ન્યુઝ ઓફ ગાંધીનગર સાહિત્ય સરિતા ગ્રુપ ની ” મિત્રતા દિવસ” ની રચનાઓ (ભાગ-૧)
NOG SS No :0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:-દોસ્તી
‘કુદરતનું અણમોલ વરદાન છે દોસ્તી,
સંબંધોમાં સહુંથી શાનદાર છે દોસ્તી.
દુઃખની ગરમીમાં શીતળ છાંય બની,
બચાવે છે દોસ્તી.
સુખની ઠંડકમાં
દૂર રહી હૈયું હેતથી તપાવે છે દોસ્તી.
તકલીફોની વર્ષામાં,
છત્રી બની બચાવે છે દોસ્તી,
ખુદ પલળીને, દોસ્તને પલળતો રોકે છે દોસ્તી.
રાહ જો ભૂલે જીવનમાં તો સાચી રાહ બતાવે છે દોસ્તી,
જીવનબાગને મુરઝાતો બચાવે છે દોસ્તી.
દોસ્તના અશ્રુ પોતાની આંખોમાંથી વહાવે છે દોસ્તી,
દોસ્ત માટે હૃદયની જાજમ બિછાવે છે દોસ્તી.
કૃષ્ણ બની સુદામાના પગ પખાળે છે દોસ્તી,
તો સારથિ બની અર્જુનનો રથ હંકારે છે દોસ્તી.
પવિત્રતાથી પૂર્ણપણે ભરેલો સંબંધ છે દોસ્તી,
ઉમેરાય જો અન્ય ખોટી લાગણીઓ તો વગોવાય છે દોસ્તી.
આમ તો બધાને ક્યાં સહજતાથી પ્રાપ્ય છે દોસ્તી??
છે જગમાં એ સૌથી અમીર, જેને મળી છે દોસ્તી.
અલકા મહેતા…ગાંધીનગર…૦૧/૦૮/૨૧
*******************************************
N. O. G. SS. NO 0026
લઘુકાવ્ય -મિત્ર
વેદનાંઓ
છો ને આવે,
કોઈપણ ક્યાં ગમ હવે?
એક સાચો મિત્ર છે
તો,
કોઈ ના ઝૂકાવશે!
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
************************************
ભાઈબંધી દોસ્તી કે મિત્રાચારી
કેવી બધા સાથે રહે સદાચારી.
કેવી મજા આવે વાતો કરવાની
નવા નવા જોક સાંભળવાની.
મિત્રોની વાતો નો કેવો ખજાનો
ક્યારેય પૂરો ન થાય એવો મજાનો.
ડ્રાયફ્રૂટ અને મીઠાઈ મૂકેલા હોય
ટીવીમાં ક્રિકેટ મૅચ ચાલુ હોય.
બાજુ માં બધા જીગરી બેઠા હોય
અને ચા ની ચૂસકી લેતા હોય.
જિંદગી જીવવાનો ખરો આનંદ
કેવો કરાવે છે આપણા મિત્રો
કેટલું બહોળું કુટુંબ છે મિત્રોનું
લાખોમાં એક એવા બધા મિત્રો
ચાલો આપણે પણ સહભાગી થઈને
વિતાવીએ બે ઘડી મિત્રો થઈને.
આશિર્વાદ તો ઓછા અપાય?
પણ આપણી મિત્રતા ને
શતાયુ ભવતિ તો નક્કી કહેવાય .
ઘનશ્યામ વ્યાસ
*******************************************
NOG SS NO 67
વિભાગ: પદ્ય
શીર્ષક : મિત્ર
તુ સુરજ નથી કે ચાંદ નથી,
પણ મારી આંખનો તારો છે,
તું મિત્ર મારો છે.
તું ખારા જળનો દરિયો નથી,
પણ મીઠા જળનો લોટો છે,
ના તું નાનો ના મોટો છે.
તું રણના ઝાંઝવા જેવો નથી,
કે રમતમાં હારવા દે તેવો નથી,
મિત્ર, તું જેવો તેવો નથી.
તું દિવસ નથી કે રાત નથી,
યાદ નથી ફરિયાદ નથી,
તું તો કાયમી સંગાથ છે.
રૂપલ શાહ…ગાંધીનગર
*******************************************
: મનનાં ખેતરમાં મૈત્રીનું બીજ વાવ્યું,
ઘટાદાર વૃક્ષ બની પ્રસરાઈ ગયું મારા અસ્તિત્વ ઉપર.
આવ્યો મારા હાથમાં જે દિવસથી મૈત્રીભર્યો હાથ,
માત્ર લંબાય છે મારો હાથ,
કરવા ઈશ્વરને પ્રણામ.
પામે છે તાગ મન નો એ દોસ્ત,
મારા અવાજના થડકાર પર થી,
તેથી જ તો દુઃખી હોઉં ત્યારે હું મૌન રહું છું.
દેવ,દોસ્તની દિલદારી સરખી,
એક જ પોકારમાં
મદદની તૈયારી સરખી.
મૈત્રીનો ખજાનો સંઘર્યો છે મનમાં,
અમીરાત ઝળકે છે જીવનમાં.
કદાચ મૈત્રીને બાળપણથી અનુભવવા,
પ્રભુએ બહેન આપી હશે!
ખભા પર એનો હાથ હોય છે,
આખું જગત સંગાથ હોય છે.
એ નીતરતી આંખોને વિના સ્પર્શે કોરી કરી દે છે,
એ જાદુગર (દોસ્ત)મનની એકલતાને દૂરથીય ભરી દે છે.
અલકા મહેતા..ગાંધીનગર.૦૧/૦૮/૨૧.
******************************************
NOG. SS NO .0095
વિષય :– દોસ્તી
પ્રકાર :– પદ્ય
શીર્ષક :- ” મિત્ર કોણ “?
જીવનમાં રંગત લાવી દે એ મિત્ર
આંસુ દુખના સુખના કરી દે મિત્ર
મન મુઝાતું હોય ને મન ઠાલવવા
ખભો ધરી હૈયું ઠલવાવી દે મિત્ર
જયાં કોઈ સગા કામ ન આવે ત્યાં
હર સંજોગોમાં પડખે ઉભો રહે મિત્ર
કંઈ જ કહયા વગર માત્ર ભાવ જોઈ
હ્રદયની વાત જાણી લે પળમાં મિત્ર
આજના મિત્રતા દિવસે પ્રેમ ભરી
હ્રદય ભરી અનેક શુભેચ્છાઓ મિત્ર
—દિપિકા ચાવડા “તાપસી”
*******************************************
Happy Friendship day
“દોસ્તી”
દોસ્તી એટલે કૃષ્ણ અને સુદામાનો શબ્દ વગરનો સ્નેહ!
દોસ્તી એટલે બે અજાણ્યા જનનું મૌન શબ્દના તાંતણે બંધાય!
દોસ્તી એટલે એકના હૈયાની વેદના બીજાની આંખમાં આંસુ લાવે!
દોસ્તી એટલે એકના હૃદયની પ્રસન્નતા બીજાનો અમુલ્ય લ્હાવો!
દોસ્તી એટલે વીજળીના ઝબકારે મોતીડાં પરોવતી ગંગાસતી!
દોસ્તી એટલે ‘ભરત’મૈત્રીના પવિત્ર ઝરણામાં શાશ્વતીના સ્નેહનો કલશોર!
( રચના : ભરત સાંગાણી )
************************************
NOG SS No-0011
સાહિત્ય સરિતા
વિષય:- દોસ્તી
બંધારણ:- ગાલગાગા ગાલગાગા ગાલગા
છંદ- રમલ -૧૯
પ્રકાર-ગઝલ
*શીર્ષક-મારો મિત્ર*
જિંદગીનો શ્વાસ છે મારો મિત્ર,
હેતનો પર્યાય છે મારો મિત્ર.
મોત આવેતો કદી ના વિખુટા થશું,
એ ભવ સંગ છે મારો મિત્ર
જિંદગીનાં હારનો એ નંગ છે,
સંગ કોહિનૂર છે મારો મિત્ર.
કાયમી અણસાર છે મારો મિત્ર,
સારથી છે જીન્દગીનો એ મિત્ર.
આ શું આખો થી બને એ દર્પણ,
એ પલકથી સમજતો મારો મિત્ર.
એ મિત્રની જે અસર બીજી કહું,
એ અધૂરો થઇ જતો મારો મિત્ર.
ભાઇથી વધુ ને સગાથી વધુ થયો,
રોજ બનતો ખાસ એ મારો મિત્ર.
-મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
**********************************************
Happy Friendship Day…❤️
અર્ચનાની રચના…
ના સંબંધ છે લોહીનો..નથી એક માડીના જાયા.
એ દોસ્ત, તો પણ આપણે એકમેકના દિલમાં છે સમાયા.
તારી એ સતત બોલતા રહેવાની આદત..એમાંય વચ્ચે તને અટકાવી..મારી ટાપશી પૂરવાની ફાવટ.
એકમેકના અધૂરા વાક્યને તોડી મરોડી કરતા એ વાતની પતાવટ.
તારા પર હક જતાવી લાગે.. તું મારા જ અસ્તિત્વનો એક હિસ્સો છે.
દાયકાઓ સુધી યાદ કરતા રહીએ એવો તારો ને મારો કિસ્સો છે.
એક સિક્કાની બે બાજુ જેવી તારી ને મારી કહાની..
એ કહાની ફરી એક વાર સાંભળવી છે તારી જુબાની.❤️
ચાલ એ દોસ્ત, ફરી એ જૂની વાતો વાગોળીયે.
ફરી એ આપણી નાનકડી દુનિયામાં મળીએ.
ફરી એ સૂના પડી ગયેલા શાળાના મેદાનને ગજવીએ.
એ ડચકા ખાતી આપણી શાળામાં ફરી શ્વાસ ભરીએ.
ભલે ક્યાંક અટવાઈ ગયો છે કોઈક ખૂણામાં આપણો સ્કૂલ ફોટો…
પણ એ દોસ્ત..પળે પળે Selfies લેવામાં આપણો ક્યાં મળે કોઈ જોટો..😜
ચાલ…! ફરીથી વાગોળીએ.. મારાં શાળા સાથેના સંસ્મરણો..
તારી શાળા સાથેની એ પળો..
Friendship દિને..આપણી શાળામાં તારું મને મળવું..મને ખૂબ ગમશે.
ફરી એ યાદોનો સમુદ્ર મારા દરેક શ્વાસમાં મને ભરવા મળશે.
******************************************** NOG SS No/0044
વિભાગ:- પદ્ય
શીર્ષક:- મિત્રતા
પ્રકાર:- હાઈકુ
૧ મિત્રતા કેવી?
કૃષ્ણ સુદામા જેવી
નિસ્વાર્થ મૈત્રી.
૨. મિત્રતા કેવી?
મિત્ર કેરાં પ્રેમમાં
ડૂબવું ગમે
૩. કેવી મિત્રતા?
મહેફિલ માણતા
પત્ની ભૂલાય.
૪. હતા અબોલા
મિત્રતા નિભાવવા
તોડ્યા અબોલા.
૫. ટપાલી આવે
મિત્રતા નિભાવતો
લાવે સંદેશ.
૬. હાથ માં હાથ
પકડ મજબૂત
મિત્રતા કેરી.
૭. વરદાન દે
રહેશે સલામત
મિત્રતા મારી.
૮. જોઈ મિત્રતા
દ્રોપદી કૃષ્ણ કેરી
મા કુંતી રાજી.
૯. આયખે જોયાં
મિત્રતા કેરાં રંગ
હવે બાકી શું?
૧૦ રંગાઈ જાઓ
મિત્રતા કેરાં રંગે
પામો આનંદ.
૧૧. ખેલ ખેલતા
મિત્રતા કેળવાઈ
બની સંગીન.
૧૨. મિત્રતા ઝંખે
ધોધમાર ચોમાસું
ભીંજવે હૈયાં.
૧૩. મિત્રતા મારી
દ્રોપદી માધવ જેવી
અર્પતી શાંતિ.
✍️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
*********************************************
NOG SS No :- 0038
વિભાગ :-પદ્ય
શીર્ષક :- દોસ્તી
પાનખર માં વસંત થઈ આવ્યા
કાવ્ય ને લેખની મહેફિલ લઈ આવ્યા,
પ્યારા દોસ્ત મળ્યા….!
ના કોઈ સ્વાર્થ ના કોઈ લાલચ
સાહિત્ય સરિતામાં સૌ ભળ્યા
પ્યારા દોસ્ત મળ્યા….!
છે બધું પણ હાસ્ય છે ગાયબ આજે
કિંમતી હાસ્યનો ખજાનો લાવ્યા
પ્યારા દોસ્ત મળ્યા….!
દિલના કાગજ ઉપર દોસ્તીના અક્ષર પાડ્યા
સાહિત્યની મહેફિલ લઈ આવ્યા
પ્યારા દોસ્ત મળ્યા….!
લખતા વાંચતા ખુશીથી દિવસ વહેવા લાગ્યા
પ્યારના ધાગા દિલથી બાંધ્યા
પ્યારા દોસ્ત મળ્યા….!
✍️શીલા પટેલ” આકાંક્ષા”
*********************************************
NOG SS No – 0050
મિત્ર એટલે
……………………………….. … મિત્ર એટલે ઢોલ સમો ,
જેની કોઈ વ્યાખ્યા નહીં ..!સુખમાં પાછળ પડી રહે, દુખમાં આગળ આવીને ઊભો રહે..!
લોહીની સગાઈ ને શરમાવે એવી આપણી મિત્રતા..!
સર્વ વચન અને ભંગ કરે ..!.
માયાવી દુનિયામાં સ્પષ્ટ ચહેરો બતાવે દર્પણ ની જેમ..!
પડછાયો સાથ છોડે પણ અંધારામાં વળગી રહે એ મારો પ્રિય મિત્ર..!
જીવનની સફર કાપવાનો સૌથી શુભ રસ્તો બતાવે..!
હર મુશ્કેલીમાંથી સુગમ રસ્તો બતાવે ..!.
કાંટાળા રસ્તા માંથી બહાર કાઢે….!
જેમ કૃષ્ણ અને સુદામાની મિત્રતા..!
કૃષ્ણને ભગવાનને ભાઈબંધ એમ બેય માનતા સુદામા..! ભક્તિનું ફળ સુદામાને ભાઈબંધીમાં પણ આપેલું..!
મિત્ર સુદામા ચુસ્ત બ્રાહ્મણ ચાર ઘર કરતાં વધારે ક્યારેય ભિક્ષા માંગવા ના જતાં…!
મિત્ર પાસે મદદ માંગી લેવાં નીકળેલાં,
ત્યારે મિત્રો ની મૂર્તિ ને જ પોતાનાં પત્ની અને સંતાનની રખેવાળી માટે સોંપી દીધેલાં..! જોજન દૂર રહેતા દોસ્ત ને મળવાં ગયેલાં..!
ગોવાળિયા બની મિત્ર ને ઘર સુધી મૂકી જાય છે..!
વર્ષો જૂનાં મિત્રોનું સ્વાગત કરવાં દ્વારકાધીશ ખુદ છોડીને ભાણું ,
ભૂલીને ભાન ખુલ્લાં પગે મહેલની બહાર દોડી જાય છે..!
મિત્ર કાંટાળી કેડી પર જીવી રહ્યો હતો એમને ખબર હતી..!
મળવાં આવેલો કૃષ્ણને સુદામા એક યુગ પછી મળેલાં..!
દોસ્તીની પરાકાષ્ટા મિત્રનાં પગ પક્ષાલન કરે છે ,
ને પગમાંથી કાંટો નીકાળે છે..! ત્રણ મુઠી તાંદુલમાં એક મુઠ્ઠી માં સ્વર્ગ ,
બીજી માં પૃથ્વી અને ત્રીજી મુઠ્ઠીમાં સ્વર્ગ આપવાં નીકળી પડ્યાં હતાં..!
પણ તેમને રોકી દીધાં
રુકમણીએ…!
મિત્રને સઘણુ દીધું મારું ઘર નહીં આપવા દઉં..!
આને કહેવાય મિત્રતા..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
*********************************************
*હેપી ફ્રેન્ડશીપ ડે*
*આજ દોસ્તોને સમર્પિત*
ચાલને આજ હૈયે મળી લઈએ,
આજ દોસ્તીને યાદ કરી લઈએ.
ચાલને આજ કીટ્ટાબુચ્ચા કરી લઈએ,
આજ દોસ્તીને યાદ કરી લઈએ.
ચાલને આજ વરસાદમાં છબછબિયાં કરી લઈએ,આજ દોસ્તીને યાદ કરી લઈએ.
ચાલને આજ સાઈકલની ડબલસવારી કરી લઈએ, આજ દોસ્તીને યાદ કરી લઈએ .
ચાલને આજ લૉ ગાર્ડનની સેર કરી લઈએ,
આજ દોસ્તીને યાદ કરી લઈએ.
ચાલને આજ રાયપુરનાં ભજીયા ખાઈ લઈએ,
આજ દોસ્તીને યાદ કરી લઈએ.
ચાલને આજ ગાંઠિયાંરથનાં ગાંઠિયાં ખાઈ લઈએ,આજ દોસ્તીને યાદ કરી લઈએ.
ચાલને આજ પંકજવિધાલયની બેન્ચ પર બેસી ભણી લઈએ, આજ દોસ્તીને યાદ કરી લઈએ.
મીના માંગરોલીયા મીનુ..અમદાવાદ .31/7/2021
******************************************
NOG SS No :0059,
વિષય મૈત્રી દિવસ.
પ્રકાર: ગદ્ય.
શીર્ષક:અમૂલ્ય મૈત્રી.
મિત્રો,
મને યુવાનીમા એક કંપનીમા મારા ઈન્ટરવ્યુ સમયે પુછાયેલો એક જટીલ પ્રશ્ન ?
તમારાં મતે મિત્રતાનો માપદંડ શુ
હોય શકે ?.
મારો તે સમયનો જવાબ.
બચપણથી તે બૂઢાપા સુધી જેને
તુકારે અથવા ખાસ નામથી બોલાવી શકીયે તે
ભેરૂ*.
અડધી રાત્રે, ભરઊંઘમાં સુતેલાને ઢંઢોળવો ન પડે અને આપણી સાથે કામમાં આવે તે
ભાઈબંધ*.
કોઈપણ જાતની મદદ, કોઈપણ સમયે માગી શકાય તે
મિત્ર*.
રંક-રાજા નો ભેદ ન હોય તે
દોસ્ત*.
નથી જોયા, નથી જાણ્યા છતાં
આપણે સૌ નિ:સ્વાર્થ ભાવે
અતૂટ અમૂલ્ય પ્રેમનાં બંધને
બંધાયા તેજ….
ભેરૂ, ભાઈબંધ, દોસ્તી,મિત્રતા !
પ્યારે મિત્રો,
આપ સર્વેને મૈત્રી દિવસની
હાર્દિક શૂભેરછાઓ અને અભિનંદન. 🌈🌹🌈🙏.
©️જયકાન્ત ઘેલાણી પ્યારે’.