જાણવા મળેલ માહિતી અનુસાર અમદાવાદ ના જીમિત પટેલ બુટલેગર નો એક કરોડ એકાવન લાખ નો દારૂ નો જથ્થો બાતમી ના આધારે પકડાતા જિલ્લા વડા દ્વારા બંને પી.આઇ ને સસ્પેન્ડ કરી પોલીસ બેડા માં ફફડાટ વ્યાપી ગયો.
સમગ્ર સૌરાષ્ટ્ર ના બૂટલેગરો તેમજ પોલીસ બેડા માં આશ્ચર્ય જનક ઘટના બનતા ખાખી માં ફફડાટ વ્યાપી ગયો છે… ભાગ ફોડીયા ટપોરી પેડલરો/દલાલો/મળતીયાઓ/રાજકીય લોબિંગ કરતા લોકો માં અંદરો અંદર મોટો કલહ થઈ ગયા ના સમાચાર છે.
એકબાજુ છોટા ઉદેપુર માં અલીરાજપુર ના બુટલેગર દ્વારા કમલમ માટે મોટી જગ્યા મળતા પ્રદેશ ભાજપ ના ગોરધન ઝડફિયા દ્વારા તેમનું મોટા પાયે સન્માન કરવામાં આવ્યું અને બીજી બાજુ આવા સસ્પેન્ડ ના દોર શરૂ થયા….રાજકીય દલાલો માં મોટો ફફડાટ થઈ ગયો છે.છેક ગાંધીનગર અને કમલમ ખાતે ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે એક બાજુ લોકસભા ચૂંટણીઓ અને 5 લાખ થી વધારે લીડ થી જીતવાની વાતો થાય અને ટાર્ગેટ અપાય છે…
અહી કોઈપણ જાતના રાગ દ્વેષ વિના સમાચાર.ફોટાઓ પ્રાપ્ત થયે પ્રસિદ્ધિ આપવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને યોગ્ય કરવામાં આવશે.તંત્રી9824653073