ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજ ૪ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વિષય : રાગ – રાગીણી .દિવસ – ૭
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.
NOS SS No : 0051
વિષય: રાગ રાગિણી
પ્રકાર: પદ્ય
શીર્ષક: રાગ સાથે રાગિણીની હેલી ચઢી રે…!
ચાંચર ચોકમાં આજ,
અજવાળી પૂનમનાં ગરબા રે…
સુરીલા રાગ સાથે,
રાગિણી તાલ મિલાવે આજ રે…
સંગીતનાં રાગ ઢાળ,
ઢોલને ધબકારે રે…..
પગના ઝાંઝર ઘમકે,
તનના તંબૂરે ગાજે રે….
ગરબો ચઢ્યો રાગે,
વાગડ વગાડ ઢોલીડાં રે…
સમયનું નહિ આજ ભાન,
રાગ સાથે રાગિણીની હેલી ચઢી રે…
બ્રહ્માંડ ડોલવા લાગ્યું આજ,
સહિયરોનાં સૂરો રેલાયા આભે રે…..
ઉર્વશી મહેતા
અમદાવાદ.
********************#****#*************
સાહિત્ય સરિતા(1)
NOG SS No-0042
વિભાગ-પદ્ય
પ્રકાર-અછાંદસ
શીર્ષક-ગુડબાય જિંદગી
જિંદગીને ગુડબાય કહેવાનું વિચાર્યું ને,
એક ફૂલનો છોડ વાવ્યો,
આશ મારી એટલી જ કે,
ફૂલની ખુશ્બૂ તારા સુધી પહોંચે!
જિંદગીને ગુડબાય કહેવાનું વિચાર્યું ને,
એક પુસ્તક ખરીદ્યું,
આશ મારી એટલી જ કે,
તેનાં શબ્દો તારાં સુધી પહોંચે!
જિંદગીને ગુડબાય કહેવાનું વિચાર્યું ને,
એક પ્રાણી પાળ્યું,
આશ મારી એટલી જ કે,
તેની કરુણા તારા સુધી પહોંચે!
જિંદગીને ગુડબાય કહેવાનું વિચાર્યું ને,
મંદિરમાં એક દીવો કર્યો,
આશ મારી એટલી જ કે,
તેનો પ્રકાશ તારા સુધી પહોંચે!
જિંદગીને ગુડબાય કહેવાનું વિચાર્યું ને
ચાંદ સામે જોયું,
આશ મારી એટલી જ કે,
તેની શીતળતા તારા સુધી પહોંચે!
જિંદગીને ગુડબાય કહેવાનું વિચાર્યું ને,
એક રાગ આલાપ્યો,
આશ મારી એટલી જ કે,
તેની રાગિણી તારા સુધી પહોંચે!
પૂજા(અલકા)કાનાણી
મીઠાપુર.
*********************************
*NOG SS No -0011*
*સાહિત્ય સરિતા*
*શબ્દ:- રાગ રાગિણી*
*વિભાગ:- પદ્ય*
*પ્રકાર:- મૌલિક રચના*
*શીર્ષક:- રાગ રાગિણી*
સૂર, શબ્દ ને સાહિત્ય છે ,
સંગીતની રાગ રાગિણી,
પ્રેમ,મહોબત ને ઈબાદત છે
વસંતની રાગ રાગિણી.
પાણી,વાણી ને વાવણી છે
ખીલતાં મોસમની કસ્તૂરી,
જિંદગીનાં પાનાંમાં વણાઈ જાય
યાદની રાગ રાગિણી.
તન,મન જો હોય સાથ ને સ્વસ્થ,
આપના આ જગમાં,
મહેનતથી જીતી જવાય છે
એ સુખની રાગ રાગિણી.
મોજ ના હોય રોજેરોજ,
સુખ દુઃખનાં બદલાતાં પાસાં,
મોત સામે હસતી શ્રદ્ધા છે
ધડકનની રાગ રાગિણી.
સાહસ,પરિશ્રમ ને શ્રદ્ધાથી થાય છે,
તમામ કામ કઠિન,
જીવો ને જીવવા દયો છે
એ જિંદગીની રાગ રાગિણી.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
****************************************
NOG SS No. 0075
વિભાગ : પદ્ય
શીર્ષક: રાગ રાગિણી
રાગ – રાગિણી
જીવન વીણા
થઈ બેતાલ, વ્યાપ્યો
રે હાહાકાર!
મથે માનવ
સાધવા નિજ સાજ,
અથાક યત્ને!
બેસૂર ગાન
ઉદાસીન મિતવા
કૈક ઉપાય?
હે આશુતોષ,
વિનવું કરબદ્ધ
હું નિઃસહાય!
કરો વૈખરી
સુરીલી તાલબદ્ધ,
જીવનરાગે.
સૂરનાં વાઘા
પહેરી, કરે નર્તન
રાગ રાગિણી!
વહે મધુર
સૂર સરિતા, બાજે
ઝાંઝ પખાજ!
નાચે ઘેલો
મસ્ત મનમયૂર,
રાગ અનેરો!
કૌમુદી સોની
04/04/2021
******************************************
NOG SS NO:004
My grand Daughter’s Articale..
શીર્ષક: કોરોના
વેદિકા જરીવાલા
(વર્ગ ૬)
CORANA
The corona virus a deadly virus entered in the world, in everyone’s life. It’s a virus that damaged people’s life. From very first it was not a normal thing. I remembered., It was my exam time. It was Sunday, my father was watching T. V. And I was studying Maths, when message came from school. The school announced to be closed due to corona situation. First it hurt my heart but seemed so joyful, as if no school then no exam, and if no exam no study. And that night it self declared a lockdown for few days.
It was terrible listening this NEWS. I never heard lockdown word before declaration. It just changed our lives, staying at home for some days. It was impossible at the begging but we had to make it possible. All this was ruled by Police.
Well yet, I was having fun though it was a lockdown. I wake up late in the morning but still did exercise and drank a medicinal drink called ‘Kadha’ and took steam to stay fit and healthy. As my parents and sister were at home, we played with each other when ever we got time after all house hold work. I helped my mother and sister. My mom was always busy in cooking new dishes for us. Then in the afternoon I watched T. V series. Dad used to watch his series and my mother hers in the evening we sat in the garden and drank a cup of tea with some snacks. And again we played so many games. And again watched T. V at night. Whole day was passed like this never before.
As the days passed, I got bored. Now I missed my golden days of school a lot. I used to do many things in school. First in the morning, sitting in the bus enjoying with friends. And in clean and fresh environment of school taking fresh air to breath in. That was a big glory. I missed my basketball ground, assembly hall, class rooms, library, music and dance class etc.
But hopefully now, the vaccine has arrived. I hope that each and every person gets Vaccinated to drive out corona from our nation and the world, and of course from our lives. So if we want our life back, we should protect ourself by taking precautions by wearing mask and maintain social distancing.
So understand right now, the mask are our friends to protect ourself from this deadly corona virus.
VEDIKA JARIWALA
STD: 6