GN_18-04-2022.
***********************************
[4/17, 10:27 AM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : *ગદ્ય-લધુવાર્તા*
*વિષય* : *સંબંધોમાં બંધન કે મુક્તિ*
*શબ્દો* : *૩૪૮*
*શીર્ષક* : *’બંધન નહીં, મુક્તિ’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
રાજેશભાઈ અને નીતાબેન એકના એક પુત્ર દિપકના લગ્ન બાદ અત્યંત ખુશ હતાં. મોના જેવી સુશીલ, સંસ્કારી અને આધુનિક આચાર વિચારવાળી, ભણેલી અને નોકરી કરતી વહુ ધરમાં આવી તેના વિશે નીતાબેન અડોશપડોશ, સગાંસંબંધીઓ અને મિત્રવર્તુળમાં ગર્વભેર હોંશ જતાવતા.
શું થયું?
દિપક અને મોનાનું લગ્નજીવન આનંદભેર આરંભાયુ. તેઓ બંને માતા-પિતાને આદર આપતા. પરંતુ લગ્નના એક વર્ષ બાદ પણ નીતાબેન સ્વભાવગત ધરનો રોજીંદો વ્યવહાર અને રસોડાનો કારભાર હજુ પોતે જ સંભાળતા. જાણે અજાણે પુત્રપ્રેમના અતિરેકમાં પુત્ર અને પુત્રવધુ બંનેની નાની નાની બાબતોમાં ટીકા,ટિપ્પણી અને ચંચુપાત કરતા. આમ કરવાથી નીતાબેનને ધરના વડીલ હોવાનો ગર્વભેર સંતોષ થતો. રાજેશભાઈની વારંવારની સમજાવટ છતાં નીતાબેનના વ્યવહારમાં કોઈ ફેરફાર દેખાતો ન્હોતો.
મોના આધુનિક યુગની સુશીલ, સંસ્કારી અને હોંશિયાર યુવતી હોવાથી તે સંબંધોમાં મુક્તિ અને મોકળાશ ઈચ્છતી હતી. ઘર્ષણમાં ધીમે ધીમે નીતાબેન અને મોના વચ્ચે અણગમાની એક અદૃશ્ય દીવાલ ઉભી થવા લાગી. બંને વચ્ચે સંવાદ ઘટવા લાગ્યો. હવે એકબીજાના ગુણને ભૂલી માત્ર દોષ જ શોધાવા લાગ્યા. નીતાબેન કોઈપણ સંજોગોમાં ઘરમાં પોતાનું મહત્વ જાળવી રાખવા માગતા હતા. અને મોના હવે ઘરની વહુ તરીકે જરૂરી મહત્વ પોતાને મળે એમ ઈચ્છતી હતી. સંબંધોમાં તિરાડ પડી અને કમને પણ દિપક અને મોના અલગ રહેવા ગયા,
શું થવું જોઈતું હતું?
લગ્ન પછી મોનાના આગમનની સાથે જ રાજેશભાઈ અને નીતાબેને નક્કી કર્યા મુજબ દિપક અને મોનાને બેસાડીને કહ્યું, જુઓ, આજ સુધી આ ઘરનો વહીવટ અમે સંભાળ્યો. હવે આ ઘર તમને સોંપ્યું. હવે ઘરની દરેક નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન તમે રાખશો. હવે આ ઘર તમારું, તેને ચલાવવાની જવાબદારી પણ તમારી. વહુ બેટા, તું સુશીલ, સંસ્કારી, ભણેલી-ગણેલી નોકરી કરતી હોંશિયાર સ્ત્રી છે. અમને ખાતરી છે કે તું તારો ઘરસંસાર સારી રીતે સંભાળીશ.
વધતી ઉંમરે અમે બંને હવે યાત્રા, દેવ દર્શન, મિત્રોને મળવું, ફરવું અને ગમતી પ્રવૃત્તિ કરી આનંદ મેળવીશું. પાછળની જિંદગીમાં અમને ચોક્કસ તમારી જરૂર છે. અને અમને વિશ્વાસ છે,તમે અમારી પૂરતી કાળજી લેશો. તમને જ્યાં પણ જરૂર હશે ત્યાં અમે જરૂર તમારો ટેકો બનીને ઊભા રહીશું. પરંતુ હવે આ તમારી જિંદગી છે. અમને જ્યાં સુધી સાદ પાડીને બોલાવશો નહીં, ત્યાં સુધી અમે આવશું નહીં. દિપક અને મોનાનું લગ્નજીવન આનંદ અને ઉલ્લાસ સાથે મહેકવા લાગ્યું. મુક્તિથી બંને પક્ષે માન,આદર અને પરસ્પર પ્રેમ તથા સ્નેહથી સંબંધો સિંચાયા.
માટે જ નજદીકી સંબંધોમાં બંધન નહીં, મુક્તિનો અભિગમ આવકાર્ય છે.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૧૬ એપ્રિલ ૨૦૨૨.
*************”””””””***************
[4/17, 3:25 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- સંબંધોમાં બંધન કે મુક્તિ
શીર્ષક:- મીઠું બંધન.
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
બાંધ્યો સંબંધ
નિભાવ્યો આજીવન
પ્રેમથી જીવ્યાં.
મહિલા ઈચ્છે
મુક્તિ મળશે ખરી
સંઘર્ષમાંથી!
પરણિતાને
બંધન લાગે મીઠું
સાજન સંગ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
*******************************”
[4/17, 3:34 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય – સંબંધો માં બંધન કે મુક્તિ.
શીષૅક – સંબધોમાં બંધન
પ્રકાર – પદ્ય મૌલિક.
………………………………..
નથી કોઈ બંધન નથી કોઈ વચન તો પણ ,
તને પણ ને મને પણ..!
કેવો આ તારોને મારો પ્રેમ..! જાણે અતૂટ સંબંધોની લાગણી ..!
ખેંચી લાવે એકબીજાને પાસે..!
કદીક લાગે મનડાંમાં ..!
કેના વધુ તારી તરફ એક ડગલું પણ ,
કાચાં સૂતરના તાંતણે પેલાં બંધનો ખેંચાવે તારી તરફ..! ક્યાંક ડર લાગે મુંજને ..!
કે તૂટશે બંધન તો આંસુ પણ વહેશે..!
જોયાં તમને તે દિવસથી મારાં પોતીકા લાગ્યાં છો..!
સંબંધોની યાદવાસ્થળમાં દૂર જાણે સ્વપ્ના લાગે છે..!
હૃદય છે વ્યાકુળ વ્યથામાં કે સ્વયં તમે આવશો કે નહીં..! જાને લાગે છે આતો ખુલ્લી આંખનું સપનું મારું..!
તારાં માટેનું હોકે..!
અચાનક મોસમનું કલરવ બદલાય..!
પ્રેમને આપોઆપ તમને શોધી જ લેશે ..!
સંબંધોમાં બંધન બંધાઈ જશે..!
પેલી લાગણીઓ નો પહેલો અહેસાસ થઇ જ ગયો..! બસ વિશ્વાસના દરિયામાં પ્રેમનું ઉતારી દીધું..!
મારો પ્રેમ તો હૈયાની લાગણી જેવો..!
પણ મગજનાં રસાયણોની કમાલ છે..!
બે હૈયામાં ઊછળતી સમાન ઉર્મિઓને આપણે તો..!
પ્રેમ પ્રીત, પ્યાર,ઈશ્ક નામ આપીએ છીએ..!
ને શ્વાસમાં તમારાં સુવાસિત ફુલોની આવે છે..!
બે આત્માનાં સ્નેહભીના
ઋણાનુબંધ છે..!
એક ચૂસકી નશાવગર શક્તિશાળી ..!
એ તો દૈવી સંવાદ છે..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ
*************””*”””””*************
[4/17, 5:17 PM] Bhavna Mistry.Mem.-2: NOG SS NO:0099
વિષય: સંબંધોમાં બંધન કે મુક્તિ?
વિભાગ: પદ્ય
શીર્ષક: નથી હોતા
શબ્દો: 57
જ્યાં પ્રેમ છે ત્યાં બંધન નથી હોતા,
જ્યાં બંધન છે ત્યાં સ્પંદન નથી હોતા.
ઉભય સંગ મધુર વિશ્વાસથી જીવો,
જ્યાં શંકા હોય ત્યાં વંદન નથી હોતા.
જીવન સત્કર્મો ને આદર્શોથી દીપાવો,
જ્યાં મહેક હોય ત્યાં ચંદન નથી હોતું.
પ્રયોગ વાણીનો વિચારીને જ કરવો,
જ્યાં માઠું લાગે ત્યાં ક્રંદન નથી હોતું.
🖋️ ભાવનાબેન મિસ્ત્રી “અભય”
વલસાડ
*******†*************************
[4/17, 5:28 PM] Maya Desai.Bombay.MeM.NOG: સંબંધ ઘણાં, ઘણાં સંબંધી,
બંધાયાં સૌ સંગ સ્નેહ કે રક્તથી.
સમય સાથે સૌ સંબંધ બદલાતાં,
થતાં ઘનિષ્ઠ કે પછી વીસરાતાં.
સ્વાર્થ તો જન્મથી જ ગળે વળગેલો,
માતા તાત એ તો બંધન કેમ માનો ?
એમનાં બંધને તો મોટા સંત પણ વામણાં
અવનીએ અવતરવા એમનું ઋણ કરવું અદા.
એ બંધનથી મુક્તિ મન કદી ન માંગે,
દરેક જન્મે એમને જ દિલ ફરી ચાહે.
બીજાં બંધનો મિત્ર ,સખી,સખા ,સ્નેહીનાં,
આવે કદી ઓટ,ભરતી તો કદીક અબોલા.
હોય કોક જ વીરલા જે ફગાવી શકે હર બંધન,
પામે દુન્યવી મુક્તિ,રહે આતમ ખોજમાં મગન.
જે જન માને વિશ્વ દેણ ઈશ્વરની,
એ પામે આનંદ અવિરત ન ચાહે મુક્તિ.
વિશ્વ કલ્યાણનું જેણે લીધું છે પણ,
એ તો હર માનવમાં પામે ઇશ દર્શન.
મૂક પશુ પંખી પણ સંબંધો બાંધે,
નિભાવે આનંદે, નિઃસ્વાર્થ ભાવે.
માનવ જો રહે સાફ દિલે,બંધન પ્રેમે અપનાવે,
નંદનવન બને જગ,બંધન જ મુક્તિ સમ ભાસે.
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
***********************************
[4/17, 6:28 PM] Leena Sharma.MeM: NOG.SS.No.0098
પ્રકાર:- સંબંધો માં બંધન કે મુક્તિ
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- આધુનિક યુગની વિદેશી પ્રથા
“લિવ -ઇન -રિલેશન”
મિત્રો આજના વર્તમાન સમયમાં નવયુવાઓ આ વિદેશી પ્રથા લિવ -ઇન -રિલેશનને અપનાવી રહ્યા છે યુવા પેઢીનો સ્વપ્ન આઝાદ ખ્યાલનો ઇન્સાન બનવાનો, જિંદગીની મૌજો ના મજા માણવા અને કેરિયર બનાવવા નો હોય છે .જે વર્તમાનમાં વધી રહેલી સામાજિક બુરાઈ છે.
આપણા માતા-પિતાની પસંદથી વિવાહ કરીને એક પાવન ,સુરક્ષિત, સામાજિક ,પારિવારિક નીવ રાખવા કરતાં આ ખોખલો લિવ- ઇન- રિલેશન ને અપનાવી રહ્યા છે. યુવા પેઢીના આધુનિકતાનો ભૂત એટલો બધો માથે સવાર છે કે જેની આગળ માતા-પિતાના ખયાલાત જુના જમાના ના લાગે છે પણ શું ખરેખર યુવાઓનો સ્વપ્ન સાકાર થાય છે ખરો ?આ એક ચિંતનનો વિષય છે. આ વિદેશી પ્રથા ના આધુનિક પ્રવૃત્તિના ઘાતક પરિણામો સમાજમાં જોવા મળે છે. આ આધુનિક પ્રથાથી પ્રેરાયેલી યુવાન પેઢીનો જીવનના મહત્વના વર્ષો વ્યર્થ માં જતા રહે છે . અપમાનનો દંશ ભોગવવો પડે છે છોકરીઓને છોકરાઓ રમકડા સમજે છે આ આધુનિક પ્રથા યુવાનોના જીવનમાં ધોખો, અપમાન ,આત્મઘાત, ડિપ્રેશન અને અનેક જાતની માનસિક બીમારીઓ માં વૃદ્ધિ કરે છે.
સ્ત્રી-પુરુષનો સાથ જ્યારે નિયમ બદધ બંધનમાં ના હોય ત્યારે તે વ્યભિચાર જ ગણાય છે. આપણી ભારતીય સંસ્કૃતિનો વિવાહ નું બંધન એટલે જ પવિત્ર અને સુદ્રઢ ગણાય છે.
મિત્રો આ લિવ ઇન રિલેશન નો નવું ચલણ કાંઈ જ નથી બસ મિત્ર બનીને શારીરિક લિપ્સા ઓની પૂર્તિનો માધ્યમ ભર છે અને જે રિસ્તા બંધન કે મર્યાદામાં નથી તે સુરક્ષિત નથી.
આધુનિક યુગમાં વિદેશી પ્રથા લિવ -ઇન -રિલેશન એક ગૈર જિમ્મેદારાના રિલેશન છે. આ આધુનિક યુગમાં સામાજિક પારિવારિક નિયંત્રણ અને જવાબદેહી માં આવી રહેલી ગિરાવટ ને દર્શાવે છે. આ દુષિત આચરણ છે.આવી વિદેશી દુષિત અને ઘાતક પ્રથાથી યુવાપીઢીને મુક્ત થવો જોઈએ.
✍️
લીના શર્મા
હાલોલ
**************************””*””””
[4/17, 6:58 PM] Pradip: NOG SS No: 0001
પ્રકાર : ગદ્ય
શિર્ષક : સંબંધો એટલે બંધન અને મુક્તિ
જાહેર અને સામાજિક જીવન માં ક્યારેક કેટલાક સંબંધો પોતાના મન ને કાબૂમાં નહિ રાખનાર અતિશયોક્તિ કરીને પોતાની ઈજ્જત અને આબરૂ છડે ચોક ઉડાડતા જોવા મળે છે.ખાસ કરીને ફિલ્મ લાઈન અને રાજકિય નેતા પરિવારોમાં વધારે જોવા મળે..દીકરી નીં ઉંમર જેટલી સાથે વિવાહ અને પ્રેમ પ્રકરણ…ખેર…
કેટલાક સંબંધો જીવન માં એવા અનાયાસે કોઈક બહાને બની જાય કે જે ક્યારેક સામાજિક અને સુખ દુઃખ ના પ્રસંગે આપને શ્વાસ/સહાનુભૂતિ નો અહેસાસ કરાવી જાય.કેટલાક સંબંધો દૃશ્ય અને અદ્રશ્ય કોઈક ના જીવન નુંકારણ બની જતા કિસ્સા પણ જોવા મળે છે.બસ સવાલ એ છે કે સંબંધ પવિત્ર કે અપવિત્ર કે છલ કપટ કે અપેક્ષાઓ વાળો….અનેક કિસ્સાઓ જોવા સાંભળવા મળે..પડછાયા જેવા સંબંધો ક્યારેક જીવન ની અનેક ખોટ અદ્રશ્ય રીતે પૂરી જાય… આપણૅ તો NOG પરિવાર માં આજેય એવા સંબંધો છે કે નાંકોઈ બંધન કે નાંકોઇ મુક્તિ….બસ હૂફ નો એક બેજોડ પ્રેમ….
સંચાલક : પ્રદીપ રાવલ