[2/6, 12:00 AM] Pradip: NOG..S.S.NO:- 0086
વિષય : પ્રેમસંબંધની દીવાલ ઉપર ચણતર / પ્લાસ્ટરનાં હસ્તાક્ષર.
પ્રકાર: ગદ્ય, પદ્ય
શીર્ષક : રિડેવલપમેન્ટ
આજકાલ જ્યાં જુઓ ત્યાં પડું પડું થતાં જૂનાં કે જર્જરિત ઘરો ભોંયભેગા કરી એનાં પર નવી ઈમારત ચણવાનો વાયરો છે. રિડેવલપમેન્ટનો આ વાયરો ફક્ત જૂનાં, ખખડી ગયેલાં કે પડવાનાં વાંકે ઊભેલાં ઘરો કે ઈમારત પૂરતો જ કેમ ?? જુનાં, ખખડી ગયેલાં કે તૂટું-તૂટું થતાં સંબંધો માટે પણ જો આવો રિડેવલપમેન્ટનો એક નાનકડો પ્રયાસ થાય તો ?? એક કલ્પના ગણો કે વિચાર પણ અમલમાં મુકવા જેવો ખરો હો !
કદાચ પડવાનાં વાંકે ઉભેલી એ જર્જરિત ઇમારતને ડેમોલિશ કરી,
ફરીથી વિશ્વાસનાં મજબૂત પાયા ખોદી, સમજદારીનું ચણતર કરી,
કોન્ક્રીટમાં સિમેન્ટ રેતીની સાથે થોડી લાગણી અને સંવાદ ભેળવી,
ઈચ્છા અને અપેક્ષાઓનાં ભારની ઈંટો બરાબર સમતોલ ગોઠવી,
અમથી નારાજગી પર ચૂનો લગાડી એક મધુર હાસ્યનું લીંપણ ફેરવી,
તૂટેલી સંવેદનાની ભીતર પાંપણે આંજેલા અશ્રુથી દીવાલોને ભીંજવી,
ભુલાઈ ગયેલી છતાંય મહેંકતી યાદોથી સરસ મજાનું રંગકામ કરી,
પાછું નવી ટેકનોલોજીનાં કારણે વધુ જગ્યાની શક્યતા પણ ખરી,
આટલું અમથું કરીને શું કામ એક નવી જ ઈમારત તૈયાર ન કરી શકીયે ?
ચાલને ‘ઝીલ’ સંબંધોની ભલે રિડેવલપ્ડ છતાંય મજબૂત ઇમારત ચણીયે.
સંબંધોની એવી ઇમારત જે ટાઢમાં કે તાપમાં, વાવાજોડું હોય કે વરસાદમાં,
પૂર આવે કે ભૂકંપમાંય અડીખમ ટકી રહે ભલેને પાનખર આવે કે વસંતમાં..!!
ઘણી વાર માત્ર એક લાગણીભીનો સંવાદ ઘણાં બધા વાદવિવાદ દૂર કરી દેતો હોય છે બસ જરૂર છે તો માત્ર એક પ્રયાસની. તો તમે પણ તમારાં જીવનમાં આવા સંબંધોને મજબૂત કરવાં એક નાનકડો પ્રયાસ કરવાની પહેલ કરશોને ?
– વૈભવી જોશી ‘ઝીલ’
સિડની, ઓસ્ટ્રેલિયા
[2/6, 12:00 AM] Pradip: NG 0078
પ્રકાર – પદ્ય *(ગીત)*
વિષય – પ્રેમસંબંધની દીવાલ પર ચણતર/
પ્લાસ્ટરના હસ્તાક્ષર
હૈયાના બગીચામાં રોપાયું સુંદર બીજ,
ફૂટી કૂંપળ ને શરૂ થઈ ગઈ પાંગરવાની જીદ.
મળી થોડી ભીનાશ એ તો ફટ ઊછરી ગયું,
લીલુંછમ વાતાવરણ એને સારું ફાવી ગયું,
એવામાં મેહુલિયો વરસ્યો, ચમકી ત્યાં વીજ,
કહો તમે જ કોરું રહે પણ કોઈ એવામાં શીદ?
એલા, કોરા કાગળ પર થઈ ગઈ સુંદર છાપ,
કોણે પાડી દીધી આવીને, આવી સુંદર ભાત?
પ્રેમ-શાહીથી હસ્તાક્ષર કરવાની કેવી આ રીત!
નયનમાં વંચાય છે કે બેઉને થઈ ગઈ છે પ્રીત.
નવું નવું કંઈક જુદું જુદું થાય છે ચણતર,
મનગમતું મધુરું એવું છે મનડામાં કળતર,
હળવે હળવે ગાય છે કોઈ મસ્ત મીઠું ગીત,
રંગીન ચણેલી દીવાલો જોઈ થ્યું દલડું પુલકિત.
હૈયાના બગીચામાં રોપાયું સુંદર બીજ,
ફૂટી કૂંપળ ને શરૂ થઈ ગઈ પાંગરવાની જીદ.
– શ્વેતા તલાટી
[2/6, 12:00 AM] Pradip: NOG SS 0108
વિષય – પ્રેમસંબંધની દિવાલ ઉપર ચણતર
શીર્ષક – પ્રેમની અભિવ્યક્તિ
તું તારી સુંદરતાના લીધે નઈ પણ તારી એ નિર્દોષ માસૂમિયત ના લીધે મને ગમે છે.
તારો એ મેક-અપ વગરનો ચહેરો અને એ ચહેરાની કાતિલ અદાઓ મને ગમે છે..
હા… તારી એ સાદગીનો શણગાર મને ગમે છે.
તું બીજી છોકરીઓની જેમ મોઢે ઓઢણી નથી બાંધતી પણ તારી એ માથે ઓઢણી નાખવાની આદત મને ગમે છે..
હા… તારી એ સાદગીનો શણગાર મને ગમે છે.
“જીન્સ” અને “શોર્ટ” તું ક્યારેય નથી પહેરતી
પણ તારો એ સાદો-સિમ્પલ ડ્રેસ જ કયામત લાવે છે.
હા… તારી એ સાદગીનો શણગાર મને ગમે છે.
તું બીજાની જેમ નાના વાળ કે વાળમાં કોઈ ફેશન નથી કરતી… પણ મને તારા એ
લાંબા વાળ અને લાંબા વાળમાં વાળેલો એ એક ચોટલો ગમે છે.
હા… તારી એ સાદગીનો શણગાર મને ગમે છે.
તારી એ આંખોમાં તારે કાજલ કે આઈ-લાઈનર લગાવવાની જરૂર નથી, મને એ તારી સાદી-સિમ્પલ દરિયા જેવી આંખો ગમે છે.
હા… તારી એ સાદગીનો શણગાર મને ગમે છે.
કોઈ એવી વસ્તુ જ નથી જે તારી સુંદરતાને વધારી શકે, તું જેવી છે એવી જ મને ખૂબ ગમે છે.
હા… તારી એ સાદગીનો શણગાર મને ગમે છે.
– અર્જુન પાનસર “વનવાસી”
[2/6, 12:00 AM] Pradip: NOG SS NO – 0037
વિષય – પ્રેમ સંબંધની દીવાલ ઉપર ચણતર.
શીર્ષક – સબંધોની સંવેદનાઓ.
કોણ કહે છે,
ફૂલોજ મહેકે છે.
માનવતા પણ મહેકતી હોય છે.
કોણ કહે છે…
ગયેલાં પાછા ન આવે,
આત્મીય જનોની યાદ,
મંગલ કામનાઓ અર્પી જાય છે.
કોણ કહે છે…
સબંધો બધાં સ્વાર્થના.
સબંધોની સુવાસ જીવાડી જાય છે.
કોણ કહે છે…
સંવેદના વેદના બક્ષે છે.
આપણી પ્રકૃતિ જ આપણને નડે છે.
કોણ કહે છે….
અડચણો અગણિત છે,
તેનું આંકલન જ ખોટું કરીએ છીએ.
કોણ કહે છે….
પ્રેમના દ્વારે ચક્ષુ હોય છે.
સ્નેહની સરવાણી હૈયાને સ્પર્શી જાય છે
કોણ કહે છે…
સંબંધો આજીવન નથી ટકતાં,
અઢી અક્ષર પ્રેમમાં વિશ્વ સમાય જાય છે.
કોણ કહે છે….
ઇશ્વર ક્યાંય નથી મળતો.
આત્માનું પરમાત્માં સંગનું જોડાણ ‘ઈશ’છે
કોણ કહે છે, ‘
‘પ્રેમ ‘ વહેચાય છે.
અત્ર,તત્ર,સર્વત્ર પ્રસરી જતો,
તે પ્રભુનો પ્રસાદ છે.
સંબંધોની સંભાળ સ્નેહનું આલિંગન,
સંવેદનાઓનું પ્લાસ્ટર પ્રેમથી કરજો,
જિંદગી બાગબાન બનશે.
હેમલતા દિવેચા ” હેમ ”
[2/6, 12:00 AM] Pradip: બાબુ સંગાડા..”મહેક”
NOG SS NO 109
વિષય :-પ્રેમ સબંધની દિવાલ ઉપર પ્લાસ્ટર/પ્લાસ્ટરના હસ્તાક્ષર
શિર્ષક :-પ્રેમ
પ્રકાર :-ગધ
” ધીખેલો છો રહે વાયરો વસંતના ઈન્તજારે મેં,
કોયલને નિમંત્રણ દૈ દીધું છો વૈશાખ અવતરે.
———————–“મહેક”
પ્રેમ પવિત્રને અદ્દભૂત સંવેદના છે,હ્રદયની ભીંતર જન્મ લે,સુશોભનો કે સૌંદર્યનું આડંબર નહી,હ્રદયનું હ્રદય સાથેનું મિલન,ઐક્ય,તાદાત્મક્તા,અનુભૂતિ તેમાથી ઉછરેલ હ્રદયનો અવાજ એટલે પ્રેમ ,પ્રેમના અનેક પ્રકાર છે ભાઈબહેન ,માતપિતા,ઈશ્વર કે પ્રેયસીનો પ્રેમ હોય છે.આ બધામાં નિસ્વાર્થ પ્રેમનું સ્વરૂપ ઈશ્વરિય આનંદ આપે છે.એકાકાર થવું,તેનામય બની જવું,એકરૂપ થવું વૈચારિક મૂલ્યો એક સરખા અનુભવાવું આ બધું પ્રેમની અનુંભૂતિ છે.પ્રેમ એ લાગણીનો ઉદ્દવેગ નથી અલૌંકિક શક્તિ છે.જે સતત ઝંખ્યા કરે છે.
માતપિતા ભાઈબહેન વચ્ચે જન્મેલો પ્રેમ પવિત્રને લોહીના સબંધોનો હોય જેના માટે લોક સમર્પિ જવા તૈયાર હોય ,ઈશ્વર શબ્દ સાથે લગાવ હોવાના કારણે માણસ એટલો ગળાડૂબ બની જાય કે આખો સંસાર છોડવા તૈયાર થઈ જાય છે.સમાજ તૂચ્છ લાગવા માંડે છે,ભૌતિક સુખ માત્ર આનંદનું સાધન સમજવા લાગે ત્યારે સંન્યાસ ધારણ કરી માણસ સમાજને તરછોડતો હોય છે.આપણે જાણીએ છીએ કે પ્રેમ માનવજીવનને ઘણું આપે છે ને ઘણું તરછોડાવે છે.એટલે તો પ્રેમ સમર્પણ ,ત્યાગ ,બલિદાન ની ભાવના સાથે ધબકે છે.સમયે ત્રણે ભાવના પ્રેમના અદ્દભૂત અલંકારો ગમે તે સ્વરૂપે કામ કરતા,પ્રેમને સાર્થક કરે છે.અહી નતો સીમા,મર્યાદા,સમાજ,ધર્મ
રોકી શકતા ન દિવાલો બનાવી શક્યા,સુવાસની જેમ પ્રસરી જાય છે,દુર્ગંમ પંથોમા.,વિશ્વાસનું બીજું નામ પ્રેમ છે ને પ્રેમનું બીજું નામ વિશ્વાસ છે.
એટલે તો રામસીતા,રાધાકુૂષ્ણ,શિવપાર્વતી,જેવા નામો જોડાયા છે નહીત્તર આવું બન્યુ ન હોત,ઈતિહાસના અમરપાત્રો આજે ઈશ્વરિય સ્થાન ભોગવે છે.જેની પાછળ બલિદાન,
ત્યાગ ,ને સમર્પણની ભાવના ભારોભાર છલકે છે.જગ માત્ર પ્રેમ શબ્દના આધાર પર ટકી રહ્યું છે,કદાચ આ ના હોત તો જગનું કોઈ મહત્વ રહ્યુ ના હોત.પ્રેમના અદ્દભૂત તાતણે ઝીલાય રહ્યુ જગ જન્મજન્માંતરો સુધી તેના આધારે સુૂષ્ટિનું સંચાલન થશેને સુૂષ્ટિ ટકી રહેશે.
“પ્રેમમાં સમર્પિ થવું,કોઈ પણ ભોગે પ્રેમને ઉજાગર કરવો,ત્યાગ એટલે બન્ને પ્રેમીઓનું સુખ તેમના ત્યાગથી સંભવ હોય તો પ્રેમનો ત્યાંગ કરતા આવડવું જોઈએ ,બલિદાન
જો આપણા પ્રેમના બલિદાનથી પરીસ્થિતિઓ સુખદ્દ નિર્માણ થતી હોય તો તમને તમારા પ્રેમનું બલિદાન દેતા આવડવું જોઈએ નહી કે તમારું.પ્રેમ અદ્દભૂત શક્તિ છે,અદ્દભૂત વિહારને અદ્દભૂત વિશ્રામો છે. માનવ જીવન પ્રેમ નામની અલૌંકિક નીવના આધાર પર ટકી રહ્યું છે. છેલ્લે પંક્તિ ટાકી વાત પુરી કરું તો..
“મ્હોબત્ત ,ઈશ્ક,પ્યાર અનેકરૂપે હ્રદય છાયો,
જગ એટલે ખિલ્યુ ફુંલો જેમ અમન ભરીને.
બાબુ સંગાડા..મહેક