GN_19-7-20(1) (ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF file….)
JF_19-7-20(1) Jan Fariyad weekly
નોધ : ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તેમજ જન ફરિયાદ સાપ્તાહિક રવિવાર નું વાચવા માટે તારીખ ઉપર ડબલ ક્લિક કરી ઓપન કરીને વાંચો.
********************************
ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”વિજેતા પરિણામ*
🌹🌹🌹🌹🌹*પદ્ય વિભાગ*
*૧)NG NO-0016*
*જયેશ ઓઝા*.*શીર્ષક -હા!છેતરાયો છું* *
🌹🌹🌹🌹🌹*૨}NG NO-0032*
*મીના માંગરોલીયા “મીનુ”*******શીર્ષક -કાચી માટીનું કોડિયું*
🌹🌹🌹🌹🌹*૩)NG NO-0026*
*અંજના ગાંધી “મૌનું”***શીર્ષક -તમે માનશો?*
🌹🌹🌹🌹🌹 *૪}NG No-0039*
*પ્રફુલ્લા પ્રસન્ના******શીર્ષક -કામણગારો કુંભાર*
🌹🌹🌹🌹🌹*ગદ્ય વિભાગ***૧}NG:NO-0020
*ભાવના પટેલ**”વલસાડી વાદળ”****શીર્ષક-ઘડતર*
🌹🌹🌹🌹🌹*૨}NG NO-0031
*મેઘલ ઉપાધ્યાય***** *શીર્ષક -થાપ*
🌹🌹🌹🌹🌹*૩)NG NO-0033*
*ટેલર કૃણાલ****શીર્ષક-ઘડતર*
🌹🌹🌹🌹🌹*૪}NG NO-0058*
*પ્રીતિ શાહ****શીર્ષક -રોટલો*
🌹🌹🌹🌹🌹
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન
એડમિન પેનલ🙏🙏…ન્યુઝ ઓફ ગાંધીનગર .સાહિત્ય વિભાગ
ચિત્ર પરથી ગઝલ..વિભાગ – પદ્ય …ઘડતર – મારા વિચાર
શિર્ષક – તમે માનશો?
N. G. NO /0026
લગાગા ૫ લગા મુતકારિબ છંદ.
ઘડી ઘાટ માટીનાં રોજી રળું છું, તમે માનશો?
પસીનો વહાવી હું એમાં ભળું છું, તમે માનશો??
ઘડા દીવડાં ને હું લટકણ બનાવું ને વહેંચું પછી!
પરિવાર સાથે સુખે થી હળું છું, તમે માનશો??
પ્રભુ રોજ ઘડતર એ માટીથી માનવ નું કરતાં અહીં!
હું માટીની કાયા ખરું, ઓગળું છું તમે માનશો ??
હું તોરણ, દીવાઓ, ઘડા ઓ બનાવું પછી વહેંચતો!
બધાં લોકને હું શુકનમાં ફળું છું તમે માનશો??
ગયાં લોક જે ગામ છોડીને મારું કહું શું હવે?
નિરંતર વ્યથા આ ધરાની કળું છું તમે માનશો??
અંજના ગાંધી “મૌનું”
વડોદરા
*********†******************** *
ચિત્ર પરથી કવિતા
NG/ 39
*વિભાગ*પદ્ય – અછાંદસ*
*શીર્ષક*– *કામણગારો કુંભાર*
ઈશ્વર સરીખો કામણગારો રે કુંભાર,
ઘાટ કેવા નીતનવા ઘડે રે કુંભાર!
પલાળી, રોંદી, ગુંદીને તૈયાર રે કરી,
પીંડ બનાવી માટીને ચાકડે ચઢાવી રે દીધી,
પ્રેમે પ્રસારી હાથેથી સુંદર ઘાટ રે ઘડયાં,
ચાકડેથી ઉતારી ટક ટક ટકોરે ટપારિયા,
પાકા કરવા ઘાટને નીભાડે રે નાંખ્યાં,
નીભાડે ધગધગે લાલ લ્હાય રે અગન,
મારી ટકોરા આપ્યાં પાકા પંડના પ્રમાણ,
ઘાટ જોઈ જોઈને કુંભાર રે હરખાય,
દાતણની પીંછીથી ચિતર્યો ક્ળાયેલ મોર
ટકા, બે કે પાંચ લઈ, વેચે માલ અણમોલ,
ઈશ્વરે માટીને એમ જ ચાકડે ચઢાવી,
માનવ ઘડીને નાંખ્યો જીવતરની ભઠ્ઠીમાં ,
અવનવા ઘાટ ઘડી પૂર્યાં એમાં પ્રાણ
જેટલાં ઝાઝેરા માથા,એટલા ઝાઝા એના ઘાટ,
ફરે છે દિન રાત ચાકડો સમયનો,
ઘડે, ભાંગે, પાછો ઘડે કુંભાર ઈશ્વરનો,
હતાં ઘડુલીયા અમે કાચી રે માટીનાં;
અગનમાં તપી થઈ ગયાં પાકા કાંઠાના.
✍ *પ્રફુલ્લા”પ્રસન્ના”* અમદાવાદ
****************************** *****************************
NG/ *0032*….*વિભાગ **પદ્ય*..*શીર્ષક*:- *કાચી માટીનું કોડિયું*
એવા રે સબંધ કાચી માટીના કોડિયા જેવા, ઘડતર અને જડતર કર્યુ કાળા માથાના માનવીએ.
*કાચી માટીનું કોડિયું* બોલ્યુ હુતો બોલુ બોલુને મૌન થાવ આંસુઓને ડાબલીમા છૂપાવી છૂપાવી ચડયો કેસર કેરો રંગ.આંખો છલકાઈ અને હોઠ મલકાઇ જયા બેઠુ છે છૂપાઈ ને કોઈ….
*કાચી માટીનું કોડિયું* બોલ્યું, હુંતો બોલુ બોલુને મૌન થાવ.
મારો આત્મા જ મારો જલતો દીવો.
પવનની સાથે ઓલવાઈ જાવ…
પવનની આછી લહેરખીમાં વિંઝાતા પવને બૂઝાતો બૂઝાતો પ્રગટી જાવ…….
હુ નાનકડો મારુ નામ પણ નાનુ……..
કયારેક અંધારામાં ઉજાસ પાથરુ……
એવારે સબંધ કાચા માટીના કોડિયા જેવા,
ઘડતર અને જડતર કર્યુ કાળા માથાના માનવીએ.
*મીનામાંગરોલીયા મીનુ*
*અમદાવાદ*..15/7/2020
****************************** *****************************
શબ્દ સ્પર્ધા :- ઘડતર
NG/0016
વિભાગ :- પદ્ય
શીર્ષક :- હા!છેતરાયો છું…(પદ્ય – અછાંદસ)
હા!છેતરાયો છું,ક્યાંક ગજા બહાર વેતરાયો છું
અફળાયો!અથડાયો ! ક્યાંક વળી પછડાયો છું.
હા!છેતરાયો છું…
ક્યાંક હાથવેંત છેટું ! ક્યાંક કોળિયો મોઢેથી ઝુંટવાયો છે
શું પામ્યું?શું ગુમાવ્યું?એ વિમાસણમાં અટવાયો છું.
હા!છેતરાયો છું…
કોઈ સ્નેહી ! કોઈ વેરીથી ! ખપ પૂરતો વપરાયો છું
સજન-સ્વજન શું કહું? ખુદથીય ક્યાંક ભુલાયો છું.
હા!છેતરાયો છું…
કીડી-કરોળિયાને જોઈ મુસીબતોને બાથે ભીડાયો છું
ક્યારેક તૂટ્યો ! વળી સંધાયો ! આમ જ હું ઘડાયો છું.
હા!છેતરાયો છું,ક્યાંક ગજા બહાર વેતરાયો છું
અફળાયો!અથડાયો ! ક્યાંક વળી પછડાયો છું.
જયેશ ઓઝા “અગન”
Very nice
અભિનંદન