કપરાડાના કુંભસેત નજીક ભાથેરી ગામના ગ્રામ પંચાયત સભ્યને ચાર ઈસમોએ માર મારી રૂપિયા ૧૯૦૦૦ હજાર રોકડ લૂંટી લેતા પોલીસ માં ફરિયાદ
વલસાડ જિલ્લો : અજીત પટેલ
કપરાડા તાલુકાના ભાથેરી ગામના રહેતા ગામ પંચાયત સભ્ય રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે ચાર જેટલા અજાણ્યા ઈસમોએ તેમને આંતરી લઇ તેમની પાસેથી રૂપિયા ૧૯૦૦૦ હજાર જેટલી રોકડ રકમ લૂંટી મારમારી ભાગી ગયા હતા આ અંગે ગ્રામ પંચાયતના સભ્ય નાનાપોઢા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કપરાડા તાલુકાના ભાથેરી ગામે રહેતા મુકેશભાઈ ખરપડીયા ગઈ કાલે સાંજે ૭:૩૦ ની આસપાસમાં તેમનાં સ્વજનમાં કોઇ સ્થળે મૃત્યુ થયું હોય ત્યાં આગળ હાજરી આપીને પરત થઇ રહ્યા હતા ત્યારે કુંભ સેટ નજીક પોતાની ટાવેરા કારમાં હવા ઓછી હોય હવા ભરવા માટે ઉભા રહ્યા હતા તે સમયે ત્યાં ઉભેલા ચીંતું કાળું કુરકુટિયા, વિજેન્દ્ર થોરાત, અશોક સાતપુતા, સુભાસ થોરાતે તેમને નજીક બોલાવી તેમની પાસેથી પૈસા ની માંગ કરી હતી અને કહ્યું હતું કે કેટલા પણ પૈસા હોય તેટલા આપી દે નહીતો માર ખાશે એમ કહી તેમના ખિસ્સા માંથી ૧૯૦૦૦ હજાર રોકડ રકમ કાઢી લીધી હતી અને તેમને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી આવીશ હો ત્યાંથી ભાગી ગયા હતા ઇજાગ્રસ્ત મુકેશભાઈને આ સમગ્ર બાબતની જાણકારી ૧૦૦ નંબર ઉપર ફોન કરીને કરી હતી અને ત્યારબાદ તેઓ પ્રાથમિક સારવાર માટે ખાનવેલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં આગળ તેમણે સારવાર મેળવી હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી જે બાદ આજે સવારે સવારે નાનાપોઢા પોલીસ મથકમાં આ ચારેય ઈસમો સામે એક ફરિયાદ નોંધાવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.
ઉલ્લેખનીય છેકે, આ ચારેય ઈસમો અગાઉ પણ અનેક લોકોને માર્ગમાં આંતરીને લૂંટી લઇ માર માર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આ સમગ્ર બાબતે આ ચારેય ઈસમોને પોલીસે પકડી લાવી તેમની સઘન પૂછપરછ કરે તો અગાઉના પણ લૂંટના ગુનાઓ ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.