કમુરતાં ઉતરતા જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચારેબાજુ લગ્નસરાની સિઝન ખીલશે. જાન્યુઆરી મહિનામાં આગામી તારીખ 18મીએ કમુરતાં બાદનું સૌથી પહેલું સારું અને શ્રેષ્ઠ મુહૂર્ત છે. નવા વર્ષ વિક્રમ સંવત 2076માં 42 દિવસ લગ્ન માટેના શ્રેષ્ઠ મુહૂર્ત છે. જેમાં સૌથી વધુ મુહૂર્ત ફેબ્રુઆરી, મે અને જૂન મહિનામાં હોવાને કારણે આ મહિનાઓમાં સૌથી વધુ લગ્નો થશે. જો કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગ્ન માટેના સારા મુહૂર્ત 20 દિવસ ઓછા છે. *ક્યાં મહિનામાં કેટલા મુહૂર્ત લગ્ન માટેના શ્રેષ્ઠ છે* જાન્યુઆરી 18, 20, 29, 30, 31
ફેબ્રુઆરી 1, 4, 12, 13,14,16, 26, 27 માર્ચ 11, 12 એપ્રિલ 16, 26, 2 મે 2, 5, 6, 8,14,17,18,19 જૂન 11, 14,15, 25, 29, 30 મિનારક કમુરતાં 14 માર્ચથી 13 એપ્રિલ સુધી શુક્ર અસ્ત તા. 30 મેથી 9 જૂન સુધી
************