[7/19, 6:47 PM] Sweta Talati.MeM.NoG: NG 0078
પ્રકાર – પદ્ય
શીર્ષક – સૂર, સંગીત ને ગઝલ
એક સૂરે ગવાય છે;
રાગ સુંદર લવાય છે.
સામ્ય મન ને સિતારમાં એવું;
સૂર, ઝણકાર ,તાર હોવાના.
બેઉના દિલમાં ફૂટ્યું સંગીત ત્યાં;
બે બધિર મૂંગાને થઈ ગઈ પ્રીત ત્યાં!
જિંદગી,”શ્વેતા”,ગઝલ,સંગીત બસ;
એક સુંદર યાદગીરી થઇ ગઈ.
છે સંગીત ,વાજા અને નૃત્ય નાટક ;
જગતમાં ભમે ભાઈ , ભવની ભવાઈ.
ક્રોધમાં પણ કહી દીધા જો દોષ એણે આપણાં;
મનનું થ્યું સંગીત બેસૂરું અને ચાલ્યા અમે.
સૂર,લય,સંગીતનો સંગમ મળે તો થાય શું ?
શબ્દ,ગાયકની જુગલબંધીથી સજતી રહી ગઝલ.
થાય લય, સંગીત, સૂરોનો સમન્વય શબ્દથી ;
તે પછી “શ્વેતા” સરસ ગૂંજે કળા યુક્તિ ગઝલ.
વાંસળીના સૂરથી જે પ્રેમ રેલાવે, છે એવો કોઈ?
આંગળીથી પહાડ ગોવર્ધનને ઉપાડે, છે એવો કોઈ?
– શ્વેતા તલાટી
[7/20, 4:08 AM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS .NO -0026
વિષય – સૂર, સંગીત, સુરાવલી.
વિભાગ – પદ્ય
શીર્ષક – સૂર તણી લાખો સળી.
સમજ કદીજો સૂરની હ્રદયાથી નીકળી,
તે પછી આખુંય જીવન વાગશે બની વાંસળી.
સાત સૂરનાં મંદિરમાં શબ્દ બધાં હો મીણના,
તો પછીથી રાગનાં ધુમ્મસમાં જાજે ઓગળી.
રાગ અને રાગિણીઓની ઉકેલતાં જે ગાંઠને,
તે પછીનો સાથ પામે એજ જનની વંશાવળી.
એક સૂર લઈ,એક ચાલે તાલે ગોઠવો માળો તમે,
ત્યાં પછી ફેલાઈ જાશે ચો- તરફ લાખો સળી.
✍️ અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા ( હાલ અમેરિકા)
[7/20, 6:03 AM] R S. Vyas.MEM: NGO SS NO : 0112
શબ્દ : સૂર, લય, સુરાવલી
વિભાગ : પદ્ય
શીર્ષક : સંગીતના મૂળ, સૂર, લય, તાલ
સૂર, લય, તાલ, એ સંગીતના મૂળ છે,
સંગમ થાય ન ત્રણનો ત્યારે સ્થૂળ છે.
સંગીત અને કલા તણો મુખ્ય આધાર છે.
સૂર જો બસૂરો તો જાણે બધુ બેકાર છે.
લય વિના ગાવુ એ પણ અત્યાચાર છે,
તાલ થાય બતાલ તો નર્યો હાહાકાર છે.
કલાના ચાહકો પણ ખૂબ જાણકાર છે,
કલાકાર જો ચૂકે તો, કરતા પડકાર છે.
સંતવાણીને ડાયરામાં,સંગીતની મોજ છે,
સૂર લય તાલ થકી, સુરાવલીની મોજ છે.
લોક ભવાઇ ક્ષેત્રમાં,સંગીત સાચો પ્રાણ છે,
સૂર, લય, તાલ,વિના ભવાઇ નિષ્પ્રાણ છે.
રાજેશભાઇ એસ વ્યાસ ” રાજ ”
ધ્રુવનગર,,,,, મોરબી