[1/10, 3:18 PM] Rita Bhaayaani.MeM.NOG: NOG . સાહિત્ય સરિતા
NOG no. – 0063
વિષય – વીતેલાં વર્ષની સાહિત્ય સફર
પ્રકાર – ગદ્ય
શીર્ષક – ‘સાહિત્યના સંગાથી અને હું’
૨૦૨૧
શું લખવું અને શું છોડવું?
અનેક દેખી-અણદેખી,ગમતી- અણગમતી ઘટનાઓનો શંભુમેળો એટલે, આ ૨૦૨૧.
પહેલાં તો જીવનની એક મહત્વપૂર્ણ ઘટનાને આપની સાથે વહેંચવી છે. જીવનના આ પડાવમાંથી આમ તો દરેક વ્યક્તિ પસાર થાય જ છે. એટલે એને કદાચ બધાં વિશેષ ન પણ ગણે. પરંતુ, મારાં માટે જિંદગીનો આ પડાવ પહેલેથી ખૂબ મહત્વનો હતો.
હા, મેં જીવનના પચાસ વર્ષ પૂર્ણ કર્યાં. અત્યંત અસમંજસ અનુભવી રહી હતી અને છું. હવે જીવી એટલાં તો ચોક્કસ બાકી નથી જ…
અને..
શું શું કરવાનું બાકી? આ લીસ્ટ તો બહું લાંબું નીકળ્યું!
બીજી મહત્વપૂર્ણ ઘટના એટલે નખશીખ વિજ્ઞાનની વિદ્યાર્થી, અંગ્રેજી માધ્યમની શિક્ષક અને ગુજરાતી સાહિત્યમાં ડુબકી!
હા, સ્કુલ સમયથી ધરબાયેલાં ગુજરાતી સાહિત્ય પ્રત્યેના લગાવ અને લગનને એક એવી વ્યક્તિએ ઓળખ્યા કે જે અમે વર્ષોથી એક જ ગામમાં રહેવા છતાંય એટલાં નજીક પણ નહોતાં. એણે આંગળી પકડી, દિશાસૂચન કર્યું અને એક વણખેડાયેલ સફરની શરૂઆત થઈ. હા, મારાં રાહબર એટલે.. પ્રિય, પૂજા( અલકા) કાનાણી. એમનાં સાથસહકારથી ‘અપની તો નિકલ પડી’.
વેલ વિશર્સ વુમન્સ ક્લબ(રાજકોટ શાખા)ના સભ્ય તરીકે શરૂઆત કરી. ભગવતીબેન પંચમતિયાનો સાથ મળ્યો. ન્યુઝ ઓફ ગાંધીનગરની સાથે સાથે બીજા પણ વિવિધ ગ્રુપમાં જુદાં જુદાં વિષયો મળતાં ગયાં. વિષયાનુસાર કંઈક અલગ લખવા મન સતત વિચારશીલ રહેવા માંડ્યું. નવાં મુદ્દાઓ શોધવા સતર્કતા વધવા માંડી. હું લખતી ગઈ.
સાહિત્યનાં કક્કો બારાખડી શીખવાડવામાં વડીલશ્રી જયશ્રીબેન પટેલ(દાદીશા)નો સવિશેષ ફાળો છે. આ અદ્રશ્ય અદ્ભુત ફાળા માટે હું હંમેશાં એમની ઋણી રહીશ. શ્રી પ્રદીપભાઈ ન્યુઝ ઓફ ગાંધીનગરનું ફક્ત સંચાલન નથી કરતાં. આપણાં સૌના મોભી છે. દરેક સભ્ય અને એની લાગણીનું હંમેશાં ધ્યાન રાખી એમને પ્રોત્સાહિત કરે. પ્રદીપભાઈ, આપનો, એડમીન પેનલ તથા સહસભ્યોનો ખૂબ આભાર.
✍️ – રીટા ભાયાણી
[1/10, 3:28 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 092
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- ૨૦૨૧માં સાહિત્ય ક્ષેત્રે પ્રગતિના લેખા-જોખા
ગુજરાત યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં પાદપૂર્તિમાં ‘વિશેષ યોગ્યતા’ મેળવ્યા બાદ, સાહિત્ય સાથે અલપ-ઝલપ મુલાકાતો થતી. ક્યારેક કોઈ સંવેદનાઓ ઘેરી વળતી, તો કલમનો સાથ લઈ એને કાગળ પર ફેલાવી દેતી. વર્ષ ૨૦૨૧માં મારા ભાઈ ડૉ. અનિરુદ્ધ વ્યાસે મને શ્રી પ્રદીપભાઈ સાથે ઓળખ કરાવી. હું ન્યુઝ ઓફ ગાંધીનગર સાહિત્ય સરિતાની સભ્ય બની અને સાહિત્ય સાથેની મારી અલપ-ઝલપ મુલાકાતો, એક દીર્ઘ સબંધમાં પરિણમી. દર સપ્તાહે આપવામાં આવતા નવા વિષયો એ સંવેદનાઓને વિસ્તારી, ભાષાને મઠારી, અને કલમને પુખ્તતા આપવામાં ખૂબ મદદ કરી. વ્યવસ્થાપક સમિતિ તરફથી મળતા પ્રતિભાવોએ મારા લખવાના ઝનૂનને વધાર્યું.
સાહિત્યની આ સોગાત, મારા પપ્પાની કોરોનાની બીમારી અને એમના અવસાન સમયે એક સાચો સ્નેહી અને સાથી બનીને ઉભી રહી. વર્ષ ૨૦૨૧માં મેં મારા વ્હાલસોયા પિતા ગુમાવ્યા પણ કવિતાઓએ મને તૂટવા ન દીધી. મારા લાગણીશીલ સ્વભાવને કારણે હું અવસાદનો શિકાર બની હોત પરંતુ સાહિત્યના સાંનિધ્યમાં મેં મારી જાતને ખૂબ મજબૂત અનુભવી. પ્રથમ સંતાન હોવાથી બધીજ જવાબદારી સ્વસ્થતાથી નિભાવી. એક પોલીસ અધિકારીને છાજે એવી અંત્યેષ્ટિ ક્રિયા કરી.
૨૦૨૧ એ મને જીવનની કવિતા લખતા શીખવ્યું. લખેલી કવિતાનું યુ- ટ્યુબ પર પઠન કરતા શીખવ્યું. દર્દને જોશમાં પલટતા શીખવ્યું અને નિજાનંદ માટે લખાતી કૃતિઓને બદલે, સામાન્ય જન માનસની વેદનાઓ અનુભવતા શીખવ્યું. સહુથી મોટી વાત એ કે વર્ષ ૨૦૨૧ એ મને સાહિત્ય દ્વારા લોકોના મન પર પડેલા ઘા ને ભરતા શીખવ્યું.
અલકા એન.મહેતા
ગાંધીનગર
૧૦/૦૧/૨૨.
[1/10, 4:32 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO :004*
*વિષયઃ વિતેલા વર્ષની સાહિત્ય સફર અને તેનું સરવૈયું*
*પ્રકારઃ ગદ્ય*
*શીર્ષકઃ ધન્યવાદ પૂર્તિ*
ન્યુઝ ઓફ ગાંધીનગર ને જનફરિયાદનાં તંત્રી શ્રી પ્રદીપભાઈ તેમજ ઓડિયો વિડિયોના સુત્રધાર માનનીય મિનાક્ષીબેન(મારા તો દીકરી જેવા જ છે).
મને કૌટુંબિક ઊંચ્ચ હોદ્દો આપી ને દાદીશા બનાવનાર બન્નેને શત શત વંદન કરું છું. સાહિત્ય એટલે સાત વર્ષની ઉમ્મરે પિતાજીની આપેલી ડાયરીમાં આડા અવળા શબ્દોની વર્ણમાળામાંના અક્ષરો.. મોટા થતાં મારી ડાયરીનું એક પાનું કરી લખવાની શરૂઆત પ્રેમ થવો કે પ્રેમનો વિચ્છેદ થવો એવી વાર્તાઓ નહોતી ખબર ત્યારે ફક્ત મરાઠી ને ગુજરાતીનાં ઊંચા દરજાના લેખકોની વાતો લેખ કવિતા વાંચી સમજવાનો પ્રયત્ન .
૨૦૧૯થી એવા પાયે શરૂઆત થઈ કે આને સાહિત્ય કહી શકું કે નહિ એવાં કશ્મકશમાં હતી. આ ગ્રુપ પેલું ગ્રુપ કંઈજ ખબર નહોતી. કોઈકે વાર્તા મૂકવા કહ્યું ને પહેલી વાર્તા”શરમનાં શેરડા” મૂકી. જીજ્ઞા કપુરિયાનું ગ્રુપ હતું ને છપાય ન્યુઝ ઓફ ગાંધીનગરમાં. બસ ગાડી ઉપડી તે અટકી નહિ. લખનાર જોયા ને થયું ભાષા કોશની બધાંને જરૂર છે ને ગુજરાતી વ્યાકરણનાં ઝૂમ મિટિંગ પર વર્ગ લીધાં. પ્રદીપભાઈએ પ્રિન્સીપાલ બનાવી અને અમૂક વિદ્યાર્થીઓ એવાં કહ્યાગરાં મળ્યાં કે શિક્ષણ કારકિર્દી છોડી મુંબઈથી વડોદરા આવી તે ફરી શરૂ થઈ. માયાનો , જીજ્ઞાનો ને રાવલ દંપત્તિનો સહકાર મળ્યો. ગાડી ચલ પડી.
આભાર સર્વે લાડકા સભ્યોનો જેમણે ખૂબ જ આદર કર્યો ને ખૂબ પ્રેમ આપ્યો. આજે મને દરેક સભ્ય પર ગર્વ છે જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો. દરેક સભ્યોને મારા ખૂબ અંતરથી આશીષ છે.આજે આખું સૌરાષ્ટ્ર , ને ગુજરાત દાદીશાનાં હુલામણાં નામે ઓળખે છે.અહીં લાગણી સમજી ભાવનાબેન તરફનું જિંદગીભરનું સંભારણું બની રહેશે
રાજુલબેને અને કૌશિકભાઈ , પ્રજ્ઞાબેન અને જીગિષાબેન કે યુએસના બેઠક ને સાહિત્ય સંગીત વિશ્વ કે કેનેડાનું ટ્રુ બ્લેસિંગ ગ્રુપના જશુભાઈ ને મહેશભાઈ હોય સર્વેનો મીઠો આવકારો મળ્યો છે.. મારા કડવા અનુભવ સાથે સરસ મીઠો અનુભવ ને મારી ઓળખ માટે ન્યુઝ ઓફ ગાંધીનગરને ફરી ફરી નમન ને ધન્યવાદ કે સાહિત્યની સરિતા વહેતી કરી છે.
સુંદર અભિપ્રાય આપતા દિલનાં નિખાલસ સખી વિભૂતિબેનને નહિ વિસરું સદાઈ ફોનમાં રણકતો બેન કે દાદીશાનો રણકો મારું સરવૈયું છે.
જયશ્રી પટેલ
૧૦/૧/૨૨
[1/10, 5:21 PM] Pradip: NOG SS No : 0001
વિષય : ૨૦૨૧ સાહિત્ય નું સરવૈયું સર્જક ના મતે
પ્રકાર : ગદ્ય
૨૦૧૯ NOG સાહિત્ય સરિતા ગ્રુપ જીજ્ઞા કપુરિયા સંચાલન હેઠળ અસ્તિત્વ માં આવ્યું.તેમના થકી ૭૦ સભ્યો ગ્રુપમાં આવ્યા.સુંદર ૧૦૦ થી વધારે વિષયો ઉપર ત્રણ હજાર થી વધારે રચનાઓ ગ્રુપ માં મુકાઈ.જયશ્રી પટેલ(દાદી શા)માયાબેન દેસાઈ(ગ્રુપ દીદી) વિભૂતિબેન્ દેસાઈ(પ્રતિભાવ ગ્રુપ એંકર) જયકાન્ત્ ઘેલાણી,રતિભાઈ વાયડા જેવી સાહિત્યિક વટવૃક્ષ સમાન એડમિન ટીમ મારા ગ્રુપ સંચાલક તરીકે અસ્તિત્વમાં આવી..જેઓ નિર્ણાયક અને ગ્રુપ સંચાલન સંકટ સમય ની સાંકળ સમાન સાબિત થયાં.ગ્રુપ ના સભ્ય ની સાહિત્યિક લેખન રીતભાત થી સૌ એકબીજા થી માહિતગાર થયા.સ્ત્રી સહજ સ્વભાવ મુજબ સર્જકો ના ગમાં અણગમા ના અનેક પરિચય થયા અને વિવાદો ટાળવામાં મે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હોય તેવો અનુભવ થયો અને ગ્રુપ માં લખી શકવાની હિંમત આવી કે કોઈપણ સભ્ય મને કાઇપણ સલાહ,સૂચન,ભૂલો વિશે કહી શકશે જેની ગુપ્તતા જળવાશે..જે કંપ્લેંન આજે પણ મેસેજો અને ઓડિયો માં ચાલુ છે કે ફલાણા ને આમ અને મારી રચના ને આમ..પણ ગળી ને આગળ વધતા હું સીખી ગયો.તંત્રી છું એટલે એડિટ મારો વિષય પણ સાહિત્યકાર કે સર્જક નથી એટલે રચનાઓ વાચતા હવે લખતા પણ જોડણી ની પારાવાર ભૂલો સાથે સીખી ગયો.જેમને તેમનું ગ્રુપ રચના પ્રત્યે લગાવ છે તેઓ વિડિયો રચના પણ આપતા ગયા અને એકપણ વિષય ચૂક્યા નહિ હોય તેવા અનેક સભ્યો આજે પણ ગ્રુપ માં છે જ્યારે પ્રેક્ષક તરીકે ના અનેક સભ્યો ગ્રુપ શોભાવી રહ્યા છે.કોરોના કાળ માં ખટ્ટીમીઠ્ઠી,સુખદ,દુઃખદ સાહિત્યિક યાત્રા ગ્રુપ માં જોવા મળી. એડમિન ટીમ સાથે લાડકા સંચાલક ની જેમ ઝગડતો ગયો અને શીખતો ગયો અને ગ્રુપ નું ગાડું પરિવાર ની જેમ માવતર સહારે ગબડાવી રહ્યો છું..શબ્દો ની અનંત યાત્રા ના મધ દરિયે જાણે નાવ હલેસી રહ્યા નો સતત સાંજે પાંચ વાગે રચના પ્રસિદ્ધિ માટે મોકલતા અનુભવ કરી રહ્યો છું..ગ્રુપ ના દીદી,દાદી,નયના,અલકા,ચોકલેટ બહેન, જયકાંત ભાઈ,પ્રતિભાવ દીદી જેવા સાથે ગમે ત્યારે મન ની દ્વિધાઓ હળવી બકરી સંચાલક તરીકે હલેસાં મારી રહ્યો છું..મજા આવે છે..વિષય આપવાનું આવતા વિષય મગજ માં આવી જાય છે એટલે કે એકલો જાને રે નો અહેસાસ સભ્યો થવા દેતા નથી..અંતે સહયોગી સાથીઓ નોંખું ખૂબ આભાર..સુબહ કા ભૂલા શામ કો ઘર લોટે ઉસે ભૂલા નહિ કહેતે જેવી હસ્તીઓ નો આભાર..સાહિત્ય સંગીત વિશ્વ ની સાહિત્યિક રસિક બેલડી કૌશિક – રાજુલ…શાહ પરિવાર નો વિશેષ આભાર કે જેઓ ગ્રુપ સાથે અડીખમ ઊભા છે..અંતે પત્ની કમ સાહિત્ય વિડિયો એડિટર મીનાક્ષી નો પણ આભાર કે સતત સહયોગી બની રહી છે..નવા વર્ષે ખૂબ મજા ની સાહિત્યિક પ્રવૃત્તિ કરવાના વિચાર સાથે સૌ આગળ વધીએ તે જ મારા ગત વર્ષ નું ભૂલવા માટેનું સરવૈયું….
પ્રદીપ રાવલ.સંચાલક
[1/10, 5:37 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય-
સાહિત્યનુ સરવૈયું ૨૦૨૧.
શીર્ષક -સાહિત્ય જગની પા..પા.. પગલી.
………………………………..
2021 નું વર્ષની મીઠી વાતોથી શરૂઆત થાય એક વાનગીની જેમ રસથાળ ભરેલી રહી. કેટલીક ગમતી અને ન ગમતી વાતો હ્રુદયને છીન કરી નાખેલું. 2021માં એકતો કોરોનાના કારમાં ઘાએ મને છેદી નાંખેલી. માતૃશ્રીનું જવું. એ ઘાને ક્યારેય નહીં ભૂલી શકું. મા હતીને ગમે તેટલી ઉમરે જાય પણ મા ની જગ્યા કોઈ ના લઇ શકે. કોરોનાને લીધે નહીં .ધરતી પરનાં શ્વાસ ખૂટ્યાંને ગઈ.
હું આજે ૫૬ વર્ષની છું મારી સાહિત્યની શરૂઆત લગભગ દસ વર્ષથી થયેલી નાની-મોટી કવિતાથી છાપામાં આવતી સસરાજી મને પ્રોત્સાહિત કરતાં. મુંબઈ સમાચાર, જન્મભૂમિ ,
ગુજરાત સમાચાર ,સાથે યશવંતરાય ત્રિવેદી સંઘ ઘણાં સહિયારા પુસ્તકોમાં સફર કરી. નીતાબેન કોટેચા,
કાલજયી પ્રકાશ આ જીવન ભાગ ૧ પુસ્તકમાં , માનો પાલવ, સારમાં વિસ્તારમાં વાર્તા, પડવાની પ્રતીતિ માં, લેખિની સંસ્થા દ્વારા અલ્પપ્રસિધ્ધ સ્વાતંત્ર્ય સેનાની વિશેષાંક માં મીઠું બેન પેટીટ પર લખેલું, આત્મકથા નો એક અંશ વર્ષા અડાલજા થકી ,શબ્દ સુગંધ જીજ્ઞાબેન સાથે ,શબ્દની હરીફાઈ ભાગ ૧ માં શ્રી દિનકરભાઈ સાથે, એવા ૪૦ પુસ્તકોમાં મારી મૌલિક રચનાઓ સાથે વાર્તા પણ છે. ગુજરાતીને હિન્દીમાં ઘણી પી.ડી.એફ. પણ છે.
બીજી વાત કરી 2021 ના સમય દરમિયાન નવો વળાંક આવ્યો કે મને ઘણાં કવિ સંમેલનોમાં ભાગ લેતાં શીખી ઝુમ ને ગૂગલ પર મારો આ નવો અનુભવ આનંદ થતો. જોઈન્ટ થતાં આવડતું નહીં પણ દીકરી કરી આપતીને હું ભાગ લેતી. આપણાં ગ્રુપમાં તો લખવાનું ખરું અને તેમની સાથે મીનાક્ષી બેનને કેમ ભૂલાય સરસ વીડીયો બનાવતાં, વિભૂતિબેનનું સરસ પ્રતિભાવ આપીને પ્રોત્સાહિત કરવું, દાદીસાને કેમ ભુલાય બધાની આંગળી પકડીને સુંદર પ્લેટફોર્મ આપ્યું. અમારી ભૂલોને સુધરાવતા અને નામાંકિત કર્યા સાહિત્યની સફરમાં. મારી સાહિત્યની સફર શ્રી પ્રદીપભાઈ થકી અવિરત ગંગા વહેતી રહે. સાહિત્યની પુજારણ બની એક એક પગથિયા સર કરું. ઘણું શીખવાનું મળ્યું.ન્યુઝ ઓફ ગાંધીનગરને જન ફરિયાદ માં આમને ઉજાગર કર્યા નવોદિતોને . કૌશિકભાઈ તથા કામ કરતાં સર્વ ને આભારી છું . આવો અમૂલ્ય મોકો આપ્યો હાથ ધરીને પગથિયાં ચઢવાનો. સમસ્ત પૂર્ણ ટીમને આભારી રહીશ સદાય આપણી.
જય શ્રી કૃષ્ણ..!
[1/10, 5:41 PM] Bhahvati Panchmatiya.MeM.NOG: NOG SS NO.60
વિષય : વર્ષ ૨૦૨૧ નું સરવૈયું સર્જકનાં મતે.
પ્રકાર : ગદ્ય
શીર્ષક : સુહાની સફર
આજે જયારે વર્ષ ૨૦૨૧ વિદાય લઈ ચૂક્યું છે ત્યારે તેનાં સંસ્મરણો વાગોળતાં આવું કંઈક વિચારી રહી…. વર્ષ ૨૦૨૧ બીમારીમાંથી મુક્તિ મેળવવાનું વર્ષ રહ્યું. ૨૦૨૦નાં ડીસેમ્બરમાં મારાં સહિત પૂરા પરિવારને કોરોનાની ભેટ મળી! તેમાંથી અમને સૌને રીકવર થતાં લગભગ છ મહિના નીકળી ગયાં. ત્યારે ત્રણેક મહિના સાહિત્ય રચના લગભગ બંધ જ રહી.
જો કે મારી એપિસોડવાઈઝ પબ્લીશ થઈ રહેલી નોવેલ ‘અસ્તિત્વ’નાં એપિસોડ મારે મેગેઝીનને મોકલવાનાં હોય તે માંડ લખી શકતી. પછી ધીમે ધીમે તંદુરસ્તી પાછી મળવા લાગી અને હું ફરીને સક્રિય થઈ શકી. તેમાં આપણા ન્યૂઝ ઓફ ગાંધીનગરના તમામ સભ્યો અને મોટાભાઈ સમાન પ્રદીપભાઈની દુવા પણ કામ કરી ગઈ! સાથે જ એક વડીલ પૂરો પાડી શકે તેવો સ્નેહભર્યો સથવારો અને હીંમત આપનાર દાદીશા જયશ્રીબેનને તો કેમ ભૂલાય? આમ સૌનાં સથવારે હું મારી સાહિત્યિક સફર ખેડતી રહી.
આ વર્ષમાં મને બે શિલ્ડ અને અનેક સર્ટીફિકેટ પ્રાપ્ત થયાં. એક મેગા વાર્તા સ્પર્ધામાં અને એક કવિતાની હરિફાઈમાં મને બીજો ક્રમાંક મળ્યો. જયારે સ્પર્ધામાં ક્રમાંક પ્રાપ્ત થાય ત્યારે વધુ લખવાની પ્રેરણા મળતી રહે. સાથે જ ખાતરી પણ થાય કે લોકોને મારું લખાણ ગમે છે. સૌથી મોટી વાત એ જ છે કે વાંચકોને મારાં વિચારો ગમે છે. નંબર મળવો જરૂરી નથી. મારી નવલકથા ‘અસ્તિત્વ’ વાંચકોને ખૂબ ગમી તેનું ગૌરવ.
બીજી એક ખુશીની વાત….મારી રચનાને જયારે તેમનાં ઓડિયો વિશ્લેષણમાં દાદીશા વખાણે છે ત્યારે કોઈ એવોર્ડ મળ્યાં જેટલો આનંદ થાય છે! જયારે કોઈ ભૂલ બતાવે છે ત્યારે મારી જાતને હું વધુ એલર્ટ બનાવી લખું છું અને તેમણે બતાવેલી ભૂલ રિપીટ ન થાય તેનો ખાસ ખ્યાલ રાખું છું.
આ સિવાય વતનની વાતમાં મારી ઘણી લઘુકથાઓ આ વર્ષે પબ્લીશ થઈ. એ ઉપરાંત, બે ત્રણ પોર્ટલ પર પણ મારી કવિતાઓ અને વાર્તાઓ પબ્લીશ થઈ. આ વર્ષે મેં ઘણી લઘુકથાઓ અને થોડી નવલિકાઓ પણ લખી.
એકંદરે મારી સાહિત્યની સફર સ્વાસ્થ્યની અમુક વધેલી તકલીફો છતાં સારી રહી. આ માટે પરમાત્માનો આભાર માનું એટલો ઓછો. સાથે જ ન્યૂઝ ઓફ ગાંધીનગરનો પણ ખૂબ આભાર કે તેમણે એક સુંદર પ્લેટફોર્મ પૂરું પાડ્યું.
અસ્તુ.
ભગવતી પંચમતીયા ‘રોશની’
[1/10, 6:02 PM] Leena Sharma.MeM: NOG.S.S.NO.0098
विषय:- बीते वर्ष का साहित्य सफर।
प्रकार:- गद्य।
शीर्षक:- सीखने की जिज्ञासा।
मैं 2021( S.S.Grup) में शामिल हुई। यह ग्रुप साहित्यकारों व प्रतिभाशाली लोगों का है। मेरे लिए ये एक पाठशाला है। मुझे काफी कुछ सीखना है। सीख भी रही हूं। इन सभी के बीच मैं अकेली अब तक हिंदी भाषा में रचना लिखती आई हूं।
मेरी रचनाओं को अन्य ग्रुप में दोस्तों में रिश्तेदारों में व समाज में सराहना मिली है।
“साहित्यकारा जय श्री दीदी” से उनके निवास स्थान पर मुलाकात होने पर बातचीत के दौरान उन्होंने मेरी लेखनशैली की तारीफ की तो मन गदगद हो गया। मेरे लिए यह बहुत गर्व की बात है। मेरी रचनाओं में निरंतरता बरकरार है। जय श्री दीदी और विभूति दीदी ने कहा कि आप गुजराती भाषा में क्यों नहीं लिखती? तब मैंने कहा था, दीदी जरुर से लिखूंगी गुजराती भाषा में भी। लेकिन ………..
हर बार की तरह लिखने के बाद मन ही मन सोचती हूं कि अगली बार तो गुजराती भाषा में ही लिखूंगी पकका।लेकिन …….वो अगली बार अभी तक नहीं आ पा रही है।
आज हिंदी दिवस भी तो है दोस्तों….तो
हिंदी दिवस की आप सभी को हार्दिक शुभकामनाएं।💐🙏
✍️
लीना शर्मा।
हालोल।