[2/1, 12:36 PM] Jig a. Bombay. Andheri: NOG SS-0001
વિષય- પ્રેમ સંબંધની દીવાલ ઉપર ચણતર
શીર્ષક- *સંબંધોના સમીકરણ*
ગર્ભનાળ દ્વારા શરૂ થતાં સંબંઘો
કેટલાંય પરિપ્રેક્ષ્યમાં જીવતાં રહ્યાં..
બાળક બની જીવનપથનાં સંબંધો,
ધીમેધીમે અંતિમશ્વાસ સુધી વિસ્તરતાં રહ્યાં……
ખાટાં મીઠાં , સારા નરસાં વિવિધ સંબંધો,
જીવનરૂપી સમીકરણમાં ગોઠવતાં રહ્યાં….
અદકેરું અંતરમાં જાળવતાં સંબંધો,
અપેક્ષા કે આશા વગર પ્રેમરૂપે સ્થાપતાં રહ્યાં……
ધીમી ધીખતી ધૂણી જેવાં કેટલાંય સંબંધો,
સમયની રાખ બની તોય હેમરૂપે ઝગતાં રહ્યાં…
સૂર્યમુખી કે રાતરાણી જેમ ઉગતાં સંબંધો,
સમયની માંગ સમજીને નીભાવતાં રહ્યાં…..
લોહીનાં કે પછી હોય લાગણીનાં સંબંધો,
સાચી સમજણથી જ પુષ્પરૂપે ખીલતાં રહ્યાં..
ચપટીભર વ્હાલપથી ઉભરાતાં સંબંધો,
પાનખરમાં પર્ણરૂપે આપમેળે ખરતાં રહ્યાં..
જીવનમાં કરોળિયાનાં જાળા જેવાં સંબંધો,
“નિયતી”નાં લક્ષ્યરૂપી તાણાવાણામાં ગુંથાતાં રહ્યાં……..
જીજ્ઞા કપુરિયા “નિયતી”
[2/1, 12:46 PM] Jig a. Bombay. Andheri: NOG SS 0002
શીર્ષક- સંબંધોના સમીકરણ
*સંબંધોના સમીકરણ*
આજના આધુનિકયુગમાં દરેક સંબંધના સમીકરણ બદલાઈ ગયા છે. જો કોઈ સંબંધ બાકી રહ્યો હોય તો તે છે *લાગણીના સંબંધ.*
આ એક જ સંબંધ એવો છે જેને કોઈ નામ કે ઉપનામ ન હોય ફકત ૠણાનુબંધ જ હોય. એક એવો સંબંધ જેને કોઈ બંધન ન હોય અને જેનાં સાંનિધ્યમાં કલાકો વિતાવીને પણ મન તૃપ્ત થતું જ નથી, જેનું આપણા જીવનમાં આગવુ સ્થાન હોય છે એનાં પર મારી કવિતા રજુ કરું છું.
*એ લાગણીનો સંબંધ*
ક્યારેક કોઈ એક અમસ્તી જ ઓળખાણ હોય,
તોય મનના તાર જોડાયા હોય,
ક્યારેક મૂક કબુલાત કે સંમતિ હોય,
તોય અસ્વીકૃતિની પીડાને લાગણી હોય.
*એ લાગણીનો સંબંધ*
ક્યારેક થકવી દેનારો અને ગુસ્સો ઉપજાવનારો હોય,
તોય પરાણે વહાલા લાગે એવાં હોય,
ક્યારેક સમાજના બંધન નડતા હોય,
તોય મદમસ્ત બનીને જીવતાં હોય.
*એ લાગણીનો સંબંધ*
ક્યારેક સ્વેચ્છાએ આળસમરડીને માથું ઊંચકનારા હોય,
તોય મુશ્કેલીમાં સાથ ન છોડનારા હોય ,
ક્યારેક સમયાંતરે ભૂત, ભવિષ્ય કે વર્તમાન બદલનારા હોય,
તોય અનોખો માનસિક આધાર હોય.
*એ લાગણીનો સંબંધ*
ક્યારેક એને સમજવામાં થાપ ખાઈ જતાં હોય,
તોય પોતીકાની અંતરથી લાગણી હોય ,
ક્યારેક થાકી હારીને ફરિયાદ કરી લેતા હોય,
તોય મસ્તિષ્કમાં અવિરત એના જ વિચાર હોય .
*એ લાગણીનો સંબંધ*
જે તમને અનુભવ અને સંજોગથી જ સમજાય છે. આવા આ લાગણીઓના ઘોડાપૂરને રોકવા કરતાં એ સંબંધનું મનોમંથન કરીને તો જોજો મારા વહાલા તમારું હૃદય પુલકિત અવશ્ય થઈ જશે.
જીજ્ઞા કપુરિયા “નિયતી”
[2/1, 4:01 PM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૧૩
વિષય :પ્રેમસંબંધ ની દીવાલ
ઉપર ચણતર/ પ્લાસ્ટરના
હસ્તાક્ષર.
શીર્ષક : સર્જનાત્મક પ્રેમ
પ્રેમ , પ્યાર , લવ, ઇશ્ક,
મહોબ્બત બે કે ત્રણ
અક્ષરના કેવળ શબ્દો છે.
પરંતુ એના જબરજસ્ત પ્રભાવથી, અનુભવથી કોઈ
આબાલવૃદ્ધ વંચિત રહી શક્યું
છે ?
“It is better to love and
loss than nevar to love
at all.”
“To love and to be loved” કોને નથી ગમતું ?
પ્રેમ એટલે સમસ્યાઓનો
સરવાળો અને યાતનાઓનો
ગુણાકાર. પ્રેમ એટલે
ક્ષણિક સુખ
અનંત દુઃખ.
પ્રેમમાં રહેલા કોમળ સ્પંદનો,
એકબીજામાં ઓગળી જવાની
અંતરની વેદના.
એકબીજાની કાળજી
એકબીજાની ખેવના
એકબીજાની ઉત્ક્ટતા
પ્રેમ એટલે પવિત્ર મિલન
અસીમ પ્રેમની સચ્ચાઈ.
આપણે જેની સાથે સંબંધમાં
આવીએ અને પછી જો એને
પ્રેમ કરીએ તો એ પ્રેમ
સર્જનાત્મક હોવો જરૂરી છે.
અને આ પ્રેમ સર્જનાત્મક પ્રેમને બીજા પ્રચલિત પ્રેમ
કરતા ભિન્ન પાડ્યો છે.ખરેખર
તો પ્રેમ કોને કહેવો અને
અચાનક પ્રેમના માલિક
બની જઈ પોતાનો હક
જમાવી દેવો એને પણ લોકો
પ્રેમ કહે છે.ભલે એ ક્ષણિક
પ્રેમ હોય. હવે તો કોઈ
તરફ અનોખું આકર્ષણ થયું
હોય તો એને પણ પ્રેમમાં
ખપાવી દેવાય છે. બે જણા
દાદરા ઉપર ઊભા હોય તો
એને પણ પ્રેમથી નહીં પણ
શંકા ભરી નજરે જોવાય છે.
બે દિવસ પણ થયા ન હોય
અને એકબીજાને સાથે
જીવવાના અને મારવાના કોલ આપી દેવાય છે શું આ
સર્જનાત્મક પ્રેમ કહેવાય ?
પ્રેમ અસ્પષ્ટ નથી.
પ્રેમ ચોક્કસ છે.
પ્રેમમાં લાગણી છે.
પણ લાગણીનો અનુભવ
અનુભવે જ થઈ શકે છે.
અને જ્યારે લાગણીનો
અનુભવ થાય ત્યારે એ
સર્જનાત્મક પ્રેમ કર્યો
કહેવાય, પછી ભલે બંને
વચ્ચે મિલન થાય કે ન
થાય પણ પ્રેમ હંમેશા
સર્જનાત્મક જ રહેવાનો.
એ પછી કોઈપણ અબાલવૃદ્ધ
નો હોય.
સર્જનાત્મક પ્રેમ માટે પાત્રને
પ્રિય બનાવવા એની કાળજી
લેવી, એની જવાબદારી લેવી, એને માનપૂર્વક લાગણીસભર રાખવી, પછી
જો સંપૂર્ણ સમજ આવી જાય
તો પ્રેમ એક સર્જનાત્મક
પ્રવૃત્તિ બની જાય છે,જેમાં
શરીર,મોહ, વાસના કે
આકર્ષણને જરા પણ સ્થાન
નથી. અને આ સર્જનાત્મક
પ્રેમ ખાલી બંને વ્યક્તિ માટે
નહીં પણ બંને કુટુંબ માટે
અને સમાજ માટે પણ હોવો
જોઈએ.
હું ને મારી વહુ
એમાં આવ્યા સહુ
આ પ્રેમ સર્જનાત્મક નથી.
કોઈ છોકરી ભણતી હોય
એને રોજ બાઈક પર ફેરવો
અને ભણતર છોડાવી ,
દાદાગીરી કરી ભાગીને
લગ્ન કરી લ્યો અને પછી
એની ઉપર માલિકીભાવ
જતાવો તો આ પ્રેમ બિલકુલ
સર્જનાત્મક નથી,કેવળ
તમારી વાસના ને સંતોષવાનું એક સાધન છે.
બે વ્યક્તિમાં એવા ગૂઢ ગુણો
હોય જેનાથી બંનેને પરસ્પરનું કુદરતી આકર્ષણ
થાય કોઈ પણ પ્રયાસ વગર
ત્યારે સર્જનાત્મક પ્રેમનું
ચણતર થાય છે.
તમારામાં પ્રેમ હોય તો તમે
સામે વાળી વ્યક્તિમાં પ્રેમ
જન્માવી શકો.
ઘનશ્યામ વ્યાસ.
[2/2, 6:25 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- પ્રેમસંબંધની દીવાલ ઉપર ચણતર/ પ્લાસ્ટરના હસ્તાક્ષર
ઉબડ-ખાબડ સી એ ધરતી પર,
ક્યાંક સમજુતીની માટી ભરી તો ક્યાંક સમાધાનથી ખાડા કર્યા.
રચ્યો પાયો સંવાદ અને સુમેળથી,
સ્નેહ અને વફાદારીના ગારા કર્યા.
પ્રેમસંબંધનો પાયો રચાયે વર્ષો થયા,
શ્રદ્ધાની ઈંટો મેં મૂકી ને તે, ઉપર સમર્પણના ચણતર કર્યા.
વિશ્વાસ અને પ્રતિબદ્ધતાનું પાણી છાંટયુ,
અડીખમ સાથે જ રહેવાના સંકલ્પો કર્યા.
રચી સપનોની ઇમારત, હાડમાસ સીંચીને બેયે,
થોડા તે અભરખા મુક્યા, થોડા મેં ય જતા કર્યા.
હાથમાં હાથ પરોવી, ખભેથી ખભા મેળવી,
આવતા જો આંસૂ ક્યારેક, એકમેકની હથેળીમાં ઝીલ્યા.
તારી વેદના ટપકતી મારી આંખોમાંથી,
ને મારી ખુશીઓના તો તે માત્ર ગુણાકારો જ કર્યા.
ખીલી વસંતને ખીલ્યા પુષ્પો આપણી જીવનવાટિકામાં,
માનો કે ઇમારતને સુશોભિત કરવા પ્રભુએ રંગછાંટણા કર્યા!
થતી કોશિષ કાંગરા ખેરવવાની બહારથી ક્યારેક,
બચાવવા ઇમારતને આપણે જાતને હૈયું બેય આગળ ધર્યા.
ક્યારેક સંજોગોની એરણે ચઢયા તો ક્યારેક ઈશ્વરની કસોટી પર,
ના હથિયાર તે હેઠા મુક્યા ના મેં પારોઠના પગલાં ભર્યા.
ઉમંગોના રંગોથી સજાવતા રહયાં આપણી ઇમારતને,
સમય આવ્યે આશાઓને ફૂંકી અજવાળા આપણે કર્યા.
માનું છું પાડ ઈશ્વરનો કે તારા જેવો ‘પ્રેમદૂત’ મોકલ્યો,
પ્રેમસંબંધની આપણી ઇમારત પર જોને! ઈશ્વરે ખુદ હસ્તાક્ષર કર્યા.
અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૦૨/૦૨/૨૨.
[2/2, 7:18 PM] Pradip: ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG. SS: 0089
પ્રકાર : ગદ્ય
વિષય: “ પ્રેમ સંબંધની દિવાલ ઉપર ચણતર/પ્લાસ્ટરના હસતાક્ષર”
શીર્ષક : સંબંધ સુંવાળા
રેખા શુકલ- અમેરિકા
આજે ફરી અશુભ સમાચાર મળ્યા
હવે જૂના આલબમમાં નજર નાંખવી ગમતી નથી એકાદ બે પાના ઉથલાવીએ ને દેખાય આ જતા રહ્યા અને પેલી જતી રહી ક્ષણિક જીવ્યા કે પળ પળ મર્યા. ખરતા તારાના વેરાતા ઉજાસમાં એકબીજા સામે જોતા રહ્યા. ઉપરથી જ્યોતિના લગ્નમાં બધાએ કેટલી મજા કરાવેલી તે કેમ ભુલાય. હસી મજાકમાં પ્રસંગ પાર પડયા કેટલા સારા સંબંધ હતા કે ના કોઇ વાંધા કે વચકા થયા. જ્યોતિ ને મધુકરના લગ્ન ને પાંચ વર્ષ થયા દિપુ ને પીંકી પણ ત્રણ ને બે વર્ષ ના થઇ ગયા હતા. એક સુખી ત્રિપાઠી પરિવારનો સંસાર આગળ વધી રહ્યો હતો. પિતાજી ચાલ્યા ગયા ત્યારથી ભાઇએ મળવાનું બંધ કરી દીધું . ઉપરથી મમમી ને મળવા જ ન દે. ખબર નહીં શું છુપાવાનું હતું કે ભાઇ એવું કરતો હતો. ક્યારેક પ્રેમ નો દુરૂપયોગ લેવાય ને દિલ ભાંગી પડે પણ પોતાના પતિ ને બાળકોને સાચવી કામ કરે રાખવું. ક્યારેક ન સમજાય કે આઝાદ સંબંધમાં લોકો સંબંધ શોધે છે અને સંબંધમાં કેમ આઝાદી.
स्वर्ण स्वर भारत જોતા જોતા ઉભા થઇ જવાયું. અચાનક ફોનની ઘંટડી વાગી. તે ફોન લે તે પહેલા ડોરબેલ સાંભળી દરવાજો ખોલ્યો તો સામે મમમી ને ઉભેલા જોઇ ખુશ થઇ ગઇ.ઝટ અંદર બોલાવી લીધા પાછળ ભાઇ આવ્યો છે નહીં તે જોઇ હાશકારો થયો. અંદર આવી ગયા પછી બોલ્યા મને ઇંડિયા જવું છે મને મદદ કરીશ ને? ગયા વર્ષે તો જઇ આવેલા ને હવે પાછા ? હા મારે શ્રાવણ માસ ત્યાં કરવો છે ને રક્ષાબંધન પણ બધાને મળીશ શાંતિથી પૂજાપાઠ તો કરી શકીશ. છોકરા નાના હોય ત્યારે સમય કયાં જતો રહ્યો ને હવે સમય જતો જ નથી. જૂના ધરમાં જઇ તારા પપપાની જૂની યાદો તાજી કરી આવું. પછી કોણે જોઇ છે?
સંબંધનું પણ એવું કે જરાક લાગણી મળે ને પાછો પાંગરી ઉઠે. આમ ભાઇની જાણ બહાર ઇંડિયા પહોંચ્યા ને બીજા જ વીકે ભાઇએ બારીમાંથી ચોંકાવયા કે મારાથી ભાગી નહીં શકાય. માર પડ્યો સહી કરાવી ઘર પડાવી લીધું ગમે કે ન ગમે અમેરિકા પાછા જઇ ત્યાં જ કામ કરવાનું છે. સૂજી ગયેલા ડાબા ગાલવાળો ફોટો પાસપોર્ટ માં તે દિવસની હજુ ચાડી ખાય છે. સંબંધ પર પ્લાસ્ટર માર્યું જીવન છે બાળ કછોરું થાય માવતર કમાવતર ન થાય. પછી આ જ વાત જ્યોતિએ દહોરાવી તો મમમી બોલ્યા કે જે સાંભળે તેને કહેવાય..!!
બાળકોના ભાવિ માટે પહેલા વિચારતી મા એ કેટલું સમજવાનું? કેટલું જતુ કરવાનું ? કોનું કોનું કરે જ રાખવાનું ? આમ સંબંધની દિવાલ પર કાચું પાકું ચણતર કરાયું.આજે પંદર વર્ષે બાળકોથી દૂર પોતે પણ તે જ સ્થાને આવી ઉભી ? જ્યોતિ ઘબ બેસી પડી. દરેક જણ પોતાનો પૂરતો પ્રયાસ કરે
ક્યાંક કશું છૂટી પડે. વર્ષો જાયને સમજણ આવે યાદોના પ્લાસ્ટર ના પોપડાં ઉખેડી પડે ભીની આંખો દિવાલ ભીંજે.
જ્યોતિ ની ઉંચાઇ નો વધતો આંક જોઇ બધું યાદ આવી ગયું ને મમમી હસી પડી. સંબંધનો મિનાર લાગણીનું પાણી ને યાદોનું ચણતર બસ બધું કડડડડ ભૂસ !
— રેખા શુકલ.અમેરિકા
[2/2, 7:38 PM] Mina Mangroliya.MeM.NOG: NOG..S.S.NO:- 0032
સાહિત્ય સરિતા
વિષય :પ્રેમસંબંધની દીવાલ
ઉપર ચણતર/ પ્લાસ્ટરના
હસ્તાક્ષર.
પ્રકાર: ગદ્ય (વાર્તા)
શીર્ષક :*રઘલાની રઘલી*
રંગપૂર નામે ગામ હતુ..ગામના પાદરમાં એક વડલો અને વડલાની વડવાઈએ હીંચેકો… સુંદર મજાનો ચોરો અને સાંજ પડે મંદિરની ઝાલર વાગે.
ગામ બહુ પછાત હતું. લગભગ બધા અભણ હતા.એમાં એક રવજીભાઈ શેઢાનું ઘર. એના દિકરાનુ નામ રઘલો. બાળપણથી સગપણ થયા હતાં. એની વહુનું નામ રઘલી. બંને વચ્ચે ખૂબજ પ્રેમ.ખોળિયા નોખા પણ જીવ એક. બાળપણથી રઘલાએ રટ લીધી ભણવાની. નાના કાળા સૂપડાં પર ક,ખ,ગ,ઘ લખતો.ગામથી દૂર પગપાળા એક શાળામાં ભણવા જતો.હોશિયાર બહુ હતો ભણવામાં.રઘલો અને રઘલી જોત જોતામાં મોટા થઈ ગયા. લગ્ન લેવાયા…
સમય પસાર થતા રઘલાના બાપુ ને ભગવાનનું તેડુ આવ્યું..પરલોક સિધાવ્યા પછી રઘલાની માડી પણ ટૂંકી માંદગીમાં મરી ગઈ.રઘલી અભણ હતી. દેખાવે ભીંનેવાન પણ સુંદર એવી રઘલી અભણ પણ હિસાબે કિતાબે હોંશિયાર હતી રઘલો ભણી ગણી શહેરમાં નોકરી મળી.તેથી રઘલીને એકલી ગામ મૂકી શહેર ગયો.
રજામાં ઘેર આવતો.રઘલો જયા નોકરી કરતો એ મેડમે એને પરદેશ નોકરી માટેની ઓફર કરી
રઘલો મૂંઝવણમાં મૂકાયો . પણ સારી કમાણી મળશે એ જાણી હા પાડી…
હવે રઘલાએ એની રઘલી ને વાત કરી રઘલી માની ગઈ.રઘલીને ચડતા દિ હતા. રઘલીની એક દૂરની માસી ને ત્યાં મૂકી રઘલો પરદેશ નોકરી કરવા હાલ્યો.સુંદર સુશિલ સરળ અલ્લડ રઘલીનો રઘલો અમેરિકા જેવા દેશમાં નોકરી જવા નીકળ્યો એટલે થોડી ઉદાસ હતી.એને મનમાં થતુ હતું કે દરિયા પાર દેશમાંથી રઘલો કયારે પાછો આવશે?
રઘલી દિવસ રાત રઘલાને યાદ કરી વિતાવે છે અને 3 વિઘા જમીનમાં પેટ્યું રળી ખાય છે.
વાસીદુ કરે. કૂવેથી પાણી ભરી આવે.ગાયો ચારવા લઈ જાય.અને માસી સાથે આરામથી સમય વિતાવે છે.9 મહિના થતા એને પેટે દિકરી જન્મે છે.
આ બાજુ પરદેશ માં એક દિવસ રઘલો મેડમ સાથે કારમાં ઓફિસથી ઘેર આવતો હતો .
વાતચીત દરમ્યાન મેડમે રઘલાને લગ્નની ઓફર કરી. બિચારો રઘલો અવાક્ થઈ ગયો.
રઘલાએ મેડમ ને કહ્યુ, મારી રઘલી મારી ઘેર રાહ જુએ છે.અને મેડમને માથે જાણે વીજળી પડી.. અને એક કારમો અકસ્માત થયો.રઘલાને બહું નહોતું લાગ્યું પણ મેડમ પથારીવશ થઈ ગયા. હોસ્પિટલમાં રઘલો મેડમની સેવા કરે છે.
રઘલી જયા કામ કરતી હતી ત્યાં રઘલાએ ફોન કર્યો. અને બધી માંડીને વાત કરી.ત્યારે રઘલીએ એટલુ જ કહ્યુ કે મેડમજીને આપણે ત્યાં લઈ આવો હું એમની સેવા કરીશ.આપણે ત્રણેય સંપીને રહીશું. *આમ પ્રેમ સંબંધની દિવાલ પર પ્રેમનાં પલાસ્ટરનાં હસ્તાક્ષર* થયા.આવી હતી રઘલાની રઘલી.ભલે ગમાર પણ લાગણીશીલ…
*મીના માંગરોલીયા મીનુ*
*અમદાવાદ*
2/2/2022