GN_26-7-20 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF
-
JF_26-7-20 જન ફરિયાદ સાપ્તાહિક PDF
-
ઉપર ના બંને પેપર વાચવા મટે તારીખ ઉપર ક્લિક કરી બ્રાઉઝર મા વાચી શકાશે
-
*********************************
*ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”
*પદ્ય વિભાગ*
*૧)NG NO-0015*
*મેહુલ ત્રિવેદી**ખેરાળી**શીર્ષક -લીપણ*
*૨}NG NO-0032*
*મીના માંગરોલીયા*
*”મીનુ”**શીર્ષક -કલાકૃતિ*
*ગદ્ય વિભાગ*
૧}NG NO=0058
પ્રીતિ શાહ (“અમી-પ્રીત”)**શીર્ષક-મજબૂરી*
*૨}NG NO-0064
*નેહા બગથરીયા** *શીર્ષક -*આપવીતી
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન એડમિન પેનલ🙏🙏
NOGS(VIP)વિષય:- કલા
વિભાગ:- પદ્ય(અછંદાસ)No:-0015
શીર્ષક:-લીપણ
છાણ અને પીળી માટી
એકબીજામાં થાય ઓતપ્રોત
ને ઉપજમાં મળતી ગાર.
ને એમા ભળે આખેઆખી મારી બા.
પરસેવાનું પાણી લીપણના એક એક કણને
એવુ તે ભીજવતું કે એની ફોરમ
છેક ઈન્દ્રલોક સુધી
ચકરાવો મારી આવે,
ઓસરી ને આંગણું તો
મધમધી ઉઠે
એ મોહક સુગંધથી.
બાના મુલાયમ હાથથી,
લીપણ ચોટતાની સાથે જ
ઉપસી આવતી અનેરી ભાત.
જોણે ચાંદની ચાંદને છોડી
પોતાના વલયો લઇ
ઉતરી હોય
મારે આંગણે,
બાની નીતરતી હથેળીમાંથી.
આંગળીઓથી
ચિતરાતી એ રંગોળીની કલા,
લાગે કે સાથે જ લઇ ગઇ,
મારી બા.
મેહુલ ત્રિવેદી…ખેરાળી
****************************** *********
NOGS(VIP)વિભાગ:- *પદ્ય*
No: *-0032*શીર્ષક:- *કલાકૃતિ*
પૂરાતનકાળથી ચાલી આવતી એક જૂની વાત,
જગતમાં *કલાકૃતિ* ની અવનવી એક વાત.
એક વાહ એક આહ એવી કલાની છે વાત,
લીંપેલું ગૂંપેલું મારા ઘરનું આંગણું.
મહેમાનો આવે મારા ઘરના રુડા આંગણીયે,
ઘરના કાંગરે રૂડા મોરલાઓનાં ટહૂકાર .
બારસાખની બાજુએ રુડા પોપટડા ચિતર્યા,
કાંગરે કાંગરે રૂડા ચકલી, કાબર, મેના ચીતર્યા .
*કલાકૃતિ* ની વાત છે જાણે કચ્છડો બારેમાસ,
કચ્છનાં ગરમ ધાબળા અને ફરતે રેશ્મી રેસા.
રાજસ્થાની રમકડાંને ફરતે કલાનો શણગાર,
ભાતીગળ ખેસ અને અવનવા કઠપૂતળીના વેશ.
ગુજરાતી પાટણના મુલાયમ પટોળા અને
જામનગરની બાંધણી ,જોતા મન હરખાય.
ચિત્રકામથી ઝગમગતુ આભલાં દોરીનુ કામ,
સોનલ વરણી ચુંદડીએ મેના પોપટ ચીતર્યા.
જીવનનું અણમોલ રત્ન *કલાકૃતિ* ની એક વાત,
પૂરાતનકાળથી ચાલી આવતી એક જૂનીવાત.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*મીના માંગરોલીયા મીનુ*
*અમદાવાદ*..22/7/202
****************************** **********
*ચિત્ર પરથી સ્પર્ધા*
*NG No.* : *0058**વિભાગ*.. : *ગદ્ય*
*શીર્ષક* : *મજબૂરી*
રેડીયો મીર્ચી પર દરરોજ જાત-જાતની વાર્તાઓ કહેતો મૌલિક, તેની મીઠી વાણી ને પ્રેમભર્યા શબ્દો વડે લોકોનો લાડલો બની ગયો હતો. તેનાં દર્દભર્યા શબ્દો ઘર-ઘરમાં ગૂંજવા લાગ્યા..તેની આ કલા પ્રત્યે લગભગ બધાંને બહુ માન હતું..
છેલ્લાં કેટલાંક દિવસથી વૃધ્ધાશ્રમમાં રહેતાં તેનાં પિતાને, આજે તેમનાં દીકરા મૌલીકની વાર્તા સાંભળીને દીકરાનાં એ શબ્દો યાદ આવ્યાં, “પપ્પા, તમે નજીકનાં વૃધ્ધાશ્રમમાં જતા રહો. હું તમને કોઈ તકલીફ નહિ પડવા દઉં. તમને મળવા આવતો રહીશ. ભગવાનની દયાથી રૂપિયા-પૈસાની તો આપણને કોઈ ખોટ જ નથી. તમે તમારી રીતે રહી શકશો. વળી, તમારી ઉંમરનાં જ બધાં હશે. એટલે તમને ગમશે પણ ખરું.”
આજે તેમણે મૌલીકની શ્રવણ જેવી વાતોથી દીકરાની
મજબૂરીનો તાગ મેળવ્યો.. આંખો ભરાઈ આવી..અને..તેમની ‘આંખોની પાંપણ’ પર બાઝેલું “આંસુનું એક ટીપું” રેડિયો પર જઈને પડ્યું..
પ્રીતિ શાહ (“અમી-પ્રીત”)
****************************** ***********
*NG/0064*
*વિભાગ : ગદ્ય (કલાકૃતિ)*
*શીર્ષક : આપવીતી*
“મા આ ભવાયા એટલે?”
રોટલોને છાશ પીરસતી માએ જર્જરીત દિવાલો અને ટપકતી છત સામે જોઈ આધુનિક સાધનોના આક્રમણ વચ્ચે લુપ્ત થતી ભવાઈની કલાનો મનોમન વસવસો ઠાલવતાં અકળાઇને,
“મને નથી ખબર… ચુપચાપ ખાઈ લે.”
“કે ને મા…”
જમનાએ ખડકીને અઢેલીને પડું પડું થતાં ખાટલે બેસી બીડીના ઠૂંઠા ફૂંકતા પતિ સામે એક નજર નાખી. રામાએ માની આંખોમાં જોયું અને એ પણ બાપને જોઈ બોલ્યો,
“બાપુ તમને ખબર છે ભવાયા એટલે?”
જમને જમનાની આંખનો રોષ અવગણતા બીડીનો છેલ્લો કસ લઈ ખડકીની બાર ફગાવતા આંખે ચમક ટાંકતાં કહ્યું,
“ભવાઇ મંડળના કલાકારોને ભવાયા કહેવાય. તેનું મુખ્ય પાત્ર ‘રંગલા’ નામે ઓળખાતું.”
“હવે આ ભવાઇ એટલે શું બાપુ?”
જમન બાજુમાં પડેલાં પતરાંના જુના ટંક પર હાથ પ્રસરાવતા બોલ્યો,
“પરંપરાગત પોશાકો, ભાતીગળ ભાષાશૈલી સાથે જેમાં મા અંબાની ભક્તિના નાટક ભજવાતા હતાં સાથોસાથ અન્યાય, સ્ત્રીના હક અને દરજ્જાના, સામાજિક અસમાનતા, અંધશ્રધ્ધા, જાતિવાદ જેવાં અનેક સામાજિક દુષણો બાબતે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી ભૂંગળ, તબલાં, ઝાંઝ, ઢોલક, મંજીરા તેમજ સારંગી સાથે નૃત્યમય શૈલીમાં હસાવતા કટાક્ષો સાથે રજુ કરવામાં આવતાં નાટક.”
“બાપુ મારે ભવાઇ જોવી છે એ ક્યાં થાય?”
“ક્યાંય ન થાય હવે એ જમાનો ગયો, એ તો જ્યારે સિનેમાઘર, ટેલીવિઝન કે રેડિયો જેવાં સાધનો નહોતાં ત્યારે ભવાયા લોકોને મનોરંજન પૂરું પાડતાં. પહેલાં લોકો ભવાયાની રાહ જોતાં, તેમનો સામાજિક દરજ્જો એવો હતો કે ભવાયા ગામમાં પ્રવેશતાં ત્યારે ઢોલ નગારા સાથે ધામધૂમથી એમનું સામૈયું કરવામાં આવતું. તે આપણી માથે છત છે. હવે ક્યાં કોઈને ભાતીગળ સંસ્કૃતિની પડી છે ત્યારે તો ઘરની આ દઇશા…”
આટલું બોલતાં જમનાના ગળે ડુસકું ભરાઈ આવ્યું ને બાકીના શબ્દો એ કમને ગળી ગઈ.
નેહા બગથરીયા …જુનાગઢ
****************************** ************
*એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક) (M-9824653073)
*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી,કિશોર ઠકકર
*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી
* સંચાલક – જીજ્ઞા કપુરિયા
* સહ સંચાલક – મનીષ વોરા
સંપર્ક : Email : prdpraval42@gmail.com
****************************** ************
નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ