GN_18-7-20(1)(1) (ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પેપર વાચવા તારીખ ઉપર ક્લિક કરો
***************††*************ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય વિભાગ આજની રચનાઓ નીચે મુજબ
કરંટ ટોપીક
*વિભાગ*.. : ગદ્ય
*NG No.* : 0058
*શીર્ષક* : માસૂમિયત
અલૂણા કરી રહેલી પીન્કી માટે તેનાં માસી ખાઉની ટોપલી લઈને પીન્કીને આપતાં બોલ્યાં, “લે, તારી મમ્મીની જેમ જ વ્રત કરજે.”
છેલ્લાં ચાર વર્ષથી અલૂણા કરી રહેલી પીન્કીને આવી બધી વાતોથી થોડી નવાઈ તો લાગતી. પરંતુ પછીથી ટેવાઈ ગઈ હતી. ઘડીક મહેંદી ચીતરેલાં હાથ ને જોતી તો ઘડીક નવાં કપડાં ને નવી બંગડીથી શોભતાં તેનાં હાથ જોતી. અવનવાં શણગાર સજેલી પીન્કી, માસીએ આપેલાં ખાઉને બટવામાં ભરીને ખુશખુશાલ થતી, આમતેમ કૂદવા લાગી.
“બેટા, જરા શાંતિથી બેસ ને હું માસી સાથે વાત કરી લઉં.”
આખા ઘરમાં કૂદા-કૂદ કરતી પીન્કીને તેની મમ્મીએ ટોકી.
મમ્મીની બાજુમાં બેઠેલાં તેનાં માસી તરફ તેનું ધ્યાન ગયું. ગાલ પર આંગળીઓનાં નિશાનને જોઈને અને સૂઝેલી આંખોમાંથી સતત વહેતી આંસુની ધારે પીન્કીની ઉત્સુકતા વધારી દીધી. તે તેની મમ્મીની બાજુમાં ગોઠવાઈ.
“બસ, હવે બહુ થયું. હવે, તું આ અત્યાચાર સહન નહિ કરે. છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી જ દે..” મમ્મીનું છેલ્લું વાક્ય સાંભળીને પીન્કી બોલી, “માસી, તમે મમ્મીની જેમ પાંચે આંગળીએ ચત્તાં નહોતાં પૂજ્યાં ?”
પ્રીતિ શાહ (“અમી-પ્રીત”)
*****************†************ ************
NG-NO. 60
વિભાગ : કરંટ ટોપિક.
શીર્ષક : ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાં પ્રવર્તી રહેલી મંદી.
આપણે સૌ જાણીએ છીએ તે અનુસાર કોરોનાએ આખી દુનિયામાં કાળો કેર વર્તાવી દીધો છે. તેમાં અગણિત લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે. પણ, વાત આટલેથી જ નથી અટકતી. લોકડાઉનને લીધે સંખ્યાબંધ લોકોએ પોતાનાં ધંધા-રોજગાર ગુમાવ્યાં છે. તો બીજાં ઘણાં બધાં લોકો અને ઉદ્યોગોને ભયંકર મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં ટેલીવિઝન ઇન્ડસ્ટ્રી પણ શામેલ છે.
મનોરંજન માટે ટીવી હંમેશા બેસ્ટ વિકલ્પ રહ્યું છે અને ભારતમાં લગભગ ત્રણ મહિનાથી સીરિયલોના શૂટિંગ બંધ છે. તેને કારણે કેટલાંય નાનાં માણસોને મળતી રોજી રોટી બંધ થઈ ગઈ છે. નિર્માતાઓને પણ શો ઓન એર ન જવાથી નુકસાન થઈ રહ્યું છે. મોટાં બજેટવાળા અને ખૂબ લોકપ્રિય શોને વાંધો નથી. પણ અમુક નાનાં નિર્માતાઓએ તો શો બંધ કરવાની ફરજ પડી છે. તો કેટલાંક નિર્માતાઓ થોડાં એપિસોડનું શૂટિંગ કરી શો વાઈન્ડ અપ કરી દેવાનાં મૂડમાં છે.
સરકારશ્રીએ જે નિયમો જનહિત માટે પાળવાનું કહ્યું છે તેમાં દસ વર્ષથી નાનાં બાળકો, પાંસઠ વર્ષથી ઉપરનાં વ્યક્તિઓ સેટ પર ન આવી શકે. સેટ પર કામ કરનાર દરેક વ્યક્તિઓનો અમુક રકમનો વીમો ઉતરાવવાનો….વગેરે કારણોસર નાનાં નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયાં છે. ભગવાન કરે આ કોરોનાનું મહાસંકટ જલ્દી દૂર થાય અને દુનિયા આખી પહેલાંની જેમ ધમધમતી થઈ જાય.
ભગવતી પંચમતીયા ‘રોશની’.
****************************** †***********
[) *NG – No – 0068
વિભાગ – કરંટ ટોપિક*
*શીર્ષક – આજની સાસુમાંના વિચારો…*
ઘણાં વર્ષો પહેલાં
પુત્રવધુઓને ચિંતા થતી કે
સાસુમાં કેવી મળશે ? પરંતુ યુગ બદલાયો છે , આજના કળયુગ સમયમાં પુત્રવધુઓને
સાસુમાં કેવા મળશે?! – એ વાતની બિલકુલ ચિંતા જ નથી પણ સાસુમાંને પુત્રવધુ કેવી માથાભારે મળશે તે વાતની સતત ચિંતા સતાવ્યા કરે છે!
હા, દરેક પુત્રવધુ ખરાબ નથી હોતી અને દરેક સાસુમાં પણ ખરાબ નથી હોતી .બસ પહેલેથી જ એક પૂર્વગ્રહ બાંધી લેવામાં આવ્યો છે કે સાસુમાં પુત્રવધૂની ક્યારેય માં ન બની શકે અને પુત્રવધુ ક્યારેય સાસુમાંની દીકરી ન બની શકે!!!
લગ્ન પછી પુત્રવધુ જ્યારે ઘરમાં આવે છે ત્યારે થોડા નખરાં તો કરે જ છે અને એ એનો હક પણ છે.સાસુમાં પણ જાણતી હોય છે કે તે પણ ક્યારેક કોઈકની પુત્રવધુ હતી. તે પણ ક્યારેક આ સમયમાંથી પસાર થઈ જ ચૂકી છે.
સાસુમાં પુત્રવધૂને દીકરી જ સમજતી હોય છે કેમકે તેની પોતાની દીકરી પણ કોઈકના ઘરની પુત્રવધુ હોય છે અને દીકરીને સાસરે મોકલ્યા પછી તેની પુત્રવધુમાં જ તેની દીકરીની છબી દેખાય છે . તે ચાહતી હોય છે કે જેમ તેની પોતાની દીકરીને લાડ કરે છે તેમ પુત્રવધુઓને પણ કરે પરંતુ આ વાત કળયુગની પુત્રવધુઓને કોણ સમજાવે?
એક સિરિયલ આવતું હતું ,
” _ક્યુકી સાસ ભી કભી બહુ થી!! ” પણ આ પુત્રવધુઓને કોણ સમજાવે કે ” કયુકી બહુ ભી કભી સાસ બનેગી!”_
જ્યાં સુધી એક પુત્રવધુ સાસુમાં ન બને ત્યાં સુધી તેને તેની માં જેવી સાસની લાગણી , પ્રેમ , મૂલ્ય સમજાતું જ નથી પણ સમય જતાં સમજાય છે.
બંને સાથે જમવાનું બનાવી સાથે જમશે,
તો આખા પરિવારને પણ ગમશે,
એક દીકરીને ફરી વાર માં મળશે ,
ને એક માંને ફરી વાર દીકરી મળશે!!
– નાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ “
– માંડવી કચ્છ
****************************** ***********
સ્પર્ધા :-3
વિભાગ :પદ્ય /અછાંદસ
NG No.:0012
*શીર્ષક : સાદ*
ચડાવી ચાકડે
નિજ જિંદગી
કર્યાં રખોપાં અમ તણાં ,
મોભીયે પાણી પડ્યાં
પણ સૂવાડી સૂકે
ખુદ પાથર્યાં
કંતાન
ન દેખ્યાં રાત, દિન
કે પરોઢ સાચવ્યાં સંતાન
કહે ,’મને ચાલશે ‘
ચાંદરાં ઓઢો તમે
ઉરે ન લાવ્યો
કદી ઉચાટ,
ન લીધી સૂવા કદીયે ખાટ
રોટલો સૂકો ‘ને
ખાધી કઢી
જમાડ્યાં સદા
પકવાન ..
કંઈ કેટલા
આમ ચક્કર ઘૂમી
આવી જિંદગી ત્યાં જ પાછી
પણ
લઈ બાપુના
નૂરને પાછું …..
આયખું આથમતું આછું..
બે પાંદડે થયા
અમ બધા બંધુ
થઈ ગયું દૂર દુઃખ સંધુ ..
ખરો ચાકડો ફર્યો ઘડતરનો
ફરી બાપુ ફેરવે છે
ચાકડો
પણ સંત ભાવે
અનંત સુખ પામ્યા અમે
તમ ચરણ ધરીયે વંદન સકળ
નથી ફરવું ચારધામે
બસ ફરતો રહે
ચાકડો ‘ને
હાથ સદા મસ્તક ઉપર
ઝૂમર સુખનાં
કરતાં રહે નાદ
‘ને
પડતો રહે કાને
અવિરત સાદ
આપના આશિષનો…!!!
– ડૉ.નિષાદ ઓઝા “અમન”
*****†************************ ************
*NG – 0071*
*ચિત્ર પરથી ગઝલ*
*ગઝલ – માનવકુંભ*
*રમલ છંદ – ગાલગાગા૩ ગાલ ગા*
🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿
જિંદગીનું માટલાની જેમ ઘડતર થાય છે.
જેમ એ ટીપાય પાકું એમ ચણતર થાય છે.
માટીનો માનવ મળે માટીમાં અંતે ત્યાર તો,
આવી મહેનતનું ખરેખર સાચું વળતર થાય છે.
એકલાં ટપલાં નથી પડતાં આ વાસણને જુઓ,
હાથમાં કુંભારના પણ ખૂબ કળતર થાય છે.
હાથમાં છાલા પડ્યા છે, તે છતાં આનંદ છે,
પેટના ખાડાંને પૂરતું એ ય બખ્તર થાય છે.
એમ કઈ આકાર દેવો એટલો સહેલો નથી,
છે અભણ પણ શિક્ષિતો જેવું જ ભણતર થાય છે.
માટલું કુલડી કલાડું કોડિયું કુંડુ બન્યું,
તત્વ એક જ છે છતાંપણ રૂપ નવતર થાય છે.
વ્હેમ શંકા રાખવી કાં ? ઈશનું સર્જન બધાં,
“દીપ” પ્રગટાવીને જોજો કેમ નડતર થાય છે?
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔#################### ##
*દીપકસિંહ સોલંકી “દીપ” આણંદ*
NG. No.55
Current topic.
વિષય: ઓનલાઇન શિક્ષણ
Online education
Lock down દરમિયાન એક નવો જ પ્રયાસ થયો, કદાચ મીડિયા એ તેની નોંધ નહી લીધી હોય પણ શિક્ષણ જગત ચોક્કસ સફાળું બેઠું થયું છે. Online study જેવું તૂત રાતોરાત ખડું કરી દેવામાં આવ્યું, કોરોના રોકવા જેટલા પગલાં સરકારે નથી લીધાં એનાથી વધુ પગલાં કહેવાતી ઇન્ટરનેશનલ સ્કૂલનાં અધિકારીઓ એ લીધા. જે મોબાઈલ કાલ સુધી શાળાઓ માટે વર્જ્ય હતો, તે જ મોબાઈલ રાતોરાત આરાધ્ય દેવ બની ગયો. હકીકતમાં આ જ એક એવો સમય હતો કે જેને આપણે આફતમાંથી અવસરમાં ફેરવી શકીએ તેમ હતા. સમાજમાં ઘરે ઘરે જે નાના ના દીવડાઓ ટમટમી રહ્યા છે તેને ઓળખવાનો…તેના બદલે online study ના રૂપાળાં નામ હેઠળ તેઓને વધુ ગોખણપટ્ટી ના બોજ હેઠળ દબાવી દેવામાં આવ્યા. હા, અમુક ધોરણ સુધી ચોક્કસ ફાયદો પણ થયો છે પણ આ છોટે ઉસ્તાદ નું શું?? જે વેકેશન નું નામ પડતાં જ જેની જીભ પર એકસામટા દસ બરફ ગોલા નો સ્વાદ આવી જતો, તે wonderful vacation હવે online classes ના નામે હોમાય ગયું છે.
આજ સમય છે કે આ little champs ને આપણે સ્વાવલંબી બનાવી શકીએ છીએ, તેઓ પોતાના નાનામોટા તમામ કામ જાતે કરતાં શીખી શકે છે..રફુ કરવું, સિવવું, છોડને પાણી આપવું, ઘર સાફ રાખવું….આવું તો કઈ કેટલુંયે આપણે તેમને શીખવી શકીએ છીએ..
તો આવો ગમતાનો કરીએ ગુલાલ …આ lockdown ને ખરાબ યાદ નહી પણ જિંદગીભર યાદ રહે તેવું ભાથું બનાવીએ….
શ્રદ્ધા ભટ્ટ
વાપી
****************************** *********
*એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક)
*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી,કિશોર ઠકકર
*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી
* સંચાલક – જીજ્ઞા કપુરિયા
* સહ સંચાલક – મનીષ વોરા
સાહિત્યિક પ્રકાશન માટે અભિનંદન. સરયૂ પરીખ