ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ પધ રચનાંં….
.વિષય : કોરોના મહામારી..દિવસ – ૧
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક તેમજ એડમિન ટીમ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ(પ્રતિભાવ એંકર), પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No-0091
વિષય:કોરોના મહામારી
પ્રકાર: પદ્ય
શીર્ષક:લોકડાઉન
કાળરૂપી કોરોના લોકડાઉન લાવી ગયો.
રહી ઘરમાં આપણને જીવન જીવતાં શીખવાડી ગયો.
ગાડી લીધી બંગલા લીધાં,
કરી મુસાફરી વિદેશોની.
ડ્રોઈંગ રૂમથી રસોડાની સફર એ કરાવી ગયો.
સોનું લીધું ડોલર બનાવ્યા બેંકોમાં તો ખાતા ખોલાવ્યા,
એ અમીરોને આજે તું ગરીબીનું ભાન કરાવી ગયો.
ઓફિસ કરી ફેક્ટરી કરી, દુકાનો તો બહુ કરી.
માલિક માલિક રમ્યો એને, આજે નોકર તું બનાવી ગયો.
પૃથ્વીને શણગારી દીધી, પંખીને રમાડી ગયો.
મુક્ત ધરા પર પ્રાણીને, શાંતિ તું દેતો ગયો.
કચરો નાંખી બગાડો છો ધરાને એ વાત તો સમજાતી નથી,
કોરોના રૂપી કાળ બનીએ વાત ને સમજાવી ગયો.
અઢળક ખર્ચ્યા નાણાં, સ્વચ્છતા અભિયાનમાં.
ગંગા યમુનાને તું સ્વચ્છ મફતમાં કરી ગયો.
નેતાઓને જવાબદારીનું ભાન તું કરાવી ગયો.
દુશ્મન બનીને આવ્યું તું, મિત્ર ની ઓળખ કરાવી ગયો.
પરિવારના સભ્યોમાં પ્રેમ હૂંફ ભરી ગયો.
બહાદુરી બહુ બતાવી અભિમાનથી બહુ છલક્યો,
એ બહાદુરને આજે તું આ મહામારીથી ડરાવી ગયો.
માનવીની માનવતા મરી ચૂકી’તી સંસારમાં.
એ માનવતાને ઉજાગર કરવા તું અચાનક આવી ગયો.
માતા-પિતા પત્ની બાળક શું છે આ જીવનમાં,
પૈસો પૈસો કરી જિંદગી કાઢી નાખી બરબાદીમાં.
પરિવાર વગરનું આ જીવન જાશે તારું ધૂળમાં,
ભાન ભૂલેલા આ માનવને ભાનમાં તું લાવી ગયો.
હે કોરોના તારા ઉપર થાય છે નફરત ઘણી,
મારી નાખ્યાં જીવોને તે ક્રૂરતા ઘણી કરી.
વાંક તમારો છે ભલે બહુ આડંબરમાં અમે હતાં,
માંસ માછલીને મદિરા ખાવા ફેશન અમે ગણતાં હતાં.
ભૂલો અમારી યાદ કરાવવા તે ઘણાં કાંડ કર્યા,
ભૂલ તારી પણ એટલી જ છે નિર્દોષોને તે માર્યા.
તારો અપકાર માનવો એ ભૂલ છે અમારી.
જીવન જીવતાં શીખવાડવા કરામત કરી તે સારી.
તારો ઉપકાર માની તને આજે હું યાચું હવે અમને માફ કરી પ્રયાણ કરો પાછું.
વચન તને આપીએ ભૂલો ના કરશું.
પૃથ્વી પર સ્વર્ગ બનાવી જીવશું અને જીવાડશું.
જિજ્ઞાસા યુ જોષી
“ શુક”
********************************
NOG. SS. NO :0026
( કોરોના મહામારી)
શીર્ષક – ગજબનું આ વરસ આવ્યું!
સદીને પણ પડ્યું ભારી ગજબનું આ વરસ આવ્યું!
નવી બીમારી અવતારી ગજબનું આ વરસ આવ્યું!
જે સાથી આવતા પરદેશથી ના એ બધાં આવ્યાં,
સહી સૌએ આ લાચારી ગજબનું આ વરસ આવ્યું!
મિલાવી પણ નથી શકતા તમે તો હાથ હાથોમાં,
છે કુદરતની એ બલિહારી ગજબનું આ વરસ આવ્યું !
બન્યાં બેકાર જે મજબૂર રોજી ના રળી શક્યાં,
હતા દાનીને આધારી ગજબનું આ વરસ આવ્યું!
બિમારીના એ ઝેરી નાગને લ્યો નાથવા માટે,
જરી ના હાર સ્વીકારી ગજબનું આ વરસ આવ્યું !
અંજના ગાંધી “મૌનું”
વડોદરા
********************************
NOG SS NO: 0099
વિષય: કોરોના મહામારી
પ્રકાર: પદ્ય
શીર્ષક : રમતનાં પાસા
વાહ ! પરમેશ્વર, કેવાં તારાં રમતનાં પાસા!
ક્યારેક મળી ખુશી,તો ક્યારેક મળી હતાશા.
તારી લાઠીનોય નથી અવાજ કે નથી ભાષા,
અમે તારી પાસે,આવી કદી ન રાખી આશા.
પહેલાં પ્રભુ સુધા બનીને છૂટ્યાં,
તેથી અમે ફૂલડાં બનીને ફૂટ્યાં,
પછી એનાં પેટાળમાં અમી ખૂટ્યાં,
કૉલેરા, પ્લેગ, કોરોના થકી લૂટ્યાં,
પણ હજુ અમે અંદરથી નથી તૂટ્યાં.
ભલે આ દિવસો પણ વહી જશે વા શા,
અમને નહિ ઘેરી શકે કદી કોઈ પણ નિરાશા.
ભાવનાબેન મિસ્ત્રી ‘અભય’
વલસાડ.
********************************
[*NOG SS No :0077*
*વિભાગ: પદ્ય,મૌલિક*
*વિષય:કોરોના મહામારી*
*શીર્ષક:ઈશ્વરની ગર્જના*
બહુ ગરજ્યાં બહુ વરસ્યાં,ન કોઈને ગાઠ્યાં,ન કોઈને ગણકાર્યા,
ગર્વિષ્ઠ હાથીની
ચાલે ચાલ્યાં મદમાતા,
સમજીને પોતાની જાતને વિધાતા..!
બની સિંહોનો ય સિંહ કરી સિંહ ગર્જના,
પડકારતો રહ્યો,
ઈશ્વરને અને કુદરતનાં અસ્તિત્વને,
ખોખલા મદમાં
રાચતો જોખમમાં મૂક્યું પોતાનું જ
અસ્તિત્વ…!
કરતો રહ્યો,
પ્રભુને હાંકલ…!
*અહં બ્રહ્માંસ્મિ*
કરતો’તો તાર
સપ્તકે ગર્જના..!
બનવું’તું વિશ્વવિજેતા,
લહેરાવી આકાશે વિજય પતાકા…!
બધું રહી ગયું
ધર્યુ ને ધર્યુ,
એક પ્રાણીની જેમ સૌ કોઈ ઘર
પિંજરે પુરાયું..!
લાચાર બની
જોતી નિયતિ,
પ્રભુ તણી આ
અકળ ગતિ…!
નથી કોઈનો કાયમ રહેતો અહંમ,
ચકનાચૂર થયાં
સૌના ભરમ…!
હોય રાવણ,દુર્યોધન કે હોય હિરણ્યકશિપું
હરીની લીલા આગળ સૌ લાચાર
ને તૃણ સરીખું…!
હાલમાં તો હરીનો
છે આરો…!
*હે પ્રભુ,આ ગર્તામાંથી પાર ઉતારો*
સૌને પોતાના ભવિષ્યની છે ચિંતા…!
ભુતકાળમાં ફરતો’તો
થઈ ભુરાયો,
ને હવે વર્તમાનમાં
કરવો રહ્યો
અભિનય પરાણે
હસવાનો…!
આખી જિંદગી
ઈશ્વરને પડકારતો
ને લલકારતો,
ઈશ્વરને પત્થરમાં
કંડારી ને મંદીરમાં
કર્યા બંધ,
આજ સમગ્ર માનવજાતને ઈશ્વરે જ કર્યા નજરબંધ…!
ભયભીત મનુષ્ય
જાતે જ ઘરે પુરાયો,
આનાંથી મોટી ઈશ્વરતણી
ગર્જનાનો
બીજો શું આપવો પુરાવો..!
ઘરમાં બેસશે તે હવે કહેવાશે એ શાણો,
ઘરની બહાર ભટકીને
પીંખશો ના ખુદનો માળો….!
ભટકી ભટકીને હવે બીજાને ના ભટકાવો,
સમાજની રાહમાં
રોડા ના પધરાવો..!
ઘરમાં રહીને આ જંત્ર વગાડો,
જિંદગીને જીતાડવા
હવે વાયરસને અટકાવો…!
બુધ્ધિનું દેવાળું ફૂક્યું હોય તો જ નકામા ભટકજો,
બાકી બુધ્ધિશાળીમાં
ગણાવું હોય તો ઘરમાં ગુડાજો…!
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*
***************†***†***********
NOG સાહિત્ય સરિતા
NOG SS NO :- 0090
પ્રકાર: પદ્ય
વિષય: કોરોના વાઇરસ
શીર્ષક:કોરોના વાઇરસને ફાંસીની સજા/દીપક જગતાપ
……………………………………………………
કોરોના વાઇરસને ફાંસીની સજા/દીપક જગતાપ
…………………………
લાખોનાં મોત માટે જવાબદાર કોરોના વાઇરસ સામે કોર્ટમાં કેસ દાખલ થયો છે.
નામદાર કોર્ટે વાઇરસને કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યું છે.
કોવિદ 19 વાઇરસ મુઝરીમ હાજીર હો..
નો પોકાર દોઢ વર્ષથી થઈ રહ્યો છે.
પણ અદ્રશ્ય આરોપી વાઇરસ કોર્ટમાં હાજર જ નથી થતો.!
કોર્ટે પોલીસને પકડ વોરન્ટનું ફરમાન કર્યું છે. પોલીસ વાઇરસને પકડવા આકાશ પાતાળ એક કરી રહી છે. પણ
ખતરનાક વાઇરસ ક્યાંયે પકડાતો ન હોવાથી આખરે પોલીસે
કોવિદ 19 વાઇરસને વોન્ટેડ જાહેર કર્યો છે.
તારીખ પર તારીખ પડ્યા પછી લાખોને મોતને ઘાટ ઉતારનાર વાઇરસ સામે
આખરે નામદાર કોર્ટે ફરિયાદીને માસ્ક પહેરવાનો આદેશ કરી
ચહેરા પર માસ્ક બાંધવા અને કોવિદ 19 વાઇરસને ફાંસીની સજા ફરમાવવાનો આદેશ કર્યો છે.
અને
વાઇરસ જ્યાં પણ દેખાય ત્યાં સાબુથી હાથ ધોવા, અને સેનેટાઇઝડ કરીને દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ કર્યો છે.
દીપક જગતાપ.રાજપીપળા