GN_30-7-20 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF
ન્યૂઝ.પેપર વાચવા માટે ઉપર તારીખ ઉપર ડબલ ક્લિક કરી વાંચો.
*****†********†******†*******************
ન્યુઝ ગાંધીનગર બાળવિભાગ*
*વ્યાયામનું મહત્વ*
૧ ઋજુ અપૂર્વ શાહ
૨ પ્રિયાંશી પાંખી
૩ સંગાર ગાયત્રી રમેશભાઇ
#############################
બાળવિભાગ
*શીર્ષક – સમતોલ આહાર અને વ્યાયામનું મહત્વ*
દસ વર્ષની ચિંકીને ફાસ્ટફૂડ અને નાસ્તાના પડીકાં જ ભાવે. ઘરનાં રોટલી, દાળ-ભાત, શાક તો ભાવે જ નહીં. મમ્મી-પપ્પા, દાદા-દાદી બધાં બહુ સમજાવે, તો અઠવાડિયામાં બે વાર પરાણે રોટલી ખાય, પણ જોડે ફક્ત ભીંડાનું શાક અને દહીં તથા પરોઠા કે થેપલાંમાં ટામેટાનો સોસ, ચીઝ અને માયોનિઝ જોઈએ. રોજ લેવામાં આવતા આ પ્રકારના આહાર તથા જરૂરી વ્યાયામના અભાવના લીધે, ઉંમરના પ્રમાણમાં તેનું વજન વધી ગયું અને પેટમાં દુખાવો થવા લાગ્યો.
મમ્મી-પપ્પા ચિંકીને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે એના લોહીની તપાસ તથા પેટની સોનોગ્રાફી કરાવી. રિપોર્ટમાં આંતરડા પર સોજો જણાયો. ડૉક્ટરે મમ્મીને એના રૂટિન વિશે પૂછ્યું. એની ખોરાકની આદતો, જાડાપણાના કારણે શાળામાં કસરત ન કરી શકતી હોવાની ફરિયાદની વાતો સાંભળી ડૉકટર અકળાઈ ગયાં. તેમણે ચિંકીને ત્રણ દિવસ હૉસ્પિટલમાં રાખી, એને સમતોલ આહાર અને કસરત (વ્યાયામ) વિશે વાતો કરી અને તેના ફાયદા પણ સમજાવ્યા. તેની મમ્મીને પણ ફાસ્ટફૂડના કારણે ભવિષ્યમાં થઈ શકતાં રોગો વિશે જાણકારી આપી.
ચિંકીએ ઘરે ગયા પછી ડૉકટરની સલાહ પ્રમાણે આહાર લેવાનું અને કસરત કરવાનું ચાલુ કર્યું. તેની મમ્મીએ શારીરિક કસરતના ભાગરૂપે શાસ્ત્રીય નૃત્ય શીખવા માટે ક્લાસમાં મૂકી. આહાર અને કસરતના કારણે ૬ મહિનામાં તેનું વજન ઊતર્યું અને તેનામાં સ્ફુર્તિ આવવા માંડી.
ત્રણ મહિના પછી શાળાના રમતોત્સવમાં તેણે સૌથી વધારે ઈનામો જીત્યા. આ માટે તે તેના ડૉકટરનો આભાર માનતી, જેમણે એને ફાસ્ટફૂડના વળગણમાંથી મુક્ત કરી. હવે તે તેના બધાં મિત્રને સમતોલ આહાર અને કસરતનું મહત્વ સમજાવતી.
~ પ્રિયાંશી શાહ “પાખી”
*********”****”*””*””””******* **************
*બાળ વિભાગ*
*વ્યાયામનું મહત્વ*
*તન સ્વસ્થ-સુદૃઢ, મન સ્વસ્થ કરો;*
*નાચો, કૂદો, નિત વ્યાયામ કરો!”*
વ્યાયામ અર્થાત કસરત, જેના થકી શરીર સ્નાયુબદ્ધ તથા મનને તાજગી પ્રાપ્ત થાય છે. વ્યાયામ એટલે માત્ર ચાલવાનું ન હોય, વ્યાયામમાં ઘણું બધું હોય: નાચ-નૃત્ય, રમવું-કૂદવું, યોગાસન વગેરે.
કોઈ વિચારશે કે નૃત્ય થી વળી શું થાય? નૃત્ય આપણા આરોગ્યને સ્વસ્થ રાખવામાં ખૂબ જ સહભાગી થાય છે. આપણે જ્યારે નૃત્ય કરીએ ત્યારે આપણાં શરીરનું જે હલનચલન થાય, તેથી આપણાં આંતરિક અવયવો ક્રિયાશીલ રહે અને સુસ્ત ન રહે.
વ્યાયામ આપણને આરોગ્યદાયક રહેવામાં ખૂબજ મદદ કરે છે. તન, મનને શાંત રાખે છે. વ્યાયામથી મનના કોઈ પણ પ્રકારના તણાવ, ભાર કે ચિંતા દૂર થઈ જાય છે.
આજકાલ આપણને બધાને સુડોળ અને સુંદર દેખાવું હોય છે, કોને ન દેખાવું હોય? તેના માટે પણ યોગા કે વ્યાયામ આવશ્યક છે, કારણ કે વ્યાયામથી અનિચ્છનીય કેલરી બળી જાય છે. હજી ફાયદા જોડવા હોય, તો વ્યાયામ થી શરીરની સુગમતા પણ વધે છે!
સ્નાયુબળ એ ખરેખર વધતી જતી ઉંમર માટે આશીર્વાદરૂપ છે, જે શારીરિક તેમજ માનસિક દૃષ્ટિએ સક્ષમતા અર્પે છે, જે યોગા અને કસરત થી જ શક્ય છે.
તેથી જ દિવસમાં કેટલા પણ કામ હોય પરંતુ કસરત કે નૃત્ય માટે ઓછામાં ઓછો અડધો કલાક તો ફાળવવો જ!
*પહેલું સુખ તે જાતે નર્યા!*
*ૠજુ અપૂર્વ શાહ*
*ધોરણ* – *૮*
****************************** ************
બાળ વિભાગ
વ્યાયામનું મહત્વ
આપણા શરીર ને તંદુરસ્ત રાખવા ના ગણા ઉપાયો છે.સારો અને સમયસર ખોરાક લેવો, યોગ્ય સમય સુવું અને ઉઠવું, ખાણું (ખોરાક) પીવો અને પીણું ખાવું વગેરે જેવાં અનેક ઉપાયો છે. પણ મુખ્ય ઉપાય વ્યાયામ. વ્યાયામ શરીર તંદુરસ્ત અને મજબૂત રાખવા માટે એક રામબાણ ઈલાજ છે. આયુરવેદિક દવાઓ પણ ઉપયોગ માં લેવામાં આવે છે. સવારનાં ભાગમાં નિયમિત અને મર્યાદિત વ્યાયામ એ વૃદ્ધને પણ યુવાન બનાવી શકે છે.
દરેક સ્કૂલોમાં શનિવારે વ્યાયામ હોય જ તદ્ઉપરાંત આપણે જોઈએ છીએ કે આર્મીની ટ્રેનિંગમાં પણ વ્યાયામ જરુરી છે જ
આપના માનનીય શ્રી મોદી સાહેબે પણ વ્યાયામ નું ગણું મહત્વ કહીયું છે.
સંગાર ગાયત્રી રમેશભાઇ (ઉઠાર)
ધોરણ ૧૦.
****************************** ***********
*એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક)
(M-9824653073)
*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી,કિશોર ઠકકર
*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી
* સંચાલક – જીજ્ઞા કપુરિયા
* સહ સંચાલક – મનીષ વોરા
સંપર્ક : Email : prdpraval42@gmail.com
****************************** *****************************
નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ