GN_29-7-20(1)(1) ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF
ઉપર ની તારીખ ઉપર ડબલ ક્લિક કરીને પેપર બ્રાઉઝર માં ખોલી ને વાંચી શકાશે..
Breaking News : open link…https://m.facebook.com/story.php?story_fbid=610814803172614&id=100027322995343
****************†****************NG NO : 0068*
*વિભાગ – કરંટ ટોપિક**
*શીર્ષક – “રક્ષાબંધન પવિત્ર પર્વ”*
રક્ષાબંધન એ ભાઈ બહેનના સંબંધનો પવિત્ર અને રેશમના દોરા જેવો પાક્કો તહેવાર છે.જ્યારે બહેન સાસરિયે હોય છે ત્યારે તે ભાઈની વાટ જુએ છે. ભાઈ ક્યારે આવશે? તેની આરતી કરવી છે, તેના પુખણા લેવા છે ને મીઠું મોઢું કરાવવું છે.. આવા જ વિચારો સતત બહેન કરતી હોય છે. જેમ એક બહેન ભાઈની વાટ જુએ છે એમ આપણા દેશના સૈનિકો, આર્મિવાળા પોતાની બહેનની વાટ જોતા હોય છે ત્યારે તેમને કોઈ પણ બહેન રાખડી બાંધતી જ હોય છે. આપણા દેશનું તેઓ રક્ષણ કરે છે તો તે આપણા સર્વેના ભાઈ જ કહેવાય.રક્ષાબંધનનો અર્થ જ એવો છે કે જે કંઈ પણ રક્ષા કરે એવું બંધન. રક્ષા દ્વારા બંધાતું જોડાણ એટલે રક્ષાબંધન!!
“ભાઈ બહેનનો સંબંધ એવો ખાસ હોય છે,
જે ખૂનના સંબંધનો નહિ;
પ્રેમ અને લાગણીનો મોહતાજ હોય છે!!”
એક ભાઈ પોતાની બહેનને કંઇ તકલીફ ન થાય તે માટે તે ખુદ એક માં પણ બની શકે છે અને બાપ પણ બની શકે છે.દરેક ભાઈમાં એક બીજી માં છુપાયેલી જ હોય છે! એટલે જ કહેવાયું છે કે ” A Brother Another Mother”.
દરેક બહેનની એક જ ઈચ્છા હશે કે ,
“ભાઈ તમને દરેક ખુશી મળે,
ભાઈ તમને લાંબુ આયુ મળે,
દરેક બહેનને નથી હોતા ભાઈ,
મને દરેક જનમમાં ભાઈ મળે”.
– નાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”
– માંડવી કચ્છ
***†************************** ***********
NG 0052
કરંટ ટોપિક : “કોરોના હારશે કે નહી હારે ?”
પણ હા , માનવી જરુર હારશે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
“કોરોના હારશે કે નહી હારે ?”
પણ હા , માનવી જરુર હારશે.
આ કોરાના સહુના મનમાં એક ખોફ ઊભો કરવામાં ચોક્કસ સફળ સાબિત થયો છે.આ માનવસર્જીત વાયરસની તાકાત તો જુઓ કે તેને સર્જન કરનાર માનવી સામે જ તે બાંયો ચઢાવી મેદાને પડ્યો છે.
આમ જોવા જઈએ તો આ વાયરસ અને હાલનાં માનવીમાં ઘણી સામ્યતા એકંદરે હું જોઈ રહ્યો છું.
માનવી કયા કદી સખણો રહે છે ,તેને ચુગલી કરવાની ટેવ પડી ગઈ છે ,જેમ આજ આ વાયરસને પડી છે.
બીજી એક મહત્વની વાત કે “માનવીથી કોઈ દિવસ , સામેવાળાની શાંતિ , ખુશી જોવાતી નથી ,તે કાયમ ઈર્ષા જ કરતો રહે છે ,વાયરસનુ પણ કામ કાંઈ આવુ જ તો છે.
આખરે છે તો તે પણ માનવસર્જીત જ ને ? તો પછી તે પણ કોઈને શાંતિથી થોડો જીવવા દેતો હશે.
હાલની પરિસ્થિતિ જે છે તે જોતાં વાયરસ સામે માનવી વામણો જ પૂરવાર થઈ રહ્યો છે,તે રોજ નવાં નવાં ટાર્ગેટ સેટ કરી તેનો મનસૂબો પાર પાડવામાં સફળ રહ્યો છે.જોવા જઈએ
તો આ વાયરસની પ્રકૃતિનો જ એક ભાગ છે ,તેની નજરમાં કોઈ નાનું , મોટું , અમીર , ગરીબ નથી , ન તો તેને કોઈ જાત પાત નડતી ,જે પણ તેનાં સંપર્કમાં આવે છે તેને તે આડે હાથ લેતો જ જાય છે.
એક અગત્યની વાત વિશ્વ આખું નવી ટેક્નોલોજીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતુ થયુ છે ,જેનાં કારણે વિશ્વ આજ અધોગતિ અને વિનાશ તરફ ડગ માંડી રહ્યુ છે.તેવાં તો કેટલાંય ઉદાહરણ મળી રહેશે.ખાલી તમે “પરમાણું બોમ્બ” વિષે જ વિચારી લ્યો ,તેની કલ્પના કરવી તો શું પણ તેનો વિચાર કરતા જ કંપારી છૂટી ઉઠે.
વિરોધ અહીં તે વાતનો છે કે ,હાલ વિશ્વમાં દરેક દેશ પોતે શક્તિશાળી બનવા માટે અવનવી ટેક્નોલોજી , હથિયારો વિકસાવી રહ્યો છે.તદ્દ ઉપરાંત દુશ્મન દેશોને હરાવવા તેમજ બીજાં દેશોને પછળાટ આપવા ,જે ઈરાદા સામે કામે લાગ્યો છે , જે સદંતર ખોટું થઈ રહ્યુ છે.આવુ કરીને ક્યાક આપડે નવી ઉપાધિ હાથે કરીને વહોરી રહ્યા હોય તેવું તમને નથી લાગતું?
નવી ટેક્નોલોજી તેમજ કાંઈ નવું સર્જન કરવાની હોડમાં ચીન માટે અહીં પેલી કહેવત સાચી ઠરે છે.
” જે ખાડો ખોદે તે જ તેમાં પડે”
અરે !! આ નવું સંશોધન કરવાની ઘેલછામાં માનવી આજે જીવતો જાગતો “કોરોના બોમ્બ” બનાવી બેઠો છે કે જેનો ઈલાજ શોધવા હાલ આખું વિશ્વ મથામણ કરી રહ્યુ છે ,જ્યા સુધી આ વાયરસને અટકાવવાનો કોઈ ઉપાય કે ઇલાજ મળશે નહી ત્યાં સુધી ન જાને કેટલી જન સંખ્યા મોતને ઘાટ ઉતરી ચૂકી હશે ?તે તો આગળ આવનારો સમય જ જાણે ?
***********
*(આપણે કુદરત દ્વારા જ ઘડાયેલા માનવીઓ છે ,તેનાં દ્વારા આપણો રંગ,રુપ, ધાટ સર્જાયો છે ,તેની જ બનાવેલી સૃષ્ટિમાં આપણે હવે દખલ કરતા થયા છે.તમને નથી લાગી રહ્યુ કે હાલનો માનવી સર્જનહારની સામે જ બાંયો ચઢાવી બેઠો છે ?)*
વાત જરા અઘરી છે પણ સમજવી જરુરી છે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
©️ સંજય તરબદા “સાંજ”….વડોદરા
****************************** **†*********
NG : 39
શબ્દ : શ્રાવણ
પ્રકાર : પદ્ય – અછાંદસ
*શ્રાવણ*
શ્રાવણ મેઘ ભીંજવે નહીં, સરવડા વરસીને વહી જાય,
વણ ભીંજાયેલ જોબનીયું, તડપે દિવસ અને રાત,
એક આંખે શ્રાવણ ને બીજીએ ભાદરવો અનરાધાર,
ક્યારેક છાંટા, ક્યારેક ઉઘાડ એવા શ્રાવણ રૂપરંગ તારા,
શ્રાવણ તારા સરવડા, ના ભીંજવે ના રાખે કોરા,
વાદળ આવે પણ વરસે નહીં, એવા તારા ચાળા,
સાળું પહેર્યું આછું આછેરું, અંગ અંગ ભીંજાય,
કાચા રંગનું પોલકું,એના રંગે જોબનીયું રેલાય,
વરસે શ્રાવણે સરવડા, નદીઓ છલોછલ છલકાય,
ચારેકોર, સર્વત્ર વનરાજી, લીલી છમ લહેરાય,
પ્રણય, ભક્તિ ને તહેવારોની ખુશીઓ લઈને આવે,
દાન, કરમ ને ધરમ ધ્યાનથી સૌના હૈયા ભીંજવે.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*અમદાવાદ.
______’_____________________________
એડમીનપેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક)
(M-9824653073)
*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી,કિશોર ઠકકર
*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી
* સંચાલક – જીજ્ઞા કપુરિયા
* સહ સંચાલક – મનીષ વોરા
સંપર્ક : Email : prdpraval42@gmail.com
****************************** *****************************
નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ
#############################
OMG! I found an amazing singer on StarMaker, take a look now!
https://m.starmakerstudios.com/d/playrecording?app=sm&from_user_id=1125899910487797&is_convert=true&recordingId=8444249310658164&share_type=copyLink
****†*************†***********