ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ રચનાઓ
વિષય :.” સમય ના સરવાળા.બાદબાકી,ભાગાકાર” વિષયક રચનાઓ(૧૧-૯-૨૦૨૧)દિવસ – ૬
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
******************************
NOG SS No – 0050
વિષય સમયના સરવાળા બાદબાકી અને ભાગાકાર સામાજિક આર્થિક અને વ્યવહારિક દ્રષ્ટિએ .
શીર્ષક- જિંદગીનાં સરવાળા બાદબાકી
……………………………….. જિંદગીનું ગણિત ઘણું શીખવે, સમજાઈ જાય તો જિંદગી મજાની..!
ક્યારેક ને ક્યારેક તો જૂનાં સંબંધોની બાદબાકી થઇ જાય છે..!
તો ક્યારેક નવાં સંબંધોનો સરવાળો થાય છે …!
તો ક્યારેય પડછાયા પણ છોડે છે સાથ..!
ઋણનું બંધન ખેંચે એકબીજાને ..!
ત્યારે ખોટ વર્તાય પ્રિયજનની..!
ઘણી ખાધી ઠોકરો નિભાવવા સંબંધો..!
અહમ ભર્યા , ગુસ્સાનાં વંટોળમાં..!
ન કહેવાનું કહેવાય જાય ક્યારે..!
છુટ્ટી રહેવા દોને સંબંધોની દોરને..!
નહીં તો હૃદયને વીંધી નાંખશે..!
તરત જ થઈ જશે બાદબાકી કેવી..?
ભૂલી જવાની ભવ્ય આહુતિ જાણે કર્યો મહાયજ્ઞ..!
પ્રણયમાં પારિજાતની મહેંક લઈને આવે..!
જિંદગીનાં સરવાળા..!
નફરતની કરી બાદબાકી અહંકારને કાઢો બહાર જિંદગીથી..!
આશાઓ ખોટી ચોંટાડે કોણીએ ગોળ..!
વહેમનાં ગણિતમાંબાદબાકીને
ભાગાકાર કરજો સદાય..! પ્રેમનાં ઓવારણાં ને સ્નેહનાં સરવાળા ને ગુણાકાર કરજો જરૂરથી..!
જિંદગી લાગશે વ્હાલી વ્હાલી..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
**”****************************
NOG SS No : 0007
વિષય: સમયના સરવાળા બાદબાકી અને ભાગાકાર
પ્રકાર : ગદ્ય,લેખ
વિષય : હું મધ્યમ વર્ગીય
હા હું મધ્યમ વર્ગીય કૉમનમૅન છું.મારા ઘરનો દરવાજો ખુલતાં જ આવનારને મારું ઘર જોઈને અંદાઝ આવી જાય કે હું મધ્યમ વર્ગીય છું.મુખ્ય દરવાજાની બરાબર સામેની દિવાલ પર બાપદાદાની ખરીદેલી શ્રીજી બાવાની છબી આપનું સ્વાગત કરતી નજરે પડે છે.છબીની બરાબર નીચે એક કટ સાઈઝનો કબાટ,કબાટ પર મૂકેલી ઘરની દિકરીએ બનાવેલી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓની હાજરી,દિકરીની કલાસૂઝની ઓળખ કરાવે છે.હજી આગળ આવો તો દિવાનખાનામાં એક સોફો,ખૂરશી અને એની આગળ મૂકેલી નાની ટીપૉય,વગેરે ફર્નિચરથી દિવાનખાનું શણગારીને હું મારી ગણતરી સુખી માણસોમાં કરાવું છું.મહેમાન આવે તો તેઓને પાણીથી લઈને ઠંડાં, ગરમ પીણાં,નાસ્તો વગેરે ખાસ આકારવાળી, મોંઘી દેખાતી ક્રોકરીમાં સર્વ કરું છું.દિકરા દિકરી કૉલેજ જતાં થાય ત્યારે એમને બૂટચંપ્પલથી લઈને બૅગ; થોડી મોંઘી જ અપાવું છું.જેથી ટકે તો ખરી જ,સાથે સાથે બીજાં વિદ્યાર્થીઓ સામે સારું પણ લાગે એ વિચારથી. પછી ભલે મારે મારી ઈચ્છાઓની બાદબાકી કરવી પડે.પોતાની ઈચ્છાઓની બાદબાકી કરીને પણ બાળકોને પિકનિક પર તો મોકલીએ જ.કારણ આપણે નહોતાં જતાં. એટલે બાળકોનાં આનંદનો સરવાળો કરવા પણ એમની જરૂરિયાતો સંતોષીએ.આ અને આવી કેટલીય નાની નાની એષ્ણાઓની બાદબાકી કરીને કહેવાતો આ મધ્યમ વર્ગીય કૉમન મૅન પોતાનાં પરિવારનાં સુખોનો સરવાળો કરતો જાય છે, પોતાનાં આનંદનો ભાગાકાર કરીને જે શેષ બચે એ પણ વહેંચી દે છે.અને છેલ્લે દિકરો ભણી ગણીને મોટું પૅકેજ મેળવશે, ત્યારે હું બાકી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી કરીશ કહીને પોતાનાં આનંદનો ગુણાકાર કરીને રાત્રે મીઠી નિંદરમાં પોઢી જાય છે.
આ છે આજનાં મધ્યમ વર્ગીય કૉમનમૅનનાં જીવનનાં સામાજિક , આર્થિક અને વ્યવહારીક સરવાળા, બાદબાકી, ગુણાકારનાં લેખાં જોખાં.
લેખિકા: આરતી મરચંટ
મુંબઈ : કાંદિવલી.
************†*****************
NOG SS No. 055
વિષય : સમયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર.
શીર્ષક : સમયનો સરવાળો…
પ્રકાર : પદ્ય
**********************
સમય કરે સરવાળો
ઓ ભાયા…
સમય કરે સરવાળો…
જીવ કરે ભલે ઉધામા
ગમે એવા લે ઉપાડા..
સમય ન છોડે ભૂપતિને
સમય ન છોડે કરોડપતિને…
લાખ કરે છટકબારી
છોડે ન કોઈને ગિરિધારી..
કોઈ પણ બહાના નહિ ચાલે
હિસાબ ચૂકતે કુદરત કરનારી…
સમય કરે સરવાળો..
ઓ ભાયા….
સમય કરે સરવાળો..
શ્રદ્ધા ભટ્ટ
વાપી
06/09/2021
*****************†*************
NOG. સાહિત્ય સરીતા
NOG SS No. – 0063
વિષય – સમયનાં સરવાળા, બાદબાકી…
પ્રકાર – ગદ્ય(માઈક્રોફિક્શન)
શીર્ષક – રુક્કીસીંગ(એક હિન્દુસ્તાની જવાન)
‘ઓઓઓય…કાકે…ચલ અબ નિકલતે હૈ, દૌડ…હમને યહાંવાલો કો તો માર ડાલા, લેકિન પીછે હ..આતે હી હોંગે’
રુક્કીસીંગને પાછળથી પોતનીજ બટાલિયનનો સૈનિક ખેંચી રહ્યોં હતો.
થોડી વારે રુક્કી એક ઘવાયેલી, ભયભીત, વેરવિખેર છોકરીને તાર ટપી,ખભે નાખી લઈ આવ્યો અને એને સૈનિકોના ટેમ્પરરી દવાખાનામાં સુવડાવી.
‘એ…યે તો…હિન્દુસ્તાની લગતી હૈ!’ એક સૈનિક બોલ્યો.
‘આજે ફરી ભારતમાનાં પુત્રએ એની ફરજ બજાવી, જે સુડતાલીસમાં મારા પિતાએ તારની પેલે પારથી મારી માને બચાવી બજાવી હતી. કાકે.. સમયકા ચક્કર બારબાર વહીં આકે ખડાં રહેતાં હૈં. પરંતુ, હિન્દુસ્તાની જવાન પોતાની મા,બહેન, દીકરી કે પત્નીની રક્ષા કાજે ગમે તે હદ સુધી જઈ શકે છે.’ રુક્કીના જઝબાને બાકીનાએ તાલીઓથી વધાવ્યો.
✍️ – રીટા ભાયાણી.