ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગદ્ય રચના રજૂ કરવામાં આવે છે.
વિષય : વટ.વચન.વેર, તેમજ ગુજરાત સ્થાપના દિન વિષયક રચનાઓ – .દિવસ – ૬
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
(માત્ર ગ્રુપના સાહિત્ય સર્જકો માટેજ પ્રસિદ્ધ રચનાઓ)
NOG SS No : 0052
વિષય : વટ ,વચન ,વેર
શીર્ષક : વટ શાનો છે ?
પ્રકાર : ગદ્ય (લેખ)
વટ રાખી શું કરવું તારે ? અહી ન તો વટ કામ આવશે ન તો તમારી હોંશિયારી… વટ રાખી શું કરશો અહીં , મારે કશી જરૂર નથી ,મારી પાસે અઢળક સંપત્તિ છે ,સમય આવે ત્યારે બધું હું ખરીદી શકું તેમ છું, જે ફાવે તે ખરીદવાની ક્ષમતા ધરાવું છું ? આવું કહેનારા, જોનારા, સાંભળનારા, દરેકને અંદાઝ બેસી ગયો હશે ?
રોજરોજ લાશોનાં ઢગલાં થતા જોયાં છે , હાલ પરિસ્થિતિ તો જુઓ…રૂપિયા ખર્ચતા ઓકિસજન નથી મળતો.
આ દુનિયામાં અસાધ્ય રોગોથી પીડાતાં લોકો જોયાં છે ,ભૂખથી મરતા , રહેઠાણ માટે ફાંફા મારતા માનવી જોયાં છે , સમય સારો કાયમ રહેવાનો નથી અહીં , આ એકવાતની ગાઢ વાળી લો હંમેશ, વટ શાનો છે ભાઈ ? રૂપિયો તો આજે છે કાલે નહી હોય , આ મોંધા કપડાં , બ્રાન્ડેડ બ્રાન્ડેડ છે શું ? આ ઢાઢ બાઢ શાના છે ભાઈ ? દરેકનો સમય નક્કી હોય છે ,સમય આજે સારો છે તો આવતીકાલે તે સમય બીજાનો હશે. અને એક સમયે તમારો પણ ખરાબ સમય આવશે , કેમ કે પ્રકૃતિનો નિયમ રહ્યો છે ,દરેક વસ્તુ ન તો કાયમ રહી છે કે ન તો રહેવાની.
સમય આવતા તમારો વહાલસોયા અંગત પ્રિયજન પણ તમને એકલાં છોડી પ્રભુધામ સિધાવી જાય છે.પછી બીજી વસ્તુઓની તેની સામે શી વિસાત?
વટ રાખવો હોય તો સારાં સ્વભાવનો રાખજો, સારાં સંસ્કારનો રાખજો ,સારી ભાવનાનો રાખજો, સારા વ્યક્તિત્વનો રાખજો, સારા કર્મનો રાખજો , સાચાં સંબંધોનો રાખજો , આ વટ કાયમ યાદ રહેશે ,કાયમ તમારાં સારા વટના હિસાબે પૃથ્વી પર તમે અમરત્વ પ્રાપ્ત કરી જશો. વટ સારો છે ,પણ તેમાં અભિમાન ન હોય તો …
વટ ખારો છે દરિયા જેવો, પણ જો વટ નદી જેવો હશે તો દરેક સામે સમન્વય સાધી તમે બધાં સાથે સેટ થય જશો.
નક્કી કરો વટ રાખવો છે ? તો કેવો રાખવો છે ?
સંજય તરબદા “સાંજ”
વડોદરા
********************************
NOG SS No ; 0044
વિષય:- ગુજરાત સ્થાપના દિન
પ્રકાર:- પદ્ય
શીર્ષક:-
ગુજરાત સ્થાપના દિન ની શુભેચ્છા
ગુજરાત મોરી મોરી રે…
ગુજરાત સોનેરી સોનેરી રે…
ઉત્તરે ઊભો ગૌરવવંતો ગિરનાર.
દક્ષિણે પારસીઓને આવકારતું
સંજાણ બંદર.
પોરબંદરનાં વાણિયે મચાવ્યો તરખાટ,
અંગ્રેજોને કાઢી હિંદુસ્તાન કર્યું આઝાદ.
રજવાડાંને એક કરનાર સરદાર પટેલ આપ્યાં ગુજરાતે,
ભારતરત્ન મોરારજી દેસાઈ આપ્યાં ગુજરાતે,
ગુજરાતે ઘણું બધું આપ્યું.
આપણે શું આપીશું ગુજરાતને!
વૃક્ષો વાવી પર્યાવરણ બચાવીશું.
સંકટ ટાળીશું પ્રાણવાયુ તણું!
પાણી બચાવી જળસંકટ ટાળીશું.
દીકરીઓનું રક્ષણ કરી બળાત્કાર ભગાવીશું.
બાળકોને દફતર કેરાં ભારતમાંથી મુક્ત કરીશું!
એક થઈ નાથીશું આંતકવાદને.
સાથે મળીને કાઢી કોરોનાને.
વિભૂતિદેસાઈ ઘાસવાલા
બિલીમોરા
*******************************
NOG SS No – 0039
વિષય – શબ્દ- વટ, વચન અને વેર
શીર્ષક – ગૌરવવંતુ ગુજરાત
પ્રકાર – પદ્ય – અછાંદસ
*શીર્ષક :- ગૌરવવંતુ ગુજરાત*
મારા પ્રિય ગુજરાતનો
બાસઠમો સ્થાપના દિન,
પૂરા એક્સઠ વર્ષનું થયું
મારું ગુજરાત,
વડીલ બની ગયું જાણે!
ઘણું બધું પ્રસ્થાપિત કરી દીધું!
મારા ગુજરાતે,
સરદાર અને ગાંધીનું
ઉમાશંકર જોશી અને ઝવેરચંદ મેઘાણીનું,
રવિશંકર મહારાજ અને ઈન્દુલાલ યાજ્ઞિકનું
આ ગુજરાત,
મહાન વૈજ્ઞાનિક
વિક્રમ સારાભાઈ
અને
મિલ ઉદ્યોગના પ્રણેતા
કસ્તુરભાઈ લાલભાઈનું
આ ગુજરાત,
ભવ્ય પાટનગર ગાંધીનગર
અને
ગુજરાતની જીવાદોરી સમા
નર્મદાબંધ
જેવી ભવ્ય યોજનાઓ
પ્રજાને સમર્પતું
આ ગુજરાત,
ભવ્ય એની સ્થાપના
ભવ્ય એનો ઇતિહાસ
અને
સુંદર એનું ભવિષ્ય,
ગુજરાત
મારુ ગૌરવ
મારુ સુંદર સ્વપ્ન,
શાતા આપે એવા તીર્થો,
રળિયામણો દરિયાકાંઠો,
બાર ગાઉએ બોલી બદલાય
એટલું ભાષાનું વૈવિધ્ય,
છતાં ય
ઐક્ય અને પ્રેમની મિશાલ
સમર્પણ અને સાહસ
ભર્યા માનવો,
અને
મારું અલૌકિક અમદાવાદ
અને ગુજરાત!
જ્યાં આપેલાં વચન
પ્રાણના ભોગે પાળે
એવી પ્રજા!
વેરઝેર ભૂલીને,
ખોટો વટ બાજુએ મૂકીને
માનવતાને શોભાવે,
જીવની પરવા કર્યા વગર,
રાત દિવસ જોયા વગર,
પીડિતોની પીડા દૂર કરવા મથી રહેલા માયાળું માનવો,
અને વિરલાઓ.
આજે
સ્થાપના દિવસે
દરેક ગુજરાતીને
ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*
અમદાવાદ
********************************
NOG SS NO : 0037
વિષય – ગુજરાત સ્થાપના દિવસ નિમિતે.
શીર્ષક – ગુજરાતની ગાથા. ( પદ્ય )
ગુજરાત છે ગુજરાત, આપણાં સૌનું ગુજરાત…!
આ ગુણવંતું ગુજરાત, આપણાં સૌનું ગુજરાત…!
નર્મદા જેની શોભા વધારે, આપણું આ ગુજરાત…!
જાત જાતના લોકો વસે, એવું આપણું ગુજરાત…!
વિવિધતામાં પણ એક્તા એવું આપણું ગુજરાત…!
જ્ઞાન સાથે સંસ્કારોનું,સિંચન થાય, આપણું ગુજરાત…!
રામ, રહીમ જ્યાં સાથે ભણતાં, આપણું ગુજરાત…!
ગાંધી,સરદાર,અંબાણીનું, આપણું ગુજરાત…!
કવિ, સંતો, વીરોની ભૂમિ, આપણું ગુજરાત…!
સિંહણ જેવી નારી શકિત, આપણું ગુજરાત…!
માટી પણ સુંગંધ પીરસે, આપણું ગુજરાત…!
પ્રાણીને પણ પ્રેમથી પૂજે, આપણું ગુજરાત..!
માયાળુ સૌ માનવ વસતાં, આપણું ગુજરાત..!
ડુંગર, પહાડ, નદી, સમુદ્ર, આપણું ગુજરાત…!
ગીર ગાજે, સિંહની ગર્જનાથી, આપણું ગુજરાત…!
કેશર કેરીની મીઠાશ વરસાવે,આપણું ગુજરાત…!
સમુદ્ર જેના પગ પખાળે, આપણું ગુજરાત…!
વેપાર, વાણી, વાવણીથી શોભે, આપણું ગુજરાત…!
દેશ,પરદેશ,ગાવે ગાથા, આપણું ગુજરાત…!
મને વ્હાલું,જય જય ગરવી ગુજરાત…!
ગુજરાત,ગુજરાત, નમન તુજને વારંવાર,ગુજરાત…!
હેમલતા દિવેચા.જૂનાગઢ.
*†**********************†******
NOG SS.NO. 0060
વિષય: ગુજરાત સ્થાપના દિન પ્રસંગ.
વિભાગ: પદ્ય. (અછાંદસ)
શીર્ષક: મારી ગુજરાત.
એવી છે તારી અમીરાત,
તેં ઝૂકાવ્યા શીશ અનેક ગુજરાત.
ન ફાવી કોઈની કારી,
હોય ચાહે અંગ્રેજ અધિકારી.
તઘલખી શાસનનો પણ
કર્યો ધ્વસ્ત, એવું તું ગુજરાત.
તારી નર્મદા ને પાણી સબરમતીનું
વધારે શૌર્ય , સામાન્ય જનનું.
દીધાં તેં ગાંધી જગને, જેણે
અમર કર્યું તારું નામ, ગુજરાત.
નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંથી
ઉગતાં અહીં સૂરજ ને સવાર.
મેઘાણીનાં ગીતે ગાજે અહીંની
બપોર, સાંજ અને રાત.
શું વેપાર, શું મહેમાનગતિ
એક પણ વાતે ન ઉતરે
ઓછો એક પણ ગુજરાતી.
ગિરનાર ને પાવાગઢમાં
ગૂંજતો સદા જયનાદ.
અંબા તણું મહાત્મ્ય સદા,
ગૂંજતું છોડી સીમા ગુજરાત.
લાંબો તારો દરિયાકિનારો ને
વિરાજતાં દ્વારકાધીશ.
ચાર ધામમાંનું એક ધામ,
રોજ નમતાં અનેક શીશ.
મીઠડાં માનવીઓ ને
બોલી પણ મીઠડી એવી.
ગરબે ઘૂમતી બેન દીકરીઓ
જાણે સાક્ષાત રમે દેવી.
ગુજરાત તારાં અનેક રંગ,
કેટલાં હું ગણાવું?
દરેક જન્મ આપજે ગુજરાતમાં,
ઈશ, બસ એ જ આશિષ માગું.
ભગવતી પંચમતીયા. ‘રોશની’
********************************
NOG SS No ; 0015
વિષય:- ગુજરાત સ્થાપના દિન
વિભાગ:- પદ્ય
શીર્ષક:- ગુજરાત
મારા ગુજરાત તણી આ વાત નિરાળી
ગુજરાત વસે જયાં એક વસે ગુજરાતી!
રણ,જંગલ,પર્વત ને સરિતા છલકાતી
કાયમ રહેતી જોને મોસમ મલકાતી!
સિંહ જેવા નર, કેવી નારી મર્દાની
વાતો સાંભળતા ફૂલે ગદગદ છાતી!
ગામ, શહેર વળી કેવા નગર રૂપાળા
શૂરા સાવજડા ખાંભીએ ખોડાણાં!
સંતો, ખાખી, પીર ફકીરો મસ્તાની
દેવોના દૂત મળે હા અલમસ્તાની!
દાતારી, ધર્મ ,ખુમારી જો વખણાતી
જગ આખામાં એની વાતો કહેવાતી!
છાતી ઠોકી બોલે જેના નર નારી
હું ગુજરાતી મારી ભાષા ગુજરાતી.
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી