[4/18, 11:48 PM] Pradip: NOG NO ૦૦૧૩
પ્રકાર : ગદ્ય
વિષય : પડછાયો
શીર્ષક ; શીતળ છાંય
રમણ ભાઈ અને રમીલા બેન એકબીજાનો પડછાયો
બની ને વર્ષો સુધી રહ્યા,
પણ કોરોના એ રમણભાઈ
નો પડછાયો છીનવી લીધો.
રમણભાઈ ની જવાબદારી
દીકરા અને વહુ પર આવી.
પહેલે દિવસ થી જ રેખા એ
એટલે કે એમના દીકરાની
વહુ એ સસરાનું દિલ જીતી
લીધું.રમણભાઈની અતઃ થી ઇતિ સુધીની બધી જ
જવાબદારી એમણે સહર્ષ
સ્વકારી.દવાદારૂ થી માંડી ને
ભોજન અને ભગવાન સુધી
બે ત્રણમહિનામાં તો રમણ
રમીલા બેનના ગમ માં થી
બહાર આવી ગયા.
હમણાં જ્યારે રેખા કોઈ
લગ્નમાં ગયા ત્યારે કોઈકે
પૂછ્યું . હે ! રેખા તમારા
સસરા હજી તમારી સાથે જ
રહે છે ? રેખા એ તરત જ જવાબ આપ્યો ના. અમે
એમની સાથે રહીએ છીએ.
રમણ ભાઈ ને જ્યારે આ વાત ની ખબર પડી તો
મનમાં વહુનો પડછાયો રાત્રે પણ દેખાવા માંડયો.
હમણાં રમણ ભાઈ
વેવાઈ ને ત્યાં પહેલી વખત રોકવા જવાના હતા,ત્યારે
થોડી આનાકાની કરી ને
ગયા,પણ જેવા વેવાઈને
ઘરે પહોંચ્યા અને જોયું તો
એમનો જે ઓરડો હતો
એવો જ ઓરડો એમની
માટે જોઈને ખુબ નવાઈ
લાગી. એમને અતઃ થી
ઇતિ બધું જ જે એમને ઘરે
મળતું તું એજ બધું એમને
અહીં વગર કીધે મળવા માંડ્યું. એમના ઓરડામાં રમીલા બેન ફોટો પણ
મૂકેલો જોઈને બે હર્ષના
અશ્રુ ઓ પણ આવી ગયા.
દસ દિવસ રહ્યા ત્યાં સુધી ઓરડામાં એમને રેખા વહુ
નો પડછાયો આગતા સ્વાગતા કરતો દેખાયો.
ખરેખર જીવતો પડછાયા
નો અનુભવ આજે રમણ
ભાઈ ને દિલ થી થયો.
ઘરે જઈને એમણે રેખા વહુ
ને દિલ થી અંતરના
આશીર્વાદ આપ્યા.
બેટા ! તું મારો નહી આખા ઘરનો પડછાયો.
ઘનશ્યામ વ્યાસ.
[4/18, 11:48 PM] Pradip: NOG SS NO: 0099
વિષય: પડછાયો
પ્રકાર: પદ્ય
શબ્દો: 75
શીર્ષક: હું ઘેલી
કવિઓએ કવિતામાં, તારા પ્રેમનો મહિમા ગાયો,
હું ઘેલી પ્રેયસી, બની ગઈ તારો પડછાયો.
વીસરી માવતર, ભગિની ને વહાલો જાયો,
હું ઘેલી અનુરાધા, બની ગઈ તારો પડછાયો.
તું ગોપવૃંદની સંગાથે, ચરાવે નિત્ય ગાયો,
હું ઘેલી મહિયારી, બની ગઈ તારો પડછાયો.
વિરાટ રૂપ છતાં, ગોકુળની રજકણમાં સમાયો,
હું ઘેલી કાંકરી, બની ગઈ તારો પડછાયો.
ટચલી અંગુલી થકી, દીધો ગોવર્ધનનો છાયો,
હું ઘેલી મીરાંબાઈ, બની ગઈ તારો પડછાયો.
🖋️ ભાવનાબેન મિસ્ત્રી “અભય” વલસાડ
[4/18, 11:48 PM] Pradip: N o g s s : 0082
પ્રકાર : ગદ્ય
વિષય : પડછાયો
શીર્ષક : માતા પિતા નું વાત્સલ્ય
” ભારતીય સંસ્કૃતિ અને વાત્સલ્ય ” એક બીજાના પૂરક છે ,
પેઢી દર પેઢી હિન્દુ ધર્મ અને એશિયન દેશોમાં આપણી ઓળખ સભ્ય સમાજ તરીકે
સ્થાપિત છે ,
પેઢી દર પેઢીથી આપણા વડવાઓ અને વડીલ વર્ગ એક
છત્ર છાયા રુપ સશકત પીઠબળ પૂરું પાડી જીવનનાં અમૂલ્ય સમય ને ભૂલીને ભાવિ પેઢી માટે
તન, મન,અને ધનથી મજબૂત કરીને સ્થિરતા પૂરી પાડે છે,
પોતાનો પડછાયો મુક કરી માતા પિતાના શીર્ષકને ગૌરવ અર્પણ કરે છે ,
માતા પિતા મનની લાગણીઓને વ્યક્ત કર્યાં વગર અવિરત પ્રયાસો આદરી ભાવિ પેઢી માટે એક વડલાની જેમ છત્ર છાયા અર્પી ભાવિ સુનિશ્ચિત કરે છે,
માબાપ જીવનભર મધ્યાહને તપી
શીતળ પડછાયો બની નિસ્પૃહ
અને અવિરકત સ્નેહ ભરે છે,
મેરા દરદન જાને કોઈ
મેરી આપદા મેરે મનમે સમાઈ
કુછ બોલ ન શકુમે મનસે
સારી દુનિયાકી મુજમે ભલાઈ
પ્રભુ પ્રભુ મે મનને બોલું
ઈશકી ગુજ મેને કિશિકો ન સુનાઈ
ડો અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
[4/18, 11:48 PM] Pradip: NOG ss no 0007
વિષય : પડછાયો
પ્રકાર : પદ્ય
શીર્ષક : રંજ
ન કર સખા રંજ આપણાં પ્રત્યક્ષ ન મળ્યાનો,
પહેલાં પણ નહોતો અને આજે પણ નથી,
સંબંધ આપણો મ્હોતાજ સ્પર્શનો,
બસ મળે નયન અને થઈ જાય આપલે લાગણીઓની.
હે સખા ન કર રંજ આપણાં પ્રત્યક્ષ ન મળ્યાનો,
પહેલાં પણ નહોતો અને આજે પણ નથી,
સંબંધ આપણો મ્હોતાજ શબ્દોનો,
જોઉં આંખો તારી અને વંચાય શબ્દો એમાં હ્ર્દયના મારાં,
હે સખા ન કર રંજ આપણાં પ્રત્યક્ષ ન મળ્યાનો,
પહેલાં પણ નહોતો અને આજે પણ નથી,
વાતો સાંભળવા મ્હોતાજ અવાજના,
બસ થાય દ્રષ્ટિ ગોચર હોઠ તારાં અને કળાય જાય મૌન તારું.
હે સખા ન કર રંજ આપણાં પ્રત્યક્ષ ન મળ્યાનો,
પહેલાં પણ નહોતો અને આજે પણ નથી
નઝર મ્હોતાજ રોજ દિદારની,
જોઉં મૂરત મંદિરની અને થઈ જાય ઈબાદત તારાં દિદારની.
હે સખા ન કર રંજ આપણાં પ્રત્યક્ષ ન મળ્યાનો,
પહેલાં પણ નહોતો અને આજે પણ નથી,
સંબંધ આપણો મ્હોતાજ મિલનનો,
છો રહ્યો સંબંધ આપણો પડછાયાનો,
પરંતુ છે હરખ,
અસ્તાચળે થાય રોજ એજ પડછાયો એકાકાર એનો.
લેખિકા : આરતી અઢીયા મરચંટ
મુંબઈ: કાંદિવલી