[2/3, 12:36 AM] Pradip: NOG SS :- 0038
વિષય :- ગુજરાતી વાનગી રેસિપી
વિભાગ :-ગદ્ય
શીર્ષક :-ચીલની ભાજી
અમારા ગામમાં શિયાળામાં ચીલની ભાજી ને રોટલા
વધારે પ્રમાણમાં ખવાય છે.મને યાદ છે દાદા ખેતરેથી ચીલ વીણી લાવે અને દાદી એને ધોઈને એકએક પાનું ચૂંટીને બાફવા મૂકી દે.
વલોણા ની છાશ હોય અને મકાઈનો જાડો લોટ (ભડકું) હોય. છાશમાં પ્રમાણસર મકાઈનો લોટ ઓગાળી
ને બફાયેલી ચીલની ભાજી વધાર માં નાખી અંદર છાશ રેડી દેવાની. પછી લસણ, લીલામરચા અને આદુની પેસ્ટ
નાખી એને ઉકાળવાની. બરાબર તબળવા લાગે એટલે
ભાજી કઢી કરતા જાડી થાય.
ગરમાગરમ ભાજી સાથે ચુલે બનેલા રોટલા
ઉપર ઘી ગોળ લઈ ખાવાની મજા કઈક જુદીજ હોય છે.
અને હા ભાજી લગભગ માટીના વાસણમાં બનાવે.
શહેરની મસાલેદાર વાનગીઓ અને ફાસ્ટફૂડ થી મન ભરાઈ ને પાછું ગામડા ની રસોઈ તરફ લલચાય છે.એ સ્વાદ ને એ દાદીના હાથની મીઠી રસોઈ યાદ આવી જાય.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
[2/3, 12:36 AM] Pradip: *નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- વાનગી રેસિપી
*પ્રકાર*- ગદ્ય
*શીર્ષક*- કાલી રોટી – ધોલી દાલ
****************************
કેટલાંક મંદિર, મઠો કે ધાર્મિક મેળાવડાઓની મુલાકાત દરમિયાન જોઈએ છીએ કે સાધુ-સંતોને જમાડવાની પ્રથા હોય છે. આ ભોજનને સામાન્ય રીતે ભંડારો કહેવાય છે.
આવા જ એક ભંડારા દરમિયાન મેં…. *”કાલી રોટી ધોલી દાલ કા ભંડારા હૈ.. માતાજી પ્રસાદ લેકે જાના”* સાંભળ્યું ને કાંઇક નવું લાગ્યું. અને વિચાર્યું આ કેવું ભોજન હશે! અને જ્યારે ભોજન પીરસાયું ત્યારે રહસ્ય ખુલ્યું.. આ માલપુઆ સાથે બાસુંદી કે દૂધપાકના ભોજનની વાત હતી.
સાધુ-સંતોનું પ્રિય ભોજન ચાલો આપણે સૌ જાણીએ… *માલપુઆ*
*માલપુઆની સામગ્રી :-*
૧ ઘઉંનો લોટ (સાદો) એક વાટકી
૨ ગોળ અડધી વાડકી
૩ મરી 10-12 નંગ
૪ વરિયાળી ૧ નાની ચમચી
૫ દહીં ૨ ચમચી
૬ ખાવાનો સોડા બે ચપટી
૭ ઈલાયચી પાવડર અડધી ચમચી
૮ તળવા માટે ઘી/તેલ
૯ સજાવટ માટે બદામ પીસ્તાની કતરી
*રીત*
સૌપ્રથમ આશરે દોઢ વાડકી હુંફાળા પાણીમાં ગોળને ઓગાળી દો. તેમાં દહીં ઉમેરો. મરીને અધકચરા ખાંડી અને વરિયાળી મસળીને ઉમેરો. લોટને ધીમે ધીમે ગઠ્ઠા ના પડે તેમ હલાવતાં ઉમેરો. બે ચપટી ખાવાના સોડા ઉમેરી ખૂબ હલાવી ઢોંસાના ખીરા જેવું ખીરું તૈયાર કરો.
માલપુઆ ઉતારવા માટે ચાચર વપરાય પણ તેની અવેજીમાં ફ્લેટ નોનસ્ટીક પેન કે લોખંડ અથવા એલ્યુમિનિયમની કઢાઈ પણ ચાલે. કઢાઇમાં ઘી કે તેલ ગરમ થાય એટલે તેમાં ૧ નાની વાડકી કે ચમચાથી ખીરું રેડવું. મધ્યમ આંચ પર થવા દેવા.. એક બાજુ તળાઈને ઉપર આવે ત્યારે ચીપિયાથી તેને પલટાવીને કડક થવા દેવા. સરસ ગોળ જાળીદાર માલપુઆ ઉતરશે. સુશોભન માટે બદામ-પિસ્તાની કતરીને ઉપર ભભરાવી દેવી.
મસ્ત કઢીયેલ દૂધપાક, બાસુંદી કે રબડી સાથે ખાઈ શકાય. માલપુઆ વિવિધ રીતે પણ થાય છે. ઓછો ગોળ નાખ્યો હોય તો ઉપર મધ નાખીને ખાઈ શકાય અથવા દોઢ તારની ચાસણીમાં બોળીને બહાર કાઢી સુશોભન કરીને પણ ખવાય.
આ કાલી રોટી મતલબ માલપુઆ અને ધોલી દાલ એટલે દૂધપાક, રબડી કે બાસુંદીનું જે ગઠબંધન થાય તે તો મીઠાઈ પ્રેમીઓને ચોક્કસ નવાબી મિજબાની જ લાગવાની હો..
નામ – *ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
[2/3, 12:36 AM] Pradip: NOG SS NO. 60
વિષય : ખાના ખજાના
વાનગી : લીલાં લસણનો લાડવો.
લીલાં લસણનો લાડવો બનાવવા માટેની સામગ્રી.
1. 500 ગ્રામ લીલું લસણ
2. 700 ગ્રામ બાજરીનો લોટ.
3. 200 થી 250 ગ્રામ જેટલું સીંગતેલ.
4. મીઠું.
5. દેશી નળિયાનો મોટો ટૂકડો.
પૂર્વ તૈયારી: લીલું લસણ છોલી, સાફ કરીને એકદમ બારીક સમારવું.
આ એકદમ ટ્રેડિશનલ વાનગી છે. તેને સીઝનલ વાનગી પણ કહી શકાય. તેનું કારણ એ કે લીલું લસણ શિયાળામાં જ મળતું હોય છે. તે ઉપરાંત લસણની તાસીર ગરમ હોવાથી તેનો ઉપયોગ શિયાળાનાં ભારે ઠંડા વાતાવરણમાં જ કરવો હિતાવહ છે. તો ચાલો, જોઈએ સ્વાદિષ્ટ ટ્રેડિશનલ વાનગી લીલાં લસણના લડવાની રીત.
પદ્ધતિ:
પહેલાંનાં જમાનામાં ચૂલા, સગડી વગેરે ઉપયોગમાં લેવાતાં. જ્યારે હાલ આપણી પાસે માત્ર ગેસ સ્ટવ ઉપલબ્ધ હોઈ તેનો ઉપયોગ આપણે નળિયું તપાવવા માટે કરીશું.
ગેસનાં એક બર્નર પર નળિયાનાં ટૂકડાને તપવા મૂકી દો. ત્યારબાદ બીજાં બર્નર પરમાટીની તાવડી મૂકી રોટલા બનાવી લો. હવે એક મોટી, પહોળી અને થોડી ઊંડી કથરોટ લો. તેમાં વચ્ચે એક રોટલો મૂકો. તેની આસપાસ બીજાં રોટલાં પણ ગોઠવી દો. હવે વચ્ચેનાં રોટલા પર સમારેલાં લીલાં લસણની ઢગલી કરી દો. ત્યારબાદ તપીને લાલચોળ થઈ ગયેલું નળિયું તે લસણ પર મૂકો. એક નાની તપેલીમાં સીંગતેલ કાઢી લો. હવે એક હાથે નળિયા પર તેલ રેડીને બીજાં હાથ વડે કથરોટની સાઈડમાં ગોઠવેલાં રોટલાં નળિયા પર ઢાંકી દો.
એકથી બંને કામ ન થાય તો બીજાં વ્યક્તિની મદદ લઈ લેવી. તેલથી નળિયાનો ધૂંગારતી વખતે અને રોટલાં નળિયા પર ઢાંકતી વખતે દાઝી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવું.
ગરમ નળિયા પર તેલ રેડવાથી વરાળ નીકળશે તે વરાળ રોટલાની અંદર રહી જવી જોઈએ. માટે તેલ રેડીને રોટલા વડે નળિયું ઢાંકયા બાદ ત્રણ-ચાર મિનિટ માટે રોટલાને ટ્વિમ જ દબાવી રાખવા. પછી પાંચથી સાત મિનિટ બાદ તે નળિયું સાણસી વડે દૂર કરીને હાથ વડે રોટલાનો ભૂક્કો કરી નાંખવો. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેને સરસ મિક્સ કરી દેવું. ત્યારબાદ આ મિશ્રણનાં લાડવા વાળી લેવાં.
શિયાળુ ભટા રીંગણનો ઓળો, ગાજર-મરચાંનો સંભારો, ખીચિયા પાપડ, મગદાળ કે તુવેરદાળની ખીચડી, રાઈવાળા લીલાં મરચાં અને છાશ જોડે આ વાનગીને આરોગવાથી શિયાળાની ઓર મજા માણી શકાય છે અને બધી ઠંડી ઉડી જાય છે.
નળિયું ન મળે તો રોટલા લસણની ઢગલી કરી ઉકળતું તેલ નાંખીને પણ આ વાનગી બનાવી શકાય છે. બાકી બધું જ ઉપર બતાવેલ રીત પ્રમાણે કરવું. જો કે નળિયાના ધૂંગાર જેટલો ઓથેન્ટિક ટેસ્ટ તેમાં નથી આવતો.
આ વાનગી હું મારાં મમ્મી પાસેથી શીખી છું. આ લખવાને બહાને હું મારાં બાળપણનાં સ્વાદિષ્ટ સંસ્મરણો તાજાં કરી શકી.
અસ્તુ.
ભગવતી પંચમતીયા ‘રોશની’
[2/3, 12:36 AM] Pradip: NOGSS No. : 0034
વિષય : ગુજરાતી વાનગી રસોઈ રેસિપી
શીર્ષક : ઘારી
સામગ્રી:
250ગ્રા. મેંદાનો લોટ
500ગ્રા. ઘી
પૂરણ માટે:
250ગ્રા. મોળો માવો
150ગ્રા. દળેલી ખાંડ/ (બુરું ખાંડ)
100ગ્રા. બદામ
100 ગ્રા. પિસ્તા
15/20 તાંતણા કેસર
પા ચમચી ઈલાયચી
જરાક જાયફળ
જરાક દૂધ
સૌ પ્રથમ મેંદાનાં લોટને ચાળી લો. તેમાં મૂઠ્ઠી પડતું ઘીનું મોણ નાંખીને લોટ બાંધી લો. દસેક મિનિટ એને ઢાંકીને મૂકી દો.
હવે પૂરણ માટે મોળા માવાને છીણી લો. ત્યારબાદ એક કડાઈમાં ધીમે તાપે તેને શેકી લો. એકદમ ઠંડુ કરી તેમાં દળેલી ખાંડ(બુરું ખાંડ) ઉમેરો. ત્યારબાદ પિસ્તા અને બદામને મિક્ષરમાં અધકચરા પીસીને માવામાં ઉમેરો. દૂધમાં પલાળેલું કેસર ઉમેરો. ઈલાયચી પાવડર પણ ઉમેરો.બધું સરખું મિક્સ કરી ત્યારબાદ તેમાંથી નાનાં નાનાં પેંડા જેવા ગોળ ઘારીનાં શેપમાં લુઆ બનાવવા. મોલ્ડ હોય તો એનાથી પણ બનાવી શકાય.
હવે મેંદાનાં લોટની નાની અને એકદમ પાતળી પૂરી બનાવી, કિનારીએ પાણીવાળો હાથ ફેરવી દેવો. ત્યારબાદ માવાનાં બનાવેલ પેંડો મૂકી કચોરીની જેમ સરખું બંધ કરી દેવું. આવી રીતે બધી ઘારી તૈયાર કરી લેવી.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરવું. ધીમે તાપે ઘારીને તળી લેવી. બધી એકસાથે ન નાંખવી. એક-બે જ નાંખવી. આછા ગુલાબી રંગની તળવી.
ઘારીને ત્રણ-ચાર કલાક ઠરવા દેવી. ત્યાં સુધીમાં એક કડાઈમાં થોડું ઘી ગરમ કરવું. ત્યારબાદ તેને ઠંડું અને ઘટ્ટ કરવા માટે ગોળ ચમચાથી સતત હલાવવું. હવે આ ઘટ્ટ ઘી ઘારી ઉપર રેડવું. ત્યારબાદ તેની ઉપર કેસર,પિસ્તા-બદામની અને ઈલાયચીનાં પાવડરથી ગાર્નિશ કરવું.
–ડૉ. રેખા શાહ
[2/3, 12:36 AM] Pradip: NOG ss no.0007
વિષય : ગુજરાતી વાનગી
શીર્ષક : લીલાં વટાણાની પેટીસ
સામગ્રી :
૧) ૧ કિલો શાકના લીલાં વટાણા
૨) ૧ કિલો બટેટા
૩) ૨૫૦ ગ્રામ આરા લોટ
૪) આદુ,મરચાંની પેસ્ટ
૫) લીલું લસણ,કોથમીર ઝીણાં સમારેલાં
૬) ૨ ચમચી તલ, કિશમિશ, કાજુના ટુકડા, સૂકા કોપરાનું ખમણ
૭) મીઠું સ્વાદાનુસાર
૮)તળવા માટે તેલ
રીત : લીલા વટાણાને છોલીને ગ્રાઈન્ડરમાં અધકચરા વાટી લેવાં.બટેટાને બાફી છૂંદો કરી એમાં જરૂરીયાત પ્રમાણે આરાલોટ અને સ્વાદાનુસાર મીઠું નાખી કણક બાંધવી.કડાઈમાં ત્રણ ચમચા તેલ નાખી તેલ ગરમ થાય એટલે વાટેલાં વટાણાનો માવો નાંખી ધીમા તાપે શેકવો.માવો ચઢી જાય ત્યાં સુધી શેકવો.પછી ગેસ બંધ કરી વટાણાના માવાને ઠંડો થવા દેવો.માવો ઠરી જાય એટલે એમાં સ્વાદાનુસાર મીઠું,આદુ, મરચાંની પેસ્ટ, લીલું લસણ, કોથમીર,કાજુ,કીશમિશ,તલ.ખોપરાનુ ખમણ નાંખીને પૂરણ તૈયાર કરવું.હવે બટેટાના માવામાંથી લૂવો લઈ હાથમાં જ હથેળી પર દબાવી પૂરી બનાવી એમાં વટાણાનુ પૂરણ ભરી ગોળ પેટીસ બનાવવી.ગોળ પેટીસને આરાલોટમાં રગદોળી બાજુ પર મૂકવી.આ રીતે બધી પેટીસ વાળી તૈયાર કરવી.ત્યારબાદ કડાઈમાં તેલ પૂરી કડાઈમાં ધીરે ધીરે બે કે ત્રણ પેટીસ નાંખી પેટીસ બદામી રંગની થાય ત્યાં સુધી તળવી.આ લીલાં વટાણાની પેટીસ ફૂદીનાની તીખી ચટણી અને ખજૂર આંબલીની ની ખાટીમીઠી ચટણી સાથે પીરસવામાં આવે છે.
[2/3, 12:36 AM] Pradip: NOG SS. NO. 0097
વિષય: ગુજરાતી વાનગી
શીર્ષક : શાહી ભેળ
આજ કાલ યુવાધન પાસે સમય નથી. વડીલો પાસે સમય છે,શક્તિ નથી. ત્યારે ઓછા સાધનો અને ઓછા સમયમાં તૈયાર થઈ શકે એવી પૌષ્ટિક વાનગીની સૌને
ઈચછા થાય જ. ચાલો આપણે આ નવી વાનગી બનાવીએ.
બે વ્યક્તિ માટે:
સામગ્રી-૧:
મગ,મઠ,મસૂર,ચણા,વટાણા,રાજમા દરેક કઠોળ આસપાસ ૨૦(વીસ)ગ્રામ
એક ચમચી મીઠું અને અર્ધું લીંબુ.
રીત :
સૌ પ્રથમ બધા કઠોળને સાધારણ પાણીમાં ધોઈને ૬(છ) કલાક એક એર ટાઈટ મોટા ડબ્બા માં થોડાંક વધારે હૂંફાળા પાણીમાં પલાળી દો. સવારે પલાળી રાત્રે હલાવી ફરીથી ઢાંકીને મૂકી દો.
સવારે લીંબુ મીઠું લગાવી ડબ્બા પર પાતળો ભીનો રૂમાલ ઢાંકીને રહેવા દો.
સામગ્રી-૨:
શીંગદાણા, કાજુ, બદામ,અખરોટ,કીસમીસ
(માપ જરુરીનથી.જરુરીયાત મુજબ લઈ શકાય)
બે લીલા મરચાં,આદુનો નાનો ટૂંકડો, લીલી હળદર,લીલા નાળિયેરનો નાનો ટૂકડો.
બધી જ વસ્તુઓને ઝીણી સમારો અથવા મીકસીમાં
અધકચરી ગ્રાઈનડ કરો.
સામગ્રી-૧અને૨ બધુ જણાવેલ રીત મુજબ તૈયાર કરી
મીકસ કરી ઉપયોગમાં લો.
બહાર ગામ જવાનું થાય ત્યારે પણ આ સામગ્રી સહેલાયથી સાથે લઈ જઇને ભેળ બનાવી શકાય.
બદલાતા સમય સાથે આપણે પણ બદલાયએ.
ખાનપાન માં પરિવર્તન લાવીએ.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા.
[2/3, 12:39 AM] Pradip: N O G S S N 0089
શીર્ષક ખાના ખજાના
વાનગી ટોરટીલા રોલ
( મેંદાની અથવા મકાઈની રોટલી)
ખૂબ સ્વાદિષ્ટ વાનગી
—-__
આઠ થી દસ રોટલી
૧ કપ પનીર
વાટેલા વટાણાનો કચેરીનો સાંજો
આદુ વાટેલું અડધો ઈંચ
ચાર વાટેલા મરચા
૧/૨ ચમચી મરીનો ભૂકો
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
રીત
વટાણાનો સાંજો તૈયાર કરી અંદર પનીર તોડીને નાખવું. થોડી વાર બરાબર હલાવી એક પછી એક બધા મસાલા ઉમેરવા
પૂરણ ઠંડું થાય એટલે એક ટોરટીલા લઈ તેના પર ચોપડી તેનો વીંટો વાળવો
આમ વારા ફરતી બધા વીટા તૈયાર કરી પ્લાસ્ટિકમાં ગોઠવી ફરીજમાં આખી રાત રાખવા
સવારે તેને બહાર કાઢી ગોળ ગોળ કાપી ડીશમાં ગોઠવવા
પારટીમાં મહેમાનોને ખૂબ ભાવશે .
પ્રવિણા કડકિયા