ખાંભાના અગ્રણી બાબભાઈ ખુમાણ સામે એટ્રોસિટીની ફરિયાદ થતાં શહેર બંધ
અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં અગ્રણી, ગામના સરપંચ શ્રીના પિતાશ્રી તથા માર્કેટિંગ યાર્ડના ભૂતપૂર્વ વોઇસ ચેરમેન અને જીનીંગ ઉદ્યોગના અગ્રણી શ્રી બાબુભાઈ ખુમાણ સામે આરટીઆઈના નામે અરજી કરવાની ટેવ ધરાવતા દલિત શ્રી બાબરીયાએ એટ્રોસિટીની ફરિયાદ કરતા સમગ્ર ગામમાં રોષ ફાટી નીકળ્યો હતો.વેપારીઓએ આવા બનાવવા માટે ચિંતા વ્યક્ત કરીને સમગ્ર ગામ બંધનું એલાન આપતા ખાંભા શહેર સંપૂર્ણ તારીખ 29- 3-2023 ના રોજ શુક્રવારે બંધ રહ્યું હતું.બજારો બંધ રાખીને વેપારીઓએ એક રેલી કાઢીને મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી ન્યાયિ તપાસ કરવા માટે વિનંતી કરી ફરિયાદ રદ કરવા ભાર પર ભાર મૂક્યો હતો.
કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી શ્રી બાબભાઈ ની સામે ફરિયાદ થતા સમગ્ર વિસ્તારમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભૂતકાળમાં આ જ રીતે દલિતોએ ક્ષત્રિય સમાજના આગેવાનો સામે ખોટી ફરિયાદો કરવાની જે પ્રણાલિકા ઊભી થઈ હતી, તેનાં કારણે ક્યાંક સંઘર્ષ ઉભો થયો હતો.તેના તનાવના માઠાં પરિણામો ભોગવવા પડ્યાં હતા.આ સંઘર્ષ લાંબો ન ચાલે અને બંને પક્ષે સુખદ સમાધાન થાય તે માટે બંને સમાજના આગેવાનો પ્રયત્ન કરીને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવી રાખવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.
**********************†******************
*સાબરકાંઠામાં ગાળી ગલોચ બાદ અમરેલીમાં છુટ્ટા હાથે મારામારી,ભાજપ ના જ કાછડીયા અને વેકરીયા ના સમર્થકો વચ્ચે મારામારી,રાજકોટ રૂપાલા સામે પણ ક્ષત્રિય સમાજ નો ખુલ્લો બળવો.પાટીલ કાર્યાલય ઉધઘટન અને પાંચ્ લાખ વોટલીડ ના પ્રચારમાં વ્યસ્ત/કમલમ જુનિયર શિખાઉ ના હવાલે ચૂંટણી કાર્યમાં વ્યસ્ત.(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક/જન ફરિયાદ 31/3/2024 PDF FILE જૂવો*
************************************