GN_06-7-20 News of Gandhinagar PDF
ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”
🌹🌹🌹🌹🌹*ગદ્ય વિભાગ*
*૧)શીર્ષક-નવરો*….*શ્રદ્ધા ભટ્ટ*
*૨}શીર્ષક -*શાંતિનો ચોતરો*પ્રીતિ શાહ”(અમીપ્રીત)**(૩)શીર્ષક -વ્હાલું સગપણ**નેહા બગથરીયા**(૪)શીર્ષક -ઓટલાનો આવકાર**તેજલ વઘાસીયા**(૫)શીર્ષક -નિરાંતની પળે***જયકાન્ત ઘેલાણી**”પ્યારે*
🌹🌹🌹🌹🌹*પદ્ય વિભાગ*
*૧}શીર્ષક -નિરાંતની પળોમાં**વૈશાલી મહેતા*
*૨}શીર્ષક – નિરાંતની પળે**રૂપલ શાહ*
*૩)શીર્ષક – નિરાંતની પળે**મેહુલ ત્રિવેદી*
*૪}શીર્ષક -નિરાંતની પળે**પ્રકૃતિ શાહ*
*શીર્ષક – નિરાંતની પળે**કૌમુદી સોની*
@વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન
એડમિન પેનલ🙏🙏*ગ્રુપ સંચાલક શ્રી : જીજ્ઞા કપુરીયા,* નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ.વંદના વાણી,કિશોર ઠક્કર * સહ નિર્ણાયક શ્રી : આરતી મરચંટ,આરતી રામાણી * સહ સંચાલક શ્રી: પ્રણવ ઝાંખર,મનીષ વોરા . * ગ્રાફિક્સ, ડીઝાઇન : પ્રણવ ઝાંખર
*******આજની પદ્ય રચનાઓ********
વિભાગ – પદ્ય (હાઇકુમાળા)
શીષૅક – નિરાંતની પળે
NG – 048
નિરાંતની એ
પળે, સાંભરે મને,
એક ઓટલો.
વડલાદાદા
ની છત્રછાયા તળે,
ગામઓટલો.
ઘરડાંઓની
ગમતીલી સાંજનું
સ્થાન ઓટલો.
જુવાનિયાંઓ
કેરી મસ્તીનો સાથી
છે એ ઓટલો.
પનિહારીઓ
કેરા થાકને વાચા
આપે ઓટલો.
તોળાય પંચ
પરમેશ્વર તણો
ન્યાય ઓટલે.
દિકરીઓની
વિદાયની પળોનો
સાક્ષી ઓટલો.
જીવનકેરી
સંધ્યાનું સરનામું
ગામઓટલો.
ગામના સુખ
દુઃખનો છે સાથી એ,
ગામઓટલો.
©પ્રકૃતિ શાહ “પ્રીત”, અમદાવાદ
****************************** ************
N O G S (VIP)
NG 0015
ચિત્ર પરથી રચના
વિભાગ:- પદ્ય (અછંદાસ)
શીર્ષક:- નિરાંતની પળે
ગામનાં ગોંદરે
આવેલો એ ઘેઘુર વડલો,
આપતો શિતળતા,
અબાલ-વૃદ્ધ, પશુ પંખીઓને
હરહંમેશ
અવિરત પણે વગર સ્વાર્થે.
સાયકલનાં ટાયરને
બાંધી વડવાઈ સાથે
ટાબર હિંચતા સૌ ખુબ આનંદે.
પંખીઓ ડાળે કરી વિસામો,
મશગૂલ રે’તા
કલબલાટ ને કલરવમાં,
છાંયડામાં બેસી વાઘોલવાનો
અનેરો આનંદ
પ્રેમાળ પશુઓ પામતાં,
વછૂટતા વાયરા વડિલોની વાતોનાં
ઓવારા લઈને મોજથી લહેરાતાં.
ખરેખર,
વડલાનાં સહારે
જીવન નિર્વાહ થતો
*નિરાંતની* *પળે*
મેહુલ ત્રિવેદી…. ખેરાળી
****************†************* †**********
વિભાગ: પદ્ય
NG NO: 40
શીર્ષક : નિરાંતની પળોમાં.
નિરાંતની પળોમાં,
ઘેઘૂર વડલાની છાંયમાં
સરરરરર.. વાયરો વા’યો
ઝપકી આવી પળભરમાં
ને પછી…
વિચારોના વમળમાં
જઇ પડ્યો હું કમળમાં!
કોમળ એની પાંખડીએ
ઝાલી લીધો મને બથમાં!
ચારેકોર પ્રસરાતી પાંખડીઓ
મોહક એની સુગંધ
જેણે કિધો મને વશમાં,
ભ્રમર ગુંજન કરતો આવી ચઢ્યો
એકાએક આ પટમાં,
સોંય જાણે એણે ભોંકી
કોમળ પુષ્પના અંગમાં
પ્રેમથી રસ આપી દીધો
એણે ભ્રમરનાં મુખમાં!
આનંદિત હતાં બેય
ન ખેદ કોઈના દિલમાં!
સોંય આ જાણે
મને વાગી મસ્તિષ્કમાં,
ખૂબ થયો ખેદ મુજને
અટવાયો હું વમળમાં,
મુક આ પુષ્પ ને મુક છે ભ્રમર
સદાય ડુબોડુબ
નિઃસ્વાર્થ લાગણી ને પ્રેમમાં!
રહેવાયુ નહીં મુજથી
પૂછી લીધું પુષ્પનાં કાનમાં!
કેમ કરી અર્પયા રસ ને સુગંધ
સોંય ભોંકી તો’ય
એણે તારા અંગમાં?
મલકાઈ કહે પુષ્પ,
“હું તો કરમાઈ જઈશ
આજ-કાલમાં!
આનંદ અતિ એટલે કે,
સુગંધ મારી પ્રસરાતી રહેશે
ભ્રમર છે જ્યાં સુધી સંગમાં!
ભલેને થોડુ સહેવુ પડ્યું
એના અમથા ડંખમાં!”
આંખો મારી ઊઘડી ગઈ
ઝબકીને જ્યાં જોયુ
કમળ તો હતું સ્વપ્નમાં!
વમળ ને કમળ
બન્નેને ભિડ્યા બાથમાં.
નિરાંતની પળોમાં
ઘેઘૂર વડલાની છાંયમાં
આભાર માન્યો એમનો
શીખ એક વધૂ મળી
મને જીવનના પાઠમાં!
✍️વૈશાલી જે મહેતા.
****************************** ************
NG : 0075
વિભાગ: પદ્ય
વિષય: નિરાંતની પળે
“હાશ”
ઝંખે માનવ
સંધ્યા ટાણે એક
મધુરી હાશ!
ગામ પાદરે
વિરક્ત જોગી સમ
છે વટવૃક્ષ !
ખગ શાવક
નીડે આશ્વસ્ત, ઘટા
ઘેઘૂર માંહી !
ઝૂલે હીંચકે
માનવ બાળ, ગૂંથી
આ વડવાઈ !
માંડે ગોઠડી
શ્રમિકજન સહુ
સખા સંગાથે!
દાદા ઢળતા
થડને ટેકે, લેતા
લાંબો વિસામો
મંદ સમીર
ઢાળે વિઝણો, સરે
સમય રેત!
તાપ સંતાપ,
વ્યથા, પરિતાપ શમે
સખ્ય સહકારે
વંદુ તુજને
અનન્ય વિસામો, હું
નત મસ્તકે!
કૌમુદી સોની…સુરત
****************************** ************
N O G S (VIP)
NG 0067
ચિત્ર પરથી કવિતા
પદ્ય : અછાંદસ
નિરાંતની પળે
ઈશ્વર મળ મને નિરાંતની પળે,
મંદિર મસ્જિદ ગિરજાઘરમાં કે તું આવ ઘરે,
કરવી છે વાત મારે તું જો સાંભળે,
કરે તું કંઈક એવું કે સૌને શાંતિ મળે.
શાને કોઈ ગરીબ ભૂખથી ટળવળે?
ભીંજાતા વરસાદમાં એને છાપરું પણ ના મળે?
બળબળતી બપોરે એના ખુલ્લા પગ બળે,.
કર એવું એના આંસુની સાથે થોડાક સુખ પણ ભળે.
ના કોઈ બાળ મા થી કદી વિખૂટો પડે,
અકાળ મૃત્યુથી ના કોઈ બાળ મરે,
કોઈ બાપની કાંધે ના કોઈ દીકરો ચડે,
કોઈ યૌવનાનુ સુહાગ ના કદી ઉજડે.
શાને કાજે તું ભક્ત ની પરીક્ષા કરે?
તું છે અંતરયામી એના દિલમાં ડોકિયું કાં ન કરે?
આપ એક વચન મને આ પળે,
પ્રેમ , શાંતિ અને કરુણા વિશ્વમાં વ્યાપે.
રૂપલ શાહ…ગાંધીનગર…૦૧/૦૭)૨૦
*************†**************** ************
*NG no – 0071*
*વિષય – નિરાંતની પળે*
*દ્વિખંડી છંદ – (ગાગાલગા લગાગા) 2*
ચાલો ને વાત કરીએ નિરાંતની પળે ભઈ,
નોખી આ જાત કરીએ નિરાંતની પળે ભઈ.
વડવાઈ જેમ વડને મજબૂત છે બનાવે,
ભેગી આ ન્યાત કરીએ નિરાંતની પળે ભઈ.
થોડું તમેય કહેજો થોડું અમેય કહીશું,
સંબંધ જ્ઞાત કરીએ નિરાંતની પળે ભઈ.
સુખદુઃખ તો આવે તડકાં ને છાંયડાની માફક
એ આત્મસાત કરીએ નિરાંતની પળે ભઈ.
માણસ છીએ તો માણસની થાય ને જ ચિંતા,
દિવસ ને રાત કરીએ નિરાંતની પળે ભઈ.
ઉગતા સૂરજને લોકો પૂજે છે આ જગતમાં,
નવલું પ્રભાત કરીએ નિરાંતની પળે ભઈ.
પાદરના ઓટલે કરવા ન્યાય ચાલો મિત્રો,
ભેગી જમાત કરીએ નિરાંતની પળે ભઈ.
ખીલી નથી શક્યા જે એને ખીલવવા માટે,
ફૂલ પારિજાત કરીએ નિરાંતની પળે ભઈ.
પ્રગટાવજો હૃદયમાં આ “દીપ” ને હંમેશા,
ભાવિની ભાત કરીએ ,નિરાંતની પળે ભઈ.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*દીપક સિંહ સોલંકી “દીપ” આણંદ*
*Date – 30/06/2020 Tuesday.*