ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ પધ, રચના
વિષય : ” કથની – કરણી “‘ ” સુખ : દુઃખ ” વિષયક રચનાઓ. . દિવસ – ૨
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
Nog SS No – 0091
વિષય:-સુખ દુઃખ
પ્રકાર:-પદ્ય (ગીત)
શીર્ષક:-ચડતી પડતી આવે
ચડતી પડતી આવે તમે ફાલ્યા ના ફુલાવ.
સારાં નરસાં દિવસો જગમાં આવે ને જાય.
સુખ અને દુઃખ બંને ભાઈ છે,
બંનેમાં શરત મુકાય છે,
સુખ કે છે હું મોટો, દુઃખ કે છે હું મોટો,
જોજો કોણ મોટુ થાય. ચડતી પડતી…..
પહેલાં સુખનો છે વારો, વધે અભિમાનનો પારો,
રાખે એવો રૂવાબ, જાણે જગનો નવાબ.
જોજો કોણ મોટું થાય. ચડતી પડતી…
ગાડી બંગલા ને મોટર વસાવ્યા,
ખોટાં મોજને શોખ કરાયા,
ન આપે માન પાન, નહીં દયાને દાન.
જોજો કોણ મોટું થાય. ચડતી પડતી…
પછી આવે દુઃખનો વારો, નથી સમય ભૂલાતો,
યાદ કરી દિવસ રાતો, આવે પસ્તાવાનો વારો.
જોજો કોણ મોટું થાય. ચડતી પડતી…
ગાડી બંગલા ને મોટર વેચાયા,
મોજશોખનાં ધતિંગ કરાયા,
નથી ઘરમાં ખાનપાન, નથી મળતાં માન પાન.
જોજો કોણ મોટું થાય. ચડતી પડતી…
સાચી કિંમત વસ્તુની થાય છે, શક્તિ ભક્તિની આજે સમજાય છે.
કુદરત આપે તમને જાણી, કદર તેની તમે ન જાણી.
જોજો કોણ મોટું થાય. ચડતી પડતી….
હવે એટલું તો સમજી જવાય છે કે દુઃખ પછી જ સુખ છવાય છે.
કરીએ પ્રભુની ભક્તિ એને કરીએ એજ વિનંતી.
કરજો ભુલો મારી માફ. ચડતી પડતી….
જિજ્ઞાસા યુ જોષી
“શુક”
*******************************
NOG SS No : 0044
વિષય:- સુખ-દુઃખ, કરણી- કથની
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- પરમ સુખ
૧. માનાં ખોળામાં
પામ્યો પરમ સુખ
ભૂલાયું દર્દ.
૨. વરસ્યો મેઘ
પામી પરમ સુખ
ધરતી તૃપ્ત.
૩. વતન કાજે
થઈ શહીદ પામ્યો
પરમ સુખ.
૪. વરસ્યો મેહ
ધરતી પુત્ર પામતો
પરમ સુખ.
૫. જન્મી દીકરી
પામ્યાં પરમ સુખ
છૂટ્યાં મે’ણાંથી.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
*******************************
N. O. G. SS NO – 0026
શીર્ષક : કથની – કરણી.
વિભાગ પદ્ય ( ગઝલ)
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા. રમલ છંદ.
કથની કરણી રાખવાનું ખૂબ કપરું કામ છે.
જાતને વિસ્તારવાનું ખૂબ કપરું કામ છે.
બોલ મોટા બોલવામાં ક્યાં કદી ગુનો ઠર્યો?
પણ, વચન એ પાળવાનું ખૂબ કપરું કામ છે.
રાત લાંબી દુઃખ ભરીને અંત ના એનો કદી,
એ સમય અજવાળવાનું ખૂબ કપરું કામ છે.
બાવડાંમાં જોર તારા ને સમુંદર ઘૂઘવે,
ત્યાં કિનારો તાગવાનું ખૂબ કપરું કામ છે.
સો વચન જૂઠા કહીને વાહ વાહી લૂંટવી,
સત્ય સાથે ચાલવાનું ખૂબ કપરું કામ છે.
કથની જેવી રાખ કરણી એ બધુંયે શક્ય છે,
ખુદને એ સમજાવવાનું ખૂબ કપરું કામ છે.
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
********************************
NOG SS No :100
વિભાગ : પધ (અછાંદસ)
શીર્ષક *સુખ દુઃખની લાકડી*
જીવનભરનાં સુખદુઃખની વાતો મારે કહેવી છે ,
પગમાં પગરખાં સ્વપ્નોના રસ્તા ઊઠીને બોલશે.
સુખ સોહામણું છાયલ , દુ:ખ ત્રોફેલ ડિલે છૂંદણું,
નાગણના દીધેલા ડંખ જિંદગીની કાયા બોલશે.
વેદનાને વલૂરી આવે વેગથી હૃદય વચ્ચે અંધકાર,
દુખ ભરી રાતની કથની તરફડી સવાર બોલશે.
એક સમય આવે માણસનાં સપનાને મસળી,
દાટેલી ઇચ્છા અભિલાષા મંશા યાતના બોલશે.
આગળ વિકટ સફર વર્ષોના છે વળતા પાણી ,
જિંદગી કેમ જીવાય જીવનની પરીક્ષા બોલશે.
જે ફરતો નથી એની યાત્રા કબૂલ થશે થાય છે,
સુખ દુઃખની લાકડી પર આખું નગર બોલશે.
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર
***************************,***** NOG SS NO – 0099
વિષય:કથની-કરણી, સુખ-દુ:ખ
પ્રકાર: પદ્ય(ગીત)
શીર્ષક: વહેંચી લઈએ
કોઈનું જો દુ:ખ હરીએ, કોઈને જો સુખ દઈએ,
પછી જે મળે તે આનંદ મનમાં વહેંચી લઈએ.
કર્મોનું ખાતું દુ:ખ છે, કથની ઘણી કરુણ છે,
પુણ્યોનું ભાથું સુખ છે, સત્યની ઘણી જરુર છે.
સુખ જો મળે ના છકીએ, દુ:ખને પચાવી જઈએ,
પછી જે મળે તે આનંદ મનમાં વહેંચી લઈએ.
દુ:ખ વહેંચતાં ઘટે છે, મનનો એવો વહેમ છે,
સુખ વહેંચતાં વધે છે, ખુદાની એવી રહેમ છે.
સુખનો કરી ગુણાકાર પછી દુ:ખને માણી લઈએ,
પછી જે મળે તે આનંદ મનમાં વહેંચી લઈએ.
ભાવના મિસ્ત્રી ‘અભય’
વલસાડ