ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજ ૫ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વિષય : રાજ,રાજપાટ,રાજ સિંહાસન,રાજવી પરંપરા – .દિવસ – ૧
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.
ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG SS: 0089
પ્રકાર :: પદ્ય
શીર્ષક :: રાજ
રેખા શુકલ- અમેરિકા
કદંબડાળે ઝૂલી
હારમાળા રાજવી,
રેશમી દોરીએ લટકે
ફૂલો શબ્દ બની,
ઉપર ચીટકાવ્યું
ઝાંકળ જો બુંદ બની ,
ઉગ્યું’તુ મેઘધનુ
ઝાંકળ મહીં પર્ણની ,
હરિ તમે દીધો રાજ
ખોળાનો ખુંદનાર,
તારીખીયું બદલાયું
ને દટ્ટા આઉડ ડેટેડ,
પ્રકૄતિએ રંગ બદલ્યાં
ઘડિયાળ બદલો પાછળ,
ન્યુ રિઝોલિશની મજા
ખંખેરી પ્લસ-માઈનસ સજા,
હાસ્યની દીપમાળા સંગ
સંસ્મરણો ખડખડાટ ખુશ,
ચિમળાયેલી સંવેદનાને
પ્રગટાવી કરીએ સજીવન,
ચાલો મનાવીએ રાજ વસંત
જિંદગીની થોડી નજીક જઈએ.
—–રેખા શુક્લ
*************************†**************
NOG SS No : 0051
પ્રકાર: પદ્ય
વિષય: રાજ,રાજપાટ,રાજ સિંહાસન,રાજવી પરંપરા..
શીર્ષક: શતરંજ
શકુની મામા
રમત રમી ગયાં
શતરંજમાં !
છીનવી રાજપાટ
હસ્તિનાપુરની
ગાદીએ બેસાડયો
દુર્યોધનને !
વીર પાંડવોને
હરાવ્યા ચોપાટમાં
આપ્યો વન કેરો
વનવાસ !
રાજવી પરંપરા
રાજ સિંહાસન
મારા ભાણેજ
દુર્યોધનનું !
હસ્તિનાપુર
રાજની પ્રાપ્તિ
શકુની મામાનું ષડ્યંત્ર
શતરંજ !
ઉર્વશી મહેતા
અમદાવાદ.
***************†**********************
NOG SS No : 0082
પ્રકાર: પદ્ય
વિષય: રાજ સિંહાસન
શીર્ષક: અનુશાસન
એક નજર ફેરવી રાજ દરબાર
શૌર્યથી શોભાવી રાજગાદીને,
ન્યાય તોળીને પ્રજાવત્સલને
સમદૃષ્ટિ નીરખેરાજ રખેવાળ
જુવે અમૂલ દૃષ્ટિથી સૌને તે,
વિષમતાને જોઈ એક સાર,
રાજસિંહાસનની ગરિમા દેખી,
જુએઆ ધરતીનો ન્યાયી નાથ,
ચાલે તલવારની ધારે રાજવી,
હેતવર્ષા કરે સદા અનરાધાર,
સૂર્યવંશી અખંડ પ્રતાપી વીર
માથું મૂકે પણ ત્યજે ન હુંકાર,
દુઃખ દર્દ જોઈને વિરમે નાથ,
ન જુએ પીડાને ખોલે ભંડાર
ડૉ અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
****************************************
NOG SS No : 0079
વિષય : રાજવી પરંપરા
શીર્ષક : પરંપરાગત
પદ્ય
————
જ્યારથી આ જગતની ઉત્પત્તિ થઈ
પરંપરાની શરુઆત થઈ.
—
એકધારી પર સદા ટકી રહી
વસુંધરા ઘૂમતી રહી.
—
પરંપરામાં જકડ્યો પામવા માનવી
નવી શોધ થતી રહી.
—
વસુંધરા પર પ્રેમ વરસાવી
જિંદગી ફૂલી ફાલી રહી.
—
પરંપરાની ત્રુટીઓ સુલઝતી રહી
જીવનમાં કૂચ જારી રહી .
—
વસુંધરા કુદરત સંગે ધૂમી રહી
નિત્ય પલ્લવિત થઈ રહી.
—
પરંપરાને સંભાળીને છોડવી રહી
સાચા ખોટાની પરીક્ષા કરવી રહી.
—
વસુંધરાને જીવની જેમ ચાહવી રહી
જીવન ગંગા શાંત વહેતી રહી.
—
પ્રવિણા કડકિયા.હ્યુસ્ટન.અમેરિકા
***************************************
NOG SS No–0091
વિષય–રાજા, રાજ પાટ
શીર્ષક–પૂર્વજોનાં આશિષ
ફરી ફરીને કરીએ યાદ,
આપો અમને આશીર્વાદ.
ભૂલો અમારી કરજો માફ,
મનડાં અમારાં કરજો સાફ.
.
હાથ જોડીને વિનવું આજ,
આશિષ તમારાં લેવાં કાજ.
જીવન જેવું જીવ્યાં આપ,
ખુશીઓ વહેંચી સૌની સાથ
. હળીમળીને રાખ્યાં સાથ,
દુઃખમાં દીધો સૌને સાથ.
મર્યા પછી પણ જીવ્યાં આપ,
દિલમાં સૌના કરતાં રાજ.
અમને દેજો એવી રાહ,
રાખીએ અમે એવી ચાહ.
મને લક્ષ્મી જાણી આપ,
દેજો દિલમાં અલગ સ્થાન.
આબરૂ વધારી રાખું લાજ,
સૌના દિલમાં કરું રાજ.
સીધો રસ્તો સીધી વાટ,
નીતિ નિયમ તમારા સાથ.
નામ તમારું ઉજાળવા કાજ,
કર્મ કરવાં સઘળાં આજ.
હિંમત અમને આપો આજ,
ના છૂટે તમારો સાથ.
રાખજો માથા ઉપર હાથ,
નાંખો આશિષની અમીછાંટ.
નથી જોતાં રાજપાટ,
શાંતિ દેજો ભારોભાર.
જિજ્ઞાસા યુ જોષી
“શુક”