ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ૧ માં આપવામાં આવેલ વિષય ” એકરાર,સ્વપ્ન સંસાર,સ્વપ્ન જેવી સંબંધ” અંતર્ગત ગ્રુપ ના સભ્યો ની આજે આઠ ગદ્ય રચનાઓ……www.janfariyadnews.com
NOG SS NO:004. *વિભાગ: લેખ* *
વિષય શબ્દ: એકરાર**શીર્ષક:*એકરાર..(આત્મ વંચના) માનો કે ન માનો ઉપર તો જરૂર થઈ જાય *એકરાર* હૈયાનો ! છુપાવતા ફરો મનની મનો વ્યથા,છતાં ચહેરા પર ઉદ્ભવી જાય એ એકરાર!
હર્ષ હોય કે ખુશી કે આનંદ મળી જાય સાક્ષી તે આંખોને હર્ષાશ્રું દ્વારા ,એ જ એકરાર!
ચિત્રકાર પીંછીથી, લેખક કલમથી, ગાયક તેની ગાયકીથી,મેળવેલી કળાથી કરે તે એકરાર!
મિત્ર પાસે હૈયાની માંગી લઈએ ઉલઝન, મૈત્રી ભાવે તેમાં ખભે વહાવી લઈએ અશ્રું ને ભાગે વહેંચી લઈએ ભાવ તે,હૃદયનો એકરાર!
સહૃદયી મિત્ર બની ભાગીદાર બની જઈએ તેના સુખ-દુ:ખના તે સહચાર્યનો ,એકરાર!
મનથી બીજાનાં ને તનથી બીજાંના બનવું પડે ત્યારે તે છેસમજોતાના કરારનો ,એકરાર!
ક્યાં જઈશું? શું કરીશું? ન સૂજે ત્યારે , જાણવા છતાં કરીએ તે રાવ પત્થરની આકાર સહ મૂર્તિ પાસે રાખી જવાબની આશ તે શ્રધ્ધાનો એકરાર!
સબૂરી રાખી હિમ્મતથી કાર્યને સુલટાવી દઈએ તે જરૂરઆપણી ધીરજનો ,એકરાર!
ડગલે ને પગલે અનજાન બની તે સાથે ને સાથે છે એ માનતાં થઈએ તે અંતિમ *એકરાર* ઈસનો કરે હૃદયે વાસ એ આપણાં આત્માનો, *એકરાર*!
જયશ્રી પટેલ✍️૧૯/૧૨/૨૦૨૦
***********†******************************
NOG SS No :- 0048વિભાગ – ગદ્ય વિષય -એકરાર*
શીર્ષક – સમજણ*
અવની તેની આઠ વર્ષના દીકરા ઈશાનનો ઓરડો સાફ કરી રહી હતી. ત્યાં ગાદી નીચેથી તેને ગત અઠવાડિયે લેવાયેલ ગણિતની પરીક્ષાનું જવાબપત્ર મળ્યું. ઈશાનને તેમાં ઓછા ગુણ આવ્યા હતા અને અવનીના પૂછવા પર તેણે કહ્યું હતું કે, ગુણ આવતા અઠવાડિયે આવશે. અવનીની આંખ સામે તેનું અને ભાઈ આકાશનું બાળપણ તરવરી ઊઠ્યું. આકાશને આઠમા ધોરણમાં ઓછા ગુણ આવવાથી, તેણે ઘરમાં બધાંથી છૂપાવ્યું અને પાછળથી મમ્મી-પપ્પાને ખબર પડતાં, પપ્પાએ તેને ખૂબ માર્યો. પપ્પાનો ગુસ્સો ઓછા ગુણ સામે નહીં પણ વાત છૂપાવવા માટે હતો. પરંતુ, આ વાત સમજાવવાની રીત ખોટી હતી. આકાશે પપ્પાના આ વર્તનથી લાગેલ આઘાતના પ્રત્યાઘાત સ્વરૂપે ઘર છોડી દીધું અને આજે વર્ષો પછી પણ તેના કોઈ જ ખબર ન હતાં. ભાઈ આકાશનું બાળપણ ઈશાનના બાળપણમાં પ્રતિબિંબિત ન થાય, એના માટે તે ઈશાનને સાચી સમજણ આપવા કટિબધ્ધ બની. જેથી ભવિષ્યમાં ઈશાન પોતાની ભૂલ કે નિષ્ફળતાનો એકરાર કરતાં અચકાય નહીં.
✒️ *પ્રકૃતિ શાહ “પ્રીત
*NOG SS No…19* *શબ્દ…એકરાર* *પ્રકાર… ગદ્ય* *શિર્ષક* …
સલોની આમ તો નામ મુજબ જ સીધી સાદી,અને સરળ સ્વભાવ ધરાવતી હતી. સાદગી અને બુદ્ધિશાળી હોવાનાં લીધે એની સ્વચ્છ છબી સૌનાં મનને મોહી લેતી.હમણાંથી એ ખૂબ મૂંઝવણમાં હતી.પરિસ્થિતિ જ એવી હતી કે એ કોઈને કહી શકતી નહોતી. એનાં સરનામે કોઈને કોઈ ટપાલ આવતી.એમાં લખનાર પોતાનાં તીવ્ર પ્રેમનો એકરાર કરતો, પણ કોઈ નામ લખેલું ન આવે. એણે થોડાં દિવસ આ વાત છુપાવી,,પણ ક્યાં સુધી આ ચાલી શકે?કોલેજમાં કોઈ આવું કરતું હશે? કોઈ સંબંધી આવું કરતું હશે? કોઈ ટીખળ કરી પજવે છે… કે કોઈ ખરેખર પોતાને ચાહે છે? આ પ્રશ્નનો ઉત્તર એની પાસે નહોતો. બહુ મથામણ કરી એણે થોડા સમય રાહ જોઇ ,સમય આવ્યે જવાબ દેવાશે, એમ વિચાર્યું. પત્રો તો રોજ આવતાં જ રહ્યાં. સલોની બધાં પત્રો છુપાવીને રાખવા લાગી.ઘરમાં એનાં માટે સારો મૂરતિયો જોવાની વાત થવા લાગી.એ ગભરાવા લાગી..કે હવે શું કરવું? કોલેજના અંતિમ દિવસે એણે પોતાની અંગત સખી હિનાને વાત કરી કે મારી સાથે આવું થઈ રહ્યું છે. હિના તો ડઘાઈ ને જોઈ રહી,કેમકે એની સાથે પણ ઘણાં સમયથી આ જ રીતે પત્રો આવતા હતાં,, ને એણે પણ કોઇને વાત નહોતી કરી.બંને સખીઓ મૂંઝાઈ ગઈ.એમણે નિર્ણય કર્યો કે આપણા પ્રોફેસર પૂર્વિબેનનું માર્ગદર્શન લઈએ. બંને એ એમને મળીને પરિસ્થિતિથી માહિતગાર કર્યા. પૂર્વિબહેને એક દિવસ પછી બંને ને ઓફિસમાં બોલાવ્યા. ત્યાં એમની સાથે ભણતો આકાશ પણ હાજર હતો. એનો ચહેરો પડી ગયો હતો. એણે એકરાર કર્યો કે મને બંને સખીઓ..સલોની,અને હિના ખૂબ ગમે છે. હું એમને ખૂબ ચાહું છું. મને ખબર છે કે આ એકતરફી છે. પણ આ મારો કલ્પનાનો મધુર સંબંધ છે. મારી ભૂલ થઇ. મને જે સજા આપો એ મંજૂર! બંને સખીઓ એ એને એક શરતે માફ કર્યો કે આવું હવે કોઈ યુવતી સાથે કદી ન કરતો. એ ત્યાંથી ચાલ્યો ગયો. પૂર્વિબેન કહ્યું.. મેં બંને પત્રો ના અક્ષર ચેક કરાવતા.. એ આકાશ જ નીકળ્યો તમે ચિંતા ન કરશો.એ પછી આકાશ કયાં ગયો, કોઇને ખબર ન પડી.સ્વપ્નના ખયાલી સંબંધનો અંત આવ્યો.
કલ્પનાબેન ત્રિવેદી. સુરેન્દ્રનગર
NOG. સાહિત્ય સરિતા (૧)NOG SS. No. 0029વિભાગ:ગદ્યવિષય:સપના જેવો સંબંધશીર્ષક: “મુહૂર્ત”
“મુહૂર્ત”
ત્રીજ અને તેરસ વણપૂછ્યું મુહૂર્ત આપણા સપના જેવા સંબંધનું ચાલ કરીએ ખાતમુહૂર્ત.
ઉમેરીએ એમાં પ્રેમમાં ઝબોળેલા આ મસાલા ખૂબસુરત.
ક્યાંક હકથી ફરિયાદ – ક્યાંક પ્રેમનો એકરાર -ક્યાંક માફી માગતાં ખચકાટ-ક્યાંક વહાલનો વરસાદ-ક્યાંક મનની વાત-ક્યાંક દિલની દિલેરી-ક્યાંક રિસામણાં-મનામણાં-ક્યાંક અહંકાર મૂકવાની રાહ-
બસ, ચોઘડિયાંની વાટ ન જોવાય,આ છે જ શુભ મુહૂર્ત.
ત્રીજ અને તેરસ વણપૂછ્યું મુહૂર્ત.
-લીના વછરાજાની.
***************†*********††***********
સુંદર સલુણી સાંજ, ભીનું-ભીનું વાદળછાયું વાતાવરણ, અફાટ સમુદ્રમાં દૂર -સુદૂર તારલાઓ સરીખા ટમટમતા વિશાળ જહાજોમાંનો પ્રકાશ, તોફાની ઉછળતા દરિયાઈ મોજાને હંફાવી પોતાના અસ્તિત્વને ટકાવતી નાની નાની હોડીઓ, પોતપોતાના નાના મોટા વ્યવસાયમાં રત ફેરિયાઓ, શરીર સ્વાસ્થ્ય જાળવવા વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત માનુનીઓ, દોડધામવાળી જીંદગીની ઘટમાળમાં ઘડીભર ખુશી માણતાં મધ્યમવર્ગીય કુટુંબો હાથમાંહાથ નાખીને ફરતા કે ખૂણેખાંચરે બેસી સ્વર્ગીય જીવનની પરીકલ્પનામાં રાચતા પ્રેમી યુગલો. મુંબઈના દરિયાકિનારે આવાજ સ્વપ્નસંસારના વિચારોમાં રમમાણ સપનાનાં બધાજ રંગબેરંગી સ્વપ્નોની ઈમારત તાદ્રશ્ય હકીકત જોઈ કડડભૂસ થઈ ગઈ.જ્યારે એણે, પ્રણવસરને પત્ની અને બાળક સાથે ઘોડાગાડીમા ફુગ્ગાથી રમતા અને એકજ આઈસ્ક્રીમની મજા માણતા જોયા..!
– રીટા ભાયાણી*
***************************************
*NOG group(સાહિત્ય સરિતા-૧)NOG SS.NO. 0034
વિષય : એકરાર શીર્ષક : એસિડ અટેક
શ્વેતા અને ઉમંગના સુખી દાંમ્પત્યજીવનને આજે બે વર્ષ પૂરાં થયાં. ઈશ્વરકૃપાથી ચારેકોર સુખ જ સુખ હતું. પણ… શ્વેતાનો ચહેરો!! અરીસામાં જોવાની તો હિંમત જ નહોતી થતી. સાજ શણગાર કરવાનું તો એણે વર્ષોથી બંધ કરી દીધું હતું. એ ગોઝારા દિવસને તે ભૂલી શકતી નથી. કેવી રૂપરૂપની અંબાર જેવી તે લાગતી હતી. કૉલેજમાં છોકરીઓ તેનાં રૂપની ઈર્ષા કરતી તો છોકરાંઓ તેનાં ગુલાબી ચહેરાની એક ઝલક મેળવવા માટે તડપતાં. એનું આ રૂપ જ તેનું દુશ્મન બન્યું હતું ને! એક દિવસ કૉલેજથી તે ઘરે જવા નીકળી અને રસ્તામાં અચાનક તેનું સ્કૂટી બંધ પડી ગયું. તે સ્કૂટી સાઈડમાં પાર્ક કરીને ઓટોની રાહ જોતી ઊભી હતી. ત્યાં જ બે બાઇકસવાર ચહેરો ઢાંકી ને આવ્યા અને તેનાં ચહેરા પર જલદ કેમિકલ છાંટીને ભાગી ગયા. દર્દમાં તડપતી તે માંડ માંડ હોસ્પિટલ સુધી પહોંચી. કેટલીય સારવાર કરાવી પણ તેના ચાંદ જેવા ચહેરો હવે બળીને સાવ કોલસા જેવો થઈ ગયો હતો. તે ખૂબ જ ઉદાસ થઈ જતી અને વારંવાર એક જ સવાલ થતો, મેં કોઈ નું શું બગાડ્યું હતું? તેની સગાઈ પણ તૂટી ગઈ. એ સમયે તેની સાથે જ ભણતો ઉમંગ તેની મદદે આવ્યો. તેણે શ્વેતાને આ આઘાતમાંથી બહાર લાવવા ખૂબ પ્રયત્ન કર્યા અને જ્યારે તે સ્વસ્થ થઈ ગઈ ત્યારે તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. શ્વેતા તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો કારણ કે એ નહોતી જાણતી કે તેની ટ્રેજડી પાછળ તેનાં પતિનો જ હાથ હતો!! એક દિવસ તેનાં પતિએ ઘરે નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. જૂનાં મિત્રો પાર્ટી બાદ વાતોએ વળગ્યા ત્યારે વાતવાતમાં જ ઉમંગનો મિત્ર એસિડ અટેકની વાત કરતો હતો. બરોબર એ જ સમયે શ્વેતા ત્યાં આવી ચડી અને તેણીને બધી સત્ય હકીકતની જાણ થઈ. તેના પગ નીચેથી ધરતી સરકી રહી હતી અને બધું જ ગોળ ગોળ ફરતું હોય એમ તે એનું બેલેન્સ માંડ માંડ જાળવી શકી.તેણીએ ઉમંગને ખૂબ જ ગાળો ભાંડી, પરંતુ હવે શું? ઉમંગનાં એકરારથી તેનો ચહેરો પહેલાં જેવો થઈ જશે? ઉમંગે તેની સાથે એનો અહમ સંતોષવા માટે જ લગ્ન કર્યાં હતાં? ઉમંગ તેની ભૂલની માફી માંગી અને તેને સમજાવી પણ હવે તે એનો વિશ્વાસ કેવી રીતે કરે?? બીજે દિવસે શ્વેતા એ હૃદયહીન માણસનું ઘર છોડીને ચાલી નીકળી.
— ડૉ. રેખા શાહ કચોરીયા…મોરબી
આજે મને મારા એક ખાસ મિત્રનો મેસેજ આવ્યો જીજ્ઞાબેન એકરાર પર કંઈ લખો એની આ ઈચ્છાને માન આપી આજે આ નિયતી લગભગ 4 મહિના પછી કલમ ઉપાડી રહી છે . * એકરાર * એટલે શું?*એકરાર એટલે પોતે કરેલી ભૂલનો અહેસાસ*બીજીવાર એ ભૂલ ન થાય એની આપણે જાતને સમજાવવાની..મારો એક સવાલ છે આપણામાંથી એનું પાલન કેટલા કરે છે? શું એક વખત એકરાર કરીને ફરી એ ભૂલ નહી થાય? કારણ “માણસ માત્ર ભૂલ ને પાત્ર”મારા મત પ્રમાણે એકરાર કરવા કરતાં તમારા મનને ભૂલ ન કરવાં મજબૂત બનાવો , આપણાં ગ્રુપની જ વાત કરું આપણે સ્પર્ધા કરતાં ત્યારે કેટલાં લોકો લખતાં? હવે સ્પર્ધા બંધ કરી તો બધાં લખવા લાગ્યા !કેમ આવું કેમ તમે જો લેખક કે કવિ છો તો સ્પર્ધામાં ડર કેમ? કે પછી દાદીશાની બીક હતી ! મને એક વાતની ખબર નથી પડતી કે સ્પર્ધા તો જીવનમાં ડગલે ને પગલે હોય જ છે અને રહેશે એજ જીવનની કડવી વાસ્તવિકતા છે તો ડર કેમ?મને ઘણા કહે છે આ નિયતીને કોઈ ડર નથી બધું ખુલ્લુ લખી નાંખે છે હા! મારા આર્ટિકલમાં હું એમને ખુલ્લા તો પાડી જ દઉં છું કારણ જયાં નિયત અને નિમિત બન્ને ભેગાં થાય એનું નામ જ *નિયતી*. ઘણા મને એમ પણ કહે *નિયતી* આમ નહી *નિયતિ* આમ લખાય એવાં વિઘ્નસંતોષીને મારો એક જ જવાબ છે “મેરી મરજી”બીજુ શું કહું હજી તો ઘણાને ખુલ્લા પાડવા છે કારણ જેનાં થકી આપણે આગળ આવ્યા અને જેને લીધે સમાજ આપણને ઓળખતા થયા એની આ સેવા ભૂલી એને લાત મારીને આગળ આવીને એનાં જ ગ્રુપમાં આવી જોહુકમીને શું કહેશો ? હું એમને શરમ વગરના કહીશ કારણ જો લાજ શરમ હોય તો એ આવું કરી જન શકે ! મારી કલમ તો બોલશે કારણ નિયતીની નિયત જ લખવાની છે…..જય શ્રી કૃષ્ણ જીજ્ઞા કપુરિયા “નિયતી”
તરુણ જોષીનું ફેમિલી નવું નવું જ અક્ષરધામ ટાઉનશિપ, ભરૂચ રહેવા આવ્યું હતું. દસ માં ધોરણ માં ભણતો તરુણ ચેસ ચેમ્પિયન, ટેનિસ એક્સપર્ટ, સ્કેચ આર્ટિસ્ટ, સ્કૂલ ટોપર, બોલવામાં હોશિયાર, શિક્ષકોનો ફેવરિટ અને મમ્મી, પપ્પા ની આંખો નો તારો….અક્ષરધામ ટાઉનશિપમાં જ રહેતી મૈત્રી પણ કંઈક આવી જ હતી.સોસાયટી માં પાર્ટી યોજાય, પિકનિક ગોઠવાય, ક્લબ પ્રવૃત્તિ હોય ત્યારે આ બંને મળે અને સરખા અખાબોલા સ્વભાવ ને લીધે બંનેનો ખૂબ ઝઘડો થાય. મૈત્રી હંમેશા તરુણ માટે કહેતી સમજે છે શું આ છોકરો પોતાને ? “એન એરોગંટ બોય” દિવસો વીતતા ગયા. ત્રણ વર્ષ થઇ ગયા. છોકરાઓ મોટા થઇ ગયા. હવે તરુણ, મૈત્રી ઝઘડતા ન હતા. સ્કુલેથી ઘરે જતા ઘણી વાર બંને વાતો કરતા . ક્લબ હાઉસમાં મળતા. મૈત્રી હંમેશા તરુણ ને પૂછતી, “તરુણ,તને હંમેશા ફર્સ્ટ આવીને કંટાળો નથી આવતો ? યુ આર સો કૂલ મેન ? હાવ યુ આર મેનેજીંગ ઑલ થિંગ્સ સો નાઇસલી ? જવાબમાં તરુણ ફક્ત સ્માઈલ આપતો.તરુણના પપ્પા એ વર્ષો પહેલા કેનેડાની ફાઈલ મૂકી હતી. ફાઈલ પાસ થઇ ગઈ એમને ફેમિલી વિઝા મળી ગયા હતા. આ બાજુ તરુણનું 12 સાયન્સનું પરિણામ જાહેર થયું. તરુણે આખા ગુજરાતમાં ટોપ કર્યુ હતું. અને એણે અલબર્ટા, કેનેડાની કૉલેજ ઓફ એન્જિનયરિંગમાં એડમિશન મળી ગયું.હવે જોષી ફેમિલી ભરૂચ છોડીને જવાના હતાં કદાચ કાયમ માટે.ખૂબ ટૂંકા સમયમાં જોષી ફેમિલી બધાનું ફેવરિટ થઇ ગયું હતું.અહીં બધાં જ તરુણને મિસ કરશે. પણ સૌથી વધારે જો કોઈ મિસ કરતુ હતું તો એ હતી મૈત્રી. એના મનમાં ગજબ ઉથલ પાથલ હતી. જે તરુણ એને આંખ સામે ન હતો ગમતો એ તરુણને તેની નજર શોધતી હતી.તેના વગર એને જરાય ગમતું ન હતું. આ લાગણી બંને તરફ હતી. શું ખબર?ચાર વર્ષ થઇ ગયા છે.તરુણનું ફેમિલી કેનેડા સરસ સેટ થઇ ગયું છે. તરુણ આલ્બર્ટા એન્જિનિરીંગની કોલેજ નો ટોપર છે.પણ મૈત્રીના મનમાં હજી ખાલીપો છે.છેલ્લે મળ્યાં હતા ત્યારે મૈત્રીએ તરુણને પૂછ્યું હતું, “વ્હેન વિલ યુ કમ બૅક ? એની ચાન્સ વી વિલ મિટ ? હંમેશા ની જેમ તરુણે સ્માઈલ કર્યુ કઈ કીધું નહી. પણ મૈત્રીએ સાંભળી લીઘું “યુ નો આય એમ વેરી એમબિશીયસ…ફોર મી સ્કાય ઇઝ ધ લિમિટ.” કદાચ તરુણને પણ મૈત્રી ગમતી હતી જ પણ એ કોઈ કમિટમેન્ટ માં બંધાવા માંગતો ન હતો.આ તે કેવો તરુણ, મૈત્રી નો સંબંધ?કદાચ કદાચ સ્વપ્ન સંબંધ.
સૌ વંદના દયાળસુરત
… ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ સમાચાર….આયોજક ; પ્રદીપ રાવલ..(9824653073)
12/26, 9:01 PM] Pradip Raval: આપણાં ગ્રુપ ના મેહુલ ત્રિવેદી(પદ્ય)ઋતંભરા વિશ્વજીત(ગદ્ય)સપના શાહ(પદ્ય)વિભૂતિ દેસાઈ(પદ્ય.હાઈકુ)મીના માંગ્રોલિયા(પદ્ય)આરતી મરચંટ (ગદ્ય)અંજના ગાંધી(પદ્ય)વર્ષા જાની (ગદ્ય) રીટા ભાયાણી(ગદ્ય)પ્રવિણા કડકિયા(ગદ્ય)ઘનશ્યામ વ્યાસ(શબ્દ વેદના) જયકાંત ઘેલાણી(ગદ્ય)પૂજા અલકા કાનાણી(પદ્ય)ચાંદની નાંથબાવા(પદ્ય)રાગિણી શુક્લ(પદ્ય)સંજય તરવબદા(પદ્ય)નયના પટેલ(ગદ્ય)લીના વછરાજાની(ગદ્ય)હેમલતા દીવેચાં (પદ્ય)જ્યોતીન્દ્ર મહેતા (ગદ્ય)શીલા પટેલ (ગદ્ય)શ્વેતા તલાટી(પદ્ય)વૈશાલી મહેતા(પદ્ય)મહેન્દ્ર પંચાલ(અછાંદસ)અરુણા ત્રિવેદી (પદ્ય)પ્રફુલ્લા પ્રસન્ના(પદ્ય)રાગિણી શુક્લા(પદ્ય.બીજી રચના) હજુ સુધી ગ્રુપના આટલા જ ક્લમકાર ની રચનાઓ મળી છે..હવે આવતીકાલ છેલ્લો દિવસ…રાત્રે ૧૦ સુધી. બિલકુલ સરળ વિષય”વિરહ,વેદના,ચાહના” ઉપર આપની રચના ગ્રુપ માં મૂકી હવે વિશ્વ સાહિત્ય ના ફલક ઉપર તમારી રચના.ફોટા સાથે સાહિત્ય કર તરીકે ઓળખ પામો…..આપડા ગ્રુપ માં ગત સપ્તાહે ત્રણ મેમ્બર નવા આવ્યા હતા…આ વખતે પણ ખ્યાતનામ સાહિત્યિક નામના મેળવેલા બીજા ત્રણ અતિથિઓ આવતીકાલે ગ્રુપ પ્રવેશ કરી રહ્યા છે….આશા રાખું કે મારી ગ્રુપ મેમ્બરો થકી ની આશાઓ ને સફળ કરવા બાકીના દરેક મેમ્બર આવતીકાલ રાત સુધી પોતાની રચના ગ્રુપ માં મૂકી દેશે…
..આપનો …પ્રદીપ રાવલ
[12/26, 10:42 PM] Pradip Raval: આપણાં ગ્રુપ માં મુંબઇ ના પ્રખ્યાત સાહિત્ય લેખક અને સાહિત્ય વિશ્વ ઇન્ટરનેશનલ ગ્રુપ માં મોડરેટર માયાબેન દેસાઈ દાખલ થઈ રહ્યા છે..જેમને તેમની ફી એકાઉન્ટ માં ટ્રાન્સફર કરાવી છે.ગ્રુપ ના સૌ સાહિત્યિક સેવા ના વડલા,ડાળીઓ,પાના અને પુષ્પો વતી હું તેમનું સ્વાગત કરું છું… હવે પછી તેઓ તેમની આપવામાં આવેલ વિષયક રચનાઓ મૂકી શકશે..
NOG SS NO : – 0081
માયાબેન દેસાઈ..મુંબઈ
[12/26, 10:56 PM] Pradip Raval: ગ્રુપ ના મેમ્બર થયાં ની સાથે ચાહના વિષય ઉપર મુકેલી સુંદર..વ્યાકરણ.. સ્વાછ પદ્ય રચના સાથે માયાબેન દેસાઈ ને આવકાર સાથે અભિનંદન…સહયોગી વતી પ્રદીપ રાવલ