GN_27-7-20. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF
(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક વાચવા માટે ઉપર તારીખ ઉપર ડબલ ક્લિક કરી બ્રાઉઝર માં વાચો.)
********************************
https://m.facebook.com/story.php?story_fbid=609349653319129&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=4721517021207291&id=10000047118161
*ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”
🌹🌹🌹🌹🌹
*પદ્ય વિભાગ*
૧।
*દિવ્યા પુરોહિત”બંસરી”
*૧)NG NO*0006*
*શીર્ષક -*તૃષા મા-બાપની*
🌹🌹🌹🌹🌹
૨।
*ટેલર કૃણાલ શાંતિલાલ*
*૨}NG NO*0033*
*શીર્ષક -* *પ્રેમની તૃષા*
🌹🌹🌹🌹🌹
૩।
*મેહુલ ત્રિવેદી*
*૩)NG NO*0015*
*શીર્ષક -*તડપતી તૃષા*
🌹🌹🌹🌹🌹
૪।
*પ્રકૃતિ શાહ “પ્રીત”*
*૪}NG No*0048*
*શીર્ષક -*હાઈકુમાળા*
🌹🌹🌹🌹🌹
*ગદ્ય વિભાગ*
૧।
*શ્રધ્ધા ભટ્ટ*
*૧}NG NO*0055.*
*શીર્ષક*તૃષા*
🌹🌹🌹🌹🌹
૨।
*સંધાર ગીતા કાનજી ભાઈ*
*૨}NG NO-0041*
* *શીર્ષક -*તૃષા*
🌹🌹🌹🌹🌹
*વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન
એડમિન પેનલ*🙏🙏
****************************** ************
ન્યૂઝ ઓફ ગાંધીનગર
NG/ 0055
વિભાગ: ગદ્ય
શબ્દ : તૃષા
શેઠ નરોત્તમદાસ મુંબઈથી આવ્યા હતા, હંમેશાં માટે ગામડે વસવા…જે ગામ છોડે વર્ષો થયાં હતાં તે વતન નો તલસાટ આજે અહી ખેંચી લાવ્યો હતો,ખબર નહિ હવે કેટલું કાઢે?… પણ આ વાતને પણ આજે ઘણો સમય વીત્યો..પોતે પણ હવે દેહ છોડવા માંગતા હતા પણ ” એમ કઈ દોરો થોડો છે, તો તોડી નાખીએ” એવું ગામના ગઢીયા સમજાવતા.
પોતાના ભૂતકાળનો ભૂતાવળ તેને જંપવા જ નહોતો દેતો, કિશોરાવસ્થામાં સાવિત્રી સાથેનો પ્રેમ…તેનું કુંવારી માં બનવું, પોતે અતિ મહત્વકાંક્ષાને લીધે તેને તરછોડી દીધી હતી, મક્કમ મનની સાવિત્રી બાળકીને જન્મ આપી દુનિયા છોડી દીધી હતી, સફળતાનો સ્વાદ ચાખી લીધેલા નરીયાને શેઠ નરોત્તમદાસ બનતા કોઈ રોકી ન શક્યું નહોતું…..પણ આજે ઇ…આગ ના લપકારા જેવી ઇ વાતું… .અંગે અંગે આગ લગાડતી હતી.
એવામાં ક્યાંકથી વાવડ આવ્યા હતા કે સાવિત્રીની દીકરી આનંદી આજ ગામમાં નિશાળમાં ભણાવે છે, હજુ પરણી નથી, માં ના નામની ધૂણી ધખાવી શિક્ષાના અજવાળા પાથરે છે….
પશ્ચાતાપના આંસુ સારતા શેઠ તેને મળ્યા… પોતાની દીકરી આગળ અંતરપટ ખોલ્યા, આનંદી ખૂબ સમજદાર હતી, પિતૃભાવથી ઈ ડોસાની વાત સાંભળી, આંસુ લૂછ્યા, લોટો ભરીને પાણી આપ્યું, આજે શેઠની જાણે જનમ જનમની તૃષા તૃપ્ત થઈ ગઈ……
હવે તૃપ્ત થયેલ પંખી પિંજરું છોડી ગયું હતું.
શ્રદ્ધા ભટ્ટ. વાપી
******†*********††************ **********
ન્યુઝ ઓફ ગાંધીનગર
NG 0041
વિભાગ:ગદ્ય
શીર્ષક :તૃષા
ગોપી અને તેના બાપુ એક નાનકડાગામમાં રહેતા હતા .ગોપીની મા તો તે નાની હતી ત્યારે જ તેને મૂકી સ્વર્ગલોકમાં જતી રહી હતી .ગોપી અને તેના બાપુ એકબીજાનો આશરો બની રહેતાં. મા વગરની દીકરી ને તેના બાપુએ ખૂબ સંસ્કાર અને સ્નેહ આપ્યા હતા.તેના બાપુ ખેતી કરતાં અને તેમનું ગુજરાન ચલાવતા.
ગોપી ના બાપુને ગોપી ના લગ્ન માટે બહુ ચિંતા થતી કારણ કે તે જમાનામાં ‘દહેજ પ્રથા’ હજુ ચાલતી. બે-ત્રણ વર્ષથી વરસાદ પણ જોઈએ તેટલા પ્રમાણમાં થયો ન હતો ,તેથી ચિંતા ખૂબ વધી ગઈ હતી .”આ ધરતીની તૃષા ન જાણે ક્યારે સંતોષાય અને તે ધરતી પર થતા પાક થી ખેડૂતની “.ગોપી વાળુ કરતા સમયે દરરોજ બાપુને પુછતી,”બાપુ હમણાં તમે બહુ પરેશાન લાગો છો કંઈ સમસ્યા છે “.બાપુ ગોપીને હસીને કહેતા કંઈ નહી બેટા . તેઓ મનોમન વિચારતા,આ વેદના તો દિકરીના મા-બાપ જ જાણી શકે દહેજ લેનાર લોકો નહિ.
આ વર્ષે અષાઢી વાદળ મંડાયા.સૌએ આકાશ તરફ મીટ માંડી .થોડા જ દિવસમાં મેહુલિયા નો આગમન થયું ,અને હવે તો ગોપી ના ખેતરમાં પાક લહેરાવા લાગ્યો .આ વર્ષે ખૂબ સારો પાક થયો. ગોપીના બાપુએ એક સારી જગ્યાએ ગોપીના લગ્નનું પણ ગોઠવ્યું. તેમણે સામે પક્ષ વાળાને તેમના થી અપાય તેટલું દહેજ પણ આપ્યું .પણ લગ્નના થોડા સમય પછી સાસરીયા વાળા ગોપીને દહેજ માટે હેરાન કરવા લાગ્યા. તેમને દહેજ માટેની તૃષા સંતોષાતી જ ન હતી .ગોપી એ બાપુને કહ્યું ,”બાપુ આ ધરતીની તૃષા તો વરસાદ રૂપી અમૃત સંતોષી શકે છે પણ આ મનુષ્ય ની લાલચ રુપી તૃષા કોણ સંતોષે ….?
સંઘાર ગીતા કાનજીભાઈ ” નિલમ”
****************************** ***********
*ન્યુઝ ઓફ ગાંધીનગર*
*NG/0006*
*વિભાગ – પદ્ય*
*ગઝલ-લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા*
*શિર્ષક – તૃષા મા- બાપની*
તૃષા મા – બાપની ઘરડા ઘરે મરવા સુધીની થઇ,
ને એના દીકરાના દ્વારથી ખરવા સુધીની થઇ.
નથી સંભાળ લીધી કે ન મમતા ની કદર કીધી,
હવે તો વાત કાયમ આસુમાં તરવા સુધીની થઇ.
પનોતી જાતની ગણવી કે એ સંતાનની ગણવી?,
બધી પૂજા બધી શ્રદ્ધા હવે ઠરવા સુધીની થઇ.
મનુજ અવતાર દીધો પણ ન દીધી માણસાઈ કા?,
જુઓને જિંદગી પણ છેવટે ડરવા સુધીની થઇ.
બળે જે રોજ પીડાથી જખમ એનાં ન દેખાયા,
દરદની આગ આખર લાશ થઇ ઠરવા સુધીની થઇ
*દિવ્યા એમ.પુરોહિત*
*”બંસરી”*
********†********************* ***********
ન્યુઝ ઑફ ગાંધીનગર
NG/0033
વિભાગ : પદ્ય
શીર્ષકઃ પ્રેમની તૃષા.
ઘણી તૃષા છે તારા પ્રેમની મારામાં.
એકવાર ફરી નદી બની આવી જા તું.
તરસ્યા થયેલાં મારાં દિલનાં અરમાનોને
વરસાદી વાદળ બની તૃષા છીપાવી જા તું.
તારી આંખો મદમસ્તી મંદિરા જેવી
તરસેલી મારી આંખોને નજર બતાવી જા તું.
તરસ્યો ઉભો છું આ વિરાન જંગલમાં
એક આલિંગન આપી તૃષા છીપાવી જા તું.
પ્રેમનો દરિયો હોવા છતાં તરસ્યો ઉભો છું હું.
મારી આ ખારાશને મીઠી બનાવી જા તું.
“કૃણાલ” ઉભો છે તારા પ્રેમનો દિવો લઇ
ઉછળતી , કૂદતી ગંગા બની પ્રેમની તૃષાને વહેડાવી જા તું.
ટેલર કૃણાલ શાંતિલાલ#kt
સુરત
****************************** ***********
NOGS (VIP)
NG NO:- 0015
શબ્દ સ્પર્ધા:- તૃષા
વિભાગ:- પદ્ય
*તડપતી તૃષા*
ચાતકની તૃષા છીપાતી
વરસાના છાંટડે,
જેમ બાળ થકી માતની.
ભ્રમર છીપાવે તૃષા
ફુલની પાંદડીએ,
જેમ ભાઈ થકી બહેનની.
શેવાળ છીપાવે તૃષા
સરોવર જળથી,
જેમ દીકરી થકી બાપની.
ભરતી છીપાવે તૃષા
સાગર કાંઠાની,
જેમ બાપ થકી દીકરાની
આકાશ છીપાવે તૃષા
ધરતીના ઉરની,
જેમ પરિવાર થકી કુટુંબની.
મેહુલ ત્રિવેદી….ખેરાળી
****************************** ************
NOGS (VIP)
NG NO:- 048
શબ્દ સ્પર્ધા:- તૃષા
વિભાગ:- પદ્ય (હાઈકુમાળા)
અતૃપ્ત ભૂમિ,
તૃષા છીપે મેઘથી,
થાય છે તૃપ્ત.
વિરહ તૃષા,
તૃપ્તિ આણે, મિલન
સંદેશ થકી.
તૃષા અતૃપ્ત
ચક્ષુની, તૃપ્તિ મળે,
તુજ દર્શને.
લાગણીભર્યું
ચુંબન, તૃષા તૃપ્ત
અધરો કેરી.
સ્પર્શની તૃષા,
પામે તૃપ્તિ, પ્રગાઢ
આલિંગનથી.
પ્રકૃતિ શાહ “પ્રીત”, અમદાવાદ
*************************
*એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક) (M-9824653073)
*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી,કિશોર ઠકકર
*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી
* સંચાલક – જીજ્ઞા કપુરિયા
* સહ સંચાલક – મનીષ વોરા
સંપર્ક : Email : prdpraval42@gmail.com
****************************** ************
નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ
*******સમાચાર લિંક.*****************†
https://m.facebook.com/story.php?story_fbid=609454706641957&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=609359833318111&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=609359006651527&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=609203596667068&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=609120900008671&id=100027322995343
Congratulations to all