ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ત્રણ. રચનાઓ
વિષય :.” શિવ મહિમા..શ્રાવણ સોમવાર મહત્વ વિષયક રચનાઓ.(૨૧-૮-૨૦૨૧) દિવસ – ૫
( પાંચમો દીવસ)
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
NOG SS No – 0050
વિષય – શ્રાવણનો મહિમા
વિભાગ – ગદ્ય લેખ
શીર્ષક – વીંટળાયેલો નાગનું ઔચિત્ય ( ઉચિત પણું)
……………………………….. ભોલેનાથના નંદીજી ,કુર્મરાજ, ગંગા,ભસ્મ,જટા પ્રતીકો છે. પણ છત્ર નાગરાજ શિરમોર છે. પશુપતિનાથ કહેવાયા. ગળામાં નાગ મુક્તપણે ફરે છે. સૂચવે છે પ્રભુ સંહારક છે. એમનાં શરણે આવેલાનું અનિષ્ટ નથી થતું. સમુદ્રમંથન વખતે હળાહળ ઝેર નીકળેલું, સૃષ્ટિને બચાવવા પાન કરેલું. તેની યાદ અપાવે છે. શેષનાગ શિવજી પાસેથી જવાથી સંસારનાં વિષ કે વિકારોનું સમન થાય છે. જગતનાં પાલનહાર વિષ્ણુ ભગવાન શેષનાગની છત્ર છાયામાં યોગનિદ્રા કરે છે. શિવજીએ કંઠે ધારણ કર્યો. રામાવતારમાં ભગવાન વિષ્ણુએ લક્ષ્મણ નો અને શ્રીકૃષ્ણએ બલરામનો અવતાર લીધાં છે. શિવજીનાં સપૅ તમામ ઈચ્છાઓ અને ઉત્કટ લાગણી નું પ્રતિક છે. પ્રભુ કહે છે પ્રકૃતિ અને માયા, કપટને વશમાં કર્યા છે પ્રભુનાં મસ્તકે ત્રણ ચકરાવા માર્યા છે. ત્રણ વળાંક ભૂત, વર્તમાન અને ભવિષ્ય નું સમયચક્ર બતાવે. ભોલેનાથનો શેષનાગ સર્જન, સમયનાં ચક્ર પરની સર્વોપરિતા સિદ્ધ કરે . શેષનાગ વૈયક્તિક આત્મ જીવ છે. જે પ્રભુનાં ગળામાં છે નાગ ના પાંચ ફેણ એ આપણી પાંચ ઇન્દ્રિયો, પંચતત્વો પૃથ્વી, જળ ,અગ્નિ, હવા અને વાયુ. નાગ શરીરના ફુંફાડા મારતાં પાંચ પ્રાણનું પ્રતિનિધિત્વ કરે. શ્વાસોશ્વાસએ સાંપના ફૂંફાડા જેવાં આપણાં શરીરમાં ચાલે છે.
ભગવાન શિવે પાંચ તન- મંત્ર ,જ્ઞાનેન્દ્રિય ,પાંચ કર્મેન્દ્રિય જૂથોનું પ્રતિનિધિત્વ કરે છે. લૌકિક વસ્તુઓ જોડે તત્વની અનુભૂતિ કરે અલૌકિક
શિવલોકમાં જગ્યા મળે છે શિવ જે સપૅ પહેરે એ દેવતા સપૅ વાસુકી છે . સિદ્ધ કરે છે દુષ્ટમાં પણ એકવાર શરણાગતિ સ્વીકારીલે તો ભોળયો ઉગારી લેશે. આખી પૃથ્વીનો બોજો શેષનાગે ઉપાડ્યો છે. આદિ શેષનાગને કાન ન હોવા છતાં વેદ અને શ્રુતિ જાણે છે. ભગવાનના સેવક છે માટે પ્રભુની સાથે છે. શિવ ભક્તો એ સમજવું જોઈએ સપૅમાં ઝેર હોય છે. તે માનવીનાં અહંકારમાં પણ ઝેર હોય છે. તેને ગળવું ના જોઈએ .એમ કરવાથી માનવ પણ આદી શેષનાગની જેમ વેદોને શ્રુતિનું જ્ઞાન આવી શકે છે.
શિવ આદર્શ યોગીહોવાથી
સપૅ સાથે રમે છે.સપૅ સમસ્યા,
મુશ્કેલી, ટેન્શન બતાવે. માનવીએ શાંતને સ્વસ્થ કેવી રીતે રહેવું એ શંકર ભગવાને પણ આપણને બતાવ્યું છે. પ્રભુ તપ કરે છે. ચેતવણી આપે છે. ખલે ના કરશો નહીં તો ત્રીજું ખોલશે. માટે ઔચિતય છે પ્રભુનાં ગળામાં વીંટળાયેલા નાગનું.
ભોળો તો ભોળો છે. ભજી લોને શ્રાવણમાં શ્રદ્ધાપૂર્વક શિવભક્તિ ભવેત નમઃ શિવજીનાં વધામણાં કરીએ. જેને મહાદેવના નામની ધૂન લાગી એની સાથે ચાલતો રહ્યો હું સદાય. શિવ શિવ રટતા જન્મ જાય તો દરેક પાપોથી મૂક્તિ મળે.
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
*****************************
NOG SS NO :- 0038
વિષય :- શ્રાવણનો મહિમા , શિવજીનો મહિમા
વિભાગ :-પદ્ય
શીર્ષક :-શિવજી નો મહિમા
શિવજી તારો મહિમા ન્યારો રે,
કહેવાય તું ભભૂતિ વાળો રે.
તારે ગળે નાગ સોહામણો રે,
તું કૈલાસમાં વસનારો રે.
ભોળા ભાવે તું ભક્તોને મળનારો રે,
તારી કૃપાથી ભક્ત હરખાતો રે.
શ્રાવણ માસે મહિમા તારો ગવાતો રે,
શિવ શિવ કહી ભક્ત ઘેલો થાતો રે.
વસતો પર્વતેં ને કૃપા વરસાવતો રે,
શ્રાવણ માસે તું ગગને શોભતો રે.
✍️ શીલાપટેલ “આકાંક્ષા”
***********************†*******
NOG SS No..73
શિવજીનો અભિષેક.
વિભાગ..ગદ્ય..
માઇક્રોફિક્શન.
શિવજીનો અભિષેક..
સાવ નાનકડી માંડ પાંચ વર્ષની રિયાને માએ શીવજીના અભિષેકની વાર્તા કરી શિવજીને પાણી ચડાવવાથી એના મંદિરે જવાથી મોટા થયા પછી સારો પતિ મળે,રિયા સમજણી થઈ ત્યારથી ઘરમાં રોજ ઝઘડા કંકાસ ને એના પપ્પા નું દારૂપી આવવું ખરાબ રીતે માને મારવું બધું જોઈ, માને પ્રશ્ન કર્યો મા!!તે શિવજીને પાણી નોતું ચડાવ્યું,
નયના પટેલ..નૈન.
**********************************
૧૫ મી ઓગષ્ટ વિષયક સાત રચનાઓ…
NOG SS 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:- સ્વતંત્રતા દિવસની ૭૫મી વર્ષગાંઠ
“પ્રસન્નતા છે ચારે તરફ,
ઠેર-ઠેર રાષ્ટ્રગીત સંભળાય છે.
જુઓ આજે મારી ભારત માતા કેવી ગર્વથી પોરસાય છે!
વિપદાઓ આવે ને જાય,
એનો વીરતાથી સામનો કરાય છે.
જુઓ આજે મારી ભારત માતા કેવી ગર્વથી પોરસાય છે!
જેણે મા સામે આંખ ઊંચી કરી,
એ દુશ્મન દેશોને ધૂળ ચટાડાય છે.
જુઓ મારી ભારતમાતા આજે કેવી ગર્વથી પોરસાય છે!
ઓલિમ્પિકમાં નીરજ જેવા સપૂતો અને સપુત્રીઓથી દેશની શાન વધતી જાય છે.
જુઓ મારી ભારતમાતા આજે કેવી ગર્વથી પોરસાય છે!
વિકાસ થઈ રહ્યો છે હર ક્ષેત્રે,
દેશવાસીઓનું જીવન સુગમ થતું જાય છે.
જુઓ મારી ભારતમાતા આજે કેવી ગર્વથી પોરસાય છે!
ભાતીગળ સંસ્કૃતિઓ,ભાષાઓ અને પ્રદેશોથી મા કેવી સોહાય છે.
જુઓ મારી ભારતમાતા આજે કેવી ગર્વથી પોરસાય છે!
રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને ઝંડાગીતથી, મા ભોમની સ્તુતિ આજે કરાય છે.
જુઓ મારી ભારતમાતા આજે કેવી ગર્વથી પોરસાય છે!
અલકા મહેતા
ગાંધીનગર
૧૫/૦૮/૨૧
વંદે માતરમ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🙏🏻
********************************
સરહદ પર જાય એ વીરલા,
એમની બહાદુરીએ આપણે સાયબા,
શહીદ થાય કે જીતે જંગ
દેશદાઝ એમની રગેરગ.
જેણે માણી ન જિંદગી,ન સંસાર
દેશ એમની માતા,તાત કે ભ્રાત
ચોટી બરફની જ્યાં થીજે ગાત્ર
ગરમી રણ તણી પીગળે તન,મન.
ન કેવળ સરહદ તણું કરે રખોપું
દેશની હર વ્યથા મન અકળાવે એમનું
ન સવાર ન સાંજ હર પળ દેશ કાજ
જાણે કરે અદા કોઈ ઋણ અવિરત.
સરહદે જવું એ તો છે જ દેશસેવા
દેશ મહીં રહી કરીએ સૌ ફરજ અદા
ન કરચોરી,ન રુશ્વત,ન પરદેશી માલ
આ પણ છે ન્યારી , દેશસેવા ઉચ્ચતમ.
એ જ અમીચંદ ,એ જ ઘોરી
થઈ લૂંટે દેશ જાણે હોય વેરી
મન પૂછે આજ આશ ભરી
શું દેશ થશે આઝાદ આ ભોરીંગથી?
વાગે આજ ભારતનો ડંકો ઠેરઠેર
વિદ્યા, વાણિજ્ય,રમત કે ઓલિમ્પિક
સિદ્ધિઓ શોભે રજત,કાંસ્ય, સુવર્ણથી
અમૃત મહોત્સવે આઝાદી ઝળહળી.
# માયા દેસાઈ
મુંબઈ ભારત.
*******************************
NOG SS No/0044
પ્રકાર:-પદ્ય
શીર્ષક:- શહીદોની યાદમાં
સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા.
સ્વાતંત્ર્ય દિને
યાદ કરીએ
વીર એ શહીદોને!
નમન કરું
દેશભક્તોને.
ભૂલાય ગયાં
વીર શહીદો-
પરિવાર સહિત
કરે નેતાઓ
તાગડ ધિન્ના!
લોક સેવકો
કરવી નહીં
સેવા,ભરે ગજવાં!
લૂંટે પ્રજાને,
દંભી નેતાઓ!
સ્વતંત્ર દિને
પ્રતિમાઓને
પહેરાવશે હાર!
ગુણલાં ગાશે
ભ્રષ્ટાચારીઓ!
ચંદ્ર શેખર
ભગતસિંહ
શહીદ થઈ ગયાં
લાભ સઘળાં
મળે નેતાને.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
*******************************
[ Nog ss No : 0091
પ્રકાર: પદ્ય
શીર્ષક: ભારત માતાની વેદના
વિચાર કરતાં કરતાં એક વિચાર આવે છે.
દેશની આ જનતા ઉપર માન આવે છે.
વર્ષ આખું દેશભક્તિનાં દાવા કરાય છે.
સ્વતંત્રતાના બે દિવસે સન્માન કરાય છે.
દેશભક્તિનાં નામ પર બહુમાન જતાવે છે.
જય હિન્દ ને જય ભારતનાં નારા ગુંજવે છે.
દેશપ્રેમ ને દેશભક્તિ મહેમાન બનીને આવે છે.
મોબાઇલના રંગીન પડદે પણ ધૂમ મચાવે છે.
વિરલાની શહીદીની યાદ અપાવે છે.
સ્મારક બનાવી તેનું સન્માન કરાવે છે.
વખત આવે પાનની પિચકારીથી તેને નવાઝે છે.
નથી આવતી શરમ એને આબરૂ ડુબાડે છે.
ભારતીયતાનાં ગૌરવને મૂળમાંથી ફેંકે છે.
અંગ્રેજોના અનુકરણને માન આપે છે.
રાષ્ટ્રગીત ને રાષ્ટ્રગાન બોલવામાં પણ શરમ આવે છે.
હું ભારતીય ગુજરાતણ લોહી મારું ઉકળે છે.
ભારતનું આ અપમાન કેટલું અસહ્ય છે.
જાગો ભારતવાસી મા તમને પુકારે છે.
દેશનું આ જાળવો ગૌરવ તમને વિનવે છે.
જિજ્ઞાસા યુ જોષી
“શુક”
********************************
હું આઝાદ ભારત,
સ્વપ્ન મારું રામ રાજ્ય
પૂર્ણ કરવા આવ્યા મોહન
બાપૂ કહી સૌએ સંબોધ્યા !
સો વર્ષની ગુલામીમાંથી
હું આઝાદ થયું જેમ
પંકજમાંથી અલિ તેજ પામ્યાં !
તેજ પૂંજે કેશરિયા કર્યા
સર્વે નવ લોહિયા ઉત્કૃષ્ટ
અરે! પ્રશ્ન તો અનેક ઊઠ્યાં!
જોતા રહ્યાં બાપૂ તો તે જ
ન માંગ્યા *રામ*ભાગલા મેં
ત્યાં રમી ગયાં રમત અભાગિયાં!
બિચારું ન બની જાય ભારત
જોવા ન રહ્યાં બાપૂ થયાં ત્યાંજ
હિન્દુનાં હાથે શહિદ *હે રામ*બોલ્યા!
નેહરૂએ કર્યુ ભારત પર રાજ્ય
બેઠાં મામા ફોઈનાં સગા ગાદીએ
સ્વપ્ન ભારતનું સૂતાને સોંપી ગયાં!
નારીત્વનું પ્રતીક બની તેણી
ભારતને કર્યું રાજકારણીય લાલચું
લઢી મર્યા માંહે માંહે જાતપાતે સર્યા!
ગયા પાણી મહીં વર્ષો ,ભૂસાયું નામ,
મારું કોઈ પણ સ્થાન ન રહ્યું વિશ્વમાંય,
જોતું રહ્યું હું વિશ્વનાં નકશામાં સમાસ ક્યાં!
ત્યાં ભાલે ઊગ્યો સૂરજ એક ને
જોતાં રહ્યાં લોકો દેશ વિદેશમાંય
ન.મો એ ત્રિરંગાને લહેરાવ્યો!
આજ ગર્વથી હું મોખરે જગમાં
જ્યાં ને ત્યાં બધાં ધ્વજોમાં હું સંગીસથવારે,
વિશ્વનાં મેદાનો પર ગવાય મારું” રાષ્ટ્ર ગાન”!
*હું આઝાદ ભારત*માન ઋતબો મારો
જન જનમાં નામ વશે *પ્લેટિનમ મહોત્સવે*
આઝાદ દેશ *ભારત* કેરો નાદ નભે રણક્યો!
સાથે બોલીએ સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત
હું છું મસ્ત ભારત… કરો.. જયજયકાર…
*જય ભારત*
*જય હિંદ*
*વંદે માતરમ્*
જયશ્રી પટેલ
*****************************
NOG SS NO – 0037
નામ /ઉપનામ – હેમલતા દિવેચા.(હેમ )
પ્રકાર – પદ્ય.( બાળગીત)
શીર્ષક – મારા દેશનો ઝંડો.
લહેરાય.. લહેરાય.. મારા દેશનો ઝંડો લહેરાય,
દિલ્લીનાં લાલ કિલ્લા ઉપર લહેરાય..
આઝાદીનું, પ્રતીક અમારું લહેરાય..
દેશની આન, બાન, શાન જાન અમારી.
રંગોથી રંગીલો,ત્રિરંગો ઝંડો લહેરાય..
રંગો,શાંતિ,હરિયાળી, વીરતાની પહેચાન.
ત્રિરંગો રાષ્ટ્રની અખંડતા, એકતાનું નિશાન,
ત્રિરંગો ત્રણેય દળોમાં લહેરાતો.
ત્રિરંગાનાં રક્ષણ માટે, ત્રિદળ તૈયાર છે.
ત્રિરંગો ઝંડો અમારી ભારત માતાનું ભાલ,
માતાનાં ભાલ નું રક્ષણ એ જ અમારું ‘પ્રણ ‘
સદા લહેરાતો રહે,ત્રિરંગો ઝંડો અમારો.
હેમલતા દિવેચા.
********************************
*ત્રિરંગો*
ઊઠો ચાલો જવાનો,
હાકલ પડી માભોમની.
જીવ અને કફન સાથ લઈને,
આજ ત્રિરંગાને સલામ .
માભોમને કાજ….
હાકલ પડી છે માભોમની….
શપથ લઈએ સાથસાથ,
માભોમને કાજ, ઝીલીશું પડકાર
કરેંગે યા મરેંગે..
સામી છાતીએ વીંધીશુ અને વીંધાશુ.
પાછી પાની નહીં કરશું .
માભોમને કાજ
હાકલ પડી છે માભોમની.
આંખોમાં અગનજાળ,
અગનગોળામાં ઘેરાયેલું આકાશ.
સમરાંગણમાં માથુ મૂકીને,
દુશ્મનોને ના પીઠ દેખાડશું.
આજ મળશે જવાબ ગદ્દારોને,
ખભે ખભા મીલાવીને…
મા ભોમને કાજ
હાકલ પડી છે માભોમની
વતનની રક્ષાને કાજ પહેર્યું,
આજ કફન સાથ સાથ.
કેસરીયા થઈ યા હોમ કરીને
માભોમને કાજ….
હાકલ પડી છે માભોમની …
વીરમાતાના કાળજાનો કટકો,
આશા ભરેલ કોડીલી કન્યાનો ભરથાર,
બેનીની રાખડીનો રક્ષણહાર.
કસમ છે મરી ફીટવાની પ્યારા ભારત દેશ.
આકાશે લહેરાતા *ત્રિરંગા* ને લાખલાખ
સલામ
માભોમને કાજ..
હાકલ પડી છે માભોમની..
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
15/8/2021