન્યાશાળા ની જગ્યામાં કુમાર શાળાના બાળકોને બેસવા દેવામાં આવ્યા. હવે જેમ કન્યાશાળા નું નિર્માણ થયું તેવી રીતે કુમાર શાળા ની જમીન પણ તળાવના કિનારે સંપાદીત કરી. ત્યાં પણ વિશાળ જગ્યામાં જગ્યા મળી.
શાળાના આચાર્યશ્રી સ્વપ્નું સાકાર કરવા માટે જ તેઓ ગામમાં બદલી કરાવીને આવ્યા હતા. પોતાના પૈસા ખર્ચીને અદ્યતન શાળાનું મકાન બનાવ્યું. શાળાને અનુપમ શાળા પ્રોજેક્ટ માં સામેલ કરીને તિર્થ શાળાનું બિરુદ અપાવ્યું છે.
આ શિક્ષકશ્રી એ જૈન મુનિ મહારાજ સાહેબ નાં આશીર્વાદ થી પચીસ લાખ નું દાન મેળવીને શાળાની કાયાપલટ કરી દીધી. આવા કર્મઠ શિક્ષક શ્રી ખોડાભાઈ પુંજાભાઈ વઢેર જેઓ શંખેશ્વર (જૈન તિર્થ) માં શાળા છે. આવા નિષ્ઠાવાન અને પ્રમાણિક શિક્ષકે સેવેલુ *જાગતી આંખે જોયું સ્વપ્ન* સાકાર થયું તેનું જીવંત ઉદાહરણ છે.
…વંદન સહ અભિનંદન…
ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
વીસાવડી-વરણોસરી-શંખેશ્વર-વાહેદપુરા
[10/20, 12:38 PM] Muktida Oza.MeM: NogSS-106
Nog સાહિત્ય સરિતા-ગ્રુપ
વિષય:-‘દીવાસ્વપ્ન’
શીર્ષક:-“ઘેલી રે કરી..
એણે મને ઘેનમાં!”
પ્રકાર:-પદ્ય
શબ્દ:-80
************
વૃંદાવનની કુંજગલીમાં ભટકતી ઘેલી ગોપી રે!!
વાંસળીના સૂર સુણી,
ગાયો ભાંભરતી !
થાતી ઘેલી ઘેલી રે !!!
એક એક ગોપીને સોળહજાર આઠ કાનુડા..!ઘૂમતી’તી નાચતી’તી ગાતી’તી મારા વાલીડા!!
એવું થયું મારી જાત સાથે એક દિન..
સૂતી’તી શમણાંની સાથે..
મારો વાલીડો હતો
મારી સંગાથે!!!
કરતો’તો વહાલ અને વાતોના વહાણ હંકારતો!!
ઘેલીરે કરી
એણે મને ઘેનમાં!!
મારા માથે ફરતો
એ હૂંફાળો હાથ!
ત્યાં તો ધડાંગ દઈને,
ધબાક સાથે ઊઠી સફાળી
રોતી’તી ધ્રૂસકેને ધ્રૂસકે..
સપનાંની વાત હતી સાચી?
કે વા’લમનું
વહાલ હતું જાજું??
દિલમાં ડરાવે!
ને દિનમા દરાડે?
સાચું એ શું?
મારે સારું રે શું??
–મુક્તિદા કુમાર
‘મનચલી’
મુંબઈ-મહારાષ્ટ્ર.
[10/20, 4:33 PM] Prafulla Prasanna: NOG સાહિત્ય સરિતા (૧)
N G no. — ૩૯
વિષય — દિવાસ્વપ્ન
પ્રકાર –પદ્ય – અછાંદસ
શીર્ષક — વ્હાણું અજવાળાનું
ઊંઘ હવે બહુ આવતી નથી,
તેથી સપના હું જોતી નથી!
અફાટ અવકાશમાં ઉડે છે મન,
પણ દિવાસ્વપ્ન ક્યારેય જોતી નથી!
સુખ દુઃખનાં માપ પ્રમાણે લઉં જીવી,
રાચુ અસ્તિત્વનાં આકાશમાં,
પામી લઉં સમય સાથે દરેક ખુશી!
ભાસ થાય સ્વર્ગ અહીં ને નર્ક અહીંનો!
ટાણું છે આ શુભ દીપાવલીનું,
નવા વર્ષે ઉગશે વ્હાણું અજવાળાનું !
સેવીએ આશાઓ સુંદર જીવન સારુ!
કોઈ દિવાસ્વપ્ન સરખું ફળી જાય જીવન!
પ્રફુલ્લા “પ્રસન્ના”
***********************************
ડિફેન્સ એક્સ્પો માં ડિજિટલ મોદીજી નું સંબોધન https://youtu.be/FCKTPLVz8KY
ભાજપ ગૌરવ યાત્રા માં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ શું બોલ્યા..? https://youtu.be/XLgBNciaYr8
NOG સાહિત્ય સરિતા ગ્રુપ ની સપ્તાહ ની સાહિત્યિક રચનાઓ https://youtu.be/L_6lp28MdCE
દેશ પહેલા કબૂતર ઉડાડતો,આજે ચિત્તા છોડી રહ્યો છે : મોદીજી
ડિફેન્સ એક્સ્પો મુલાકાતે પ્રેરક સંબોધન..ગાંધીજીની કર્મભૂમિ આફ્રિકા સાથે રક્ષાક્ષેત્ર ના સંબંધો નવી ઊંચાઈ પાર કરશે : PM
https://janfariyadnews.com/archives/8902 19/10/22
https://fb.watch/ggUJA4ZmbY/
https://fb.watch/ggULKuANWJ/
https://youtu.be/KJbFjas-6X8
https://fb.watch/ghoNR7EYQ-/
અમારા મીડિયા ના સર્વે પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક વાચકો નો અમારા ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક નવમા વર્ષ માં પ્રવેશ બદલ શુભેચ્છાઓ આપીને એમને જે હૂફ આપી વધાવ્યા તે બદલ અમો આભારી છીએ.
જન ફરિયાદ દેશ.વિદેશ સાપ્તાહિક
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક
Janfariyadnews (ન્યૂઝ પોર્ટલ)
Janfariyadnews (યુ ટ્યુબ ચેનલ)
NOG સાહિત્ય સરિતા ગ્રુપ
(ગાંધીનગર તેમજ વેમ્બલી.લંડન પૂજા રાવલ(ઇન્ટરનેશનલ પ્રમોટર)) પરિવાર વતી દિવાળી પર્વ ની સૌને શુભ કામનાઓ..
તંત્રી : પ્રદીપ રાવલ (9824653073)
Email : prdpraval42@gmail.com
(પ્રદીપ રાવલ,મીનાક્ષી રાવલ.પૂજા રાવલ.ઓમ્ રાવલ)