GN_20-7-20 (News of Gandhinagar daily PDF…click on date and open for read)
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક વાચવા માટે ઉપર મુજબ તારીખ ઉપર ક્લિક કરી વાંચો.
*†*********************************
ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”વિજેતા પરિણામ*
🌹🌹🌹🌹🌹*પદ્ય વિભાગ* *૧)NG NO-0016*
*જયેશ ઓઝા*.*શીર્ષક -હા!છેતરાયો છું* *
🌹🌹🌹🌹🌹*૨}NG NO-0032*
*મીના માંગરોલીયા “મીનુ”*******શીર્ષક -કાચી માટીનું કોડિયું*
🌹🌹🌹🌹🌹*૩)NG NO-0026*
*અંજના ગાંધી “મૌનું”***શીર્ષક -તમે માનશો?*
🌹🌹🌹🌹🌹 *૪}NG No-0039*
*પ્રફુલ્લા પ્રસન્ના******શીર્ષક -કામણગારો કુંભાર*
🌹🌹🌹🌹🌹*ગદ્ય વિભાગ******૧}NG NO-0020
*ભાવના પટેલ**”વલસાડી વાદળ”****શીર્ષક-ઘડતર*
🌹🌹🌹🌹🌹*૨}NG NO-0031
*મેઘલ ઉપાધ્યાય***** *શીર્ષક -થાપ*
🌹🌹🌹🌹🌹*૩)NG NO-0033*
*ટેલર કૃણાલ****શીર્ષક-ઘડતર*
🌹🌹🌹🌹🌹*૪}NG NO-0058*
*પ્રીતિ શાહ****શીર્ષક -રોટલો*
🌹🌹🌹🌹🌹
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન
એડમિન પેનલ🙏🙏…ન્યુઝ ઓફ ગાંધીનગર .સાહિત્ય વિભાગ “ગદ્ય “
****************************** *****†***********************
શીર્ષક : ઘડતર.
વિભાગ: ગદ્ય.
NG/૨૦
“જુઓ,પ્રીતિબેન તમે શાળામાં આ રીતે તમારા બાળકને સાથે લાવી ન શકો,આ નિયમ વિરુદ્ધ છે.”
“પરંતુ સર મારી રજાઓ પૂરી થઈ ગઈ છે,અને આયાબેન બીમાર થઈ ગયા છે સર બે ત્રણ દિવસ ચલાવી લો તો સારું.”
“જુઓ આ મેનેજમેન્ટ વિરુદ્ધ છે તમે કપાત પગારી રજા લઈ લો.”
“મેડમ કેમ આજે આટલા ઉદાસ છો, તમે બાબુ ને લઈને આવ્યા છો એટલે અમે અવાજ પણ નથી કરી રહ્યાં છતાં તમે કેમ દુઃખી છો?”
“બેટા આચાર્ય સાહેબ બાબુને લઈને આવવાની નાં પાડે છે,વળી મારી રજાઓ પણ પૂરી થઈ ગઈ છે.”
“અરે! બધા બાળકો વર્ગના બદલે ઓફિસ આગળ કેમ જમાં થઈ ગયા છો? “
“એમાં એવું છે ને સાહેબ, પ્રીતિમેમે કાલે જ ગાંધીજીનો સત્યાગ્રહવાળો પાઠ ચલાવ્યો છે.”
એમ કહી બાળકોએ ઓફિસ આગળ ગાંધીજીનું અદ્દલ આચરણ રજૂ કરી દીધું.
ભાવના પટેલ.”વલસાડી વાદળ”ગાંધીનગર.
****************************** ***********
NG/0031
વિભાગ:-ગદ્ય
શીર્ષક:- થાપ
પસાકાકાનો પરિચય આપીએ તો નાનકડા કોઠારિયા ગામના કુંભાર.પણ એમની નામના તો આજુબાજુના શહેરો સુધી.
અરે એ માટીના વાસણો અને માટલાનું ઘડતર જ એવું કરતા.જયારે તે વાસણ કે માટલું બનાવવા માટીનો પિંડ ચાકડે ચડાવે અને પછી જેમ ચાકડો ફરે તેમ પિંડને યોગ્ય આકાર આપવા એમની આંગળીઓ ફરે.તેમણે ઘડેલી માટીની વસ્તુઓમાં સહેજ પણ ઊણપ ન હોય.એટલે તો લોકો ક્યાં ક્યાંથી તેમની પાસેથી જ માટલાં લેવા આવે.
એક દિવસ આમ જ પસાકાકા ચાકડા પર માટીના પિંડનું ઘડતર કરી રહ્યા હતા ત્યાં તેમને તેમના વંઠી ગયેલા દિકરાના બૂમ બરાડાં સંભળાયા એ એની માએ બચત કરી રાખેલાં પૈસા જુગાર રમવા લઇ જઇ રહ્યો હતો અને મા રડતાં રડતાં એ પૈસા ન લઇ જવા વિનંતી કરી રહી હતી.
આ બધું જોઈ સાંભળી પસાકાકા આંખમાં આંસુ સાથે મનોમન બોલ્યા કે”માટીના પિંડનું યોગ્ય ઘડતર કરનાર હું મારા પિંડનું યોગ્ય ઘડતર કરવામાં થાપ ખાઇ ગયો.”
✍️:-મેઘલ ઉપાધ્યાય રાજકોટ
****************************** ************
No/ 0058
*વિભાગ* : ગદ્ય
*શીર્ષક* : રોટલો
માટલાંમાંથી પાણીનો ગ્લાસ ભરતાં ઝીણીએ, રોટલા ઘડતી તેની મમ્મીને પૂછ્યું, “મમ્મી, આ માટલું તો જો કેવું છે ? અને પેલાં કુંભારકાકા માટલું ઘડતાં હોય છે એ કેવું હોય છે ? એ કેમ એવું ?”
મમ્મીએ ઝીણીને પાસે બેસાડતાં કહ્યું, “જો, હું આ રોટલાનો લોટ બાંધીને, એને બરાબર મસળીને હાથથી આ રીતે ઘડુ. તે જે જોયું એ તો ખાલી આ રોટલાની જેમ એ માટલાનો ઘાટ ઘડાયો.”
પછી રોટલાને ચૂલા પર કલેડીમાં નાંખીને બોલી, “હવે બન્ને બાજુથી શેકીને, સીધો જ અગ્નિમાં તપાવું. એટલે આ જો, કેવો સરસ ફૂલ્યો છે. હવે એ ખાવા લાયક બન્યો છે ને ? બસ, એ જ રીતે માટલાને પણ નિભાડે ચડાવવાનું, તપાવવાનુ ને પકવવાનું.”
“તો મમ્મી, તું કાલે બાજુવાળા માસીને કહેતી હતી કે, દીકરીને તો ઘડવી પડે. શું તું પણ મને આવી જ રીતે ઘડીશ ?”
“ચાલ, તું ગરમ રોટલો જમી લે તો.” ઝીણીને એકલે હાથે ઉછેરતી તેની મમ્મીએ, તેનાં મોઢામાં રોટલાનો ટુકડો મૂક્યો. પછી વ્હાલથી તેનાં માથે હાથ ફેરવતાં મનમાં જ બોલી,
“બેટા ! સ્ત્રીએ તો નિભાડે ચડવું જ પડે. પણ, તું ચિંતા ના કરીશ. હું તને એવી મજબૂત ઘડીશ કે જિંદગીની કોઈપણ કસોટીની એરણ પર તું ખરી ઉતરીશ. મારી જેમ ?” આગળનાં કડવા વાક્યને વિચારવાનું માંડીવાળી પાણીનાં ઘૂંટડે ઉતારી ગઈ.
✍ પ્રીતિ શાહ (“અમી-પ્રીત”)
****************************** ************
*એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક)
*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી,કિશોર ઠકકર
*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી
* સંચાલક – જીજ્ઞા કપુરિયા
* સહ સંચાલક – મનીષ વોરા
****************************** ************
નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..
તંત્રી : પ્રદીપ રાવલ
સાહિત્ય વિભાગ ના મેમ્બર થવા ફી ભરવા માટે 9824653073 વોટ્સ અપ સંપર્ક કરો.અખબાર ને લગતા કોઈપણ કામકાજ માટે ઇમેઇલ કરો.
Email : prdpraval42@gmail.com