GN_28-7-20 (News of Gandhinagar PDF)
ન્યૂઝ પેપર વાચવા ઉપર તારીખ ઉપર ડબલ ક્લિક કરી બ્રાઉઝર મા ખોલી ને વાંચો.
“*******************************
https://youtu.be/_U1imaU44Iw
કરંટ ટોપિક
ઓપરેશન વિજય- કારગીલ
NG-168
લીના વછરાજાની.
“ઓપરેશન વિજય-કારગીલ”
બે મિનિટના મૌનમાં સમાય એવી વાત છે?
-એને પણ રવિવારની રજા બાળકો સાથે મોલમાં પિત્ઝા માણીને વિતાવવી ગમતી હોય છે.
-એને પણ મા ના હાથની ગરમ રોટલીએ જમવું ગમતું હોય છે.
-એને પણ પત્ની માટે ગજરો લાવવો ગમતો હોય છે.
-એને પણ વેકેશનમાં હિલ સ્ટેશન કે વિદેશયાત્રા ગમતી હોય છે.
-એને પણ મિત્રો સાથે વીકએન્ડ પિકનિક કરવી ગમતી હોય છે.
પણ..
આપણે જિંદગીની આ બધી જ પળ નિશ્ચિંતપણે પરિવાર સાથે જીવી/માણી શકીએ એટલે એ બધા જ મનગમતા રંગને તિલાંજલી આપીને માત્ર ત્રણ રંગના નામે જ પોતાની જિંદગી લખી દેતો હોય છે.
એટલે જ..
ન ઝાઝા મૌનની જરુર ,ન શબ્દોના ભંડારની.
બસ જરુર છે દિલથી આપેલી સલામીની.
****************************** ***********
NG NO : 0052
કરંટ ટોપિક : આફત
દુનિયા આખી કોરાના ની ઝપેટમાં છે ,આ ઉપાધી તો ઠીક છે પણ આપણે રોજ નવી નવી સ્થિતિઓ સામે લડી રહ્યા છીએ,
જો સાચું કહું તો ,કોરોના હવે દેશના ખૂણે ખૂણે પ્રેસારો કરી ચૂકયું હોય ,આવા સમયે દેશ કોરાના સામે તો લડી જ રહ્યો છે ,પણ સાથે સાથે તેવી ઘણી આફતો ઓચિંતા આવીને ઊભી છે કે વાત જ શું કરવી?
કોરાનાના લીધે ભયંકર બેકારી સર્જાયી છે,ઉધોગો પડી ભાગ્યા છે ,કામદારો હવે જાય તો જાય કયા તે પણ એક મોટો પ્રશ્ન હાલ સર્જાયો છે,
પળતાને પાટું કહેવત યાદ તો હશે જ તમને ? આસામ,બિહારમાં જેવાં રાજ્યોમાં હાલ પૂર સંકટ આવી પહોંચ્યુ છે,કેટલાંય ગામો સંપર્ક વિહોણા બન્યા છે ,ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ પડયું છે.
આ ઓછું હોય તેમ કુદરતી આફત રુપી ભૂકંપ પણ અમૂક રાજ્યોમાં ધીરે ધીરે ઝટકા છોડી પોતાની હાજરી પૂરાવી રહ્યા છે,
કાશ્મીરમાં તો રોજ આપણાં જવાનો આતંકવાદ સામે ઝઝૂમતા જ રહે છે.
આ બધી આફતો ઓછી હતી કે તેમાં એક ઓર વધારો આપણાં પડોશી દેશ ચીને ઘુસણખોરી કરી ,સૈન્યને સીમા પર સાવચેત રહેવાની સાથે દેશ આખાને યુદ્ધ કરવાના અણસાર આપી દીધાં છે.
આટલી બધી આબાદી ધરાવતો આપણો દેશ હાલ કેટલીય પરિસ્થતિઓનો સામનો કરી રહ્યો છે અને હજી આવનારાં સમયમાં કેટલી તકલીફો ,આફતો સામે ઝઝુમશે તે તો રામ જાણે.
સંજય તરબદા “સાંજ”
વડોદરા
****†************************* ***********
: કરંટ ટોપિક
ઓપરેશન વિજય કારગીલ
NG..74
નયના પટેલ..વડોદરા.
હજુ ગઈ કાલેજ પરણીને આવેલા સંદીપને કારગિલ
લડાઈમાં જોડાવાનો મેસેજ આવે છે,તરત હાજર થાવ..
એક તરફ દેશ માટે જાન કુરબાન કરવી છે તો બીજી તરફ,પોતાની નવ વધૂના અરમાનો માટે પણ જાન ની બાજી લગાવી દેવી છે,પણ શું કરવું?એ સમજાતું નથી,ત્યાંજ નવી પરણીને આવેલી પત્ની કહે છે ,! તમે મારી ચિંતા ના કરો! આજે ભારત માં ને તમારી જરૂર છે,
જ્યાં માં સલામત હોય તો એના બાળકોના કોઈ સપના અધૂરા નથી રહેતા,સંદીપની આંખમાંથી આશું આવી ગયા,માં હું એક જંગ જીતી ગયો સમજદાર પત્ની મળતા હવે કારગિલમાં મારી જીત પાક્કી છે ..ને એ પત્નીને ગળે લગાવી માં બાપના આશીર્વાદ લઈ નીકળી ગયો હવે તો શરીરે તિરંગો લપેટાઈ તોય વાંધો નહીં..ભારત માં ની જય
****************************** ************
*કરંટ ટોપિક*
*NG/77*
*વિષય : *શ્રાવણ*
*રચના:પદ્ય*
અષાઢી મેઘ ગાજે ને અષાઢી તોલાય,
અષાઢ થાય વિદાય ને શ્રાવણ સરવડે ઝિલાય…!
શ્રાવણીયો આવે ને બમબમભોલે બોલાય,
મંદિરના ઘંટારવે મહાદેવના ગુણલા ગવાય…!
શંખનાદે ને ડમરુંના નાદે ગાજે શિવાલય,
હર હર મહાદેવના નામે ઓવારણાં લેવાય…!
ફરાળ અને એકટાણાં કે ઉપવાસે સહુ શિવજીને રીઝાવે,
શિવમહિમ્ન ને શિવતાંડવ સ્તોત્રથી માંહ્યલા ગજાવે…!
રુમઝુમ કરતો શ્રાવણ તહેવારોની છડી પોકારે,
નવલાં દિવસો ને વરસાદી માહોલ બનાવે…!
આવે અવનવાં હિંડોળાની હેલી,
બહેનભાઈના પર્વ સમી બળેવની સંગાથ બ્રાહ્મણ બદલતા જનોઈ મેલી…!
નાગપાંચમ,રાંધણ છઠ્ઠ,શીતળા સાતમ ને
ગોકુળ આઠમ,
આબાલવૃદ્ધ સહુ
મોજ મઝા કરતાં ભરાતો મેળો સાતમ-આઠમ…!
શ્રાવણ મહિનાનો મહિમા ગાઉં હું,
સહુ આખું વરસ એની રાહ જોતાં બહું …!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
****************************** ************
*એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક) (M-9824653073)
*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી,કિશોર ઠકકર
*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી
* સંચાલક – જીજ્ઞા કપુરિયા
* સહ સંચાલક – મનીષ વોરા
સંપર્ક : Email : prdpraval42@gmail.com
(M – 9824653073)
****************************** ***
નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ