ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા
ચાર ગદ્ય રચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : “જીત – હાર,વિજય – પરાજય”. તેમજ
“માં” વિષયક રચનાઓ. દિવસ – ૨
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
એડમિન ટીમ.: નિર્ણાયક મંડળ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ, પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
🙏
NOG SS NO: 0099
વિષય: હાર-જીત,જય-પરાજય
પ્રકાર: પદ્ય
શીર્ષક : ‘મારી જીત છે’
હું જેને ભૂલવા મથું છું, એ મારો અતીત છે,
સંસ્મરણો વાગોળીને હદય મારું વ્યથિત છે,
વર્તમાનમાં રહીને હું જીવું,એ જ મારી જીત છે.
પાછળ રહી ગઈ એ કેવળ પૂર્વગ્રહની ભીંત છે,
જેની છાપ આજે પણ મારા મનમાં અંકિત છે,
વર્તમાનમાં રહીને હું જીવું,એ જ મારી જીત છે.
આગળનું વિચારી,પાછલું વીસરવું એ રીત છે,
સમય સાથે ચાલવું એ જીવનનું સાચું ગીત છે,
વર્તમાનમાં રહીને હું જીવું,એ જ મારી જીત છે.
અગ્નિના ફેરા થકી બંધાઈ,એ મારી સાચી પ્રીત છે,
એ જ મારું રૂદન અને ક્યારેક મળતું સ્મિત છે,
વર્તમાનમાં રહીને હું જીવું,એ જ મારી જીત છે.
ભાવનાબેન મિસ્ત્રી ‘અભય’
*******************************
NOG સાહિત્ય સરિતા
NOG SS NO :- 0090
પ્રકાર: પદ્ય
વિષય: હાર, જીત ઉપર કવિતા
શીર્ષક: ઈશ્વરને પ્રાર્થના
દીપક જગતાપ.
હે ઈશ્વર,
તું એટલો મોટો
માસ્ક બનાવ
કે આખી પૃથ્વીને
માસ્ક પહેરાવી શકાય.
હે ઈશ્વર,
તું આખી પૃથ્વી પર વરસાદની જેમ
એટલો સેનેટાઇઝરનો છંટકાવ કર કે
પૃથ્વી પર કોરોનાનો એક પણ વાઇરસ જીવિત ન રહે.
હે ઈશ્વર,
તું આ વિશ્વને કોરોનામાથી મુક્ત કર.
અને હરાવ પ્રભુ,
આ કોરોના રાક્ષસના
જંગમા જીત તો તારી જ થશે પ્રભુ.
દીપક જગતાપ
****†********************†*****
NOG SS NO : 0037
વિભાગ – પદ્ય
વિષય :હાર, જીત,વિજય, પરાજય.
શીર્ષક – જિંદગી એક જંગ.
જન્મ મરણ વચ્ચે,જિંદગી એક જંગ…!
હર ક્ષણ ઝઝૂમવું પડે, પડકારો સંગ…!
વિભૂના આ ઉપવનમાં, ફૂલડાં અપાર…!
કંટક સાથે દોસ્તી કરે, એજ મહેકે…!
શ્વાસે શ્વાસે, ક્ષણે ક્ષણે જંગ અહીંયા..!
દેહ,તો આપણો નથી,જીત આત્મા સાથે..!
નર, નારાયણ,આવ્યાં અને અગણિત ગયાં…!
સંબંધો બધાં સ્વાર્થના,સુવાસ છોડી જવાનાં..!
હાર,જીતનો સવાલજ ક્યાં,શું લઈ આવ્યાં હતાં..?
મુસાફરી કરી,નક્કી અનંત વાટે, એકલા જવાના…!
જીત પણ એવી,હારનાર હાર પર ગર્વ કરે…!
મળ્યો હતો માનવી મને,જેના મોલ ન થાય..!
હાર,પણ ફૂલો જેવી,ખુદ વીંધાય, ગળે મળે…!
જીત, હાર,જય,પરાજય, લક્ષ્ય જિંદગીનું નહીં..!
કર્મથી,વાણીથી,સ્વભાવથી,લોકોના…!
હ્રદય ઉપર રાજ કરવું એ સાચો વિજય…!
હેમલતા દિવેચા.જૂનાગઢ
*****************†***********†*
NOG SS NO – 0091
વિષય-હાર જીત, જીત પરાજય
પ્રકાર – પદ્ય
શીર્ષક-યાચું તને ભગવાન
રોજ તને હું ભજુ, યાચું તને ભગવાન.
ગુણલા તારાં રોજ ગાઈએ, પૂરાં કરજે કામ.
પ્રેમને વરસાવીએ, રાખીએ દિલને સાફ.
ભૂલો ક્યારેક કરીએ તો, કરજે અમને માફ.
ઝાઝું ક્યારેય માંગું નહિં, નસીબનું દેજો આપ.
ભૂખ્યાં કોઇ સુવે નહીં ને પરિવાર પોષાય.
સાધુ સંતોને અતિથિ, ભૂખ્યા ક્યારેય ન જાય.
ઈશ્વર તને નમીને માંગુ જોડી હાથ.
કરવા દેજો સારા કાર્યો, મન વાણી ને હાથ.
વિચાર વાણી ને વર્તનથી પામું સૌનો પ્રેમ.
દુશ્મન પણ બંને મિત્ર ઇચ્છું કુશળક્ષેમ.
હારજીત ને વેરભાવથી દૂર રહું સદાય.
હું સૌના દિલમાં રહું ને સૌને કરું સહાય.
જિજ્ઞાસા યુ જોષી
“ શુક”
************†*******************
NOG SS No : 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:-હાર-જીત
“જીવનને હર તબકકે એક પડાવ આવે છે,
ક્યારેક જીત લાવે છે તો ક્યારેક હાર લાવે છે.
પળો હોય વશમાં ને
લાગે બાજી છે મારા જ હાથમાં,
સરી જાય જેમ મુઠ્ઠીમાંથી રેત,
એમ પછડાટ વાગે છે.
કદીક હાર હોય હાથવેંતમાં
ને મન નિરાશાની ગર્તામાં,
મળી જાય જીત તો કુદરતનો જ ચમત્કાર લાગે છે.
જીવન શું છે?
હાર-જીતનો સરવાળો,
કદીક ચમત્કાર તો કદીક નસીબનો ધુત્કાર લાગે છે.”
અલકા મહેતા
ગાંધીનગર..૦૫/૦૫/૨૧.
**********************†***†****
NOG SS No : 0032
વિષય:- હાર,જીત, વિજય ,પરાજય
પ્રકાર:-પદ્ય
શીર્ષક: પચરંગી દુનિયા
જીતવી છે દુનિયા મારે જીતવી છે.
પચરંગી દુનિયા મારે જીતવી છે..
પચરંગી દુનિયાનાં માનવી અવનવાં. …….
માનવીનાં હોઠે સુખદુખની વાતો. …….
મતલબી દુનિયા મારે જીતવી છે
મતલબીદુનિયાની મતલબી છે વાતો..
વાતોને વાતોમાં દંભની છે વાતો…
મતલબી દુનિયા મારે જીતવી છે.
લાખો,કરોડોની વાતો છે માનવીને
કેટલા દીધાં કેટલા લીધાં……..
મતલબી દુનિયા મારે જીતવી છે.
પ્રભુનાં નામની માળાનાં જપવી .
પ્રભુનાં ભંડારામાં કેટલા દીધાં,
એની શેરીએ શેરીએ કરવી વાતો.
મતલબી દુનિયા મારે જીતવી છે.
દિવસ અને રાતની વાતો છે જુદી,
કેટલા બંગલા અને કેટલી ગાડીઓ…..
મતલબી દુનિયા મારે જીતવી છે.
ચોરે અને ચૌટે વાતો છે મોટી મોટી.
સ્વાર્થની વાતો કરવી.
મતલબી દુનિયા મારે જીતવી છે
પચરંગી દુનિયા મારે જીતવી છે.
મીના માંગરોલીયા.
અમદાવાદ
6/5/2021
**********************†******†*
NOG SS No : 0044
પ્રકાર : પદ્ય
વિષય:- માતૃદિનની શુભેચ્છા.
માવડી મારી
વહાલ કરી સદા
રાખતી ખુશ.
ઓચિંતી ચાલી ગઈ!
રહી ગઈ ઝૂરતી.
વહાલ ભર્યું
માડી તારું ચૂંબન
લાગે મીઠડું.
સાસરીયે આવતાં
વિસરાયું ચૂંબન!
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
****************************†***
NOG SS No – 0050
વિષય- મધસૅ ડે
પ્રકાર -પદ્ય મૌલિક રચના
શીષૅક- પ્યારી મા
………………………………..
ઈશ્વરની અદભૂત રચના એટલે મા..!
“મા તે મા બીજા બધા વગડાના વા”
મા શબ્દ બોલતાં શરીરમાં એક રોમાંચ આવી જાય..!
દીકરો હોય કે દીકરી પ્રથમ શબ્દ રૂપે “મા ” જ બોલે..!
મા તો મમતાનો સાગર ,
કરુણાની મૂર્તિ, ત્યાગની મૂર્તિ, બલિદાનની મૂર્તિ ,પ્રેમની મૂર્તિ , વહેતું સદાય રહે પ્યારનું ઝરણું..!
મા એક એવુ પ્રેમનું ઝરણું..!
તે કદીએ ના બોલે જ નહીં..!
ને ક્યારેક પોતાની પીડા પણ વ્યક્ત ના કરે..!
નિ:સ્વાથૅ પ્રેમનો વરસાદ વરસાવે..!
ભગવાન તરસે છે..!
મા ના પ્રેમ માટે..!
એટલે જ તો સમયે સમયે પૃથ્વી પર જન્મ લે છે ..!
દરેક ખુશી દુનિયાની એક તરફ..!
અને “મા ” ની ખુશી એક તરફ..!
કહેવાય છે..!
“છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય .”
સંતાનોનું ઘડતર, સમાજનું ઘડતર ઘડનાર “મા ” જ છે…!
સંતાન તરફથી પ્રેમ ને બદલે તિરસ્કાર ,
સહારો ન મળે તો પણ..!
બદલા મા પોતાનાં સંતાનોને આશીર્વાદ આપે છે..!
તેને ક્યારેય વૃદ્ધાશ્રમ નો દરવાજો ન દેખાડતાં કદી..!
નહીં તો તૂટી જશે ભાંગી જશે..!
” મા ” થી મોટું કોઈ નથી..!
છે ને તો ખાલી “મા “લખાય બીજું કાંઇ નહીં..!
એતો સદાય દેતી આશિષ..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
સ્વ રચીત છે..!
રાગિણી શુક્લ (રાગ).મુંબઈ