NOG. સાહિત્ય સરિતા (૧)મૌલિક રચનાNG. No. 0029વિભાગ : ગદ્યમૌલિક રચના: દિવાળી
હૈયાના હિંચકે ગમતી વાતને કે ગમતી વ્યક્તિને ભરપૂર યાદનો નાખીએ હિંચકો એટલે દિવાળી.
વીસની ભરયુવાનીને ફરી સાથી સાથે આંગળીમાં આંગળી પરોવીને જીવવાનું શરુ કરીએ એટલે દિવાળી.
તારામંડળના તણખા અને કોઠીની ઝરમરમાં ભૂત-વર્તમાન-ભવિષ્યનાં સચિત્ર નિરુપણ એટલે દિવાળી.
વીતી ગયેલી જિંદગીને અને થો..ડા કદાચ હારી ગયેલા શ્વાસને મનરુપી જિમમાં નોતરીને ફરી ફિટ બનાવવાનું રિઝોલ્યુશન એટલે..જ તો દિવાળી.
-લીના વછરાજાની.
***************************************
NOG સાહિત્ય સરિતા (૧)NG.No. : 0034વિભાગ : પદ્ય (મૌલિક રચના)શીર્ષક : ચાલને દિવાળી મનાવીએ
દીપ પ્રગટાવી અંતરને અજવાળીએ,લીંપેલા આંગણે રંગોળી સજાવીએ, ચાલને દિવાળી મનાવીએ….
રાગ-દ્વેષનો ધુમાડો ગગનમાં ઉડાડીએ,મનમંદિરને શુભ-લાભથી શણગારીએ,ચારે દિશામાં પ્રેમનો ઉજાસ ફેલાવીએ, ચાલને દિવાળી મનાવીએ….
ઘારી ને ઘૂઘરામાં સુખનું ફિલીંગ ભરીએ,સુખ-દુ:ખને અંતરમાં નવ ધરીએ,શુભકામનાઓની સરવાણી વહાવીએ, ચાલને દિવાળી મનાવીએ…..
જૂનાં મનદુઃખને ભુલી, આગળ વધીએ,નવાં વર્ષની પાટીમાં શ્રીસવા ચીતરીએ,શીશ નમાવી સૌને સાલમુબારક કહીએ, ચાલને દિવાળી મનાવીએ……
— ડૉ. રેખા શાહ
સુભાષિત ૩૧
સુભાષિત વાંચતા મળતી શીખ માનવે પોતાના જીવનમાં એક ગાંઠરૂપી બાંધી દેવી જોઈએ.જેથી માનવનાં માનસમાં બદલાવ નિશ્ચિંત રૂપે આવે છે.બાળ સહજ વૃત્તિ બદલાય છે..
*સુપ્રભાત*
*છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું;**ને શ્રીમંતાઈની કબર પર ઘીના દીવા થાય*.
અહીં કવિ કે સંતે પરંપરામાં ચાલી આવતા ભેદને કેવો આપણી સામે મૂક્યો છે.આપણા દેશમાં ગરીબીએ તો અજગરની જેમ ભરડો લીધો છે. આ આર્થિક અસમાનતાનું વેધક અને હૈયું હચમચાવી નાંખે તેવું ચિત્ર આ પંક્તિઓ રજુ કરે છે.
ઝૂંપડાંમાં વસતા ગરીબોને ખાવા માટે ટીપું તેલ નથી હોતું,તો અમીરોને ત્યાં તો કબરો પર કે સમાધીઓ પર ઘીના દીવા પ્રગટાવામાં આવે છે.શ્રીમંતોને પૈસાની રેલમછેલ હોય છે ,તો ગરીબને તો મહામહેનતે રોજની રોજ કમાણી મળે તો પેટનો ખાડો પુરાય છે. શ્રીમંતો મહેફિલ ને મોજશોખમાં પૈસા વાપરે છે , તેટલા રૂપિયા પૈસાથી ગરીબનું એક વર્ષનું ખર્ચ નીકળી જાય છે. અહીં કવિ કે સંતે કહ્યું છે જો માનવ આ સુભાષિતથી શીખે ને ગરીબને મદદરૂપ થાય.નાણાનો દુર્વ્યય કરવાને બદલે ગરીબને મદદ કરે તો સદ્ માર્ગે વપરાયેલા નાણાં કામ લાગે.તેમના બાળકોની ફી ભરાયને તેઓ શિક્ષિત બને.
જયશ્રી પટેલ ૧/૧૦/૨૦૨૦
*******†****************************************
Hanuman Chalisa(Dr Manish Shah)
JioSaavn –
https://www.jiosaavn.com/album/hanuman-chalisa/IBvVcsxv2zg_
Wynk –
https://wynk.in/music/song/hanuman-chalisa/pp_INJ332003574
Hungama –
https://www.hungama.com/album/hanuman-chalisa/59900351/
Gaana –
https://gaana.com/song/hanuman-chalisa-479
Apple Music (iTunies) –
https://music.apple.com/in/album/hanuman-chalisa-single/1539049454
Amazon Prime –
https://music.amazon.in/albums/B08MVFGX32?ref=dm_sh_fec5-aacb-dmcp-308a-802be&musicTerritory=IN&marketplaceId=A21TJRUUN4KGV
Spotify –
Youtube Music –
https://music.youtube.com/watch?v=HkNnkw-Lc9Q&list=RDAMVMHkNnkw-Lc9Q
સિદ્ધ હનુમાન ચાલીસા
My New Version 👆👆 Launched All over the world in all App
https://m.facebook.com/story.php?story_fbid=3412388948986874&id=100006474070926
Animation Video
ચમત્કારી …Chamtkari..
SHRI HANUMAN CHALISA..