ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ માં આજે મેમ્બરો ની ” એકરાર.સ્વપ્ન સંસાર.સ્વપ્ન જેવો સંબંધ” વિષય અંતર્ગત ” પદ્ય ” રચનાઓ….
NOG 0015વિભાગ:-પદ્યપ્રકાર:-એકાવનાક્ષરી કાવ્યશીર્ષક:- સપનાં જેવો સંબંધ
ઉડશે અચાનક,આજે ભીતરમાં જે બંધ છે.
ભેદી રહસ્ય સઘળું,કેમ જાણું? જિંદગી અંધ છે.
જીવ સાથે શ્વાસને,સપનાં જેવો જ સંબંધ છે.
મેહુલ ત્રિવેદી(ઘાયલ મેઘ) ખેરાળી
NOG SS NO :- 001 વિભાગ ; પદ્ય.
શીર્ષક ; ” સ્વપ્નની સ્મરણાંજલિ”
શું કરું ફરિયાદ તને એ જિંદગી…!હસીન પણ કઠોર છે તું જિંદગી…!ઝાંઝવાનાં જળ તું એ જિંદગી…!જન્મથી તારો સંગાથ એ જિંદગી..!માનાં ખોળેથી ઉતરી ચાલ્યો …!પપ્પાની આંગળી પકડી એ જિંદગી..!કદમ સ્થિર થાય એ પહેલાં તે ..!મમતા છીનવી લીધી બે રહેમ જિંદગી..!જીવનની કઠીન યાત્રામાં એ જિંદગી..!સથવારો સ્નેહનો મળ્યો મને..!રાહ એક ચાહ એક બની જિંદગી..?પ્રેમની પાઠશાળા નયન ચાર થયા ..!અંતર મન પ્રકાશિત થયું …!સજોડે સ્વપ્ન સજાવી બેઠાં એ જિંદગી..!પરિવારની મહોર લાગે એ પહેલાં ..!વિધિનું વિધાન ખરું થઈ ને જ રહ્યું..!એ લાલ બંગલાની ચાલ એ જિંદગી..!મિલનની મધુર યાદો એ જિંદગી..!અંતિમ ક્ષણોનું સંભારણું બન્યું ..!એ હસીન ગુલાબ મારા ખોળામાં ..!હંમેશ માટે વિખરાય ગયું એ જિંદગી.!હું,” તો ચાલી તમે જીવી જાણો એ જીંદગી”..?મને છોડી અનંત યાત્રા પર ચાલી..!કહે,” પ્રદીપ સ્મરણાંજલિ તને શું આપુ જિંદગી..!ખુદ લૂંટાઈ બેઠો,યાદ કરતાં હૈયુ કંપે,જયું…લખતાં હાથ પડે છે હેઠો… જિંદગી”…!
✍️ પ્રદીપ રાવલ
NOG. SS NO. 0026વિભાગ – પદ્ય(રચના) શબ્દ – એકરારશીર્ષક – સજા પામ્યા.
તમારા પ્રેમનો એકરાર કરવાની સજા પામ્યા. દિવસને રાત પ્રીતમને લો સ્મરવાની સજા પામ્યા.
વસાવી આપને દિલમાં, પછીની વાત શું કરવી? અમે લોકોની નજરોમાં ચડવાની સજા પામ્યા.
છુપાઈ ક્યાં કદી નજરો ઈશ્કનાં જળમાં જે ડૂબી, ઘણાંયે તર્ક કરતા ત્યાં જ તરવાની સજા પામ્યા.
અમે લખતાં વિચારો જે છતાંયે દાદના મળતી, કરીને શાયરી જેવું, કગરવાની સજા પામ્યા.
અંજના ગાંધી “મૌનું” વડોદરા ૧૯/૧૨ /૨૦૨૦
******************************************
NOG SS No / 0054વિભાગ – પદ્ય વિષય – સપના જેવો સંબંધશીર્ષક : સપનામાં પડ્યો છે
મારી પાસે એક સપના જેવો સંબંધ સપનામાં પડ્યો છે,જે ગણાતો મિત્રતાનો સંબંધ, હજીય અકબંધ પડ્યો છે.
મિત્રતાનો હાથ પકડી હું ક્યાંક પથ પર ચાલતી હતી, એ સપના જેવો સંબંધ આજે તાજો નજરે પડે છે.
મિત્રતાની સુગંધ હાથોમાં રહેવાનો અહેસાસ રહ્યા કરે છે, જે હતી દોસ્તી એ હજીય સપનામાં દેખાતી પડે છે.
સપના શાહ ગોધરા
પ્રેમ તણો *એકરાર* વાલમ વેદના આપે રે…
ભવભવની પ્રીત *સ્વપ્ન સંસાર* લાગે રે…
લાગણીઓનાં વહેણમાં તણાતું જીવન ખાસ રે…
સ્વપ્નોનાં સમણાં સાથે બંધાઇ પ્રીત પિયુ રે…
બાંધી સંગ સગપણ *સપના જેવો સંબંધ* રે….
મનડું મારૂં મહેલોનાંઝરુખે ઝૂમતું રે….
સપના કેરો ભરથાર પામું વારંવાર રે….
સાથીનો સાથસ્વપ્નોથી સુંદર લાગે રે…
સપનોનું સુખ સમણાં જેવું લાગે રે….
ઉર્વશી મહેતા અમદાવાદ.
NOG SS No. 0065વિભાગ – પદ્યવિષય – એકરાર
જિંદગીની આ સફરમાં,સાથે ચાલવાનો એકરાર.
સુખ દુઃખના સમયમાં પણ,સાથ ના છોડવાનો એકરાર.
સફરની આ કાંટાળી કેડીપર,ઉબડખાબડ રસ્તા પર,
હંમેશા સપ્તપદીનાં ફેરાપર,લીધેલા વચનનો એકરાર.
આપણો આ જીવન સંસાર,હંમેશા સુખરૂપ ચાલે ,તેવો પ્રભુ પાસે એકરાર.
હર્ષા શાહ
NOG SS No. 0014
પ્રકાર:- પદ્ય (સોનેટ-શિખરિણી)શીર્ષક:- જગતચક્ર
એક સમણું
અંધારેથી ગિરિધર મને તું લઇ જા,જુઠા સંસારેથી ગિરિધર મને તું લઇ જા,હવે થાક્યો, જો નિયમ સઘળાં હોત કુસુમો,પછી મારા સ્વપ્ને જગતતીર્થોતમ મળે.
સમુદ્રના તીરે હૃદય હરખીને વિચરતું,મિથ્યા સ્વપ્નને મન નિરખી ને મલકતું,થતા ઝાંખી એ સત્યની, જળ ચક્ષુથી છલકતું;લહેરોની ભૂસેલ કસમ ફરીથી ચિતરતું.
એ તારુ-પોતાનું, ઘર-વતનનું, સ્વખપતનું,ને આ તારું મિથ્યા જનમ પણ એક સપનું,ફર્ક એ સ્વપ્નનાં નયન ખુલતાં કઇ નથી,અને અસ્તિત્વના નયન ઢળતા કઇ નથી.
છે ભ્રાંતિ આ સંસાર, જગતચક્ર એક શમણું.જયાંથી જાવું છે ઇશ ચરણ,ત્યાગીનેસઘળું..
-જયેશ સંઘાર… ભોજાય,કચ્છ ૨૦/૧૨/૨૦૨૦