ભરૂડી ટોલનાકે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે માથાકૂટ જયેશભાઇ રાદડીયા સવારે 10 વાગ્યા આસપાસ ભરૂડી ટોલનાકા ઉપર પહોંચ્યા ત્યારે વાહનોની લાંબી કતારો લાગી હોવાથી તેઓએ નીચે ઉતરીને ટોલ પ્લાઝાના અધિકારીઓને સ્થળ પર બોલાવી આડે હાથ લીધા હતા અને તાબડતોબ ટ્રાફિક ક્લિયર કરવાની ફરજ પાડી હતી ઘણા વાહનચાલકોએ ફાસ્ટેગ લગાવ્યા હોવા છતાં પણ રોજિંદા આ ટોલપ્લાઝા પર સમયનો વેડફાટ થઈ રહ્યો છે ટોલ પ્લાઝાના અધિકારીઓ દ્વારા ફાસ્ટેગ અને કેસ લાઇન અંગે કોઈ સચોટ માર્ગદર્શન અપાતું ન હોય ટ્રાફિક જામની સમસ્યા રોજિંદા થવા પામી છે. આ બાબતે ટોલ પ્લાઝાના અધિકારી ગઢવીએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો.