અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ ગુરુવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ દોડશે. દર ગુરુવારે ટ્રેનનું મેન્ટેનન્સ કરાશે. આ ટ્રેનનું 17 જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરાશે. 19મીથી આ ટ્રેન રેગ્યુલર શરૂ થશે
*નાસ્તા-ભોજનમાં મળશે*
સવારે-સાંજે ચા-કોફી અપાશે. સવારે નાસ્તામાં દાળવડાં, ખમણ, પાત્રા, થેપલાં, ફાફડા, હાંડવો, પોહા, ઉપમા જેવી વસ્તુઓ તેમજ બપોરે વેજ અને નોનવેજ બિરિયાની, ખીચડી – કઢી, પૂરી શાક દાળ-ભાત જેવી વસ્તુઓ પિરસવામાં આવશે. સાંજે નાસ્તામાં સેન્ડવિચ, બટાકા વડાં, ભાખર વડી, ડિનરમાં વેજ નોનવેજ ડિશ જેમાં સેવ બટાકાનું શાક, પૂરી સહિતની ચીજ અપાશે.
*******