[2/5, 1:24 AM] Pradip: NOG NO.0059.
“વસંત ના વધામણાં” ના વિષય ને અનુરુપ મારી કવિતા જે
“શબ્દ સુગંધ” મા છપાયેલીછે તે મૉકલી રહ્યોછુ.
“વસંત નૉ વૈભવ”
=============
વસંત આવી શું શું લાવી
ઠંડા ઠંડા વાયરો લાવી
ફાગણ કેરો ફાગ લાવી
ફૂલડા કેરો છાબ લાવી
પતગિયાંનો પમરાટ લાવી
પ્યારે’ વસંત આવી…
કેસુડાને સંગ લાવી
હોળી કેરા રંગ લાવી
ભાઈચારાનો ભાવ લાવી
આંબા ડાળે મોર લાવી
કોયલ કેરા ટહુંકાં લાવી
પ્યારે’વસંત આવી…
યોવન નો ઉન્માદ લાવી
પૂર્ણતાનો સંદેશ લાવી
વિરતાની હાક લાવી
સોળે શણગાર લાવી
મનભાવન વસંત આવી
પ્યારે’ વસંત આવી…
જયકાન્ત ઘેલાણી-પ્યારે”.
[2/5, 1:24 AM] Pradip: NOG SS : 0086
વિષય : વસંતનાં વધામણાં
પ્રકાર : પદ્ય
વાસંતી વાયરો વાયો ને હૈયે ફૂંટી નાની – શી કૂંપળ,
ઉગ્યો કુમળો સ્પર્શ, ને બરછટ ટેરવાં થયાં સળવળ.
મ્હેંક્યું રોમેરોમ આજ તો, ને મ્હોર્યો કેસુડો ડાળે-ડાળ,
ભરબપોરે ટહુકી મીઠડું કોયલ આજ આંબલિયા ડાળ.
ગહેંક્યો મોરલો કહી ગયો સાનમાં ને થયું મન ચંચળ
નદીએ આવ્યાં નીર ને વહી ગયું આ ઝરણું ખળખળ
વેઠી પાનખર તો આવી વસંત આજ મનને આંગણ,
વસંતનો વૈભવ ક્યાં ટકે? બે ઘડી મનમાં જાગે ફાગણ
માણી લે આ ક્ષણોને ‘ઝીલ’, ક્યાં લગી શ્વાસોનું પહેરણ,
પાનખરનાં હૈયે ટહુકી રહ્યું છે વાસંતી મહેંકનું સ્મરણ.!!
– વૈભવી જોશી ‘ઝીલ’
[2/5, 1:24 AM] Pradip: NOG: SS: NO.:0101
વસંતના વધામણાં ના વિષયને અનુરૂપ મારી કવિતા
*વસંતઋતુ*
આવી રે આવી રે વસંતઋતુ આવી રે
છૈલા ગુમાની રે વસંતઋતુ આવી રે
ત્રિવિધ પવન સુખે સરે મનોહર નાચે રે
ભમરાઓ ગુંજે રે વસંતઋતુ આવી રે
કોમલ અંગી મૃગનયની અતિ હી ઝૂમે રે
લાલ લહેંગા ઘૂમે વસંતઋતુ આવી રે
આવ્યું જોબન કામિની પ્રિય સંગ ખેલે રે
રંગરસિયા ઝૂલે વસંતઋતુ આવી રે
મન મોહ્યું તારામાં વસંતઋતુ આવી રે
તન મન ધન આપ્યું રે વસંતઋતુ આવી રે
[2/5, 1:24 AM] Pradip: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- વસંતના વધામણાં
સલુણા વસંતની આ સ્નેહભરી ઘડી છે,
કુદરત જાણે ખોબલે-ખોબલે સોનેથી મઢી છે.
કેસુડાની મોજુદગીથી ડાળ-ડાળ શોભી પડી છે,
પિયુ મિલનના તલસાટે ધરા એ ચૂંદડી લીલી ઓઢી છે.
વસંતની આલબેલની કેસૂડા એ પોકારી છડી છે,
ફૂલડાના તાણે-તાણે ફોરમ મનભરીને ચઢી છે.
વનરાજી પણ વાયરા સંગ મસ્તીએ ચઢી છે,
કોયલના કુંજારવ સાથે પ્રકૃતિએ તાન છેડી છે.
ભ્રમરના ભમરાવા માટે ફૂલોની બેડી છે,
ફૂલોએ સપ્તરંગી રંગો સાથે સંગત જોડી છે.
પ્રેમની હેલી માનવ હૈયે ખૂબ ચઢી છે,
પશુ-પક્ષીનેય ‘ઋતુરાજ’ ની રંગત રુડી છે.
પાનખરથી જર્જરિત થયેલા વૃક્ષોના રૂપ પર પુન: યુવાની ચઢી છે,
‘સમય બદલાય છે’ એ પ્રતીતિ કરવાની આ ઘડી છે.
રંગોએ નિખરવા સુગંધનેય સાથે તેડી છે,
ક્યાંક ઉન્મુક્ત થઈ નાચતી ધરા, તો ક્યાંક લાજની બેડી છે.
આશાઓને ઉમંગોની નિશાની આ વસંતમાં જ પડી છે,
મારા અસ્તિત્વની સુંદર ક્ષણો મને હંમેશા વસંતમાં જ જડી છે.
અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૦૪/૦૨/૨૨.
[2/5, 1:24 AM] Pradip: NOG.S.S.NO:0032
સાહિત્ય સરિતા
વિષય: વસંતપંચમી
પ્રકાર : પદ્ય
શીર્ષક: *વસંતનુ આગમન*
વસંતના વાયરા વાયા,અને પાનખરે વિદાય લીધી.અને મળ્યો મારા પ્રીતમનો સંદેશ….
વસંતપંચમીના પગલે મળી છે મને વસંતો,
વસંતે ટહુક્યા મોર અને મળ્યો મારા પ્રીતમનો સંદેશ.
વસંતના સંગ રંગે રંગાયા,ફ્ળ ફૂલ ગુલાબી સંગ રંગ, અને મળ્યો મારા પ્રીતમનો સંદેશ.
સૂર તાલ મિલાવી ઢેલડી સંગ,વાયરે ઉભી ઓલી ચકલી સંગ, અને મળ્યો મારા પ્રીતમનો સંદેશ.
ફરફર કરતી ઉડે આકાશ સંગ,આકાશે બ્લુ વાદલડી સંગ, અને આવ્યો મારો પ્રીતમનો સંદેશ.
આંબાવાડિયામાં ટહુકી મીઠડી કોયલ,અને આંબે આવ્યા મ્હોર.અને મળ્યો મારા પ્રીતમનો સંદેશ…
વનરાવનમાં ઓલો મોરલીયો ટહુકાર કરે અને નાચે એની મીઠી ઢેલ.અને મળ્યો મારા પ્રીતમનો સંદેશ.
ડાળીએ ડાળીએ ફૂલડાં ખીલ્યાં અને મધુરપ વેરે ઓલો ભ્રમર. અને મળ્યો મારા પ્રીતમનો સંદેશ.
રંગરંગના ફૂલડાં પર ઉડે રંગબેરંગી પતંગિયા અને ગણ ગણ કરતી મધમાખીઓ. અને મળ્યો મારા પ્રીતમનો સંદેશ.
વેલલત્તાના હિંડોળા વચ્ચે વાગે કાનાની બાંસૂરી ,રાધાજી સ્મિત વેરે અને મળ્યો મારા પ્રીતમનો સંદેશ.
વસંત ખીલ્યો એની વાસંતી સંગ, પ્રણય ફૂલ્યો અને ફાલ્યો અંગ અંગ અને મળ્યો મારા પ્રીતમનો સંદેશ.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
4/2/2022
[2/5, 1:24 AM] Pradip: NOG સાહિત્ય સરિતા ગ્રુપ
વિષય:-વસંત પંચમી
શીર્ષક:-“વધામણાં વસંતનાં”
nog no. 106
નામ:- મુક્તિદા કુમાર
‘મનચલી’
———-
પગલે પગલે રે
પાનખર ને
કોરા ધાકોડ, એકલસૂડાં ઝાડવાંની ડાળીઓ!
એ પંખીડાંનો
ચહચહાટ
હા સાવ લૂખો લાગે !
જોને આ
પગલે પગલે તે
પાનખરની પાછળ,
ફૂટતી એ ગુલાબી
કીસલય-કૂંપળીઓ!!
હારે!! વસંતની
વધામણી દે હો જી.
આજ ઓચ્છવ
ઊજવાય પંચમી!
ખિલખિલાટ ચહચહાટ
કુંજગલી કરતી.
સૂતી સજાવતી
આનંદે ધરા.
આજ પંચમીના
રે ગીત ગાતી ગાતી
પગલે પગલે રે
પાનખરને…
ફુલડે ફુલડાથી
ફોરમ વહાવતી
વસંત પંચમી…
આનંદે ધરા
આજે પંચમી..
[2/5, 1:24 AM] Pradip: NOGSS/0044
પ્રકાર:- પદ્ય
વિષય:- વસંત
શીર્ષક:- વસંતને આવકાર.
આવકારીએ
હૈયે ધરી ઉમંગ
વસંત ત્રુતુ.
વસંત ત્રુતુ
લાવે હર્ષ ઉલ્લાસ
આનંદાનંદ.
હર્ષ ઉમંગ
વસંતમાં ઉછળે
ચોગરદમ.
સહુની પ્રિય
વસંત ત્રુતુ આવી
આનંદાનંદ.
વસંત ત્રુતુ
હૈયે થનગનાટ
મિલન કાજ.
વસંત ત્રુતુ
કવિ ગ્રહે કલમ
રચે કવન.
ખીલે પલાશ
વસંત કેરો ઠાઠ
કરે બેચેન.
ખીલી વસંત
અધરે સળવળાટ
મિલન કાજ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[2/5, 1:24 AM] Pradip: *NOG SS NO: 004*
*વિષયઃવસંત*
*શબ્દ*૧૦૫*
*શીર્ષકઃ આજ વસંત આવી*
કૂંણા ટહુકારનો રણકાર કરતી
પીળા પાનેરી શણગાર કરતી,
આજ વસંત આવી..☘️
મુશ્કારતી મંદ મંદ મધુરું ઉષા આવતી,
રોશનીનો તેજ-પુંજ તે ચહુ ફેલાવતી,
આજ વસંત આવી…☘️
કોકિલા તેના સૂર આંબે ટહુકાવતી,
સંગીતની સરવાણી જાણે રેલાવતી,
આજ વસંત આવી…☘️
મા શારદાનાં પૂજન અર્ચન કરાવતી,
સોળે શણગાર સજી ઋતુ આ આવતી,
આજ વસંત આવી..☘️
રંગોની રંગપંચમીનાં પ્રસરાવતી,
સરસોંની ડાળીઓ સૌને મહેકવાતી,
આજ વસંત આવી..☘️
ઋતુઓનો રાજા ને ..
ઋતુઓની રાણી કહેવાતી,
બારે માસ સૌને તે વાટ જોવડાવતી,
આજ વસંત આવી…☘️
સૌને અંતરમને આનંદ વરસાવતી
પ્રિય તું મનભાવન સૌની ચહિતી,
આજ વસંત આવી..☘️
*જયશ્રી પટેલ*
*૫/૨/૨૨*
[2/5, 1:24 AM] Pradip: NOG SS No : 0110
પ્રકાર : ગદ્ય
વિષય : વસંતપંચમી
શીર્ષક : ‘વસંતોત્સવ’
લેખકનું નામ : નિખિલ કિનારીવાળા (અમદાવાદ)
*‘વસંતોત્સવ’*
હિન્દુ પંચાગ પ્રમાણે મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી એટલે વસંતપંચમી,જે હિન્દુ સંપ્રદાયમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસને મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. સરસ્વતી માતાને સાહિત્ય, સંગીત અને કલાની દેવી માનવામાં આવે છે. એમણે ધારણ કરેલ વીણા સંગીતનું, પુસ્તક સાહિત્યનું અને વાહન મયૂર કલાની અભિવ્યક્તિ કરે છે. સરસ્વતી દેવીને જ્ઞાનની દેવી પણ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે મા સરસ્વતીના આગમનથી પ્રકૃતિનો શ્રૃંગાર થયો અને માનવ જીવનમાં સાહિત્ય અને કળા નો ઉમેરો થયો. તેથી વસંતપંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા અર્ચના કરવાનું એક અલગ માહાત્મ્ય છે.
કુદરતે આપણને ઋતુઓની વિવિધતા પ્રદાન કરી છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું એ ત્રણ મુખ્ય ઋતુઓ છે. ભારતમાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, શીશીર અને હેમંત આ છ પેટા ઋતુઓ છે. એમાં વસંતને તો ઋતુઓનો રાજા સંબોધાય છે. બધી ઋતુઓમાં વસંતઋતુના સૌદર્યની વાત જ નિરાળી છે. આ ઋતુમાં કુદરત તો સોળે કળાએ ખીલી જ ઉઠે છે, પણ સાથે સાથે માનવીના હૈયા પણ ઝુમી ઉઠે છે.વસંતનો આ અનેરો વૈભવ કવિઓની કલમ અને ચિત્રકારની પીંછીને અવનવા સર્જનની પ્રેરણા આપે છે.
વસંતપંચમી વસંતઋતુના વધામણાં લઈને આવે છે. વસંત ૫હેલાં શિશિર આવે છે. શિશિરમાં વૃક્ષ-વેલાના પાંદડા સુકાઇને ખરી ૫ડે છે. વસંત એ નવસર્જનની ઋતુ છે. વાસંતી વાયરા સુકાઇ ગયેલા વૃક્ષો અને વેલાઓમાં નવા પ્રાણ પૂરે છે. તેમની ડાળીઓમાં નવી કૂં૫ળો ફૂટે છે. સૂકાભઠ્ઠ ખાખરાના વૃક્ષો પણ કેસુડાના લાલચટક ફૂલોથી છવાઈ જાય છે. કમળના ફૂલોથી સરોવર શોભી ઊઠે છે. વસંતઋતુમાં ઉ૫વનોમાં પુષ્પોના મનમોહક રંગો અને સુગંધ તેના અનુપમ સૌંદર્યમાં ઉમેરો કરે છે. ભમરાના મધુર ગુંજારવ અને કોયલના કર્ણપ્રિય ટહુકાથી વાતાવરણ જીવંત બની જાય છે.
વસંતઋતુમાં શીતળ વાસંતી વાયરો અને સૂર્યનાં કોમળ કિરણોનો સ્પર્શ માનવજીવનને તાજગીથી તરબતર કરી દે છે. ઋતુના પ્રાકૃતિક વૈભવથી અભિભૂત થયેલો માનવી વિવિધ ઉત્સવો ઉજવીને વસંતોત્સવ મનાવે છે. આપણા દેશમાં આ ઋતુમાં હોળી અને ધૂળેટીના ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે અને ચોમેર ઉછળતા અબીલ-ગુલાલમાં જીવનનો ઉલ્લાસ છલકે છે. ઢોલ, ત્રાંસા અને મૃદંગના તાલ સાથે ગવાતી વસંતના ગીતોની મીઠી ધૂન અનેરો આનંદ આપે છે. આમ વસંતઋતુ એ માનવજીવનને સાચા અર્થમાં નવપલ્લવિત કરનારી ઋતુ છે.
[2/5, 1:24 AM] Pradip: N.O.G. S.S. No 0102.
વિષય.:- વસંત પંચમી.
પ્રકાર. :- . ગદ્ય.
શીર્ષક. :- વસંત પંચમી અને દ્વારકામાં તેની ઉજવણી.
માહ મહિના સુદ પાંચમનો દિવસ એ વસંત પંચમીનો ઉત્સવ .સારા ભારત અને દુનિયાના દેશોમાં તેને, મનાવવામાં આવે છે.વસંત પંચમી ,અખાત્રીજ, બેસતુ વર્ષ ,એવા દિવસો છે જેને વિજય મુહૂર્ત ના દિવસો તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય કરવા માટે આ દિવસોમાં કોઈ પણ પ્રકારનું મુહૂર્ત જોવામાં આવતું નથી અને બધા સારા કાર્યો થઇ શકે છે.
વાસ્તુપૂજન લગ્ન વગેરે ઘણા બધા કાર્યો આ દિવસે કરવામાં આવે છે.
રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો મુકામ તેણે વનમાં વસાવ્યો ,વસંત ઋતુ નો મહિમા કવિઓએ ખૂબ ગાયો છે .ચારે તરફ અનેક પ્રકારના વિવિધ રંગી ફૂલો ખીલે છે. ફળ-ફળાદી ,ધન-ધાન્યની ચારેબાજુ ભરમાર હોય છે. વસંત ઋતુનું વાતાવરણ પણ ખૂબ સુંદર અને આલ્હાદક હોય છે અને મનને આનંદ આવતો હોય છે .
આ દિવસે લોકો મોટાભાગે લગ્ન કરતા હોય છે.
સીતારામના લગ્ન થયા હતા ત્યારે જનક રાજાએ વસંત પંચમીને દિવસે પોતાની પુત્રી સીતાને વિદાય આપી હતી.
દ્વારકાની જો હું આપને વાત કરું તો ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરમાં વિશેષ પૂજા અર્ચના થાય છે .બપોરે એક વાગ્યાથી શરૂ કરી અને ત્રણ વાગ્યા સુધી વિશેષ પ્રકારના ભગવાનને વસંત પંચમીના શણગાર ધરાવવામાં આવે છે ભગવાનને જુદી જુદી રીતે આ અલંકારોઅને વસ્ત્રોથી સુશોભિત કરવામાં આવે છે. તેની આસપાસ બોર, શેરડી , જીંજવા રાખવામાં આવે છે .ભગવાનને દાળિયા અને ધાણી તેમજ જુદી જુદી જાતના અનેક ભોગ ધરાવવામાં આવે છે .શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન દ્વારકાનાથ ની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે. સેંકડો લોકો આ દર્શન માટે દ્વારકા ઊંમટે છે .ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી અને આનંદ પામેછે. છે ત્યાર પછી ધાણી અને દાળિયાનો પ્રસાદ લોકોને આપવામાં આવેછે.
દ્વારકામાં આજે ઘણી બધી ઠેકાને લગ્નના મંડપમાં બંધાયા છે . શરણાઇઓ વાગે છે.લોકો લગ્નનના આભૂષણો અને અલંકારો સજી અને જતા હોય છે .લગ્નનો માહોલ ,લોકોની અવરજવર ,ખાણીપીણી વગેરેથી પણ આખું દ્વારકા જાણે કોઈ રંગીન નગરી બની હોય તેવું લાગે છે. ચારે બાજુથી ઠેકાણે ઠેકાણે લગ્નનો માહોલ લોકોના ટોળા, ભગવાનના દર્શન ચારે બાજુ બજારમાં પણ શોભા અને ગીરદીજોવા મળે છે.આમ દ્વારકાનો વસંત પંચમીનું ખૂબ મહત્વ છે. લોકો ભગવાનના દર્શન કરી ગોમતી નદીમાં સ્નાન કરે છે અને પુણ્ય પ્રાપ્ત કરે છે . ઢોલ શરણાઇ સાથે અને બેન્ડવાજા સાથે ફુલેકા નીકળે છે. રસ્તામાં લોકો ફટાકડા ફોડતા હોય છે અને આમ વસંતપંચમીનું સુંદર અને રંગીન વાતાવરણ જોવામાં આવે છે.
રતીલાલ વાયડા
નવી મુંબઈ.
૪/૨/૨૦૨૨. શુક્રવાર.
[2/5, 1:24 AM] Pradip: *નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- વસંતપંચમીના વધામણાં…
*પ્રકાર*- પદ્ય
*શીર્ષક*- કુદરતનો ગુણ!
****************************
ચલી સંગસંગ રાગ રાગિણી ને ભ્રમરે આલાપ છેડ્યો..
ખીલ્યાં ડાળડાળ પર ફૂલો ને મીઠો ગુંજારવ સંભળાયો..
ઋતુરાજ વસંતે જ્યાં દમદાર પગરવ છે માંડ્યો..
મનનાં સપ્તરંગી રાગોએ આલાપી પ્રેમરાગને છેડ્યો…
હૃદયનાં તારતાર ઝંકૃત થૈ ને તનનો તંબુરો ડોલ્યો..
કુદરતે છેડી સરગમ! ત્યાં પેલો વાયરો લયબદ્ધ વાયો..
લીલુડી ધરતી ને વન વન મહેક્યાં ત્યાં, ઉઠયાં રે શમણાંમાં શૂળ..
નાનકી કળીઓને યૌવન ફૂટયું..જોને રંગીન બની છે ફુલ..
ગહેકયું આ મન બહેકી બાવરુ બની કેમ કરે ના કોઈ ભૂલ ?
હરિયાળું થાવું ને આપીને જાવું એ તો છે કુદરતનો ગુણ!
નામ – *ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
[2/5, 1:24 AM] Pradip: N O G S S NO 0089
વિષય વસંત
શીર્ષક
વસંતમાં વેણુ વાગી
પ્રવિણા અવિનાશ
—-
વસંત તારું આગમન
તારો અનેરો ઉલ્લાસ
–
તું રુતુઓની રાણી
કુદરત પોકારે વધામણી
–
વાગી રહી કાનાની વેણુ
ઘેલી સઘળી વ્રજની ધેનુ
–
વૃક્ષો થાય નવ પલ્લવિત
કુંપળ ગાયે મધુરા ગીત
–
તું આવે જગ લહેરાયે
નાના મોટા સહુ હરખાયે
પ્રવિણા અવિનાશ
[2/5, 1:24 AM] Pradip: NOG.SS.NO.0098
પ્રકાર:- ગદ્ય
વિષય:- વસંત પંચમી
શીર્ષક:- વસંતોત્સવ
સમગ્ર દેશમાં વસંત પંચમી નું અનેરો મહત્વ છે. મુખ્ય ઋતુઓ ત્રણ હોય છે શિયાળો ,ઉનાળો ચોમાસુ.
વસંત ,શિશિર ,શરદ ,ગ્રીષ્મ ,વર્ષા અને હેમંત છ પેટા ઋતુઓ છે.
વસંતને ઋતુઓની રાણી પણ કહેવાય છે .વસંત પંચમી એ પ્રકૃતિનું રમણીય સ્વરૂપ જોવા મળે છે. વસંત પંચમી વસંતઋતુના વધામણા લઈને આવે છે અને વસંત ઋતુ નું સ્વાગત કરે છે.
બ્રહ્માજીની પુત્રી માં સરસ્વતી નો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો એટલે આ દિવસે સરસ્વતી માતાનું પૂજન નું અનેરૂ મહત્વ છે .સરસ્વતી દેવી જ્ઞાન અને વિદ્યાની દેવી છે. આ દિવસે જ્ઞાન પ્રાપ્તિ માટે વિદ્યાર્થીઓ સ્કૂલો ,કોલેજો તથા શિક્ષણ સંસ્થાઓ માં સરસ્વતીની મૂર્તિ સ્થાપીને પૂજા-અર્ચના કરીને આશીર્વાદ મેળવે છે.
ઋષિ ભગીરથની તપસ્યાથી ને કારણે વસંત પંચમીના દિવસે જ ગંગાજીનું પણ અવતરણ થયું હતું એટલે ગંગાસ્નાનનું આ દિવસે વિશેષ મહત્વ છે.
વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં વસંત પંચમીના દિવસે બાલકૃષ્ણના સ્વરૂપની “વસંત પૂજન ” થાય છે.સતત ૪૦દિવસ ફાગ ગીતો ગવાય જેણે હોળી ઉત્સવ કે ફાગ ઉત્સવ કહેવાય છે.
કોઈપણ શુભ કાર્ય વસંત પંચમીના દિવસે કરી શકાય છે. વસંતમાં અનેકો યુગલ લગ્નગ્રંથિથી જોડાય છે .વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ.
✍️
લીના શર્મા
હાલોલ
[2/5, 1:24 AM] Pradip: NOG -SS NO – 1030
વિષય – વસંતપંચમી
વિભાગ – ગધ
શબ્દ -૩૫૦
શીર્ષક – જ્ઞાનપંચમી
સંગેમરમર જેવી સુંદર રત્નાનાં લગ્ન શહેરનાં જાણીતા ઉધોગપતિનાં સોહામણા પુત્ર અનંગ સાથે થતાં જ તે તેનાં જીવનની વસંતનો આનંદ માણતી હતી .
દિલ્હીની “સાઇઝ એવન્યુ” જેવી “પોશ લોકાલીટી “ માં ભવ્ય બંગલો , નોકર -ચાકર, રસોઇયો, શોફર, મોટર વગેરે ભૌતિક દ્રષ્ટિએ એક સ્ત્રીની ઝંખના કરતાંય અધિક સુખો તેને પ્રાપ્ત થયાં હતાં .
પતિ અનંગ પણ અતિ પ્રેમાળ હતો . લગ્ન બાદ છ માસ તો હરવા – ફરવાનાં એટલા આનંદથી પસાર થઇ ગયા કે પ્રત્યેક દિવસ સોનાનો લાગતો અને રાત રૂપાની લાગતી . અનંગ જ્યારે “ સ્વીટી ! સ્વીટી ! “ કહી સંબોધતો ત્યારે તેને લાગતું કે વિશ્વપટ પર તેના જેટલી સુખી સ્ત્રી બીજી કોઇ નહિ હોય !
એક સાંજે અનંગે ઓફિસેથી આવીને રત્નાને એક પત્ર આપ્યો . રત્નાએ પત્ર વાંચવા માંડ્યો.
મિ. અનંગ મહેતા ,
તમારી પત્ની “કિલઓપેટ્રા” જેવી છે. રૂપમાં અને ગુણમાં પણ તમારી પત્ની લગ્ન પહેલાં ચારિત્ર્યહીન હતી અને લગ્ન પછીય ચારિત્ર્યહીન રહી છે .તેનો મુક્તાચાર અટક્યો નથી . એના કાતિલ રૂપનું ઝેર તમારી રગેરગમાં એવું પ્રસરી ગયું છે કે મહોરા પાછળનો સાચો ચહેરો તમે જોઇ શક્તા નથી . તેની આંખો તમારા વૈભવ પર છે .
લિ . તમારી શુભેચ્છક .
રત્ના તો આ વાંચતા જ ક્ષુબ્ધ બની ગઇ . તેને ગંભીર થતાં જોઇ અનંગે કહ્યું “ આ કોઇ મનોવિકૃતિ માનસ ધરાવતી વ્યક્તિનું કામ લાગે છે .”
પહેલા પત્રને હળવાશથી હસી કાઢનાર અનંગ વારંવાર આવતા, એક જ પ્રકારનો ધ્વનિ પ્રગટાવતાં પત્રોથી બેચેન રહેવા લાગ્યો .
અનંગની અવિશ્વાસથી ભરેલી નજર રત્ના સહન ન કરી શકી .નનામી પત્રોએ તેઓનાં જીવનની વસંતને પાનખરમાં ફેરવી લીધી હતી .કોઈના કોઇ પણ કારણ વગર તેઓની મન: સ્થિતિ વિચિત્ર બનતી રહી અને સહનશીલતાની સીમા આવી જતા રત્ના માતાપિતાનાં ઘરે આવી ગઇ હતી .
આજે લગ્નની પહેલી વર્ષગાંઠ હતી . તે ઇચ્છવા લાગી કે અનંગની અશ્રદ્ધાનું મૃત્યુ થાય અને મને તેડવા આવે .
ઘરનાં દરવાજે અનંગને ઊભેલો જોઇ રત્ના આનંદવિભોર થઇ ગઇ .
અનંગ સક્ષોભ બોલ્યો , “ રત્ના તું નિર્દોષ છે આ પત્ર કૌભાંડ આપણને વિખૂટાં પાડવા સર્જાયું હતું .
કોલેજમાં રુચિ મારાં પ્રેમમાં હતી . મે તેના પ્રેમનો સ્વીકાર કર્યો ન હતો . હતાશ થઇ તેણે આ માર્ગ અખત્યાર કર્યો હતો . તારાં ગયા બાદ તે મારી હમદર્દ બની હતી અને મારો વિશ્વાસ બંધાતાં એણે મને પામવા માટે લખેલા પત્રોનો એકરાર કર્યો હતો .
આજે વસંતપંચમીનાં પ્રવિત્ર દિવસે જ મારી ભૂલનું મને જ્ઞાન થયું. પ્રકૃતિનાં આ સર્વોત્તમ ઉત્સવની આપણે મનભરીને ઉજમણી કરીએ . “
નિલમ દોશી
મુંબઇ
[2/5, 1:24 AM] Pradip: NOG SSNO – 0050
પ્રકાર – પદ્ય મૌલિક
શીર્ષક – વસંત પંચમી
શીર્ષક – વસંત ની હેલી.
………………………………..
યૌવન આજે હેલે ચડ્યું..!
ઋતુ રૂડી ને ,વ્હાલ રૂડું…!
માસ વસંતનું..!
કે હજી કડકડતી ઠંડીમાં ઝાડ પણ થોડાં ઠીઠુરાઈ ગયેલાં, પણૅ ,વૃક્ષો સિકુડાઈ ગયેલાં..!
શરીરને પણ ઉષ્માથી ચેતનવંતુ કર્યા..!
વસંતએતો સૃષ્ટિનું યૌવન છે..!
વસંત એતો સૃષ્ટિનું યૌવન છે..!
જીવનને નિસર્ગનો છલછલ છલકતો વૈભવ..!
તરુવરનો શણગાર ,
નવપલ્લવિત થયેલું , ખીલેલું
મધમધમતી સુવાસથી મ્હેકી ઉઠતું..!
હૃદય છલકાવું વાતાવરણ ખેતરો મહીં પોકારતી છડી..!
પીળી સરસવ ,પીળો ઘમરક ગરમાળો, કેસરિયો કેસુડો , લાલ ચટક ગુલમહોર…!
જાણે ઈશે છાંટ્યા રંગોનાં લસરકા પૃથ્વી પણ નવપલ્લવિત થાય…!
પીયુને જોઈને આળસ મરડીને નવયૌવનનો સંચાર થાય..!
આજનો માનવ શું..?
પ્રકૃતિમાં રેલાતી ચેતનાને માણે છે શું..?
પ્રકૃતિએ ઈશ્વરને દર વર્ષે જુના પત્તા ખરે ને ,
નવી કૂંપળો રૂપે નવાં ફૂલો આવે…!
ઉપવન મહેંકી જાય ,
પક્ષીઓ ચહકે. .!
પ્રકૃતિની જેમ બીજાં માટે જીવીએ…!
એજ ક્ષણ વસંત પંચમી ,
ને વસંતોત્સવ..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી